26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એવરત–જીવરત|}} {{Poem2Open}} <small>[એવરત એટલે આષાઢી અમાવાસ્યાનો દિવસ. પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
એમ કરતી કરતી બાઈ તો દેરે પહોંચી છે. મડાને માલીપા લઈ ગઈ છે. અંદરથી બાર બીડીને સાંકળ ચડાવી છે. અને એકલી સ્વામીનાથનું માથું ખોળામાં લઈને બેઠી છે. | એમ કરતી કરતી બાઈ તો દેરે પહોંચી છે. મડાને માલીપા લઈ ગઈ છે. અંદરથી બાર બીડીને સાંકળ ચડાવી છે. અને એકલી સ્વામીનાથનું માથું ખોળામાં લઈને બેઠી છે. | ||
હાશ! હવે ભે’ નથી. હવે મારું ગમે તે થાઓ. | હાશ! હવે ભે’ નથી. હવે મારું ગમે તે થાઓ. | ||
| <center>''''''</center> | ||
અધરાત થઈ ત્યાં તો એવરત મા આવ્યાં છે. જુઓ તો દેરું માલીપાથી દીધેલું છે. અરે, આ મારા થાનકની સાંકળ કોણે વાસી છે? ઉઘાડ, ઝટ ઉઘાડ! નીકર બાળીને ભસમ કરું છું. | અધરાત થઈ ત્યાં તો એવરત મા આવ્યાં છે. જુઓ તો દેરું માલીપાથી દીધેલું છે. અરે, આ મારા થાનકની સાંકળ કોણે વાસી છે? ઉઘાડ, ઝટ ઉઘાડ! નીકર બાળીને ભસમ કરું છું. | ||
બાઈએ તો દ્વાર ઉઘાડ્યાં છે. આંખો તો માતાજીના તેજમાં અંજાઈ જાય છે. અંધારી રાતે અજવાળાં સમાતાં નથી. | બાઈએ તો દ્વાર ઉઘાડ્યાં છે. આંખો તો માતાજીના તેજમાં અંજાઈ જાય છે. અંધારી રાતે અજવાળાં સમાતાં નથી. | ||
Line 78: | Line 78: | ||
ડોસો તો ભાંગ્યે પગે દેરે દોડ્યો જાય છે. જઈને જુએ ત્યાં સાચોસાચ વહુ–દીકરો નવકૂકરી રમે છે! | ડોસો તો ભાંગ્યે પગે દેરે દોડ્યો જાય છે. જઈને જુએ ત્યાં સાચોસાચ વહુ–દીકરો નવકૂકરી રમે છે! | ||
વરઘોડિયાંને તો ગામમાં લાવી વાજતેગાજતે સામૈયું કર્યું છે. | વરઘોડિયાંને તો ગામમાં લાવી વાજતેગાજતે સામૈયું કર્યું છે. | ||
| <center>''''''</center> | ||
એમ કરતાં કરતાં આસો માસ આવ્યો છે. બાઈને તો દસૈયાનું આણું આવ્યું છે. પણ ચારે માતાજીએ તો બાઈને કહી રાખ્યું’તું કે “પિયર જઈશ નહિ.” | એમ કરતાં કરતાં આસો માસ આવ્યો છે. બાઈને તો દસૈયાનું આણું આવ્યું છે. પણ ચારે માતાજીએ તો બાઈને કહી રાખ્યું’તું કે “પિયર જઈશ નહિ.” | ||
બાઈ બોલી કે “કે’નાર કહી રહ્યા. મારે પિયર નથી આવવું. મારે આવવું હશે ત્યારે મારી જાણે વાવડ મેલીશ. આણું પરિયાણું બધું એ ટાણે કરજો.” | બાઈ બોલી કે “કે’નાર કહી રહ્યા. મારે પિયર નથી આવવું. મારે આવવું હશે ત્યારે મારી જાણે વાવડ મેલીશ. આણું પરિયાણું બધું એ ટાણે કરજો.” |
edits