કંકાવટી મંડળ પહેલું/લોકજન્ય સમાજશાસ્ત્ર (ઈન્દુપ્રસાદ ભટ્ટ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|લોકજન્ય સમાજશાસ્ત્ર|<br> (ઈન્દુપ્રસાદ ભટ્ટ)}}")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|લોકજન્ય સમાજશાસ્ત્ર|<br>
{{Heading|લોકજન્ય સમાજશાસ્ત્ર|<br>
(ઈન્દુપ્રસાદ ભટ્ટ)}}
(ઈન્દુપ્રસાદ ભટ્ટ)}}
{{Poem2Open}}
વ્રતકથા એ લોકજન્ય સમાજશાસ્ત્ર હોઈ તેમાંથી લગ્નનાં મંતવ્યો નીકળશે, સામાજિક જીવનના નિયમોનો વણાટ જણાશે, સમાજસેવાનાં વ્રતીનાં તપ, પ્રતિભા અને શ્રદ્ધાનાં દર્શન થશે.
આ સમાજશાસ્ત્ર શિષ્ટ તેમ જ લોકોત્તર છે, એ તેની ખાસ વિશેષતા છે. દેવ, ધનિક કે રંક સર્વને માટે જે સામાન્ય ધોરણ આ અજ્ઞાત સમાજશાસ્ત્રીએ મૂક્યું છે તેવું બીજું કંઈયે નથી. રંક ને રાય સર્વ સત્યના એક ધોરણે જીવનના હકદાર છે, તે આ વ્રતકથાઓનો સંદેશ છે.
આ સમાજશાસ્ત્ર એક વસ્તુ સ્વીકારીને જ આગળ ચાલે છે અને તે જગન્નિયંતામાં અપૂર્વ શ્રદ્ધા. જીવનમાં શ્રદ્ધાનાં પૂર વહે છે અને આ પૂર જીવનને સક્રિય બનાવે છે એ નોંધવું જોઈએ. ક્રિયા વિનાની શ્રદ્ધા આળસ છે, અશક્તિનાં અંધારાં છે, અને પ્રાણવિઘાતક બને છે, જ્યારે સક્રિય શ્રદ્ધા એ શક્તિના સંચાર કરે છે, પ્રાણને પ્રફુલ્લિત બનાવે છે, આશાના સ્વસ્તિક પૂરે છે. આ વ્રતકથાઓ પણ શ્રદ્ધાપૂર્ણ હોઈ પ્રાણવિકાસક છે.
વ્રતઊજમણાં એ જીવતાંજાગતાં પુસ્તકાલયો છે. વ્રતઊજમણાં એ સંયમનિયમના હળવા પદાર્થપાઠો છે, અને વ્રતઊજમણાં જીવનની તૈયારીરૂપ છે.
વ્રતકથા સાંભળનાર અને કહેનાર બંનેનો મહિમા અપ્રતિમ છે. મોક્ષમાર્ગ, જીવન જીવવાના માર્ગ, સામાજિક સમાનતા, આદર અને કદરના માર્ગ આ વ્રતકથામાં અજબ રીતે નજરે પડે છે. જેને સંસારમાં કોઈ હોય નહિ એવી ઘરડી ડોશીને યમરાજાની વાત સાંભળી વિમાન મળે છે, શલ્યા અહલ્યા થઈ જાય છે, અને આ વ્રતકથામાં વ્રત કરવાનું જેને દર્શન થયું છે, તેને બીજા એક માણસને સાથે લઈ વ્રતના ભાગીદાર બનાવવું પડે એવી ઉદારતાભરી સમાજરચના એ લોકોની સંસ્કૃતિનું ઊજળું પાસું છે.
વ્રતકથાની યોજનામાં આમવર્ગ અને ખાસવર્ગ બંનેની ઉત્તમ વ્યવસ્થા છે. સાહિત્યને આમ સર્વભોગ્ય બનાવવાની વ્યવસ્થા સત્યનાં આરાધન અને ઉપાસના સામાજિક બનાવવાની વ્યવસ્થા, અને છેક મોક્ષપદ મેળવવામાં પણ જગતના ચૈતન્યનેયે સાથે લેવાની ભાવનાની વ્યવસ્થા આ વ્રતકથાઓનું વિશેષત્વ છે. આ વ્રતકથાઓમાં ઉપનિષદો ને પુરાણોમાં ઉતારનાર પૌરાણિકોના, સાદી ભાષા અને સાદી વાત કરનાર સાહિત્યકોની, જાતક કથાઓના કથાકારોના, તૉલસ્તૉય, મેઝિની અને ગાંધીજી જેવા યુગપ્રવર્તકોના આત્માના સંદેશા ગૂંથાયેલા છે. મોટાં શિષ્ટ પુસ્તકો, આત્મવાક્ય, કે કાવ્યગ્રંથો જે જીવન જીવવાની કળા નથી આપતાં તે આ વ્રતકથાઓ આપતી હતી. એક એક વ્રત પાછળ જીવનની એક એક ચાવી હતી, અને આ ચાવી સ્વાભાવિક સંસ્કારી વાતાવરણમાંથી સુલભ મળી જતી હતી. ‘ધર્મં ચરેત’ એ મુદ્રામંત્ર આ વ્રતકથાનો છે.
વ્રતકથાનો કહેનારો વ્રતી છે. જીવનમંદિરના પ્રવાસીને પ્રવાસ માટે જે દીક્ષા લેવી જોઈએ, તે વ્રતકથાની કન્યા લે છે. આજે યુવકમંડળોના સભાસદ થવા જે ફરજિયાત સેવાકાર્યનો સ્વીકાર કરવો રહે છે, તે જ વ્યવસ્થા આ વ્રતમાં છે, આ વ્રતકથાની ભાવનામાં છે.
વ્રતકથાઓ વિશાળ સંપૂર્ણ રૂપે અવલોકીએ. યમરાજાની વાર્તામાં છે તેમ 360 વ્રત છે અને તેની કથાઓ છે. તે સર્વેનાં સ્વરૂપ અને ભાવના જોઈએ, તો જીવનનો એકે પ્રદેશ આમાં બાકી રહ્યો નથી. જીવનની ઋતુયે ઋતુની, દિવસે દિવસની ઉપાસના આ વ્રતોમાં છે. સૌન્દર્યપૂજન આ વ્રતોમાં છે, એકે એક દિવસ અને ક્ષણ જીવનસાફલ્યની તૈયારી માટે અનુકૂળ છે. આજે સમાજની પુન:રચના કરવા આપણે માગીએ છીએ, તે જમાનામાં આ વ્રતકથાઓના અભ્યાસ અને ચિંતન ઉપયોગી નીવડશે.
જીવન અને મૃત્યુની મીમાંસા : જીવન એટલે વ્રતમય જીવન. પ્રભુપરાયણ જીવન.
મૃત્યુ એટલે દુઃખ નહિ, તે તો વૈકુંઠમાં જવાનું. તે સમયે ‘ચોકમાં તુલશીનાં વન થાય, ફૂલ મહેક મહેક થાય, પગલે પગલે કંકુ વેરાય’.
કવિ ટાગોર પણ ‘ગીતાંજલિ’માં આવું જ લખે છે.
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
‘મા ફલેષુ કદાચન’, એ ગીતાવાક્યના અવતાર જેવો ધર્મરાજાનો નિર્ણય :
{{Poem2Close}}
<poem>
::એક ભાગ ધરમનો
::એક ભાગ જમનો
::એક ભાગ પ્રાણીનો.
</poem>
{{Poem2Open}}
આખીયે વાર્તા દાનધર્મનો મહિમા છે. મૃત્યુ પછી આવા વિકટ સ્થાનોમાંથી પસાર થવાનું છે માટે દાન કરવું જોઈએ એ ભાવ ‘ગંગાજળ’ જેવાં એ બહેને રાખ્યો નથી, પણ એ તો સ્વાભાવિક જ વ્રતદાન કરે છે. ફળ તેનું મળે છે. જીવન જેટલું કલ્પનાશીલ તેટલી દાનભાવના વિશાળ. બીજું, આ બધા મૃત્યુ પછીના ભયો નથી; પણ કથાકારે મૃત્યુપ્રસંગે જીવનનું સરવૈયું કાઢ્યું છે.
બધીયે વ્રતકથાઓ ભેગી થાય તો આ કથાને છેલ્લી મૂકવી જોઈએ.
વ્રતકથામાં જે જીવનકળા છે તે વિરલ છે. વ્રત શરૂ કરે ત્યાંથી તે વ્રત પૂરું થાય ત્યાં સુધીમાં જે જીવન સુગંધ ફોરે છે તે અનોખી છે.
લોકસાહિત્ય કોરા કાગળ ચીતરી જાય તે યુગ લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યના સંગ્રાહકને પાઘડી બંધાવાય કે લોકદરબારે કે રાજદરબારે આદર થાય તે લોકસાહિત્યનો યુગ નથી. લોકસાહિત્યને શાળા-કૉલેજોમાં સ્થાન મળે, કે પરદેશના તેવા સાહિત્યની સાથે તુલનાત્મક અભ્યાસના ક્રમ રચાય તે પણ લોકસાહિત્યનો યુગ નથી. સાચો લોકસાહિત્યનો યુગ તો એ જ કહેવાય કે જે યુગમાં ખાસ વર્ગ અને આમવર્ગ સાહિત્યમાં સાથે બેસી નાહ્ય અને તરબોળ થઈ રસપીણાં પીએ. જે યુગમાં ઢેડ, બ્રાહ્મણ, હિંદુમુસ્લિમ કે પારસીખ્રિસ્તીના ભેદ વગર જ સાહિત્યવૃક્ષની છાયામાં રસછોળોથી સૌ રંગાય, તે લોકસહિત્યનો યુગ છે. લોકસાહિત્યનો યુગ એટલે લોકાદરનો મહિમાવંત યુગ. આજે મજૂરવાદ, સમાજવાદ, અહિંસાવાદ અને પ્રેમવાદ, સ્વાતંત્ર્યવાદ, એ યુગપ્રવર્તક ધર્મો હોઈ અને એ સર્વે લોકાદરના જ પાયા ઉપર રચાયેલા હોઈ લોકસાહિત્યના યુગનાં મંડાણ કરે છે તે લોકસાહિત્યના સેવકે ન ભૂલવું જોઈએ.
{{Right|ઉમરેઠ : 7-6-1928|}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu