18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રસ્તામાં|}} {{Poem2Open}} પ્રત્યક્ષ ઈન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પ્રત્યક્ષ ઈન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે રચેલા સંસ્કાર રહ્યા. દરબારમાંથી અમાત્યને ઘેર જવાનું. મંદવાડના સમયમાં ત્યાં પણ કંઈ કંઈ અનુભવ થયા હતા. એ ઘરમાં જવાનું તેથી તેના પણ વિચાર થવા માંડ્યા. 'અનુભવાર્થી' ને અભ્યાસની સવડ ખરેખરો થઈગઈ હતી,એટલે અભ્યાસ ઝડપબંધ વધતો હતો. અમાત્યના ઘરમાં થતાં શાંત સ્વપ્નને દરબારના ઉગ્ર સ્વરે ડાબી નાંખ્યું હતું. સઉથી પાછળ નીકળેલા – એકાંત ઘડેલા રસ્તા ઉપર એક સીપાઈને પાછળ રાખી ચાલતા નવીનચંદ્રને ચૈત્ર મધ્યાહ્ના પ્રચંડ સૂર્યના તેજ નીચે તપતા સળગતા બળતા વિશાળ અને શૂન્ય મેદાન વચ્ચેના લાંબા રસ્તાનો દેખાવ એ ઓથારની પેઠે ચાંપવા લાગ્યો અને દરબારમાં ડબાઈ ગયેલી થાકી ગયેલી ક૯પના શિથિલ પડી જઈ એ ઓથારના હઠ- સંભોગને જાતે જ અનુકૂળતા કરી આપવા લાગી. મનની સાથે શરીર પણ થાક્યું હતું. બાર વાગવાથી ભુખ પણ કકડીને લાગી હતી. સૂર્ય તનમનને | પ્રત્યક્ષ ઈન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે રચેલા સંસ્કાર રહ્યા. દરબારમાંથી અમાત્યને ઘેર જવાનું. મંદવાડના સમયમાં ત્યાં પણ કંઈ કંઈ અનુભવ થયા હતા. એ ઘરમાં જવાનું તેથી તેના પણ વિચાર થવા માંડ્યા. 'અનુભવાર્થી' ને અભ્યાસની સવડ ખરેખરો થઈગઈ હતી,એટલે અભ્યાસ ઝડપબંધ વધતો હતો. અમાત્યના ઘરમાં થતાં શાંત સ્વપ્નને દરબારના ઉગ્ર સ્વરે ડાબી નાંખ્યું હતું. સઉથી પાછળ નીકળેલા – એકાંત ઘડેલા રસ્તા ઉપર એક સીપાઈને પાછળ રાખી ચાલતા નવીનચંદ્રને ચૈત્ર મધ્યાહ્ના પ્રચંડ સૂર્યના તેજ નીચે તપતા સળગતા બળતા વિશાળ અને શૂન્ય મેદાન વચ્ચેના લાંબા રસ્તાનો દેખાવ એ ઓથારની પેઠે ચાંપવા લાગ્યો અને દરબારમાં ડબાઈ ગયેલી થાકી ગયેલી ક૯પના શિથિલ પડી જઈ એ ઓથારના હઠ- સંભોગને જાતે જ અનુકૂળતા કરી આપવા લાગી. મનની સાથે શરીર પણ થાક્યું હતું. બાર વાગવાથી ભુખ પણ કકડીને લાગી હતી. સૂર્ય તનમનને | ||
ક્લાંત કરવામાં નિરંકુશ વર્તતો હતો: અગ્નિના પુલ જેવો રસ્તો તાપનું ઉંચે પ્રતિવમન કરતે હતો, અને માનવીનું ઉકળતું શરીર પરસેવાથી પાણી પાણી થઈ જતું હતું. અંદરની અને બ્હારની અવસ્થાઓએ આમ એકસંપ કર્યો હોવાથી સુકુમાર નવીનચંદ્ર હારી ગયેલા જેવો દેખાવા લાગ્યો. તેના કપાળ પર પરસેવાનાં જાળ બાઝ્યાં અને પાઘડીમાંથી ટપકતા વર્ષાદે તેમાં ઉમેરે કર્યો. તેની આંખો રાતી રાતી થઈ ગઈ અને કુમળા ગાલે પણ એ જ રંગ પકડ્યો. નવીનચંદ્ર, તું આવી દશા શા દુઃખે ભોગવે છે ? અમાત્યનું દુઃખ સફળ થવા વખત આવ્યો હતો. પણ તેમાં કાંઈ એને સ્વાર્થ ન હતો. એવું છતાં અમાત્ય કુટુંબના ઉત્સાહનો પટ એને પણ લાગ્યો. અમાત્યને ઘેર અને દરબારમાં ઘણુંક નવું જોયું, નવું શીખાયું. હા. એ બધું ખરું. પણ હાલ તો થાકેલા મન આગળથી એ ઉત્સાહ – એ જોયા શીખ્યાનો સંતોષ – સર્વ પરોક્ષ થયું. સેંકડો ગાઉ ઉપરનું ઘર – તેમાં અત્યારે શું શું થતું હશે તેના વિચાર માતાપિતા - મિત્ર મંડળ અને એવા એવા સંસ્કારો મનમાં સ્ફુરવા લાગ્યા અને સુવર્ણપુરના ઉંચા રસ્તા ઉપરથી ભદ્રા અને સમુદ્રના સંગમનું સ્થાન દેખાતું હતું ત્યાં દ્રષ્ટિ પડતાં ઘડીક નાવમાં બેસી ઘેર જવાની વૃત્તિ થઈ – ઘડીક ઘરમાં જ ઉભો હોય તેમ અનુભવવા માંડ્યું. રસ્તા ઉપર બીજું કોઈ આવે છે કે નહી, કેણી પાસ જવાનું છે, એવું એવું એ કાંઈ જોતો ન હતો. “એની આંખ એના હૃદયમાં હતી – અને એ હૃદય ઘણે ઘણે છેટે હતું.” | ક્લાંત કરવામાં નિરંકુશ વર્તતો હતો: અગ્નિના પુલ જેવો રસ્તો તાપનું ઉંચે પ્રતિવમન કરતે હતો, અને માનવીનું ઉકળતું શરીર પરસેવાથી પાણી પાણી થઈ જતું હતું. અંદરની અને બ્હારની અવસ્થાઓએ આમ એકસંપ કર્યો હોવાથી સુકુમાર નવીનચંદ્ર હારી ગયેલા જેવો દેખાવા લાગ્યો. તેના કપાળ પર પરસેવાનાં જાળ બાઝ્યાં અને પાઘડીમાંથી ટપકતા વર્ષાદે તેમાં ઉમેરે કર્યો. તેની આંખો રાતી રાતી થઈ ગઈ અને કુમળા ગાલે પણ એ જ રંગ પકડ્યો. નવીનચંદ્ર, તું આવી દશા શા દુઃખે ભોગવે છે ? અમાત્યનું દુઃખ સફળ થવા વખત આવ્યો હતો. પણ તેમાં કાંઈ એને સ્વાર્થ ન હતો. એવું છતાં અમાત્ય કુટુંબના ઉત્સાહનો પટ એને પણ લાગ્યો. અમાત્યને ઘેર અને દરબારમાં ઘણુંક નવું જોયું, નવું શીખાયું. હા. એ બધું ખરું. પણ હાલ તો થાકેલા મન આગળથી એ ઉત્સાહ – એ જોયા શીખ્યાનો સંતોષ – સર્વ પરોક્ષ થયું. સેંકડો ગાઉ ઉપરનું ઘર – તેમાં અત્યારે શું શું થતું હશે તેના વિચાર માતાપિતા - મિત્ર મંડળ અને એવા એવા સંસ્કારો મનમાં સ્ફુરવા લાગ્યા અને સુવર્ણપુરના ઉંચા રસ્તા ઉપરથી ભદ્રા અને સમુદ્રના સંગમનું સ્થાન દેખાતું હતું ત્યાં દ્રષ્ટિ પડતાં ઘડીક નાવમાં બેસી ઘેર જવાની વૃત્તિ થઈ – ઘડીક ઘરમાં જ ઉભો હોય તેમ અનુભવવા માંડ્યું. રસ્તા ઉપર બીજું કોઈ આવે છે કે નહી, કેણી પાસ જવાનું છે, એવું એવું એ કાંઈ જોતો ન હતો. “એની આંખ એના હૃદયમાં હતી – અને એ હૃદય ઘણે ઘણે છેટે હતું.” <ref>બાયરન - 'ગ્લૅડિએટર.'</ref> તે એના ઘરમાં હતું. સુવર્ણપુરનું કોઈ પણ પ્રાણી - કંઈ પણ પદાર્થ તેના મનમાં વસતો ન હતો. ઘરમાં હૃદય અને હૃદયમાં ઘર એમ હતું. એમ છતાં સુવર્ણપુરના એક જણને તેમાં અવકાશ મળ્યો. પોતાના ઘરની સર્વ સૃષ્ટિ વચ્ચે વચ્ચે અમાત્યના ઘરની – ન સગી – ન... એવી કુમુદસુંદરી ઉભી. કુમુદસુંદરી ! તું અંહીયાં ક્યાંથી ? - નવીનચંદ્ર ! આજ તને શું થયું ? રાજ-ઉદ્યાનમાં પેંઠો ત્યારેયે ઘર સાંભર્યું અને અહુણાંયે સાંભર્યું. એ શાથી ? ઘરની સાથે કુમુદસુંદરીને સંભારવાનું કારણ શું ? આ સર્વ પ્રશ્ન પણ નવીનચંદ્રના જ હૃદયમાં સમુદ્રના તરંગ પેઠે ઉઠતા હતા અને આકાશ સુધી ઉછાળા મારતા હતા. વચ્ચે વચ્ચે અમાત્યના ઘરમાં બનેલા કેટલાક બનાવો સાંભરતા હતા. નવીનચંદ્રના મનની સ્થિતિનું કારણ એ બનાવો તો નહી હોય ? વાંચનાર, એ બનાવો સાંભળ. | ||
નવીનચંદ્ર અલકકિશોરીના પતિવ્રતાપણાનું રક્ષણ કરતાં ઘવાયો એટલે ઉપકારની મારી એ કિશેારી સ્વાભાવિક રીતે એની પથારી આગળ બેશી ર્હેતી અને એનો ઘા રુઝાવાની વાટ જોતી. એ બાળાને | નવીનચંદ્ર અલકકિશોરીના પતિવ્રતાપણાનું રક્ષણ કરતાં ઘવાયો એટલે ઉપકારની મારી એ કિશેારી સ્વાભાવિક રીતે એની પથારી આગળ બેશી ર્હેતી અને એનો ઘા રુઝાવાની વાટ જોતી. એ બાળાને | ||
Line 56: | Line 56: | ||
“અરે, પણ આ શું ? એની ફજેતી હું થવા દેઉ ? સરસ્વતીચંદ્ર, તને આ રસ્તે નહી ચ્હડવા દેઉં. હશે. ભુલ થઈ હશે-પણ ત્હારા પવિત્ર સંસ્કારને જગાડું એટલે તું જાગવાનો જ. આ કુમાર્ગે તું ચ્હડયો તો બાપડા જગત્ની શી વલે થવાની – બીજા લોકોને તો કાંઈ ક્હેવાશે જ નહિ. તને આ રસ્તે જોતાં મ્હારું કાળજું કહ્યું કેમ કરે -મ્હારું કાળજું કેમ ર્હેશે ? મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રીરાજ્યમાં લપટાઈ દીન થયલો જેઈ ગોરખ શું બેશી ર્હેશે ? ગો૨ખનાથ, મને સહાયતા કરો.મ્હારામાં તમારી શક્તિનો કાંઈક અંશ મુકો.સંસ્કારી સરસ્વતીચંદ્ર ! આ શું ?” | “અરે, પણ આ શું ? એની ફજેતી હું થવા દેઉ ? સરસ્વતીચંદ્ર, તને આ રસ્તે નહી ચ્હડવા દેઉં. હશે. ભુલ થઈ હશે-પણ ત્હારા પવિત્ર સંસ્કારને જગાડું એટલે તું જાગવાનો જ. આ કુમાર્ગે તું ચ્હડયો તો બાપડા જગત્ની શી વલે થવાની – બીજા લોકોને તો કાંઈ ક્હેવાશે જ નહિ. તને આ રસ્તે જોતાં મ્હારું કાળજું કહ્યું કેમ કરે -મ્હારું કાળજું કેમ ર્હેશે ? મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રીરાજ્યમાં લપટાઈ દીન થયલો જેઈ ગોરખ શું બેશી ર્હેશે ? ગો૨ખનાથ, મને સહાયતા કરો.મ્હારામાં તમારી શક્તિનો કાંઈક અંશ મુકો.સંસ્કારી સરસ્વતીચંદ્ર ! આ શું ?” | ||
"त्वम एन्ने च पथेन गच्छसि पयः कस्त्वां निरोद्ध दमः।" | <center>"'''त्वम एन्ने च पथेन गच्छसि पयः कस्त्वां निरोद्ध दमः।'''"</center> | ||
" હે ઈશ્વર.–” | " હે ઈશ્વર.–” | ||
વળી આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. ૯હોતી લ્હોતી સારંગી લઈ નવીનચંદ્રવાળી મેડીની પાસે ખુરશી માંડી બેઠી અને એ મેડીમાં સંભળાય એમ સારંગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી. | વળી આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. ૯હોતી લ્હોતી સારંગી લઈ નવીનચંદ્રવાળી મેડીની પાસે ખુરશી માંડી બેઠી અને એ મેડીમાં સંભળાય એમ સારંગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે, | “શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે, | ||
“પડવા માંડેલી પડી પાછો ! ટકી ન, હર ! હર-શિરે.-શુભ્ર૦ ૧ | “પડવા માંડેલી પડી પાછો ! ટકી ન, હર ! હર-શિરે.-શુભ્ર૦ ૧ | ||
Line 66: | Line 67: | ||
"અવનિ પર આળોટતાં ચાલી ધુળવાળ ઘણું થાતી.-શુભ્ર ૦ | "અવનિ પર આળોટતાં ચાલી ધુળવાળ ઘણું થાતી.-શુભ્ર ૦ | ||
"મલિન ગંગા ! ક્ષાર સમુદ્રે પેંઠી અંતે એ તો ! | "મલિન ગંગા ! ક્ષાર સમુદ્રે પેંઠી અંતે એ તો ! | ||
"ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !”– | "ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !”– <ref>ભર્તુહરિ ઉપરથી</ref> | ||
"ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !” ૨ | "ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !” ૨ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પોતાની મેડી બ્હાર સંભળાય એમ કુમુદસુંદરી કદી પણ ગાતી ન હતી. હૃદયના સંબંધે એની મર્યાદા આજ છોડાવી અને ગાતાં ગાતાં તે ખરેખરી ખીલી. જેમ જેમ ગાયન અગાડી ચાલ્યું તેમ તેમ તેની આંખમાંથી આંંસુની ધાર વધી, સારંગીને પલાળી નાંખી, અને છેલું પદ ગાતાં ગાતાં "આથી વધારે મ્હારું બળ નથી” એમ શબ્દવિના ક્હેતાં ક્હેતાં કંપતાં મૂર્છા પામતા હૃદય પરથી સારંગી જમીન પર સરી પડી, ડોક ઢીલી થઈ ગઈ, માથું ખુરશીની પીઠ પર ભાગી ગયું હોય એમ ઢળી પડ્યું, કમળની પાંખડીયો જેવી લલિત આંખે અંધારું પડ્યું હોય એમ મીંચાઈ ગઈ, નિ:શ્વાસને જવા આવવાનો રસ્તો રાખવા પ્હોળું રહી મુખ સ્તબ્ધ થયું, નાજુક કળીયો જેવા દાંતનાં કિરણ હવામાં ચળકવા લાગ્યાં, હાથ પ્હોળા થઈ ગયા અને ખુરશીની આસપાસ લટકવા લાગ્યા, અને પગ પણ ખુરશી આગળ લંબાઈ ટકી રહ્યા. આ શબ જેવા શરીરમાં એકલું જીવતું દેખાતું કોમળ વક્ષઃસ્થળ ધડકતું હતું. લજજાળું મુગ્ધાનાં વસ્ત્રની કરચલીયોમાં ઢંકાઈ રહી જીવતા જગતની દ્રષ્ટિને નિત્ય નિષ્ફળ કરતું હતું તે કોમળ વક્ષ:સ્થળ આજ પ્રમાદધનના રંગભવનની જડદૃષ્ટિ આગળ બાળગજના કુંભસ્થળ જેવું - બીડાયલા શતપત્ર કમળની કળીયોની સુંદર જોડ જેવું - ઉપસી આવ્યું, તરી આવ્યું, અને અંતઃકરણના ઉછળતા શ્વાસને બળે કરુણ મંદ લીલાથી ઉત્કંપ અનુભવવા લાગ્યું. હૃદય ચીરી નાંખે એવી આ અવસ્થા જોનાર - સમજનાર આ પ્રસંગે – કુમુદસુંદરી ! ત્હારી પાસે કોઈ ન હતું. સરસ્વતીવાળા સાસરાના ઘરમાં તું એકલી જ હતી. મુર્ચ્છા પામેલા ઉજળા ગાલ ઉપર નિર્જીવ થયેલાં આંસુ સુકાઈ ગયાં અને માત્ર તેના ચળકતા સુકા શેરડા રહ્યા. એની આસનાવાસના કરનાર કોઈ ન હતું | |||
કળીયો જેવા દાંતનાં કિરણ હવામાં ચળકવા લાગ્યાં, હાથ પ્હોળા થઈ ગયા અને ખુરશીની આસપાસ લટકવા લાગ્યા, અને પગ પણ ખુરશી આગળ લંબાઈ ટકી રહ્યા. આ શબ જેવા શરીરમાં એકલું જીવતું દેખાતું કોમળ વક્ષઃસ્થળ ધડકતું હતું. લજજાળું મુગ્ધાનાં વસ્ત્રની કરચલીયોમાં ઢંકાઈ રહી જીવતા જગતની દ્રષ્ટિને નિત્ય નિષ્ફળ કરતું હતું તે કોમળ વક્ષ:સ્થળ આજ પ્રમાદધનના રંગભવનની જડદૃષ્ટિ આગળ બાળગજના કુંભસ્થળ જેવું - બીડાયલા શતપત્ર કમળની કળીયોની સુંદર જોડ જેવું - ઉપસી આવ્યું, તરી આવ્યું, અને અંતઃકરણના ઉછળતા શ્વાસને બળે કરુણ મંદ લીલાથી ઉત્કંપ અનુભવવા લાગ્યું. હૃદય ચીરી નાંખે એવી આ અવસ્થા જોનાર - સમજનાર આ પ્રસંગે – કુમુદસુંદરી ! ત્હારી પાસે કોઈ ન હતું. સરસ્વતીવાળા સાસરાના ઘરમાં તું એકલી જ હતી. મુર્ચ્છા પામેલા ઉજળા ગાલ ઉપર નિર્જીવ થયેલાં આંસુ સુકાઈ ગયાં અને માત્ર તેના ચળકતા સુકા શેરડા રહ્યા. એની આસનાવાસના કરનાર કોઈ ન હતું | |||
આણીપાસ નવીનચંદ્ર જાગી ઉઠ્યો હતો. પણ તે ન જાગ્યા જેવો હતો. તેની ઉંઘ ઉડી ગઈ ન હતી. જાગું છું કે ઉંધું છું તે વિચાર તેને થયો ન હતો. જાગતાં પહેલાં કિશોરીના સ્પર્શથી તે રમણીય સ્વરૂપમાં પડ્યો હતો. એવો સ્પર્શ જન્મ્યા પછી તેને પ્રથમ જ થયો હતો અને તે સ્પર્શે ઉત્પન્ન કરેલા સ્વપ્નને અંતે આંખ કાંઈક ઉઘડી તો પણ એક સ્વપ્ન પલટાઈ બીજું સ્વપ્ન અનુભવતો હોય એમ જ એને લાગ્યું. અર્ધું મીંચેલું અને અર્ધું ઉઘાડું, એવા પોપચા આગળથી અલકકિશોરી સ્વપ્નમાં આવી હોય એમ પળવાર વિકારભરી રમમાણ આંખે તેને જેઈ રહ્યો અને દૂષિત હાથ ખેંચી ન લેતાં નિમિષમાત્ર આનંદસમાધિમાં પડ્યો. એટલામાં સારંગીના રણકા સાથે ભળી જતું કુમુદસુંદરીનું મિષ્ટ-મધુર-ગાયન તેના કાનમાં ધીમે ધીમે આવવા લાગ્યું. કર્ણેન્દ્રિય આનંદ વ્યાપારમાં લીન થતાં સ્પર્શેન્દ્રિય બ્હેર મારી ગઈ અને ઉઘાડી આંખ વગરવીંચાયે મીંચાઈ. કુમુદસુંદરીના ગાયન સાથે ઉડાં ડુસકાં વચ્ચે વચ્ચે ભળતાં હતાં અને સુતેલાની નિદ્રાને વીજળીના સંચા પેઠે ધક્કા મારતાં હતાં – તેનાથી સ્પષ્ટ સમજાતાં હતાં - તેના હૃદયના હૃદયમાં પેંસતાં હતાં. કુમુદસુંદરીનું – દિવ્ય અપ્સરાના જેવું - ગાન પણ આજ તેણે પ્હેલવ્હેલું સાંભળ્યું અને તેથી તેની આનંદનિદ્રા મધુર મધુર થતી વધી. બ્હારથી જોનારને મન અલકકિશેરી અને નવીનચંદ્ર આમ એમનાં એમ ચિત્રવત્ સ્તબ્ધ ૨હી એક બીજાના સામું જોઈ રહેતાં લાગ્યાં અને ઉભય મદનાવસ્થ છે એવું મનમાં આણતાં વનલીલાને કાંઈ પણ શંકાસ્થાન ન રહ્યું. આખરે કુમુદસુંદરીના ગાનનું છેલું પદ આવ્યું – તેનો અર્થ સ્પષ્ટ હતો – તે પદ એક વાર ગવાયું - જરીક ફેર સાથે બીજી વાર ગવાયું – તેની સાથે સારંગીનું ગાન અચિંત્યું ક્રમવિરુદ્ધ બંધ પડ્યું. સારંગી પડી તેનો ધબાકો થયો, હાથમાંથી છુટતાં - પડતાં – તાર છુટતો હોય એમ અસંવાદી કઠોર રણકારો લંબાયો, તે રણકારામાં અચિંત્યા બંધ પડેલા ગાયનના અંત્યસ્વરનો પ્લુતોચ્ચાર ભળ્યો, અને તે સર્વેમાં ત્રુટતા મર્મસ્થાનથી તણાયેલું ડુશીયું સંભળાયું, અને એકદમ સારંગી અને કંઠ ઉભય બંધ પડયાં. તેની જ સાથે સ્વરૂપાવસ્થા નવીનચંદ્રનું હૃદય ચીરાયું, તે ખરેખરે જાગ્યો, જાગતાં જ કિશોરી સામું જોઈ રહ્યો, જોતામાં જ ધીમા બળથી હાથ ખેચી લીધો, અને એકદમ પણ ધીમે રહીને - દીન વદનથી પણ ઠપકા ભરી આંંખ કરી - લાચાર સ્વરથી પણ ઉગ્ર નરકમાંથી તારવા ઈચ્છતો હોય તેવો, મધુર નરમ વચન બોલ્યો : | આણીપાસ નવીનચંદ્ર જાગી ઉઠ્યો હતો. પણ તે ન જાગ્યા જેવો હતો. તેની ઉંઘ ઉડી ગઈ ન હતી. જાગું છું કે ઉંધું છું તે વિચાર તેને થયો ન હતો. જાગતાં પહેલાં કિશોરીના સ્પર્શથી તે રમણીય સ્વરૂપમાં પડ્યો હતો. એવો સ્પર્શ જન્મ્યા પછી તેને પ્રથમ જ થયો હતો અને તે સ્પર્શે ઉત્પન્ન કરેલા સ્વપ્નને અંતે આંખ કાંઈક ઉઘડી તો પણ એક સ્વપ્ન પલટાઈ બીજું સ્વપ્ન અનુભવતો હોય એમ જ એને લાગ્યું. અર્ધું મીંચેલું અને અર્ધું ઉઘાડું, એવા પોપચા આગળથી અલકકિશોરી સ્વપ્નમાં આવી હોય એમ પળવાર વિકારભરી રમમાણ આંખે તેને જેઈ રહ્યો અને દૂષિત હાથ ખેંચી ન લેતાં નિમિષમાત્ર આનંદસમાધિમાં પડ્યો. એટલામાં સારંગીના રણકા સાથે ભળી જતું કુમુદસુંદરીનું મિષ્ટ-મધુર-ગાયન તેના કાનમાં ધીમે ધીમે આવવા લાગ્યું. કર્ણેન્દ્રિય આનંદ વ્યાપારમાં લીન થતાં સ્પર્શેન્દ્રિય બ્હેર મારી ગઈ અને ઉઘાડી આંખ વગરવીંચાયે મીંચાઈ. કુમુદસુંદરીના ગાયન સાથે ઉડાં ડુસકાં વચ્ચે વચ્ચે ભળતાં હતાં અને સુતેલાની નિદ્રાને વીજળીના સંચા પેઠે ધક્કા મારતાં હતાં – તેનાથી સ્પષ્ટ સમજાતાં હતાં - તેના હૃદયના હૃદયમાં પેંસતાં હતાં. કુમુદસુંદરીનું – દિવ્ય અપ્સરાના જેવું - ગાન પણ આજ તેણે પ્હેલવ્હેલું સાંભળ્યું અને તેથી તેની આનંદનિદ્રા મધુર મધુર થતી વધી. બ્હારથી જોનારને મન અલકકિશેરી અને નવીનચંદ્ર આમ એમનાં એમ ચિત્રવત્ સ્તબ્ધ ૨હી એક બીજાના સામું જોઈ રહેતાં લાગ્યાં અને ઉભય મદનાવસ્થ છે એવું મનમાં આણતાં વનલીલાને કાંઈ પણ શંકાસ્થાન ન રહ્યું. આખરે કુમુદસુંદરીના ગાનનું છેલું પદ આવ્યું – તેનો અર્થ સ્પષ્ટ હતો – તે પદ એક વાર ગવાયું - જરીક ફેર સાથે બીજી વાર ગવાયું – તેની સાથે સારંગીનું ગાન અચિંત્યું ક્રમવિરુદ્ધ બંધ પડ્યું. સારંગી પડી તેનો ધબાકો થયો, હાથમાંથી છુટતાં - પડતાં – તાર છુટતો હોય એમ અસંવાદી કઠોર રણકારો લંબાયો, તે રણકારામાં અચિંત્યા બંધ પડેલા ગાયનના અંત્યસ્વરનો પ્લુતોચ્ચાર ભળ્યો, અને તે સર્વેમાં ત્રુટતા મર્મસ્થાનથી તણાયેલું ડુશીયું સંભળાયું, અને એકદમ સારંગી અને કંઠ ઉભય બંધ પડયાં. તેની જ સાથે સ્વરૂપાવસ્થા નવીનચંદ્રનું હૃદય ચીરાયું, તે ખરેખરે જાગ્યો, જાગતાં જ કિશોરી સામું જોઈ રહ્યો, જોતામાં જ ધીમા બળથી હાથ ખેચી લીધો, અને એકદમ પણ ધીમે રહીને - દીન વદનથી પણ ઠપકા ભરી આંંખ કરી - લાચાર સ્વરથી પણ ઉગ્ર નરકમાંથી તારવા ઈચ્છતો હોય તેવો, મધુર નરમ વચન બોલ્યો : | ||
Line 133: | Line 133: | ||
હળવે રહીને, આંચ ન આવે એમ, મૂર્છા પામેલીને પલંગ ઠીક કરી તેપર સુવાડી. સઉ આસપાસ વૈદની વાટ જોતાં જ બેઠાં. દેવી માથાઆગળ આવી - વાંકી વળી – એના મ્હોં પર મ્હોં મુકી – ચુંબન કરી – વાળ પર હાથ ફેરવી - રોઈ પડી. કોઈ કોઈને દીલાસો આપે એમ ન હતું. નવીનચંદ્ર ખોટી કઠિનતા બતાવી સઉને ધીરજ આપવા લાગ્યો. એટલામાં દેવીના શ્વાસથી કુમુદસુંદરીમાં નવો શ્વાસ આવ્યો હોય તેમ તેનું મ્હોં ઉઘડ્યું – આંંખ ઉઘડી પણ ફાટેલી રહી - અને સઉને કાંઈક જીવમાં જીવ આવ્યો. પણ તે વ્યર્થ જ હતો. તેની મૂર્ચ્છા વળી ન હતી, પણ મૂર્ચ્છાથી ફાંટી આંખ કરી લાવવા માંડ્યું:– | હળવે રહીને, આંચ ન આવે એમ, મૂર્છા પામેલીને પલંગ ઠીક કરી તેપર સુવાડી. સઉ આસપાસ વૈદની વાટ જોતાં જ બેઠાં. દેવી માથાઆગળ આવી - વાંકી વળી – એના મ્હોં પર મ્હોં મુકી – ચુંબન કરી – વાળ પર હાથ ફેરવી - રોઈ પડી. કોઈ કોઈને દીલાસો આપે એમ ન હતું. નવીનચંદ્ર ખોટી કઠિનતા બતાવી સઉને ધીરજ આપવા લાગ્યો. એટલામાં દેવીના શ્વાસથી કુમુદસુંદરીમાં નવો શ્વાસ આવ્યો હોય તેમ તેનું મ્હોં ઉઘડ્યું – આંંખ ઉઘડી પણ ફાટેલી રહી - અને સઉને કાંઈક જીવમાં જીવ આવ્યો. પણ તે વ્યર્થ જ હતો. તેની મૂર્ચ્છા વળી ન હતી, પણ મૂર્ચ્છાથી ફાંટી આંખ કરી લાવવા માંડ્યું:– | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“તું મુજ જીવિત, તું મુજ હૃદય જ, તું કૌમુદી મુજ નેત્રતણી, | “તું મુજ જીવિત, તું મુજ હૃદય જ, તું કૌમુદી મુજ નેત્રતણી, | ||
"તું મુજ પીયૂષ, તું મુજ વ્હાલી” – એમ જ પ્રિયશત કંઈ કંઈ – | "તું મુજ પીયૂષ, તું મુજ વ્હાલી” – એમ જ પ્રિયશત કંઈ કંઈ – | ||
“એમ જ જુઠાં જુઠાં પ્રિયશત કંઈ કંઈ કહી કહી, | “એમ જ જુઠાં જુઠાં પ્રિયશત કંઈ કંઈ કહી કહી, | ||
“ભોળી મુગ્ધાને ભરમાવી – વ્હાલે વ્હાઈ ઘણી ઘણી– | “ભોળી મુગ્ધાને ભરમાવી – વ્હાલે વ્હાઈ ઘણી ઘણી– | ||
“આખર કીધું શું – શા અર્થે | “આખર કીધું શું – શા અર્થે<ref>ઉત્તરરામચરિત ઉપરથી.</ref> – એ – એ –” | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
અંત્ય એકારને લંબાવતી પાછી આંખ મીંચી દઈ, બંધ પડી. કોઈ સમજ્યાં નહી. સઉને ધ્રાશકો પડ્યો – સઉના જીવ ફટકી ગયા. ધીરજ આપવી છોડી દઈ નવીનચંદ્ર એકદમ ઉઠી ગયો અને એક ટેબલ પર ચીત્રામણ પડ્યાં હતાં તેના ભાણી નજર કરતો અફરાટો થઈ ઉભો રહ્યો, આંસુ ખાળી રાખવા મહાપ્રયાસ કરવા લાગ્યો અને કોઈ સાંભળે નહી એમ ગણગણવા લાગ્યો: | અંત્ય એકારને લંબાવતી પાછી આંખ મીંચી દઈ, બંધ પડી. કોઈ સમજ્યાં નહી. સઉને ધ્રાશકો પડ્યો – સઉના જીવ ફટકી ગયા. ધીરજ આપવી છોડી દઈ નવીનચંદ્ર એકદમ ઉઠી ગયો અને એક ટેબલ પર ચીત્રામણ પડ્યાં હતાં તેના ભાણી નજર કરતો અફરાટો થઈ ઉભો રહ્યો, આંસુ ખાળી રાખવા મહાપ્રયાસ કરવા લાગ્યો અને કોઈ સાંભળે નહી એમ ગણગણવા લાગ્યો: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
"हरि हरि हतादरतया सा गता कुपितेव । | "हरि हरि हतादरतया सा गता कुपितेव । | ||
"किं करिश्यति किं वदिश्यति सा चिरं विरगेण ॥ | "किं करिश्यति किं वदिश्यति सा चिरं विरगेण ॥ | ||
"किं जनेन धनेन किं मम जीवितेन गृहेण ॥ हरि० ॥ १ ॥ | "किं जनेन धनेन किं मम जीवितेन गृहेण ॥ हरि० ॥ १ ॥ | ||
"चिंतयामि तदाननं कुटिलभ्रु रोशभरेण । | "चिंतयामि तदाननं कुटिलभ्रु रोशभरेण । | ||
"शोणपद्ममिवोपरि भ्रमताकुलं भ्रमरेण ॥ हरि० ॥ २ ॥ | "शोणपद्ममिवोपरि भ्रमताकुलं भ्रमरेण ॥ हरि० ॥ २ ॥<ref>ગીત ગેાવિન્દમાંથી.</ref> | ||
"गता-गता-ગઈ ગઈ-" એમ મનમાં બકતો બકતો ટેબલપર નીચું જોઈ રહ્યો અને સ્ત્રીની પેઠે પારકા ઘરમાં ગુપ્ત રીતે અશ્રુપાત કરવા લાગ્યો. | "गता-गता-ગઈ ગઈ-" એમ મનમાં બકતો બકતો ટેબલપર નીચું જોઈ રહ્યો અને સ્ત્રીની પેઠે પારકા ઘરમાં ગુપ્ત રીતે અશ્રુપાત કરવા લાગ્યો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એટલામાં ટેબલ પર નજર પડતાં કેટલાંક ચિત્ર જોવામાં આવ્યાં. તે કુમુદસુંદરીનાં ક્હાડેલાં હતાં. એક કાગળ ઉપર ઉત્તરરામચરિતનાંના ત્રીજા અંકનો દેખાવ હતો અને અદ્રશ્ય સીતા દૃશ્ય રામને સ્નિગ્ધ રોષભરી ત્રાંસી નજરે જુવે છે તે અાલેખ હતો. એક બીજા કાગળ પર દુષ્યંતને કશ્યપ મુનિના આશ્રમ આગળ એક વેણીધર શકુંતલાને આવતી દેખતો ચીતર્યો હતો. પાસે શેક્સપિયર પડ્યું હતું તેમાં “ઑલ્સ વેલ્ ધેટ્ એન્ડસ્ વેલ્” અને | એટલામાં ટેબલ પર નજર પડતાં કેટલાંક ચિત્ર જોવામાં આવ્યાં. તે કુમુદસુંદરીનાં ક્હાડેલાં હતાં. એક કાગળ ઉપર ઉત્તરરામચરિતનાંના ત્રીજા અંકનો દેખાવ હતો અને અદ્રશ્ય સીતા દૃશ્ય રામને સ્નિગ્ધ રોષભરી ત્રાંસી નજરે જુવે છે તે અાલેખ હતો. એક બીજા કાગળ પર દુષ્યંતને કશ્યપ મુનિના આશ્રમ આગળ એક વેણીધર શકુંતલાને આવતી દેખતો ચીતર્યો હતો. પાસે શેક્સપિયર પડ્યું હતું તેમાં “ઑલ્સ વેલ્ ધેટ્ એન્ડસ્ વેલ્” અને | ||
| | ||
" વિન્ટર્સ ટેલ ”ની વચ્ચોવચ કાગળના કટકા મુકી નિશાનીયો રાખી હતી. દ્હાડીયે હાથ રાખી નવીનચંદ્ર સઉ જોઈ રહ્યો અને વિચારમાં ગરક થયો. એટલામાં પલંગમાં મૂર્ચ્છા પામેલીના મુખમાંથી ત્રુટક ગાન પાછું નીકળવા માંડ્યું:– | " વિન્ટર્સ ટેલ ”ની વચ્ચોવચ કાગળના કટકા મુકી નિશાનીયો રાખી હતી. દ્હાડીયે હાથ રાખી નવીનચંદ્ર સઉ જોઈ રહ્યો અને વિચારમાં ગરક થયો. એટલામાં પલંગમાં મૂર્ચ્છા પામેલીના મુખમાંથી ત્રુટક ગાન પાછું નીકળવા માંડ્યું:– | ||
Line 182: | Line 189: | ||
"હવે સુકુમાર ઉર ફાટી જશે, એ મૂર્ખ હતભાગી !" | "હવે સુકુમાર ઉર ફાટી જશે, એ મૂર્ખ હતભાગી !" | ||
“હે ઈશ્વર, એ પાપ કોને ? સરસ્વતીચંદ્ર, સરસ્વતીચંદ્ર, કાંઈ સુઝે છે ? આ શું કર્યું ? મહાપતિવ્રતા – પતિની સ્વચ્છન્દ મૂર્ખતાની વેદી પર હોમાયેલી પતિવ્રતા ! નવા અવતારમાં પાછલો અવતાર ન ભુલનારી પતિવ્રતા ! – મનને વરેલો પતિ મનથી છુટો નથી પડતો – વરેલા પતિને છોડી મન વ્યભિચારી નથી થતું – શરીરે વરેલા પતિને છોડી શરીર અન્યત્ર નથી રમતું ! અાહા ! બળવાન્ બાળકી ! મનના પતિપર અાટલો અાવેશ છતાં તેના ભણી પાંપણનો પલકારો પણ નહી ! કેવા બળવાળી ? પુરૂષ ! તું સ્ત્રી છે. અને સ્ત્રી ! તું પુરુષ છે ! પળવાર પર સ્ત્રીપર મોહેલા મનવાળા પુરુષને - પળવાર અસંવાદી થયેલા મનને - સંવાદી કરી નાંખનાર સારંગી ! શું ત્હારું બળ ! સારંગી ! કુમુદસુંદરી-કુમુદસારંગી ! અરેરે ! હું ભ્રષ્ટ થાત જ. "માણસને ખબર હોય છે કે તેના મનપર શી શી આપત્તિ આવવાની છે ? પતિત જીવ ! જે તું પતિત ને નિર્બળ હતો તો - ને છોડી શાને ? ગરીબ બીચારી અલકકિશોરી, તને શો ઠપકો દેઉં ?- ઠપકો દેનારનું ક્યાં ઠેકાણું હતું ? – કુમુદસુંદરી - કેવા રોષવાળી આંખ ! | “હે ઈશ્વર, એ પાપ કોને ? સરસ્વતીચંદ્ર, સરસ્વતીચંદ્ર, કાંઈ સુઝે છે ? આ શું કર્યું ? મહાપતિવ્રતા – પતિની સ્વચ્છન્દ મૂર્ખતાની વેદી પર હોમાયેલી પતિવ્રતા ! નવા અવતારમાં પાછલો અવતાર ન ભુલનારી પતિવ્રતા ! – મનને વરેલો પતિ મનથી છુટો નથી પડતો – વરેલા પતિને છોડી મન વ્યભિચારી નથી થતું – શરીરે વરેલા પતિને છોડી શરીર અન્યત્ર નથી રમતું ! અાહા ! બળવાન્ બાળકી ! મનના પતિપર અાટલો અાવેશ છતાં તેના ભણી પાંપણનો પલકારો પણ નહી ! કેવા બળવાળી ? પુરૂષ ! તું સ્ત્રી છે. અને સ્ત્રી ! તું પુરુષ છે ! પળવાર પર સ્ત્રીપર મોહેલા મનવાળા પુરુષને - પળવાર અસંવાદી થયેલા મનને - સંવાદી કરી નાંખનાર સારંગી ! શું ત્હારું બળ ! સારંગી ! કુમુદસુંદરી-કુમુદસારંગી ! અરેરે ! હું ભ્રષ્ટ થાત જ. "માણસને ખબર હોય છે કે તેના મનપર શી શી આપત્તિ આવવાની છે ? પતિત જીવ ! જે તું પતિત ને નિર્બળ હતો તો - ને છોડી શાને ? ગરીબ બીચારી અલકકિશોરી, તને શો ઠપકો દેઉં ?- ઠપકો દેનારનું ક્યાં ઠેકાણું હતું ? – કુમુદસુંદરી - કેવા રોષવાળી આંખ ! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
" भेदाद्भ्रुवो: कुतिलयोरतोलोहिताक्ष्या | " भेदाद्भ्रुवो: कुतिलयोरतोलोहिताक्ष्या | ||
" भग्नं शरासनमिवातिरुशा स्मरस्य ॥- | " भग्नं शरासनमिवातिरुशा स्मरस्य ॥- <ref>શાકુન્તલમાંથી</ref> | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
"નક્કી, ત્હારું હૃદય અંદરથી ચીરાય છે – ત્હારું ગાયન, ત્હારાં ચિત્ર, ત્હારે વાંચવાના વિષય, ત્હારી વાતો - સર્વ એક સરખાં જ ! આહા કોમળ સારંગી, ત્હારા સર્વ તા૨ સદૈવક એ જ ગાયન કરી ર્હે છે ! પણ ઈશ્વરની ગતિ અકળ છે - એ શું થઈ ગયું ? એક પળવાર મતિ શી ભ્રષ્ટ થઈ ? ત્હેં તે શાથી જાણ્યું ? ત્હારે તે વિનિપાત પામતાને તારવા આવી હૃદય વીંધનારી યુક્તિ કરવી શાથી પડી ? અરેરે દુષ્ટ પાતકી - ચિત્ત ! પ્રસંગે ત્હેં ત્હારી દુષ્ટતા પ્રકાશી. શું ચિત્તને ઉદ્ધરવા વિદ્યા બસ નથી – શું કુમુદની કોમળ સૂચના ન થઈ હત તો તેના સંસ્કાર નપુંસક જ ર્હેત ? શું અભણ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ ? હા, હા, હા ! અભણ કિશોરી ! તું અભણ પણ મને શીખવે છે - સોનાની જ થાળીમાં લ્હોઢાની મેખ ન જેઈએ ! જે ત્હારે ન જોઈએ તો મ્હારે પણ ન જોઈએ.” | "નક્કી, ત્હારું હૃદય અંદરથી ચીરાય છે – ત્હારું ગાયન, ત્હારાં ચિત્ર, ત્હારે વાંચવાના વિષય, ત્હારી વાતો - સર્વ એક સરખાં જ ! આહા કોમળ સારંગી, ત્હારા સર્વ તા૨ સદૈવક એ જ ગાયન કરી ર્હે છે ! પણ ઈશ્વરની ગતિ અકળ છે - એ શું થઈ ગયું ? એક પળવાર મતિ શી ભ્રષ્ટ થઈ ? ત્હેં તે શાથી જાણ્યું ? ત્હારે તે વિનિપાત પામતાને તારવા આવી હૃદય વીંધનારી યુક્તિ કરવી શાથી પડી ? અરેરે દુષ્ટ પાતકી - ચિત્ત ! પ્રસંગે ત્હેં ત્હારી દુષ્ટતા પ્રકાશી. શું ચિત્તને ઉદ્ધરવા વિદ્યા બસ નથી – શું કુમુદની કોમળ સૂચના ન થઈ હત તો તેના સંસ્કાર નપુંસક જ ર્હેત ? શું અભણ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ ? હા, હા, હા ! અભણ કિશોરી ! તું અભણ પણ મને શીખવે છે - સોનાની જ થાળીમાં લ્હોઢાની મેખ ન જેઈએ ! જે ત્હારે ન જોઈએ તો મ્હારે પણ ન જોઈએ.” | ||
“પણ માણસનું મન વિષયને શરણ શાથી થતું હશે ? ખાવાનું જોઈ કેટલાંક જિવ્હાલૌલ્યવાળાં માણસોનાં મુખ દ્રવે છે, પાસે દ્રવ્ય હોવા છતાં કેટલાંક માણસોથી દ્રવ્ય જોઈ ઢાંકી કે ઉઘાડી ચોરી કર્યા વિના ર્હેવાતું નથી, તે જ વિષયનો વિષય જોઈ શું આ થયું હશે ? શું વિષય માં એવી વશીકાર શક્તિ છે કે જેથી વિદ્યા ડબાઈ જાય અને મનુષ્ય પશુ અને ? જો એમ હોય તો માણસને માથે જુમ્મો શી બાબત ર્હે? આ કાર્યનું પરિણામ મરણ છે એવું સંપૂર્ણ ભાન છતાં પાંડુ રાજ વિષયમોહિત શાથી થયો ? સ્વકીયા કે પછી પરકીયા -એમાંથી એકપણ શી બાબત જોઈએ ! પાંડુરાજાની વાતમાં શો મર્મ છે તે અલકકિશેરી, ત્હારા પ્રસંગે મને શીખવ્યું દીવાસળીમાં જેમ અગ્નિ રહે છે તેમ જ માણસમાં વિષયવાસના સદૈવ વસતી હોવી જોઈએ અને વિષય- વિષયીને પ્રસંગ પડતાં તે વાસના જાગૃત થતી હશે, સર્વે માણસમાં એમ જ હોવું જોઈએ, આવી અલકકિશોરી તેને આમ થયું. અાવાં ડાહ્યાડમરા, ગંભીર દેખાતા, આવા મ્હોટા રાજપ્રપંચના ધીટ સૂત્રધાર બુદ્ધિધનને જોઈ કોઈને એવો વિચાર થાય કે એને ગળે એક અબળાને | “પણ માણસનું મન વિષયને શરણ શાથી થતું હશે ? ખાવાનું જોઈ કેટલાંક જિવ્હાલૌલ્યવાળાં માણસોનાં મુખ દ્રવે છે, પાસે દ્રવ્ય હોવા છતાં કેટલાંક માણસોથી દ્રવ્ય જોઈ ઢાંકી કે ઉઘાડી ચોરી કર્યા વિના ર્હેવાતું નથી, તે જ વિષયનો વિષય જોઈ શું આ થયું હશે ? શું વિષય માં એવી વશીકાર શક્તિ છે કે જેથી વિદ્યા ડબાઈ જાય અને મનુષ્ય પશુ અને ? જો એમ હોય તો માણસને માથે જુમ્મો શી બાબત ર્હે? આ કાર્યનું પરિણામ મરણ છે એવું સંપૂર્ણ ભાન છતાં પાંડુ રાજ વિષયમોહિત શાથી થયો ? સ્વકીયા કે પછી પરકીયા -એમાંથી એકપણ શી બાબત જોઈએ ! પાંડુરાજાની વાતમાં શો મર્મ છે તે અલકકિશેરી, ત્હારા પ્રસંગે મને શીખવ્યું દીવાસળીમાં જેમ અગ્નિ રહે છે તેમ જ માણસમાં વિષયવાસના સદૈવ વસતી હોવી જોઈએ અને વિષય- વિષયીને પ્રસંગ પડતાં તે વાસના જાગૃત થતી હશે, સર્વે માણસમાં એમ જ હોવું જોઈએ, આવી અલકકિશોરી તેને આમ થયું. અાવાં ડાહ્યાડમરા, ગંભીર દેખાતા, આવા મ્હોટા રાજપ્રપંચના ધીટ સૂત્રધાર બુદ્ધિધનને જોઈ કોઈને એવો વિચાર થાય કે એને ગળે એક અબળાને | ||
હાથ પડતાં તેનું ચિત્ત શરણ થાય છે ? – અને તેમ છતાં સૌભાગ્યદેવી ! | હાથ પડતાં તેનું ચિત્ત શરણ થાય છે ? – અને તેમ છતાં સૌભાગ્યદેવી ! | ||
ત્હારી સત્તા અા લુગડાંલત્તાં પ્હેરનાર નાટકી કારભારી ઉપર કેટલી છે તેની સાક્ષી મ્હારો કાન પુરે એમ છે. પવિત્ર પતિવ્રતા– સૌભાગ્યદેવી – ત્હારાં સુલક્ષણ જોઈ શૈબ્યા સાંભરી આવે છે. | ત્હારી સત્તા અા લુગડાંલત્તાં પ્હેરનાર નાટકી કારભારી ઉપર કેટલી છે તેની સાક્ષી મ્હારો કાન પુરે એમ છે. પવિત્ર પતિવ્રતા– સૌભાગ્યદેવી – ત્હારાં સુલક્ષણ જોઈ શૈબ્યા સાંભરી આવે છે. |
edits