અલ્પવિરામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 758: Line 758:
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત,
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત,
કજાત હે ગીત!
કજાત હે ગીત!
</poem>
== ચંચલ ક્હે ==
<poem>
:::ચંચલ ક્હે ‘ચાલ,
આજને જે ભૂલે તેને ભૂલી જતી કાલ!’
::પલપલ એ જ એક વેણ,
::વદી રહ્યું નદી કેરું વ્હેણ,
કલકલ છલછલ તરંગને તાલ.
::અજાણ છે અચલના આરા,
::જાણ્યા સૂર્યચન્દ્રગ્રહતારા,
દેહનું રે વય અને હૃદયનું વ્હાલ.
</poem>
== ન ફૂલ ને ==
<poem>
ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.
અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.
મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.
</poem>
== શિશિર ને વસંત ==
<poem>
શિશિરજર્જર વૃદ્ધ વસુંધરા,
સકલ અંગ વિશે પ્રગટી જરા.
ઉઝરડા ઉરના, સહુ વૃક્ષશાખા;
તપન શાંત નભે, દૃગતેજ ઝાંખાં;
કરચલી ત્વચમાં, નસ શુષ્ક, લાખાં;
સકલ પ્રાણ શું વૃત્તિ થકી પરા?
અનુભવે પરિપક્વ રસે ભર્યું
શિશુક હાસ્ય ન હો અધરે નર્યું,
વિરલ કોઈક પર્ણ હજી ધર્યું;
અવ વસંત જરી કર તું ત્વરા!
અવ વસંત હસંત, સ્વયંવરા
નવવધૂસમ સોહત આ ધરા.
મલયકંપિત વક્ષ, સલજ્જ આસ્ય,
અધરનું જ પલાશ વિશે છ હાસ્ય,
ભ્રમરમાં મૃદુ દૃષ્ટિ કરંત લાસ્ય,
પ્રગટ પીક વિશે ઉર, સુસ્વરા.
નયનને કરવી ન હવે પ્રતીક્ષા,
છલકતું રસપાત્ર, ફળી તિતિક્ષા,
ચહુ દિશે અવ ચેતનની જ દીક્ષા.
અવ ધરા ન ધરા, છ ઋતંભરા.
</poem>
== દિન થાય અસ્ત ==
<poem>
::::દિન થાય અસ્ત,
વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત.
કરુણ નેત્ર નમે, ઢળતી રતિ;
મલિન કાંતિ મુખે ગળતી જતી,
શિથિલ છેવટ આ રવિની ગતિ,
છૂટી જતો અવ પ્રિયા થકી સ્પર્શ, હસ્ત.
કુસુમની કલિ ધૂલિ વિશે ખરી,
વિહગ મૂક, ગભીર હવા સરી,
ક્ષિતિજ સૌ સૂનકાર થકી ભરી,
સંસાર આ તિમિરમાં તરતો સમસ્ત.
</poem>
== શ્વેત શ્વેત ==
<poem>
::::શ્વેત શ્વેત,
આ ચાંદની કે નભ કેરું હેત?
હૃદય કો દ્રવતું નભમાં, શશી;
ધવલ આ કરુણા ઢળતી કશી!
જગતની જડતા સહુ ચશ્ચશી
ચૂમી રહે, અવ નહીં અહીં કૈં અચેત.
નગર ને રણ સૌ પર લ્હેકતી,
કુલવધૂ, કુબજા પણ બ્હેકતી;
અતિઉદાર શી ચંદની મ્હેકતી!
એકત્વમાં સકલ સુન્દરનું નિકેત.
</poem>
== સમીર આ ==
<poem>
સમીર આ સ્નિગ્ધ સુગંધભીના,
કોના અહો હૃદયની છલકંત હિના?
કોનાં તે આ નેત્રનાં પક્ષ્મ કંપે?
કોનું હૈયું ધ્રૂજતું આ અજંપે?
કોનો તે આ શ્વાસ ના ક્યાંય સંપે?
રોમાંચ આ? ચકિત કોઈક સ્વપ્નલીના?
એના સ્પર્શે પ્રાણ શો થર્થરે છે,
ને ફેંટાનાં ફૂમતાં ફર્ફરે છે;
આછા આછા હોઠ બે મર્મરે છે,
ને સપ્તસૂર ઉરનીય બજંત બીના
</poem>
== હે લાસ્યમૂર્તિ ==
<poem>
:::હે લાસ્યમૂર્તિ!
તું વિશ્વનું ચેતન, હાસ્ય, સ્ફૂર્તિ.
વક્ષસ્થલે પાલવ છો ખસી જતો,
આત્મા નર્યો કેવલ ત્યાં હસી જતો,
અંગાંગમાં મુક્ત ભલે વસી જતો;
::સૌ દૃષ્ટિ એ દર્શન કાજ ઝૂરતી.
આ માનવીનું જગ, કોઈ કાલે
સંવાદ ના જ્યાં, લય ભંગ તાલે,
સૌંદર્ય સૌ ખંડિત; ત્યાં તું બાલે!
અપૂર્ણની એક જ માત્ર પૂર્તિ.
</poem>
== હે કલિ ==
<poem>
:::નિજ સુગંધથી મૂર્છિત હે કલિ !
મલયલહરે મ્હેકી બ્હેકી બધીય વનસ્થલી.
:::અવરને ઉર જાગ્રત ઝંખના,
:::સતત ઘા કરતો કટુ ડંખના,
:::વ્યજન વાય વળી મૃદુ પંખના,
પ્રણયતરસ્યો એવી રીતે તને વીનવે અલિ.
:::વિફલ આ મધુવેળ વહી જતી,
:::બધિર હે  : રસમંત્ર કહી જતી;
:::કૃપણ કાં બસ તું જ રહી જતી?
ખબર નહિ ર્હે ને તું કાલે જશે ધૂળમાં ઢળી.
</poem>
== પ્રેમની લિપિ ==
<poem>
::::ચીપી ચીપી
::પત્રે લખી જો, પ્રિય, પ્રેમની લિપિ!
::શબ્દે શબ્દે નેત્ર આભા, અજંપ,
::વાક્યે વાક્યે વક્ષનો સ્પર્શકંપ,
ઉચ્છ્વાસે ઉત્ફુલ, અધરના રાગથી ઓર દીપી.
શોભા એની વ્યોમતારા મહીં ના,
કે પુષ્પોની પાંખડીમાં લહી ના,
સ્વર્ગંગાને જલ પણ તૃષા શું શકે આમ છીપી?
</poem>
== પથ  –  ૧ ==
<poem>
પ્રલંબ પથ દૂર દૂર ક્ષિતિજે સરી જાય છે,
સપાટ, મૃદુ, રેશમી, લસત પાય જ્યાં મોકળો;
વળાંક લઈ લે કદી, ચડ-ઉતાર, ત્યાં ઠોકરો;
પ્રવાસપ્રિય માહરું હૃદય ક્યાં હરી જાય છે?
પ્રગાઢ વનમાં કદીક ચુપચાપ ચાલ્યો જતો,
પ્રવેશ નહિ સૂર્યનાં કિરણને જહીં, સ્તબ્ધ જ્યાં
પડ્યો પવન, છાંય જ્યાં ન નિજની, નહીં શબ્દ જ્યાં,
ક્વચિત્ વિહગ હોય વા ન, બસ શ્વાસ મારો છતો;
વળી કદીક તો જતો નગરમાં, થતો ગાજતો
અસંખ્ય જન વાહને સતત ભીડ કોલાહલે,
દબાય દિવસે કશો ચરણ હેઠ, રાત્રે જલે
પ્રદીપ પગથી પરે, ભભક ભવ્યથી રાજતો;
વિરામ વનમાં નહીં, નગરમાં નહીં, પંથપે
સહો ચરણ કંટકો કુસુમ, પ્હોંચવું અંતપે!
</poem>
== પથ  –  Ó ==
<poem>
પ્રલંબ મુજ પંથ ને સકલ અંગ શાં ક્લાંત છે,
વસંત વિકસ્યાં, યદિ શિશિર હોય થીજી ગયાં;
જલ્યાં અગર ગ્રીષ્મમાં, ભર અષાઢ ભીંજી ગયાં;
હવે ન ઋતુચક્રની અસર, એટલાં શાંત છે.
હવે ચરણને નથી તસુય ચાલવું, હામ ના;
નથી ક્ષિતિજપારના પથવિરામની ઝંખના,
અને મજલઅંતને ન અવ પામતાં ડંખ ના;
હવે હૃદયને નથી વધુ પ્રવાસની કામના.
હવે અહીં જ થંભવું, જરીક જોઉં પાછું વળી–
પદેપદ વિશે હતો પથવિરામ જાણ્યું હવે,
હતો મજલઅંત રે પદપદે પ્રમાણ્યું હવે;
અરે પ્રથમથી જ દૃષ્ટિ યદિ હોત ને આ મળી!
હવે અહીં જ અંત, હેતુ મુજ સિદ્ધ, પામ્યો બધું;
નથી હરખ શોક, હું અનુભવોય પામ્યો વધુ.
</poem>
== શાંતિ ==
<poem>
આ શૃંગનો પ્રાન્ત
કશો પ્રશાન્ત,
ને વૃક્ષને પલ્લવ પુંજપુંજે
ન હવાય ગુંજે,
વિહંગનાં ગાન શમી ગયાં રે
ને નીડમાં સૌ વિરમી ગયાં રે;
હે ચિત્ત, તું ક્ષણ રહે ધૃતિને અધીન,
તુંયે થશે પરમ શાંતિ મહીં જ લીન!
</poem>
== કાવ્ય લખતાં અને લખ્યા પછી ==
<poem>
‘અહો’ કહી અહમ્ નહીં જગાડવું,
‘અરે’ કહી ન કાવ્યને બગાડવું.
</poem>
</poem>
18,450

edits