18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|4.સોરઠી સાહિત્યની ધારાઓ| }} | {{Heading|4.સોરઠી સાહિત્યની ધારાઓ| }} | ||
{{Poem2Open}} | |||
<center>'''પહેલી ધારા : દુહા-જડિત વાર્તાઓ'''</center> | <center>'''પહેલી ધારા : દુહા-જડિત વાર્તાઓ'''</center> | ||
આજે જરાગ્રસ્ત બનેલા સોરઠની એ ભરજોબન અવસ્થાના યુગને આપણે ઝાંખો ઝાંખો પણ સંભારી ગયા. એ જોબન સાચું, તંદુરસ્તીભર્યું હતું, માટે જ એણે ભાતભાતની મસ્તી મચાવી હતી. પ્રેમની, શૌર્યની ને મહેમાનીની મસ્તી : વેરની, શોકની અને વિયોગની પણ મસ્તી : મસ્તીની અનેક ઘટનાઓ બની હશે, તેમાંથી એંધાણ બહુ થોડીનાં જ રહ્યાં છે. ઘણી ખરી તો અણનોંધાયલી રહી ગઈ. બાકીની કોઈ કોઈ સોરઠી શિલ્પમાં કોતરાઈ જઈને સજીવન રહી, કોઈ કોઈ કિલ્લા કોઠા કે સિંદૂરિયા પાળિયાને પથ્થરે પથ્થરે હોંકારા કરી રહી છે. અને કેટલીક ઘટનાઓએ કવિતામાં ઊતરીને કાળની કરડી નજર ચુકાવી છે. શ્રાવણની નીરધારા જેવી, કે જનેતાની સ્તનધારા જેવી સ્વયંભૂ અને શુદ્ધ કાવ્યધારા વાટે આ પ્રેમઘટનાઓ, શૌર્યઘટનાઓ, આતિથ્યની, વૈરની, ઔદાર્યની કે ધર્મપાલનની ઘટનાઓ આટલાં વરસો થયાં વહેતી રહી છે ને જગતના છેલ્લા દિવસ સુધી વહ્યા કરે તેવો એનો પાતળો તોયે અખંડ પ્રવાહ છે. | આજે જરાગ્રસ્ત બનેલા સોરઠની એ ભરજોબન અવસ્થાના યુગને આપણે ઝાંખો ઝાંખો પણ સંભારી ગયા. એ જોબન સાચું, તંદુરસ્તીભર્યું હતું, માટે જ એણે ભાતભાતની મસ્તી મચાવી હતી. પ્રેમની, શૌર્યની ને મહેમાનીની મસ્તી : વેરની, શોકની અને વિયોગની પણ મસ્તી : મસ્તીની અનેક ઘટનાઓ બની હશે, તેમાંથી એંધાણ બહુ થોડીનાં જ રહ્યાં છે. ઘણી ખરી તો અણનોંધાયલી રહી ગઈ. બાકીની કોઈ કોઈ સોરઠી શિલ્પમાં કોતરાઈ જઈને સજીવન રહી, કોઈ કોઈ કિલ્લા કોઠા કે સિંદૂરિયા પાળિયાને પથ્થરે પથ્થરે હોંકારા કરી રહી છે. અને કેટલીક ઘટનાઓએ કવિતામાં ઊતરીને કાળની કરડી નજર ચુકાવી છે. શ્રાવણની નીરધારા જેવી, કે જનેતાની સ્તનધારા જેવી સ્વયંભૂ અને શુદ્ધ કાવ્યધારા વાટે આ પ્રેમઘટનાઓ, શૌર્યઘટનાઓ, આતિથ્યની, વૈરની, ઔદાર્યની કે ધર્મપાલનની ઘટનાઓ આટલાં વરસો થયાં વહેતી રહી છે ને જગતના છેલ્લા દિવસ સુધી વહ્યા કરે તેવો એનો પાતળો તોયે અખંડ પ્રવાહ છે. | ||
Line 9: | Line 10: | ||
માંગડો વાળો ક્ષત્રિય અને પદ્મા વણિકની કન્યા : સમાજે કરેલા એના વિચ્છેદની આખી ઘટના ઉપર વાર્તાની ઇમારત ચણવામાં કેવી કેવી રીતે દુહાઓના સ્તંભો મુકાયા તે જોઈએ. | માંગડો વાળો ક્ષત્રિય અને પદ્મા વણિકની કન્યા : સમાજે કરેલા એના વિચ્છેદની આખી ઘટના ઉપર વાર્તાની ઇમારત ચણવામાં કેવી કેવી રીતે દુહાઓના સ્તંભો મુકાયા તે જોઈએ. | ||
નદીને તીરે નેત્રો મળ્યાં. પ્રેમ જન્મ્યો. | નદીને તીરે નેત્રો મળ્યાં. પ્રેમ જન્મ્યો. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, | |||
પુરવ જનમની પ્રીત, તોં મધ લાગી માંગડા. | |||
</poem> | |||
[હે માંગડા! અમે વાણિયા, ને તમે રજપૂત : આપણો મેળ ક્યાંથી મળે! પરંતુ આ તો પૂર્વ જન્મની પ્રીતિ હોવી જોઈએ નહીંતર મારું — વણિકપુત્રીનું — મન તારા જેવા પરજ્ઞાતીલા ઉપર કેમ કરીને મોહે?] | [હે માંગડા! અમે વાણિયા, ને તમે રજપૂત : આપણો મેળ ક્યાંથી મળે! પરંતુ આ તો પૂર્વ જન્મની પ્રીતિ હોવી જોઈએ નહીંતર મારું — વણિકપુત્રીનું — મન તારા જેવા પરજ્ઞાતીલા ઉપર કેમ કરીને મોહે?] | ||
એ એક સ્તંભ; પછી? રજપૂત યુદ્ધે ચઢ્યો. કેવો એ રણસાજ? | એ એક સ્તંભ; પછી? રજપૂત યુદ્ધે ચઢ્યો. કેવો એ રણસાજ? |
edits