18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 355: | Line 355: | ||
ફાગણ કેરું ફૂમતું એઈ પાતળિયાની પાઘે રે, | ફાગણ કેરું ફૂમતું એઈ પાતળિયાની પાઘે રે, | ||
ત્યાં ઘેલીનું ઉર ઘૂમતું એઈ ઘડી ન ર્હેતું આઘે રે. | ત્યાં ઘેલીનું ઉર ઘૂમતું એઈ ઘડી ન ર્હેતું આઘે રે. | ||
‘ફૂમતડાને લ્હેકે લ્હેકે ફૂલણજી ના ફરીએ રે, | ‘ફૂમતડાને લ્હેકે લ્હેકે ફૂલણજી ના ફરીએ રે, | ||
મઘમઘ એની મ્હેકે મ્હેકે અમે તો બ્હેકી મરીએ રે; | મઘમઘ એની મ્હેકે મ્હેકે અમે તો બ્હેકી મરીએ રે; | ||
એના રંગગુલાલે રાતા સૌને તે ના કરીએ રે, | એના રંગગુલાલે રાતા સૌને તે ના કરીએ રે, | ||
એમાં થૈને રાતામાતા ક્યાં જૈને અવ ઠરીએ રે?’ | એમાં થૈને રાતામાતા ક્યાં જૈને અવ ઠરીએ રે?’ | ||
એવું કહીને લાડતી એઈ ઘેલી ઘૂંઘટ ત્યાગે રે, | એવું કહીને લાડતી એઈ ઘેલી ઘૂંઘટ ત્યાગે રે, | ||
પડઘો એનો પાડતી એઈ કોયલ પંચમરાગે રે. | પડઘો એનો પાડતી એઈ કોયલ પંચમરાગે રે. | ||
Line 368: | Line 370: | ||
‘વાંકું મ જોશો વળી વળી, | ‘વાંકું મ જોશો વળી વળી, | ||
ઉર ઢાંકું ઢાંકું ને જાય ઢળી ઢળી.’ | ઉર ઢાંકું ઢાંકું ને જાય ઢળી ઢળી.’ | ||
‘વાતવાતમાં જેને વાંકું પડે તે ક્હે છે નજર છે વાંકી, | ‘વાતવાતમાં જેને વાંકું પડે તે ક્હે છે નજર છે વાંકી, | ||
સૂરજના કિરણ શી સીધી છતાંય એને ઇન્દ્રધનુ જેમ ઉર આંકી; | સૂરજના કિરણ શી સીધી છતાંય એને ઇન્દ્રધનુ જેમ ઉર આંકી; | ||
તમે લ્હેકો છો વાદળી શા લળી લળી.’ | તમે લ્હેકો છો વાદળી શા લળી લળી.’ | ||
‘ભમરાળી આંખ દેખે દૂરથી છતાંય એનો ડંખ અહીં આવતો ઊડી, | ‘ભમરાળી આંખ દેખે દૂરથી છતાંય એનો ડંખ અહીં આવતો ઊડી, | ||
પોપચાની પાંખ, એનો ભારે ફફડાટ, મારે અંગે વીંઝાય છે ભૂંડી; | પોપચાની પાંખ, એનો ભારે ફફડાટ, મારે અંગે વીંઝાય છે ભૂંડી; | ||
મારી કંપે છે કાળજની કળી કળી.’ | મારી કંપે છે કાળજની કળી કળી.’ | ||
‘ફૂલ સમી કોમળ શું માનો છો જાતને? જાણે સુગંધ રહ્યાં ઢોળી, | ‘ફૂલ સમી કોમળ શું માનો છો જાતને? જાણે સુગંધ રહ્યાં ઢોળી, | ||
સાચું પૂછો તો ઊઠે ભડકા ભીતરમાં ને ઉપરથી રાખ રહ્યાં ચોળી; | સાચું પૂછો તો ઊઠે ભડકા ભીતરમાં ને ઉપરથી રાખ રહ્યાં ચોળી; | ||
Line 383: | Line 388: | ||
<poem> | <poem> | ||
તગતગતો આ તડકો, | ::::તગતગતો આ તડકો, | ||
ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો! | ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો! | ||
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો, | કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો, | ||
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો, | ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો, | ||
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો | અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો | ||
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો! | સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો! | ||
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું, | જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું, | ||
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું, | વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું, | ||
Line 500: | Line 507: | ||
અરે કે મુક્તિ પણ ક્યારેક તો બનતી ધુરા, | અરે કે મુક્તિ પણ ક્યારેક તો બનતી ધુરા, | ||
જે કેમકે હું આમ તો ત્રેવીસનો છું. | જે કેમકે હું આમ તો ત્રેવીસનો છું. | ||
સંસારની શેરી મહીં રમવા જતાં | સંસારની શેરી મહીં રમવા જતાં | ||
સુણતો રહું સહુ ભેરુઓની પાસથી | સુણતો રહું સહુ ભેરુઓની પાસથી | ||
Line 512: | Line 520: | ||
ક્ષુધા ને પ્યાસની શાતા સમી, | ક્ષુધા ને પ્યાસની શાતા સમી, | ||
ને દૈન્યમાં દાતા સમી... | ને દૈન્યમાં દાતા સમી... | ||
ને દર્શનાતુર | ને દર્શનાતુર | ||
ઘર તણા ઉંબર મહીં | ઘર તણા ઉંબર મહીં | ||
Line 533: | Line 542: | ||
એને હવે તો સ્વપ્ન પણ હું કેમ માનું? | એને હવે તો સ્વપ્ન પણ હું કેમ માનું? | ||
આત્મછલનું જ્યાં રહ્યું એકે ન બ્હાનું! | આત્મછલનું જ્યાં રહ્યું એકે ન બ્હાનું! | ||
રે દિવસભર જે થતું | રે દિવસભર જે થતું | ||
બસ એ જ સૌ હા, માત્ર એ સૌ યાદ આવે, | બસ એ જ સૌ હા, માત્ર એ સૌ યાદ આવે, | ||
Line 565: | Line 575: | ||
સકળનું મન કોણ શકે કહી? | સકળનું મન કોણ શકે કહી? | ||
અકળ એક જ એ જ કથા રહી | અકળ એક જ એ જ કથા રહી | ||
</poem> | |||
== ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ == | |||
<poem> | |||
દિલ્હીમાં | |||
ત્રણ ગોળીઓના અગ્નિની (ન ઠરે હજીય!) ચિતા વિશે | |||
શો દાહ દીધો વેદને! | |||
નોઆખલીમાં | |||
કબ્રના કલમા પઢી મઝહબ મિષે | |||
શું શું કીધું ન કુરાનને? | |||
પંજાબમાં | |||
બસ ગ્રંથના તો મોં જ સામું જોયું ના | |||
એવા કયા તે કોણ જાણે ખ્વાબમાં? | |||
ને હવે આજે છતાંય વિધાનમાં | |||
તારી વિભૂતિ પુન:પુન: પ્રગટાવવી, | |||
પ્રારંભમાં જોકે ન તારું નામ મેલ્યું | |||
કે નથી પામ્યા તને શું ગ્રંથમાં શું કુરાનમાં કે વેદમાં, | |||
પણ પામશું પુરુષાર્થના પ્રસ્વેદમાં. | |||
ને આ ધરા પર લાવવી | |||
જો તાહરી સત્તા, | |||
હવે તો આજથી આ શીશ પૂર્વે જે નમ્યું ના | |||
એ નમે, આશિષ તું એવી આપ | |||
અમને આપ તારી નમ્રતા! | |||
</poem> | |||
== નવા આંક == | |||
<poem> | |||
એકડે એકો | |||
પરમેશ્વરને નામે પ્હેલો મેલો મોટો છેકો! | |||
બગડે બેય | |||
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય! | |||
ત્રગડે ત્રણ | |||
કીડીને તો મણ આપો, હાથીને દો કણ! | |||
ચોગડે ચાર | |||
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર! | |||
પાંચડે પાંચ | |||
સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ! | |||
છગડે છય | |||
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’! | |||
સાતડે સાત | |||
બોબડા ને તોતડાની નવી કરો નાત! | |||
આઠડે આઠ | |||
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ! | |||
નવડે નવ | |||
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ– | |||
એકડે મીંડે દસ | |||
દાનવ ન માનવથી થશે તોયે વશ? | |||
</poem> | |||
== રેંટિયો કાંતતાં કાંતતાં == | |||
<poem> | |||
આ સૃષ્ટિના સકલ સંચલને નિમગ્ન | |||
કો બાહુને સતત પ્રેરત આદ્યતત્ત્વ | |||
એ તત્ત્વ આ યરવડા તણું કાષ્ઠચક્ર | |||
જે યજ્ઞરૂપ, નિત એહ ચલાવતા તે | |||
આ માહરા બાહુ વિશે વસ્યું છે. | |||
આ દીર્ઘ ચક્ર, અતિ ઉગ્ર, અહો શું સૂર્ય, | |||
એ સત્ય; ને લઘુક જે વળી ચક્ર, શાંત, | |||
એ ચન્દ્ર શું, પ્રગટ મૂર્તિમતી અહિંસા; | |||
ને આસપાસ અહીં ગુંજનમાં રચાતો | |||
સંવાદ, એ સકલ તારકવૃન્દ, પ્રેમ. | |||
ત્યાં દૂર ચક્રમુખમાંહી વસ્યું છ સ્વર્ગ, | |||
ને સૂત્રના સકલ તાર વિશે છ ગંગા; | |||
ત્યાં જે વસ્યો મુજ ભગીરથ અન્ય બાહુ | |||
એના પ્રયત્નબલથી નિત જે વહી રહી; | |||
એથી જ પાવન થતું પૃથિવીનું તીર્થ. | |||
હું એક બાહુ થકી અંજલિ કર્મરૂપ | |||
અર્પી રહું નિત અનાદિ અનંત પ્રત્યે, | |||
એ ચિત્તનો, હૃદયનો મુજ પૂર્ણયોગ; | |||
ને અન્ય બાહુ થકી આશિષ એહની હું | |||
ઝીલી રહું... | |||
</poem> | |||
== અમદાવાદ ૧૯૫૧ == | |||
<poem> | |||
આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધૂંવા, | |||
રૂંધાય જ્યાં મનુષ્યનાં રૂંવેરૂંવાં, | |||
અસંખ્ય નેત્રમાં અદમ્ય રૂપની તૃષા; | |||
ઊગે છે નિત્ય તોય વ્યર્થ રે અહીં ઉષા, | |||
સદાય કૌરવાશ્રયે પડ્યા ઉદાર કર્ણ શી | |||
કે મિલમાલિકો તણા સુવર્ણ શી; | |||
અહીં સદાય મ્લાન સર્વનાં મુખો, | |||
ન સ્વપ્નમાંય જેમને રહ્યાં સુખો. | |||
ન શ્હેર આ, કુરૂપની કથા; | |||
ન શ્હેર આ, વિરાટ કો વ્યથા. | |||
</poem> | |||
== વીર નર્મદને એના વારસો વિશે == | |||
<poem> | |||
ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં? | |||
માથા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ. | |||
</poem> | |||
== બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે == | |||
<poem> | |||
પિતામહ તમે અને શિશુક હું કલાસૃષ્ટિમાં, | |||
તમે વિજયવંત ત્યાં મજલને વિરામે સર્યા, | |||
ધર્યા સુદૃઢ પાય, બે જ ડગ માંડ મેં તો ભર્યાં, | |||
છતાંય મુજને લહ્યો મુજ સુભાગ્ય કે દૃષ્ટિમાં. | |||
કિશોર વયમાં મને પ્રથમ કાવ્યદીક્ષા મળી | |||
સખા-સુહૃદ-મિત્ર પાસ મુજ મુગ્ધ છંદોલયે, | |||
‘સભાન સઘળી કળા છ, કવિતાય.’ એ આ વયે | |||
હવે જ તમ પાસ બુદ્ધિ-વિતરંત શિક્ષા મળી. | |||
મળે અવર ભેટ આજ તનની વળી આ છવિ. | |||
ભૂલ્યા કવિ, દિયો શું છેક બસ વસ્તુ આ નશ્વર? | |||
ભૂલ્યા? ન, મનનીય કિન્તુ ‘ભણકાર’માં અક્ષર | |||
સમસ્ત ગુજરાતને કર ધરી; ન ભૂલ્યા કવિ! | |||
પ્રતીક મમતા તણું, હૃદયનું, ગણું ભેટ આ; | |||
ધરું વિનય સાથ હુંય મુજ કૈંક, સૉનેટ આ | |||
</poem> | |||
== બલ્લુકાકાને – બ્યાશીએ == | |||
<poem> | |||
અનેક સુખનાં પ્રલોભન સુલભ્ય મુંબઈ સમા | |||
મહાનગરમાં, ત્યજી સકલ, માત્ર ચોપાટીની | |||
ચહી લઘુક ઘોલકી, વસતિ ગ્રંથ ને ઘાટીની, | |||
ક્વચિત્ વિરલ મિત્ર વા અતિથિની (તમે બેતમા); | |||
ચિરૂટ સિગરેટ વા કદી ગ્રહી રચો ધૂમ્રનાં | |||
રહસ્યમય વર્તુલો, કદીક નેત્ર બે નીતરે, | |||
કરે અધિક ઉજ્જ્વલા ધૃતિ નિજાત્મની જે ઝરે; | |||
ઢળે કદીક કાય ખાટ ખુરશી પરે, ઉમ્રનાં | |||
વહ્યાં સભર સિદ્ધિવંત સહુ વર્ષ બ્યાશી સ્મરો, | |||
વળી કદી સમાજ, રાજ્ય, ઇતિહાસ ને ધર્મની, | |||
કલા સકલ, કાવ્ય – જે પ્રિય વિશેષ – ના મર્મની, | |||
સમગ્ર મનુપ્રશ્નની ગહન વાત હૈયે ધરો | |||
સચિંત (સહુ માનવી અગર જંતુડાં છો ગણો), | |||
અને વિરલ તે છતાં અનુભવો સમાધિ-ક્ષણો. | |||
</poem> | |||
== બલ્લુકાકાને – અંજલિ == | |||
<poem> | |||
હજી શ્રવણમાં શમે ન રણકો, રમે સ્પષ્ટ શો; | |||
કઠોર કદી ઉગ્ર વજ્ર સમ તીવ્ર કો ત્રાડ શો, | |||
સુકોમલ કદીક મંદ મૃદુ રે નર્યા લાડ શો, | |||
હજી સ્વપ્નમાંય તે નવ જણાય જે નષ્ટ શો; | |||
તમે મનુજ જંતુડા? અગર સત્યની પૂર્તિ શો | |||
હતો જ તમ કંઠ જ્યાં પ્રખર ગ્રીષ્મના સૂર્ય શો, | |||
તમે મનુજ જંતુડા? અગર સ્નેહની સ્ફૂર્તિ શો | |||
હતો જ તમ કંઠ જ્યાં શરદ શાંત માધુર્ય શો, | |||
સુણ્યો ન ક્ષણ એક બે, પણ સુણ્યો દિનોના દિનો, | |||
બહુ પ્રહર, ચા સમે, સ્વજન-સ્નેહ-આલાપમાં; | |||
અને અવ શું શબ્દ શબ્દ સહુ ગ્રંથના જાપમાં | |||
નિરંતર ન મ્હેકશે મૃદુલ તીવ્ર એનો હિનો? | |||
સદા નીતરી નીંગળે હૃદય છાની બાની સરે, | |||
હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે. | |||
</poem> | |||
== અજાત હે ગીત == | |||
<poem> | |||
અજાત હે ગીત, | |||
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત! | |||
કવિજન કહેશે તને, ‘છટ, | |||
છંદોના આ રાજમહીં નહીં ચાલે ખટપટ! | |||
સૂરની સંગાથે તારે પુરાણી છે પ્રીત.’ | |||
વિવેચકો કહેશે તને, ‘પટપટ | |||
વારેવારે પ્રાસ બહુ આવે, ભારે કટકટ; | |||
વિરાટ કે ભવ્ય નથી, તું ચંચલચિત્ત.’ | |||
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત, | |||
કજાત હે ગીત! | |||
</poem> | </poem> |
edits