ચારણી સાહિત્ય/2.શાંતિનિકેતનનાં સંસ્મરણો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 284: Line 284:
::: કાઠીએ કંઠીર.
::: કાઠીએ કંઠીર.
</poem>
</poem>
{{Poem2Open}}
[1. ‘સાવઝ આવ્યો છે’ એવી રણની હાકલ પડી. અસવારો પૌરુષમાં — શૌર્યમાં આવી ગયા. ઘોડાંઓએ હુ હુ હુ હુ અવાજે હણહણાટ મચાવ્યા. કૈંક ભડવીરો લલકારી ઊઠ્યા.

2. અધિપતિ (પાલીતાણાના ગોહિલરાજ પૃથ્વીરાજ) ઉમંગ વડે જાણે કે આકાશને અડકવા લાગ્યો, અંગે બખ્તર જડ્યું. પૃથ્વીરાજ લાવલશ્કર લઈને ત્વરાથી ઘોડે ચડી ચાલ્યો.

Line 293: Line 294:
કોસ હાંકતા કોસિયાને કંઠે, ગાયો-ભેંસો ચારતા નેસવાસીને ગળે કે રેંટિયો કાંતતી રમણીને હૈયે આ કૃતિ પહોંચી શકશે નહિ. રેંટિયાના સંગીત-સૂર સાથે તો ‘તેજમલ ઠાકોર’ નામનું એક છોકરીની શૌર્યગાથા વર્ણવતું ગીત જ સૂરો મેળવી શકશે. (એ ગીત મેં ગાઈ બતાવેલું.) ને ઢોર ચારતા ધીંગા વનવાસીઓ તો પેલી સો-સો દુહાબદ્ધ વાર્તાઓને જ વંશપરંપરા લલકારતા રહ્યા છે. (દૃષ્ટાંત દાખલ મેં શેણી-વિજાણંદની કથા ગાઈ સંભળાવી હતી અને તે કથાના માનવભાવોએ શ્રોતાઓમાં એક ઊંડી મર્મવેદનાને સ્પર્શ કરેલો તે હું જોઈ શકેલો.)

અમીર વર્ગને રીઝવતા ડીંગળી ચારણ સાહિત્યમાં પણ લોકસ્પર્શી કાવ્યકણિકાઓ અનેક ઠેકાણે ઝલક ઝલક કરી ગઈ છે. દાખલા તરીકે, રાજપૂતાનાના સુપ્રસિદ્ધ બિરદાઈ દુરશા આઢાજીએ રાણા પ્રતાપને માટે ગાયેલા દુહા કોની છાતીએ નહિ ચોંટે! —

{{Poem2Close}}
<poem>
અકબર ઘોર અંધાર  
અકબર ઘોર અંધાર  
::: (એમાં) ઘાણા હિંદુ અવર,  
::: (એમાં) ઘાણા હિંદુ અવર,  
Line 308: Line 311:
પાતલ પીચોળે પવંગ  
પાતલ પીચોળે પવંગ  
::: પાણી બળ પાયાહ.
::: પાણી બળ પાયાહ.
</poem>
{{Poem2Open}}
[હે માનસિંહ! શેખી ન કર, તું તો આંહીં અકબરના જોરે આવી શક્યો છે, જ્યારે પ્રતાપે તો કેવળ પોતાના ભુજ-બળે આ પીચોળામાં પોતાના પવંગ (ઘોડા)ને પીવાડેલ હતા.]

એવી મર્મોક્તિઓનો તો કોઈ શુમાર નથી રહ્યો રાજસ્થાની ચારણ-વાણીમાં. એ વાણીએ પોતાની તાકાત સંસ્કૃત કવિઓની કવિતામાંથી, એનાં રૂપકો-અલંકારોના અનુકરણોમાંથી નહિ પણ પ્રાકૃત ને અપભ્રંશ સમી સ્વાધીન વિકાસ સાધનારી જનતાની વાણીમાંથી મેળવી હતી. કમભાગ્યે તે પછી ઉતરોત્તર ચારણ વ્રજભાષાની તકલાદી કુમાશના પ્રભાવ તળે સરતો ચાલ્યો, ને એને સંસ્કૃત અલંકારોનું ઘેલું લાગ્યું. એની કવિતા ઉતરોત્તર નિજત્વને — પોતાપણાને — ગુમાવતી ગઈ. એ કેવળ સભારંજક શબ્દચાલક બન્યો. એની વાણી ધરતીની સુવાસને છોડી સંસ્કૃત વાણીવિલાસની સ્પર્ધામાં ઊતરી ગઈ. એણે કેવળ એકના એક પ્રકારોના અલંકારબંધોમાં કવાયત કર્યા કીધું.

લોકજીવનને ગ્રામપંથે પળેલા લોકાશ્રિત ચારણી વાણીપ્રવાહે પોતાનો દોર ન ગુમાવ્યો. એણે વિષયોની પસંદગીમાં જેમ આહીર, ગોવાળ, ચારણ, રાજપૂત, મહિયા ને હાટી ઇત્યાદિ રસીલાં ને બહાદરિયાં લોકોની ઘટનાઓ લીધી, તેમ એણે અલંકારોની ખોળ પણ એનાં પોતાનાં હૈયામાંથી નૂતન, ભૂમિગત, તળપદા તોરથી જ કીધી. એટલે જ વાઘેર વીરના મોતને એણે આવું મહિમાવંત આલેખ્યું —

ગોમતીએ ઘૂંઘટ ઢાંકિયા, (ને) રોયા રણછોડયરાય;  

મોતી હતું તે રોળાઈ ગયું, માણેક બરડામાંય.

[મૂળુ માણેક મુવો ત્યારે ખુદ દ્વારકાની પુનિતનીરા નદી ગોમતીજીએ માતાની મિસાલ મોં પર ઘુંઘટ ઢાંકીને વિલાપ માંડેલા. ને રણછોડરાય પ્રભુ પોતે રડેલા...]

ને એ જ વીરનું અટંકી અણનમપણું આ ચારણને હાથે છેક જ નવીન, સંસ્કૃતમાં કદી ન જડે તેવી, ખૂબીદાર તળપદી વર્ણન-કલાને પામ્યું —
ને એ જ વીરનું અટંકી અણનમપણું આ ચારણને હાથે છેક જ નવીન, સંસ્કૃતમાં કદી ન જડે તેવી, ખૂબીદાર તળપદી વર્ણન-કલાને પામ્યું —
{{Poem2Close}}
<poem>
મૂળુ મૂછે હાથ  
મૂળુ મૂછે હાથ  
::: (ને) તરવારે બીજો તવાં.  
::: (ને) તરવારે બીજો તવાં.  
હત જો ત્રીજો હાથ  
હત જો ત્રીજો હાથ  
::: (તો) નર અંગ્રેજ આગળ નમત.
::: (તો) નર અંગ્રેજ આગળ નમત.
</poem>
{{Poem2Open}}
[મૂળુ માણેક અંગ્રેજ સરકારની આગળ કેમ કરીને નમે — સલામ ભરે? એનો એક હાથ મૂછે તાવ દેવામાં રોકાઈ ગયો છે ને બીજો હાથ તરવારની મૂઠ પર ચોંટ્યો છે. હા, જો ત્રીજો હાથ હોત એને, તો જ એ અંગ્રેજ સરકાર પાસે નમી શરણાગતિ પોકારી શકત.]

આવું તળપદાપણું, આવો અણિશુદ્ધ નિજભોમનો સંસ્કાર જ થોકબંધી એવી પ્રેમશૌર્ય-ગાથાઓને સરજાવી ગયો છે કે જે ગાથાઓના દુહાને પોતાની જીભ પર ન રમાડનાર ભાગ્યે જ કોઈ ગ્રામમાનવી હતું. નાનાં ને મોટાં, નર ને નારી, સૌ એ દુહા લલકારતાં — પહાડની એક બીજી ટૂંકો પરથી, ઝરણાંને સામસામે તીરથી, મેળાઓની મેદની વચ્ચે, કે હોળી-જન્માષ્ટમી જેવી લોકપર્વણીનાં જનજૂથોમાં જઈને. એ દુહા નાથ અને જોગી ગાતા, ભવાયા ને ભાંડ ગાતા, કણબી ને ઢેઢ તૂરી ગાતા, વાણિયા ને બ્રાહ્મણો ગાતા. એ દુહામાં દોસ્તો દોસ્તોના મરશિયા ગાતા, માતા પુત્રના મૃત્યુ પર રડતી, ને આત્મજ્ઞાની સતાર-તંબૂરાના તાર પર ગાતો. એ દુહાનું ગાન પચરંગી મેદનીનુંય હતું, ને એકલવાસી જખમી દિલોનું યે હતું, એ દુહો સર્વનો ને સર્વ કાળનો સાથી હતો. એના સરજનહાર શાયરો ચારણો હતા તેમ મીરો ને મોતીસરો પણ હતા, કદાચ કોઈ ગોવાળો કે ખેડૂતો પણ હશે, પણ એનું આદ્ય કવિત્વ તો ચારણે જ ઢાળ્યું હતું.

Line 327: Line 337:
નાનું બાળક નદીમાં પાંચીકા વીણે તેમ હું યે થોડાં વેરણછેરણ સ્મરણો વીણું છું.

મલબાર બાજુના દૂર દક્ષિણાદા પ્રદેશના યુવકો એક વાર મળ્યા ને આ સોરઠી સ્વરોની તારીફ કરવા લાગ્યા ત્યારે મને એના વતનની અને મારી જન્મભોમ વચ્ચે કડી જોડતી એક દુહા-જોડી યાદ આવી ને મેં સંભળાવી :

ઝૂક્યો ન દેખ્યો પારધી, લાગ્યો ન દેખ્યો બાણ;  

હું તુજ પૂછું હે સખી! કિસ વિધ નીકસ્યો પ્રાણ!

નીર થોડો ને નેહ ઘણો, મુખસેં કહ્યો ન જાય,  

તું પી! તું પી! કર રહે દોનું છંડે પ્રાણ.
તું પી! તું પી! કર રહે દોનું છંડે પ્રાણ.
</poem>
{{Poem2Open}}
બે સખીઓ હતી. વેરાનમાં ચાલી જતી હતી. કાળો ઉનાળો, ક્યાંય પાણી ન મળે; એક ઠેકાણે ફક્ત એક જ નાનું ખાબોચિયું, જેમાં થોડુંક જ જળ જોયું. એ ખાબોચિયાને કિનારે એક હરણ ને એક હરણીનાં તાજાં જ શબો સૂતેલાં દીઠાં. એક સખી પૂછે છે : હેં બેન! આંહીં કોઈ શિકારી ઝૂક્યો હોય તેવા તો સગડ નથી કે નથી આ બેઉ હરણાંનાં શરીર પર તીર લાગ્યાની એંધાણી. તો આના પ્રાણ કઈ રીતે ગયા હશે!

જવાબમાં બીજી સખી બોલે છે કે બેઉ પ્રાણી તરસ્યાં હશે. ક્યાંય પાણી નહિ મળ્યાં હોય. આંહીં આવીને બેઉ જોઈ રહ્યાં હશે, કે પાણી તો થોડુંક જ (એક જણને જીવતું રાખી શકે તેટલું) છે, ને અંતરમાં એકબીજાને સ્નેહ ઘણો બધો છે, કહેવું હશે બેઉને, કે તું પી, તું પી. પણ કહેવાની વાચા તો નહોતી. એટલે બેઉ સામસામાં ઊભાં રહી, કેવળ આંખોથી જ એકબીજાને ‘તું પી! ના, તું પી!’ એમ કહેતાં કહેતાં ઊભાં થઈ રહ્યાં ને છેલ્લે બેઉએ વગરપીધ્યે જ પ્રાણ છોડ્યા.

Line 337: Line 351:

શાંતિનિકેતનની નજીક એ પ્રદેશનાં આદિવાસી સાંતાલોનાં નાનકડાં, રૂપાળાં, સુઘડ, ગામડાં આવેલાં છે. ‘દીઠી સાંતાલની નારી’ એ મારા ટાગોર-અનુવાદનું સ્મરણ કરાવતી કાળી સાંતાલ-નારીઓ રોજ સંધ્યાએ, બોલપુરની બજારે મજૂરી કરીને પાછી વળતી, ને કવિવરના નિવાસ ‘ઉત્તરાયણ’ને ઘસીને ચાલી જતી. એ પોતાના સૂર ટૌકતી ન હોય એવી એક પણ સંધ્યા મારી નહોતી ગઈ. એ શું ગાતી હતી? માલૂમ નથી. મને કહેવામાં આવ્યું છે કે સાંતાલોની પાસે એ એક — ફકત એક જ — સૂર-ટૌકાર છે, વૈવિધ્ય નથી. પણ વધુની જરૂરેય નહોતી. એ એક જ સૂર તેમના પ્રાણમાં સભરભર હતો. એ એક જ સૂર તેમના સમસ્ત આંતર-જીવનનો અરીસો હતો. પછી એમનાં નૃત્ય-ગીત સાંભળવા માટેની એક સંધ્યા ગોઠવાયેલી ત્યાંથી પાછા વળતાં એ સૂરનું ચિરસ્મરણ રખાવે તેવો એક સોરઠી મળતો સૂર મને યાદ આવ્યો :

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ્ય,  

મેં ભોળીએ એમ સુણ્યું કે સોડમાં દીવો મેલ્ય —  

:::: સૈયર! મેંદી લેશું રે.
:::: સૈયર! મેંદી લેશું રે.
</poem>
બીજું સ્મરણ બે ચીના વિદ્યાર્થીઓનું સંઘરી લાવ્યો છું. એક આવીને, મને પૂછી પૂછી આપણા લોકસાહિત્ય વિશેની ઘણી વિગતો પોતાની પોથીમાં ટપકાવી ગયા. બીજાએ આવી, જે વિનય કર્યો, જે સ્મિતો વેર્યાં, ને જે વાતો કરી, તેમાંથી ચીનાઈ સંસ્કૃતિની પહેલી જ વાર ફોરમ લાધી. (કેમકે આજ સુધી તો આપણે ગામે ગામે કાપડની ગાંસડી વેચવા આવતા ખડતલ ચીનાઓને દેખતાં વાર ‘ચીના મીના ચ્યાંઉ ચ્યાંઉ, અરધી રોટલી ખાઉં ખાઉં, ને નિશાળે જાઉં જાઉં!’ એવી ભઠામણીનો જવાબ વાળતી થોડી રમૂજભરી ને થોડી દાઝેભરી કતરાતી આંખો સિવાય કોઈ પ્રકારનો પરિચય જ ક્યાં હતો!)

સીંગાપોરથી આવેલ આ યુવક, ત્યાં મોટું ‘બીઝનેસ’ કરતા એમના પિતાજીની પાસે ચાર મહિના પછી જઈને ધંધો સંભાળનાર હતા. મેં તેમને વિનોદમાં પૂછ્યું : “જઈને હવે તો પરણી લેશોને?”

Line 364: Line 381:
Long live the National Congress of India!  

Long live the Republic of China!
Long live the Republic of China!
I remain,  
{{Right|I remain,}}<br>
Yours very respectfully,  
{{Right|Yours very respectfully,}}<br>
Gee Tsing Po
{{Right|Gee Tsing Po}}<br>
આ પત્ર આંહીં ઉતારવાનો હેતુ મારી અહંતાને ગલીપચી કરાવવાનો નથી (અથવા હોય તો પણ અસંભવિત નથી. માનવીનું ગુપ્ત મન અપાર નબળાઈઓને સંઘરી રહ્યું છે) પણ એક ઉન્નત પ્રજા પોતાના પીડન-કાળમાં એક નાની-શી સહાનુભૂતિને પણ જે કુમાશથી વધાવે છે તે બતાવું છું.

ને મેં આજ સુધી જેને કેવળ તસવીરોનાં દીઠી હતી તે કલ્પનામાં કંડારી હતી, તે ચીનાઈ માતાનો પણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવનાર આ બંધુ બન્યા. ચીના-ભવનના અધિષ્ઠાતા પ્રો. તાન યુન-શાનને ઘેર ચા-પાણી ગોઠવાયાં. યુવાન ગૃહિણી પોતાનાં, એક ધાવણું ને બે નિશાળે ભણતાં, નાનકડાં ભૂલકાંને લઈ આખો વખત ઊભી રહી. એ પણ ચીનની ગ્રેજ્યુએટ છે. એના આરોગ્યના અરીસા સમા મોંને માનવતાનું પ્રેમી એક અવિરત સ્મિત ગુલાબની પાંદડીએ મઢી રહ્યું હતું. એ હાસ્ય જ એની વાણી હતું. ને એ પ્રોફેસરને નિહાળીને મને નિરભિમાન પાંડિત્યનું દર્શન લાધ્યું. પાંડિત્યને તો પોતે, એક સુશીલ નારી પોતાના રૂપને જે રીતે લજ્જાના આવરણે ઢાંકેલું જ રાખે તેમ એ ઢાંક્યું રાખતાં હતાં. એણે વિદ્વત્તાની એક પણ વાત ઉપાડી નહિ. ચા, લીચુ ને પાંઉ વગેરે મને ખવરાવવામાં જ એનું ચિત્ત હતું. છતાં જેમની પાસેથી એક જ્ઞાન તો હું જરૂર લઈ આવ્યો, કે લીચુ એ તો ચીનાઈ ફળ છે!

18,450

edits