2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 77: | Line 77: | ||
{{Heading|થોડી વાતો, વાચકો સાથે}} | {{Heading|થોડી વાતો, વાચકો સાથે}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કંદરા, કંસારાબજાર અને હવે કંદમૂળ. સૌથી પહેલાં તો એક સ્પષ્ટતા કે મારા ત્રણેય કાવ્યસંગ્રહોના નામ ‘કં’થી જ શરૂ થાય એવી કોઈ અંધશ્રદ્ધા અહીં નથી. આ સંયોગ આકસ્મિક માત્ર છે. કંદમૂળ એક પ્રતીક તરીકે મને ગમે છે. આમ તો તમામ ઝાડ-પાન જમીન સાથે જોડાયેલાં જ હોય છે, પણ કંદમૂળ કંઈક વિશેષ રીતે જમીનમાં ખૂંપેલાં હોય છે. પોતાનાં મૂળ સાથે જકડાયેલાં રહેવાનો આ | કંદરા, કંસારાબજાર અને હવે કંદમૂળ. સૌથી પહેલાં તો એક સ્પષ્ટતા કે મારા ત્રણેય કાવ્યસંગ્રહોના નામ ‘કં’થી જ શરૂ થાય એવી કોઈ અંધશ્રદ્ધા અહીં નથી. આ સંયોગ આકસ્મિક માત્ર છે. કંદમૂળ એક પ્રતીક તરીકે મને ગમે છે. આમ તો તમામ ઝાડ-પાન જમીન સાથે જોડાયેલાં જ હોય છે, પણ કંદમૂળ કંઈક વિશેષ રીતે જમીનમાં ખૂંપેલાં હોય છે. પોતાનાં મૂળ સાથે જકડાયેલાં રહેવાનો આ આગ્રહ મને અચરજ પમાડે છે. ઉપરાંત, કંદમૂળ Phallic Symbol (લૈંગિક પ્રતીક) તરીકે પણ રસપ્રદ છે. | ||
મારો જન્મ કચ્છમાં થયો, પણ હું દુનિયાનાં ઘણાં જુદાં જુદાં શહેરોમાં, દેશોમાં રહી છું અને હવે તો કચ્છથી ઘણે દૂર કૅલિફૉર્નિયામાં રહું છું. મને અંગત રીતે જીવનને તેના જુદા જુદા અંતરાલમાં, નવા પ્રદેશ અને પરિવેશમાં, નવેસરથી જીવવાનું ગમે છે. આમ છતાં, મારી અંદરનું કચ્છ હજી ઘણી વાર સાદ પાડે છે. ખુલ્લી, સૂકી જમીન પર છૂટાછવાયાં ઊગેલાં બાવળનાં ઝાડ જાણે માનસપટ પર કાયમને માટે સ્થિર થઈ ગયાં છે. નાનપણમાં સાંભળેલાં કચ્છી લોકગીતો અને ખાસ તો, કચ્છની રબારણ મહિલાઓ મને ખૂબ ગમે છે. કચ્છના રણમાં, પાણી અને જીવનની શોધમાં, સતત એકથી બીજે ગામ હિજરત કરતી એ માલધારી મહિલાઓ આખો હાથ ભરાય તેમ કોણીથીયે ઉપર સુધી મોટાં કડલાં પહેરે છે. રાત્રે જ્યાં રાતવાસો કરે ત્યાં તેઓ ખુલ્લી સીમમાં, તારાઓથી ઝળહળતા આકાશ નીચે, જમીન પર જ પોતાના હાથ પર પહેરેલાં કડલાંના ટેકે સૂઈ જાય. તેમની જમીન સાથેની આ સમીપતા મને અતિ પ્રિય છે. એક સીમાની અંદર રહીને સીમાહીન જીવન જીવતી એ રબારણો મારી આદર્શ છે. | મારો જન્મ કચ્છમાં થયો, પણ હું દુનિયાનાં ઘણાં જુદાં જુદાં શહેરોમાં, દેશોમાં રહી છું અને હવે તો કચ્છથી ઘણે દૂર કૅલિફૉર્નિયામાં રહું છું. મને અંગત રીતે જીવનને તેના જુદા જુદા અંતરાલમાં, નવા પ્રદેશ અને પરિવેશમાં, નવેસરથી જીવવાનું ગમે છે. આમ છતાં, મારી અંદરનું કચ્છ હજી ઘણી વાર સાદ પાડે છે. ખુલ્લી, સૂકી જમીન પર છૂટાછવાયાં ઊગેલાં બાવળનાં ઝાડ જાણે માનસપટ પર કાયમને માટે સ્થિર થઈ ગયાં છે. નાનપણમાં સાંભળેલાં કચ્છી લોકગીતો અને ખાસ તો, કચ્છની રબારણ મહિલાઓ મને ખૂબ ગમે છે. કચ્છના રણમાં, પાણી અને જીવનની શોધમાં, સતત એકથી બીજે ગામ હિજરત કરતી એ માલધારી મહિલાઓ આખો હાથ ભરાય તેમ કોણીથીયે ઉપર સુધી મોટાં કડલાં પહેરે છે. રાત્રે જ્યાં રાતવાસો કરે ત્યાં તેઓ ખુલ્લી સીમમાં, તારાઓથી ઝળહળતા આકાશ નીચે, જમીન પર જ પોતાના હાથ પર પહેરેલાં કડલાંના ટેકે સૂઈ જાય. તેમની જમીન સાથેની આ સમીપતા મને અતિ પ્રિય છે. એક સીમાની અંદર રહીને સીમાહીન જીવન જીવતી એ રબારણો મારી આદર્શ છે. | ||
કોઈ વાર સવાલ થાય કે મારી જમીન ખરેખર કઈ? અમેરિકા એક એવો દેશ છે જ્યાં અનેક વૃક્ષો પણ સ્થળાંતર કરીને આવ્યાં છે. એટલે જ મને લાગે છે કે દૂરના સ્ત્રોતો સાથે બોલાયેલી ભાષા કદાચ વધુ આત્મીય હોય છે. પપ્પાના ગયા પછી જીવનથી મૃત્યુ તરફના, અજ્ઞાત તરફના સ્થળાંતર પ્રત્યેનું મારું આકર્ષણ વધ્યું છે તો બીજી તરફ ડૉ. દીપક સાહની સાથેની મુલાકાત અને તેની સાથેના સભર, આનંદિત લગ્નજીવનથી નિયતિ પ્રત્યે પણ આકર્ષણ થાય છે. વિશ્વના બે સાવ જુદા છેડે જન્મેલી, બે અજાણી વ્યક્તિઓ, કોઈ એક સાંજે મળે અને એકબીજા માટે જીવન બની જાય એ ઘટના જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે. મને એમ કહેવાનું ગમશે કે મારી જમીન, દીપક છે. મારાં મૂળ જ્યાં છે, એ જમીન, તે જ છે. | કોઈ વાર સવાલ થાય કે મારી જમીન ખરેખર કઈ? અમેરિકા એક એવો દેશ છે જ્યાં અનેક વૃક્ષો પણ સ્થળાંતર કરીને આવ્યાં છે. એટલે જ મને લાગે છે કે દૂરના સ્ત્રોતો સાથે બોલાયેલી ભાષા કદાચ વધુ આત્મીય હોય છે. પપ્પાના ગયા પછી જીવનથી મૃત્યુ તરફના, અજ્ઞાત તરફના સ્થળાંતર પ્રત્યેનું મારું આકર્ષણ વધ્યું છે તો બીજી તરફ ડૉ. દીપક સાહની સાથેની મુલાકાત અને તેની સાથેના સભર, આનંદિત લગ્નજીવનથી નિયતિ પ્રત્યે પણ આકર્ષણ થાય છે. વિશ્વના બે સાવ જુદા છેડે જન્મેલી, બે અજાણી વ્યક્તિઓ, કોઈ એક સાંજે મળે અને એકબીજા માટે જીવન બની જાય એ ઘટના જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે. મને એમ કહેવાનું ગમશે કે મારી જમીન, દીપક છે. મારાં મૂળ જ્યાં છે, એ જમીન, તે જ છે. |