8,009
edits
No edit summary |
No edit summary |

Line 41: | Line 41: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

આસ્વાદ: નફિકરાઈનું પ્રસન્નકર ગીત – ઉદયન ઠક્કર

{{Poem2Open}} | |||
‘સમુદ્રાન્તિકે’ અને ‘અકૂપાર’ જેવી નવલકથાઓના રચયિતા ધ્રુવ ભટ્ટનું આ ગીત છે. | |||
કોઈ પૂછે, ‘કેમ છે?’ અને આપણે કહીએ ‘મજામાં.’ એ થયો શિરસ્તો. કાવ્યનાયકે જરા વિગતે આપેલો જવાબ આપણા હૈયે વસી જાય એવો છે: ‘દરિયા-શી મોજમાં’. મોજ એટલે મસ્તી અથવા દરિયાનું મોજું. કવિએ બન્ને અર્થનો લાભ ઉઠાવ્યો છે. ‘ઉપરથી કુદરતની રહેમ છે’, ઉપરથી એટલે વધારામાં, અથવા ઉપર વસતા ઈશ્વર પાસેથી. અહીં પણ બેય અર્થનો લાભ લેવાયો છે. નિત્ય પ્રસન્ન રહેવું, મસ્તીમાં રહેવું એ કાવ્યનાયકનો સ્વભાવ છે. તે જીવન પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરે છે. ‘આપણે તો કહીએ’ – બેફિકરાઈ આવી જવાથી નાયક પોતાનો ઉલ્લેખ બહુવચનમાં કરી બેસે છે. | |||
ખીસામાં નાણાં ન હોવાનો હરખ-શોક નથી કાવ્યનાયકને – અરે, ફાટેલું ખીસું સિવડાવવાનીયે દરકાર નથી. તેમણે ચોરખીસામાં ખુશાલી રાખી છે. ‘છલકાતી’ પછી પ્રાસવશ ‘મલકાતી’ આવે છે. ખુશાલી છાની ન રહે પણ છલકાય (પંડ્યમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી – મકરંદ દવે). હૈયાની પટારી તાળાનકુચાથી વાસેલી ન હોવા છતાં ખુશીનો ખજાનો હેમખેમ છે. આ ધન એવું છે જેને તસ્કરો ચોરી ન શકે, રાજા પડાવી ન શકે, ભાઈઓ ભાગ ન માગી શકે, જેનો ભાર પણ ન લાગે (ન ચૌર ચોર્યં, ન ચ રાજહાર્યં, ન ભ્રાતૃભાજ્યં, ન ચ ભારકારિ). ઓલિયાપણાથી મકરંદ દવેએ પણ ગાયું છે:{{Poem2Close}} | |||
<poem> | |||
ઉપરવાળી બૅંક બેઠી છે, આપણી માલંમાલ | |||
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
કાવ્યનાયકને પોતાની ‘કંપની’ છે, તેમને એકલું શું કામ લાગે? કોવિડના ‘લૉકડાઉન’માં કેટલાંયને જાત સાથે રહેવાની, જાત સાથે સંવાદ કરવાની મજા આવી હતી. | |||
જીવનમાં સુખદુઃખ તો આવે અને જાય, પણ અંતરની કરુણા ન સુકાય. કવિ વિરોધાભાસ રચે છે – આંખેથી પાણી સરવા છતાં (આંસુ વહેવા છતાં), ભીતરની ભીનાશ ઘટતી નથી. આંતરિક સમૃદ્ધિ તો રત્નોના આકાર – સમુદ્ર જેવી છે, ઓટ આવતાં સુકાતી નથી, ભરતી આવતાં વધતી નથી. સૂરજ રોજ ઊગે ને રોજ આથમે, પણ આકાશ એમનું એમ રહે. આનંદ એ કાવ્યનાયકનો સ્થાયીભાવ છે. | |||
ગીતને પુન: જોઈએ. મુખડામાં કાવ્યનાયક પોતાનો ઉલ્લેખ શરૂઆતમાં એકવચનમાં (મને), અને પછી બહુવચનમાં (આપણે) કરે છે. પહેલા અંતરામાં એકવચન (મેં) પ્રયોજ્યા પછી, બે વાર બહુવચન (અમે, આપણો) પ્રયોજે છે. આ વિસંગતિ કહેવાય. મુખડામાં ‘કેમ છે?’ જેવો સવાલ શું કામ ‘ધીરેથી’ પુછાયો એ સમજાતું નથી. | |||
અંતતોગત્વા આ નફિકરાઈનું પ્રસન્નકર ગીત છે. | |||
{{Poem2Close}} | |||
{{Right|((હસ્તાક્ષર)માંથી)}} | |||