18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 155: | Line 155: | ||
{{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}} <br> | {{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}} <br> | ||
</poem> | |||
== ભવ્ય એકલતા == | |||
<poem> | |||
‘હું અટૂલો છું, અટૂલા છો તમે!’ | |||
– એ વાત, | |||
વારંવાર એની એ જ બસ પંચાત | |||
સૌને કેટલા રસથી | |||
અને ક્યારેક તો કેવા ચડસથી | |||
ગીતમાં ગાવી ગમે! | |||
એથી ક્ષણેક્ષણ ચિત્ત કેવું યુદ્ધમાં રમતું રમે! | |||
હું ને તમે સૌ સાથમાં – | |||
આ આપણી સારીય માનવજાત | |||
કે જે રાતદિન દિનરાત | |||
આખા વિશ્વની નિર્જીવતામાં જીવતી ભમતી ભમે | |||
તે એકલી. | |||
ના કોઈ છે સંગાથમાં. | |||
કેવી ભયાનક ભવ્ય એકલતા! | |||
(અગર જો કે વિરલ ને ધન્ય પણ | |||
સૌ આપણે એથી થતા!) | |||
– એ વાત | |||
એનો એક પણ આઘાત | |||
તમને કે મને કે કોઈનેયે ના દમે! | |||
ને તો પછી આ યુદ્ધ તે શાનાં શમે? | |||
{{સ-મ|૨૪–૧૨–૧૯૫૬}} <br> | |||
</poem> | |||
== રિલ્કેનું મૃત્યુ == | |||
<poem> | |||
ગુલાબ અર્પ્યું નિજ પ્રેમપાત્રને | |||
ને શૂળ કૈં કંટકની સહીને, | |||
વાંછ્યું’તું જે મૃત્યુ મનુષ્યમાત્રને | |||
તને મળ્યું ઈપ્સિત, એ લહીને | |||
તેં હોંસથી દર્દ હશે જ માણ્યું! | |||
તારે મુખે જે ગયું’તું ગવાઈ | |||
તે સર્વનું સત્ય હશે પ્રમાણ્યું | |||
શું આમ આ કંટકથી ઘવાઈ? | |||
તારી સખી પાસ ગુલાબ જે રહ્યું | |||
સુવાસ એમાં તવ પ્રેમની ભળી | |||
(અસ્તિત્વનું શ્રેષ્ઠ પ્રતીક તેં કહ્યું!) | |||
ને મૃત્યુનીયે સુરખી વળી ઢળી; | |||
મ્હેકી રહ્યો જીવનનો જ અર્થ : | |||
ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ! | |||
{{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}} <br> | |||
</poem> | </poem> |
edits