26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાંપરાજ વાળો| '''[સન 1835ની આસપાસ]'''}} {{Poem2Open}} ચલાળા ગામમાં એક કાઠી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 54: | Line 54: | ||
</poem> | </poem> | ||
<center>''''''</center> | <center>''''''</center> | ||
{{Poem2Open}} | |||
ગીરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરિયાળી પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણિયાનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ઘટાટોપ ઝાંખરાં-ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણિયાના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે અને નવ પોતાના પગારદાર મકરાણી, એટલા જણે ડુંગર માથે ચડીને મોરચા ગોઠવ્યા. થોડી વારમાં તો ધારી-અમરેલીની ગાયકવાડી ગિસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો. | |||
મકરાણીનો જમાદાર બોલ્યો : “બાપુ, આ ઘાસિયો પાથરી દઉં છું. તેના પર તમે તમારે બેસી રહો, અને અમને બંધૂકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.” | |||
દસેય બંદૂકો એક પછી એક ભરી ભરીને ચાંપરાજ વાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર “બાપુ, બિવારું છું, હો” એમ કહીને, ડુંગર ઉપર ચડવા આવનારાઓને ફૂંકતો જાય છે. એમ થતાં થતાં તો બે જુવાન મરણિયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂકો લઈને ડુંગર ઉપર ચડતા જોયા. | |||
“બાપુ!” જમાદાર બોલ્યો : “હાથના આંકડા ભીડીને બે ગોરા ચડ્યા આવે છે. ઉડાડું?” | |||
“ના, ભાઈ, ગોરાને માથે ઘા રે’વા દેજે.” | |||
“પણ, બાપુ, ઈ તો આ પોગ્યા. અને હમણાં આપણને ધરબી નાખશે.” | |||
“ઠીક ત્યારે, ઉડાડ! થાવી હોય તે થાશે!” | |||
મકરાણીની બંદૂક છૂટી. એની ગોળી બેમાંથી એક અંગ્રેજના માથાની કાચલી તોડતી ગઈ. | |||
{{Poem2Close}} |
edits