26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
લોકસાહિત્ય કોરા કાગળ ચીતરી જાય તે યુગ લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યના સંગ્રાહકને પાઘડી બંધાવાય કે લોકદરબારે કે રાજદરબારે આદર થાય તે લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યને શાળા-કૉલેજોમાં સ્થાન મળે, કે પરદેશના તેવા સાહિત્યની સાથે તુલનાત્મક અભ્યાસના ક્રમ રચાય તે પણ લોકસાહિત્યનો યુગ નથી. સાચો લોકસાહિત્યનો યુગ તો એ જ કહેવાય કે જે યુગમાં ખાસ વર્ગ અને આમવર્ગ સાહિત્યમાં સાથે બેસી નાહ્ય અને તરબોળ થઈ રસપીણાં પીએ. જે યુગમાં ઢેડ, બ્રાહ્મણ, હિંદુમુસ્લિમ કે પારસીખ્રિસ્તીના ભેદ વગર જ સાહિત્યવૃક્ષની છાયામાં રસછોળોથી સૌ રંગાય, તે લોકસહિત્યનો યુગ છે. લોકસાહિત્યનો યુગ એટલે લોકાદરનો મહિમાવંત યુગ. આજે મજૂરવાદ, સમાજવાદ, અહિંસાવાદ અને પ્રેમવાદ, સ્વાતંત્ર્યવાદ, એ યુગપ્રવર્તક ધર્મો હોઈ અને એ સર્વે લોકાદરના જ પાયા ઉપર રચાયેલા હોઈ લોકસાહિત્યના યુગનાં મંડાણ કરે છે તે લોકસાહિત્યના સેવકે ન ભૂલવું જોઈએ. | લોકસાહિત્ય કોરા કાગળ ચીતરી જાય તે યુગ લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યના સંગ્રાહકને પાઘડી બંધાવાય કે લોકદરબારે કે રાજદરબારે આદર થાય તે લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યને શાળા-કૉલેજોમાં સ્થાન મળે, કે પરદેશના તેવા સાહિત્યની સાથે તુલનાત્મક અભ્યાસના ક્રમ રચાય તે પણ લોકસાહિત્યનો યુગ નથી. સાચો લોકસાહિત્યનો યુગ તો એ જ કહેવાય કે જે યુગમાં ખાસ વર્ગ અને આમવર્ગ સાહિત્યમાં સાથે બેસી નાહ્ય અને તરબોળ થઈ રસપીણાં પીએ. જે યુગમાં ઢેડ, બ્રાહ્મણ, હિંદુમુસ્લિમ કે પારસીખ્રિસ્તીના ભેદ વગર જ સાહિત્યવૃક્ષની છાયામાં રસછોળોથી સૌ રંગાય, તે લોકસહિત્યનો યુગ છે. લોકસાહિત્યનો યુગ એટલે લોકાદરનો મહિમાવંત યુગ. આજે મજૂરવાદ, સમાજવાદ, અહિંસાવાદ અને પ્રેમવાદ, સ્વાતંત્ર્યવાદ, એ યુગપ્રવર્તક ધર્મો હોઈ અને એ સર્વે લોકાદરના જ પાયા ઉપર રચાયેલા હોઈ લોકસાહિત્યના યુગનાં મંડાણ કરે છે તે લોકસાહિત્યના સેવકે ન ભૂલવું જોઈએ. | ||
{{Right|ઉમરેઠ : 7-6-1928|}} | {{Right|ઉમરેઠ : 7-6-1928|}} | ||
{{Poem2Close}} | |||
<center>'''આજથી પચીસ વર્ષે'''</center> | |||
{{Poem2Open}} | |||
આજથી પચીસ–પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ–ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે કંઈક એવું લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે. | |||
‘સ્ટોરીઝ ફ્રોમ વૅગ્નર’માં જે ‘મિસ્ટીસિઝમ’ ને અશક્યતા છતાં આદર્શો મુકાય છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે, અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે. | |||
આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? — એનો સમય હવે છે કે નહીં? — આજે હવે એ ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે. એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રીસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે અને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? | |||
તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે નહીં રહી શકે : પુત્ર અને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. | |||
પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે. | |||
{{Poem2Close}} | |||
<center>'''ધૂમકેતુ'''</center> | |||
<center>'''કં-કા-વ-ટી'''</center> | |||
{{Poem2Open}} | |||
એનો અસલ શબ્દ છે કુમકુમવટી. આપણાં તમામ વ્રતોમાં એ મંગલ પાત્ર અગ્રસ્થાન દીપાવે છે. લાલલાલ કંકુના ચાંદલા, સુંદર સાથિયા અને અન્ય મંગલ આકૃતિઓ એ કંકાવટીમાંથી ઝરે છે. | |||
પ્રત્યેક અરુણોદયે પૂર્વ દિશામાંથી આવતી અને જાણે કે પોતાની ગેબી કંકાવટીમાંથી મંગલ શકુનોનાં છાંટણાં દેતી ઉષાકુમારીને આર્ય કુમારિકા નીરખે છે. નીરખીને પોતે પણ નાની કંકાવટી લઈ પ્રત્યેક પ્રભાતે નીકળી પડે છે. ઘરોઘરનાં પડોશીઓને, સૂઈને ઊઠતી સૈયરોને, સામી મળતી ગાયને, મૌન ઊભેલા પીપળાને, સ્થાવર વા જંગમ પ્રત્યેક જીવને, જેટલાને બને તેટલાને ચાંદલા કરતી કરતી એ મંગલ શકુનો જ વરસાવે છે. | |||
નાની નાની એ શકુનદાત્રીનું આ પહેલવહેલું સાદું વ્રત : અને પ્રૌઢા સીમન્તિનીનું છેલ્લામાં છેલ્લું ગંભીર વ્રત : બંનેમાં રમે છે કંકાવટી. આદિથી અંત સુધીની એ બહેનપણી : આર્યત્વના બાલ્ય — બાલિશ પણ ખરા! — કલાસંસ્કારનું એક રમ્ય આવિષ્કરણ : જીવંત એક કાવ્ય : વાહ કંકાવટી! તને કોણે સરજી? ક્યારે સરજી? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits