સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 335: Line 335:
::::: Nor none so lefe (dear) to me.
::::: Nor none so lefe (dear) to me.
</poem>
</poem>
{{Poem2Open}}
'''[હે ખાવિંદ! એમાનું કશુંયે મને આટલું મનગમતું નથી.]'''
પછી તો રાજાજીને બહારવટિયાની કારકિર્દીનો બધો અહેવાલ મળે છે. રાજા બહારવટિયા પાસે જાય છે, કહે છે કે ‘તમારી તીરંદાજીનું પારખું કરવું છે. તૈયાર થાઓ’.
રાજાએ મેદની ભરી. એની વચ્ચે બહારવટિયાને બોલાવ્યા ને પછી વિલિયમના વહાલા દીકરાને મેદાનમાં બેસારી તેના માથા પર રાજાએ જમરૂખ મુકાવ્યું. મુકાવીને કહ્યું કે ‘સાચો તીરંદાજ હો તો આ તારા દીકરાના માથા પરથી જમરૂખ ઉડાવી દે’.
‘ઉડાવી દઉં, નામદાર!’ કહીને વિલિયમ ઊભો થયો.
{{Poem2Close}}
<poem>
::And when he made him ready to shoot
::::: There was many a weeping eye.
</poem>
{{Poem2Open}}
'''[જ્યારે એણે તીર છોડવા પણછ તાણી, ત્યારે ઘણી ઘણી આંખો રડતી હતી.]'''
બહાદુર વિલિયમે તીર છોડ્યું. પહેલે જ ઘાએ જમરૂખ ઉડાવી દીધું. દીકરાને જરીકે ઈજા ન થઈ. રાજાજી આફરીન બન્યા. બહારવટિયાઓને સારી નોકરી આપી…
{{Poem2Close}}
<poem>
::Thus endeth the life these good yeomen,
::::: God send them eternal bliss,
::And all that with a hand-bow shooteth,
::::: That of heaven may never miss.
</poem>
{{Poem2Open}}
[આ રીતે આ ભલા તીરંદાજોના આયુષ્યનો સુખી અંત આવ્યો. ઈશ્વર તેઓને અખંડ શાંતિ આપજો! એમની તીરંદાજી સ્વર્ગનું પણ નિશાન અચૂકપણે આંટજો!]
પછી આપણે સ્કૉટકૃત ‘રૉબરોય’ નામની સ્કૉટિશ નવલમાં રૉબરોય નામના ઇતિહાસમાન્ય બહારવટિયાનો પરિચય પામીએ છીએ. એ લૂંટારાનો આખો વંશ, અન્ય એક શત્રુ-કુળ સાથેના ધીંગાણામાં, એક નિર્દોષ પાદરી-સંઘની કતલ કરીને ગુનેગાર ઠર્યો ને પછી બહારવટે નીકળ્યો. તેના વેરની, ઘાતકીપણાની, લુચ્ચાઈની, જોરાવરીની અને દિલાવરીની ઘટનાઓ એ નવલમાં ગૂંથી લેવાઈ છે.
<center>'''સ્વ. શ્રદ્ધાનંદજીનો વીરમૂર્તિ સંગ્રામસિંહ'''</center>
દેશી રાજસ્થાનો અને પહાડી પ્રદેશો હોય ત્યાં જ બહુધા બહારવટે ચડવાના સંજોગો હોય છે. તેમ છતાં આપણે સત્યવીર શ્રદ્ધાનંદની આત્મકથામાં બાળક મુનશીરામે આપેલું, સંગ્રામસિંહ નામના એક બહાદુર બહારવટિયાની સરકાર સામેની લડતનું નીચે મુજબનું રોમાંચક વર્ણન વાંચીએ છીએ :
કાશીથી મારા પિતાની બદલી બાંદા થતાં મારા બાલહૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રવાહ છાંટી દીધો. એક તો બહારવટિયા સંગ્રામસિંહનું દર્શન. બનારસ જિલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરી પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશિશ કરી. ઘેર આવતાં રજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલિસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિચાશી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનુ રજપૂત રક્ત ઊકળી ઉઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તરવાર ઉઠાવી. પહેલા પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગિનીને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારુ ઠાર કરી; ને પછી પોતે પહાડી જંગલમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો એક રજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદૂકનું નિશાન કદી ખાલી જતું નહોતું. વીસ-પચીસ બીજા સિપાઈઓ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાનીસરખી સેનાનો સરદાર બની ગયો.
જોતજોતામાં તો અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભક્ત બહારવટિયાઓની જેવી વાતો આવે છે, તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લૂંટી લઈ ગરીબોને આપે છે : વનવગડામાં વારાંગનાઓને બોલાવી નાચગાનથી જંગલમાં મંગલ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જિલ્લાજિલ્લામાં એનાં રમખાણ બોલવા લાગ્યાં.
દોઢસો હથિયારબંધ સિપાહીઓને લઈ ગોરા પોલીસ-ઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીઓને સાથે રાખી ધીમે પગલે આગળ વધ્યા જાય છે. ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચઢ્યા. છલંગ મારીને બે અર્દલીઓને બાથમાં ઝકડી લીધા. ત્રીજો નીકળ્યો તેણે સાહેબબહાદુરને ઘોડા ઉપરથી નીચે પટકી, છાતી પર ચડી બેસી તમંચો બતાવ્યો. પછી બોલ્યો કે ‘આટલી વાર છે, નહિ તો કાઢો પૈસા’.
સાહેબે પોતાનું સોનાનું ઘડિયાળ, અછોડો, નોટ રૂપિયા વગેરે બધો માલ બહારવટિયાને સુપરત કર્યો. બહારવટિયો ઊભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું : ‘સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે પછી ન આવજો, સાહેબબહાદુર!’
ઊઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવો દોડાવી મૂક્યો કે વહેલો આવે પોતાનો બંગલો!
<center>'''ચંદ્રગ્રહણનું ગંગાસ્નાન'''</center>
પછી તો કાશીનગરી ઉપર બહારવટિયાના હુમલા થવા લાગ્યા. એમાં આલમસિંહ નામના રજપૂત કોટવાળે બડાઈ મારી કે ‘અરે ભાર શા છે સંગ્રામસિંહના! એક મહિનામાં તો એ બેટાને પકડીને માજિસ્ટ્રેટ પાસે હાજર કરીશ’. ચારપાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠી આવી પહોંચી. એમાં લખ્યું હતું કે ‘હવે અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે. અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રીના પેટનો હો તો આવી જજે’.
ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઈ સંગ્રામસિંહે મણિકર્ણિકા ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી, બન્ને સાથીઓની સાથે રવાના કરાવી, સંગ્રામસિંહ એકલો ચાલ્યો. ક્યાં ચાલ્યો? એના ઓડા બાંધીને જ્યાં આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં! ચોકીપહેરા ફોકટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોંચ્યો. મોં પરથી કામળી ઉઘાડી કરીને પડકાર્યું : ‘જોઈ લે, રજપૂત! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે’.
આલમસિંહ ચમકી ઊઠ્યો. મોંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી-શી ઝબૂકી ઊઠી. આલમસિંહ દિગ્મૂઢ બનીને પાછો હટ્યો. સંગ્રામસિંહ અદૃશ્ય થયો. અને ‘દોડો દોડો! પકડો પકડો! ઓ જાય, ઓ જાય!’ એવા એવા હાકલા થવા લાગ્યા. પણ કોને પકડે? દાંતોમાં દઈને ગયો.
<center>'''સંગ્રામસિંહને ફાંસી'''</center>
આખરે પોલીસની આવજા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણેય જિલ્લામાં નવી પોલીસની ભરતી થઈ. હજારો પોલીસોએ તમામ રસ્તા પર ઓડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈને નાકું બાંધી ઊભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાઈ રહ્યા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ-છ સાથીઓની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલીસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલીસે આગ લગાવી. બહાદુર રજપૂત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદૂક ન વછૂટી. તરવાર ખેંચવા જાય તો તરવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીઓની ઝીંક બોલાવી. પાંચેય સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઊંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણ-ચાર સિપાઈને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી પણ આખરે પોતે ક્ષત્રીવટ ચૂક્યા. ગોળીબારનો હુકમ દીધો. પચીસ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો, એને બાંધીને કાશીની ઇસ્પિતાલમાં લઈ આવ્યા. સિવિલ સર્જને જ્યારે એના શરીર પર પચીસ જખ્મો જોઈને કહ્યું, ‘કાં! પકડાઈ ગયો ને!’ ત્યારે એ વીર ક્ષત્રીએ જવાબ વાળ્યો કે ‘એમાં શી બહાદુરી કરી! એક વાર મારા હાથમાં તરવાર આપો ને પછી મારી સામે વીસ આદમી આવી જાય! જોઈ લઉં મને કોણ પકડે છે!’
સાંભળી સાહેબ તાજુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી, પણ હિંદુસ્તાની પોલીસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ. ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિંહનો દેખાવ મને હજુ યાદ છે. મારા જીવન પર એની ઊંડી છાપ છે.
{{Poem2Close}}
26,604

edits