કંકાવટી મંડળ 1/કાંઠા ગોર્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 62: Line 62:
::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.  
::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.  
::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’
::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’
</poem>
{{Poem2Open}}
એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે.
{{Poem2Close}}
<poem>
::સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય,
::ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય.
::‘માતાજી; મારો અપરાધ માફ કરો.
::છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ.
::મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’
</poem>
{{Poem2Open}}
ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો —
{{Poem2Close}}
<poem>
::ધણી દરબારમાંથી આવ્યો છે,
::દીકરો નિશાળેથી આવ્યો છે,
::દીકરી સાસરેથી આવી છે,
::વહુ પી’રથી આવી છે.
::ગા ગોંદરેથી આવી છે.
::ભેંસ સીમાડેથી આવી છે.
::ઘૂમતું વલોણું થઈ રિયું છે,
::ઝૂલતું પારણું થઈ રિયું છે,
::લાલ ટીલી થઈ રહી છે.
::કાખમાં ગગો થઈ રયો છે.
::વાડે વછેરા થઈ રયા છે,
::પરોળે પાઠા થઈ રયા છે,
::હે માતાજી! સત તમારાં,
::ને વ્રત અમારાં.
</poem>
</poem>
26,604

edits