ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/શિરીષ પંચાલ/મજૂસ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} માધવને ક્યારેય સાંજે વરસ્યા કરતો વરસાદ ગમ્યો ન હતો. આખી રાત ઝ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મજૂસ'''}}----
{{Poem2Open}}
{{Poem2Open}}
માધવને ક્યારેય સાંજે વરસ્યા કરતો વરસાદ ગમ્યો ન હતો. આખી રાત ઝીંટતો હોય તો વાંધો નહીં — સવારે પથારીમાંથી બેઠા થાઓ અને આકાશ ઉલેચાઈ ઉલેચાઈને વરસતું હોય તોપણ વાંધો નહીં. પણ આ સાંજે વરસે એ કંઈ રીત કહેવાય? એ તો સારું હતું કે અત્યારે એનું બધું જોર ખલાસ થઈ ગયું હતું. આવો ઝરમર ઝરમર પડ્યા કરતો હોય તો ખેતીવાડીમાંય બરકત ઉમેરાય. તેને થયું કે આવાં ફોરાં વરસ્યા કરતાં હોય અને પોતે ખેતરમાં કામ કર્યા કરતો હોત તો — આગલા દિવસોમાં વરસેલો હોય એટલેકામ કરતાં કરતાં પગ માટીમાં ખૂંપી જાય, પછી ઘેર આવીને બહારના ઓટલે તાંબાના ઘડામાંથી પીણીની ધાર જાય અને ઘસી ઘસીને પગની માટી સાફ કરવાની કેવી મજા આવે. એવી મજા — એવા લહાવા તોકાયમને માટે ખલાસ થઈ ગયા. ખેલ ખતમ થઈ ગયો. બાકી તો ધોધમાર વરસાદ કેટલો બધો ગમતો હતો. ઘરમાં દાખલ થાઓ અને નેવાંનાં પાણીના ધધૂડા પડતા હોય. વાડાનાં પતરાં પર દાંડીઓ પિટાતી હોય. વાડામાં પડતા રસોડાના છેડે પરનાળ નીચે મૂકેલાં ડોલ, તગારાંમાંથી પાણી છલકાઈ છલકાઈને બહાર આવતાં હોય — પણ એ બધું ખલાસ. જાણે એ બધું તો ગયા જનમમાં જોયું હતું… તેણે બીડી સળગાવીને કસ ખેંચ્યો. જરા જોરથી ખેંચ્યો પણ મજા ન પડી એટલે ઉશેટી લીધી, તમાકુ હવાઈ ગયેલી લાગી.

18,450

edits