8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| | }} {{Poem2Open}} પ્રકરણ ૨૧ ઊગરેલી કુમુદનો અંતર્દાહ સુભદ્રા અને...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | }} | {{Heading| પ્રકરણ ૨૧ : ઊગરેલી કુમુદનો અંતર્દાહ | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ રમણીય રહેતો. એ સુંદર સંગમ આગળ વચ્ચોવચ્ચ આઠ માસ એક નાનો-સરખો રેતીનો બેટ બની રહેતો; તેની બે પાસ સાગર-સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો ને ત્યાં આગળ એ સંગમથી રૂપાની ઘંટડીઓ જેવો-કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી રહેતો હતો. ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણ ત્રણ માથાં પાણી ભરાતું. | સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ રમણીય રહેતો. એ સુંદર સંગમ આગળ વચ્ચોવચ્ચ આઠ માસ એક નાનો-સરખો રેતીનો બેટ બની રહેતો; તેની બે પાસ સાગર-સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો ને ત્યાં આગળ એ સંગમથી રૂપાની ઘંટડીઓ જેવો-કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી રહેતો હતો. ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણ ત્રણ માથાં પાણી ભરાતું. | ||
‘બેટ’ને મધ્ય ભાગે એક ઊંચો છોબન્ધી ઓટલો હતો, તે ઉપર ઝીણી ધજાવાળો વાંસ દાટેલો હતો, વાંસને નીચલે ભાગે એક ભગવા ખાદીના કપડાની રાવટી જેવું હતું. તેમાં કોરી ઋતુમાં એક બાવી રહેતી અને એક નાના પથરા ઉપર માતાની મૂર્તિ કોતરી સિન્દૂર આદિથી પૂજતી હતી. સુરગ્રામની વસ્તી એને બેટનાં માતાને નામે ઓળખતી. ગામના લોક યાત્રાને દિવસે, રવિવારે અને બીજા દિવસોએ સવાર-સાંજ માતાનાં દર્શન નિમિત્તે આ સ્થળે આવતા અને સૃષ્ટિની રમણીયતાને પવિત્ર ધર્મસંસ્કારો દ્વારા ભોગવતા. | ‘બેટ’ને મધ્ય ભાગે એક ઊંચો છોબન્ધી ઓટલો હતો, તે ઉપર ઝીણી ધજાવાળો વાંસ દાટેલો હતો, વાંસને નીચલે ભાગે એક ભગવા ખાદીના કપડાની રાવટી જેવું હતું. તેમાં કોરી ઋતુમાં એક બાવી રહેતી અને એક નાના પથરા ઉપર માતાની મૂર્તિ કોતરી સિન્દૂર આદિથી પૂજતી હતી. સુરગ્રામની વસ્તી એને બેટનાં માતાને નામે ઓળખતી. ગામના લોક યાત્રાને દિવસે, રવિવારે અને બીજા દિવસોએ સવાર-સાંજ માતાનાં દર્શન નિમિત્તે આ સ્થળે આવતા અને સૃષ્ટિની રમણીયતાને પવિત્ર ધર્મસંસ્કારો દ્વારા ભોગવતા. |