સોરઠી બહારવટિયા ભાગ-1/1. ચાંપરાજ વાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 64: Line 64:
“ઠીક ત્યારે, ઉડાડ! થાવી હોય તે થાશે!”
“ઠીક ત્યારે, ઉડાડ! થાવી હોય તે થાશે!”
મકરાણીની બંદૂક છૂટી. એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાચલી તોડતી ગઈ.
મકરાણીની બંદૂક છૂટી. એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાચલી તોડતી ગઈ.
{{Poem2Close}}
<poem>
::વીકે સરવૈયા વાઢિયા, રણઘેલા રજપૂત,
::ભાણિયાને ડુંગર ભૂત, સાહેબને સરજ્યો, ચાંપરાજ!
</poem>
{{Poem2Open}}
'''[વીકાએ તો સરવૈયા રજપૂતોને વાઢ્યા, પણ હે ચાંપરાજ! તેં તો ભાણિયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સરજાવી દીધો.]'''
{{Poem2Close}}
<poem>
::ડેરે બોકાસાં દિયે, કંડી મઢ્યમું કોય,
::જગભલ સા’બ જ જોય, ચૂંથી નાખ્યો, ચાંપરાજ!
</poem>
{{Poem2Open}}
'''[સાહેબની મડમો એના ડેરાતંબૂઓમાં વિલાપ કરે છે. કેમ કે તેં તો જે કોઈ સાહેબને દીઠો તેને ચૂંથી નાખ્યો.]'''
{{Poem2Close}}
<poem>
તેં દીધી ફકરા તણા, એવી ભાલાની આણ,
મધ ગરમાં મેલાણ, સાહેબ ન કરે, ચાંપરાજ!
</poem>
{{Poem2Open}}
'''[ફકીરા વાળાના પુત્ર! તેં તો ગીરની અંદર તારા ભાલાની એવી હાક બેસારી દીધી છે કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગીરમાં મુકામ કરી શકે તેવું નથી.]'''
ગોરાનું લોહી છંટાતાં તો ડુંગર ફરતી સાતથરી ચોકીઓ મુકાઈ ગઈ. ચાંપરાજ વાળો સમજ્યો કે “આમ જો ઝલાઉં, તો કૂતરાને મૉતે મરવું પડે.”
ભૂખ્યાતરસ્યા બહારવટિયા ભાણિયાને ડુંગર ભરાઈ રહ્યા. એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી, પછવાડે ગીચ ઝાડીમાંથી છાનો માર્ગ કરી, ચાંપરાજ વાળાને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો. પછી કહ્યું કે “હવે મંડો ભાગવા. દેશ મેલી દ્યો.”
“અરે બા! એમ ભાગવા તે કેમ માંડશું? સહુને સૂરજ ધણીએ બબ્બે હાથ દીધા છે.”
એટલું બોલીને ચાંપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડનાં ગામડાં ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું. ગામડાંની અંદર લોંટાઝોંટા કરી ગાયકવાડનાં હાંડાં જેવાં રૂડાં ગામડાંને ધમરોળી નાખ્યાં. વાંસે વડોદરાની ફોજો આંટા દેવા લાગી, પણ ચાંપરાજને કોઈ ઝાલી શક્યા નહિ. ચાંપરાજ વાળાએ પણ ગામડાંને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરી : “ભાઈ, હવે તો ઘેંસનાં હાંડલાં ફોડીફોડીને કાઈ ગયા છીએ. હવે તો દૂધ-ગોરસ માથે મન ધોડે છે.”
“એટલે શું, ચાંપરાજ વાળા? અમરેલી-ધારીને માથે મીટ મંડાય એવું નથી, હો! પલટનું ઊતરી પડી છે વડોદરાથી.”
“સંચોડી ગાયકવાડી જ આંહીં ઊતરી આવે તોય કાંઈ ઈ મોજ જાવા દેવાય છે? માટે હાલો અમરેલી. દેવમુનિ જેવાં ઘોડાં રાંગમાં છે એટલે રમવાનું ઠેક પડશે, બા!”
કોઈ પણ રીતે ચાંપરાજ ન માન્યો, અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓનાં પાણીમાં ઘોડીઓને ઘેરવી, સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવી, ને દીવે વાટ્યું ચડતી વેળાએ ગામના ગઢકિલ્લાનાં બારણાં તોડવાં, એવો મનસૂબો કર્યો.
{{Poem2Close}}
<poem>
::અમરેલી આવછ અભંગ, ભડ રમવા ભાલે,
::(તે દી) મરેઠિયું રંગમોલે, ચાંપાને જોવા ચડે.
</poem>
{{Poem2Open}}
'''[ઓ શૂરવીર ચાંપરાજ! તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે, ત્યારે તને નીરખવા માટે ઊંચી મહેલાતોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકાં કાઢી રહે છે.]'''
{{Poem2Close}}
{{Poem2Open}}
ધોળે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચાંપરાજ વાળાને ભાલે ભલભલા જવાનો વીંધાવા માંડ્યા. અને લૂંટનો અઢળક માલ ચરખા ભેળો થવા લાગ્યો.
{{Poem2Close}}
<poem>
::દખણી ગોવિંદરાય ડરે, રંગમોલમાં ય રાડ્ય,
::કાઠી નત્યો કમાડ, ચોડે બરછી ચાંપડો.
</poem>
{{Poem2Open}}
'''[ગોવિંદરાવ નામનો સૂબો (અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયકવાડ) ચાંપરાજ વાળાના ભયથી મૂંઝાવા લાગ્યો. રાજમહેલમાં બૂમો પડે છે, કેમ કે ચાંપરાજ વાળો છેક કમાડ ઉપર બરછી મારીને ચાલ્યો જાય છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits