સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રાત:કાળમાં જ વિષ્ણુદાસે કેટલાક ઉત્તમ અધિકારીઓની સમક્ષ સરસ્વતીચંદ્રને ગૂંચવતો પ્રશ્ન – ત્યાગ શ્રેષ્ઠ કે ગૃહસ્થપદ શ્રેષ્ઠ? – નું સુંદર નિરાકરણ કર્યું. એના અનુસંધાનમાં, સાધુજનોના સંસારીઓને મળતા, માત્ર પ્રકારભેદે જુદા, વધુ વ્યાપક ને વધુ સૂક્ષ્મ પંચમહાયજ્ઞ – પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ* – ની ભાવના ને રહસ્ય સમજાવ્યાં. એમના ઉપદેશનો મુખ્ય મુદ્દો એ હતો કે સાધુજન હોય, ત્યાગી હોય, તોપણ તેને શિરે પંચમહાયજ્ઞના ધર્મ છે – માત્ર તેણે નિષ્કામ થવું ઘટે. એટલે સુધી કે મનુષ્યયજ્ઞના કોઈ મહાન સમારંભને માટે આવશ્યક હોય તો સાધુજન સંસારીઓમાં સંસારીવત એટલો કાળ આચરણ કરે ને કન્થાદિની ઉપેક્ષા કરે, તો તે પણ ધર્મ છે.  
પ્રાત:કાળમાં જ વિષ્ણુદાસે કેટલાક ઉત્તમ અધિકારીઓની સમક્ષ સરસ્વતીચંદ્રને ગૂંચવતો પ્રશ્ન – ત્યાગ શ્રેષ્ઠ કે ગૃહસ્થપદ શ્રેષ્ઠ? – નું સુંદર નિરાકરણ કર્યું. એના અનુસંધાનમાં, સાધુજનોના સંસારીઓને મળતા, માત્ર પ્રકારભેદે જુદા, વધુ વ્યાપક ને વધુ સૂક્ષ્મ પંચમહાયજ્ઞ – પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ<ref>માતાપિતા, માનવજાત, પશુ-પ્રાણી, દેવો ને પરમેશ્વર પ્રતિ કર્તવ્યની – ત્યાગની ભાવના. (સં.) </ref> – ની ભાવના ને રહસ્ય સમજાવ્યાં. એમના ઉપદેશનો મુખ્ય મુદ્દો એ હતો કે સાધુજન હોય, ત્યાગી હોય, તોપણ તેને શિરે પંચમહાયજ્ઞના ધર્મ છે – માત્ર તેણે નિષ્કામ થવું ઘટે. એટલે સુધી કે મનુષ્યયજ્ઞના કોઈ મહાન સમારંભને માટે આવશ્યક હોય તો સાધુજન સંસારીઓમાં સંસારીવત એટલો કાળ આચરણ કરે ને કન્થાદિની ઉપેક્ષા કરે, તો તે પણ ધર્મ છે.  
સરસ્વતીચંદ્રને આ ઉપદેશમાં ને સમગ્ર દૃશ્યમાં ભવ્યતા લાગી. એક પાસ પ્રચંડ અને પુષ્ટ જ્ઞાનીઓ, સામી હારમાં ભગવાં વસ્ત્રવાળી સ્ત્રીઓ અને તેને અગ્રભાગે કુમુદસહિત ચંદ્રાવલી, અને એ બે હારોની મધ્યમાં, ઊંચે, જર્જરિત, હાડકાંનાં પંજર જેવા પણ તેજસ્વી વિષ્ણુદાસ – વચ્ચે હિમાલય અને ત્યાંથી નીકળતી ગંગાયમુનાનાં પ્રવાહ જેવો આ સમાગમ સરસ્વતીચંદ્રને લાગ્યો. પણ એ પ્રવાહો પાસે કવચિત્ ગુપ્ત સરસ્વતી ગંગા જેવી કુમુદસુંદરી ભણી એની આંખ ત્વરાથી જતી ને તેવી જ ત્વરાથી પાછી ફરતી.  

વિષ્ણુદાસ બાવાએ વિહારમઠના અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વિહારપુરી વગેરે સામંડળની સાથે નક્કી કર્યું કે આજ રાતથી નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવો. ચંદ્રાવલીની સૂચના મુજબ નવીનચંદ્ર મધુરીને મળે અને એમનાં બંનેનાં હૃદયની ગ્રંથિઓ ભેદાઈ જાય ને એ બંને પૂર્ણ શમતા અને પ્રસન્નતા પામે તે માટે આ સ્થાન બધી રીતે અનુકૂળ હતું. વળી વિષ્ણુદાસ તો જ્યોતિષશાસ્ત્રને આધારે પણ માનતા ને કહેતા કે નવીનચંદ્રને કોઈ મહાન ત્યાગનો અને યદુશૃંગને તેનાથી મહાન લાભનો યોગ છે. પોતાની પાછળ આ મઠના મહંતપદે તેમણે નવીનચંદ્રનો યોગ કરવાનું નક્કી કર્યું હતું. તે પૂર્વે સર્વ વાસનાઓના મોક્ષ અર્થે ચિરંજીવશૃંગ સૌથી વધુ પ્રેરક, પ્રસન્નતાજનક ને પવિત્ર હતું.  

ચિરંજીવશૃંગ સુંદરગિરિનાં સર્વ શૃંગોમાં ઊંચામાં ઊંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. એ શૃંગના શિખર ઉપર એક મહાન ગોળ કિલ્લા જેવી ખડકોની ભીંત હતી અને બે ગોળ ભીંતની વચ્ચે પહાડના પથરાઓમાં મોટી મોટી ગુફાઓ હતી. આવી આશરે પચાસ પોણોસો ગુફાઓ હશે. તેની વચ્ચે એક નિર્મળ અને મીઠા પાણીનો સાંકડો ઝરો બારેમાસ રહેતો. તેની આસપાસ ઊંચા પથરા આવેલા હોવાથી તેમાં સૂર્યનો પ્રકાશ જતો, પણ તડકો તો ખરા મધ્યાહ્ને પણ જઈ શકતો ન હતો. એ ઝરો દસપંદર ગુફાઓ વચ્ચે થઈને વહેતો, એક બે ગુફાઓની તો પ્રદક્ષિણા જ કરતો. સર્વ ગુફાઓમાં મોટી ગુફાની ઉપર તો બે માળ હતા અને તેના ઉપર અગાશી હતી. છેક ઉપલે માળે જોડેની ગુફામાં જવા આવવાનો પથ્થરનો પુલ હતો અને એ પુલની તળે ઝરો અને બે પાસ આ બે ગુફાઓની પછીતોને બારીઓ પુલથી સંધાતી હતી. આ ગુફાનું નામ સૌમાનસ્ય ગુફા હતું.  

વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો. તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી વગેરે આ ગુફામાં આવ્યા. જ્ઞાનભારતીએ વાત કાઢી :  

‘નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્ય ગુફા છે. યોગીજનો અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અહીં ઉપલા માળ ઉપર શુભ વિચારમાં પંચરાત્રિ ગાળવાની છે. આપની સેવા માટે અમે સાધુજનો રાત્રિદિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું.’ એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આપ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચઢ્યા. ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચઢ્યા અને ચંદ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા.  
‘નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્ય ગુફા છે. યોગીજનો અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ<ref>દિવ્ય. (સં.) </ref> સંસ્કારોનું પ્રદીપક<ref>પ્રગટાવનાર. (સં.) </ref> થાય છે. આપને અહીં ઉપલા માળ ઉપર શુભ વિચારમાં પંચરાત્રિ ગાળવાની છે. આપની સેવા માટે અમે સાધુજનો રાત્રિદિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું.’ એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આપ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચઢ્યા. ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચઢ્યા અને ચંદ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા.  
સૌ ગયા. સરસ્વતીચંદ્ર એકલો પડ્યો. અગાશી વચ્ચોવચ એક લાંબી શિલા લીલા ઘાસવાળી હતી તે ઉપર બેઠો.  

‘કેવું ભવ્ય એકાન્તસ્થાન!... શા વિચાર કરું? ચંદ્રકાંતના? ઘરના? પિતાના? ધૂર્તલાલના? ગુમાનબાના? અથવા સર્વ વિચારને ડુબાડનાર કુમુદના?'  

Line 96: Line 96:
‘કુમુદસુંદરી! તમારા પવિત્ર હૃદયનું પવિત્ર ગાન સાંભળ્યું. પણ સ્ત્રીના હૃદયમર્મ આટલા ગાનથી કદી સમજાય એમ છે?... જે હો તે હો – આ હો કે એ હો – પણ આ કુસુમસુકુમાર હૃદયનું દુ:ખ અતિ સૂક્ષ્મ દશાને પામ્યું છે. દુષ્ટ સરસ્વતીચંદ્ર! તે સર્વનું કારણ તું જ છે, તું એકલો છે! નથી પ્રમાદ ને નથી બીજું કોઈ!

હરિ હરિ! આ દશામાં શું કરું? ... કુમુદ! તેં તારું ગાન કર્યું. તે જ રીતે હું મારું ગાન કરીશ. તું તે ન સાંભળે તે જ ઉત્તમ છે. પ્રકાશ અને પવનની લહેરો પેઠે મારું ગાન એની મૂર્છાને વાળે તો એ જ પરમ લાભ!'  

સરસ્વતીચંદ્ર કંઈક ઊંચે-નીચે સ્વરે ગાવા લાગ્યો, વચમાં બોલવા લાગ્યો. ‘પ્રિય કુમુદ! સતીપણું તેં મહાતપથી અતિ ઉગ્ર આંતરાગ્નિના જ્વાળાઓની વચ્ચે બેસીને જાળવ્યું છે. જો તું સતી નહીં અને પતિવ્રતા નહીં, તો સંસારમાં કયા સત્ત્વનો અંતરાત્મા તારા જેવી શક્તિ ધરાવે છે?'  
સરસ્વતીચંદ્ર કંઈક ઊંચે-નીચે સ્વરે ગાવા લાગ્યો, વચમાં બોલવા લાગ્યો. ‘પ્રિય કુમુદ! સતીપણું તેં મહાતપથી અતિ ઉગ્ર આંતરાગ્નિ<ref>અંદરનો – અંતરનો અગ્નિ. (સં.) </ref>ના જ્વાળાઓની વચ્ચે બેસીને જાળવ્યું છે. જો તું સતી નહીં અને પતિવ્રતા નહીં, તો સંસારમાં કયા સત્ત્વનો અંતરાત્મા તારા જેવી શક્તિ ધરાવે છે?'  
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 133: Line 133:

<hr>
<hr>
<ref> </ref>