18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 230: | Line 230: | ||
{{સ-મ|૧૮ મે, ૨૦૧૫}}
| {{સ-મ|૧૮ મે, ૨૦૧૫}}

</poem> | |||
== આટલું મારે માટે બસ છે == | |||
<poem> | |||
તમે મને એક વાર ચાહ્યો હતો – આટલું મારે માટે બસ છે. | |||
જેણે પ્રેમ ખાતર પ્રેમ કર્યો એને અન્ય કશામાં શો રસ છે ? | |||
જાતજાતનો પ્રેમ આ સંસારમાં સુલભ છે, | |||
પ્રેમથીયે પર હોય એવો પ્રેમ દુર્લભ છે. | |||
તમે નિષ્કામ ને નિષ્કારણ પ્રેમ કર્યો એનો તમને યશ છે. | |||
ધન, સત્તા, કીર્તિ આ સંસારમાં સ્વર્ગતુલ્ય છે, | |||
એ સૌની તુલનામાં પ્રેમ સૌથી મોટું મૂલ્ય છે. | |||
તમારા એ પ્રેમની તુલનામાં સ્વર્ગોનુંયે સ્વર્ગ એવી તે શી વસ છે ? | |||
{{સ-મ|૧. સપ્ટેમ્બર, ૨૦૧૫}}

</poem> | |||
== આ એ જ ઘર છે ? == | |||
<poem> | |||
આ એ જ ઘર છે જે અર્ધી સદી પૂર્વે મેં હસતું રમતું જોયું હતું ! | |||
એ જીવતું જાગતું હતું એથી તો એની પર મારું મન મોહ્યું હતું. | |||
આ જ ઘરમાં આપણે બે પ્રથમ વાર મળ્યાં હતાં, | |||
આ જ ઘરમાં આપણે બે પરસ્પરમાં ભળ્યાં હતાં; | |||
આ જ ઘરમાં આપણે આપણા વ્યક્તિત્વને એકમેકમાં ખોયું હતું. | |||
આ જ ઘરમાં હવે આપણાં બેનાં પ્રેત વસી રહ્યાં, | |||
અહીં શૂન્યતામાંએ કેવું ખડખડાટ હસી રહ્યાં; | |||
આ એ જ ઘર છે જે વરસો પૂર્વે એક વાર સ્વર્ગ સમું સોહ્યું હતું ? | |||
{{સ-મ|૧. સપ્ટેમ્બર, ૨૦૧૫}}

</poem> | |||
== કોઈ ભેદ નથી == | |||
<poem> | |||
હવે તમે મને ચાહો કે ન ચાહો એમાં કોઈ ભેદ નથી, | |||
હવે તમે નિકટ હો કે દૂર હો એનો કોઈ ખેદ નથી. | |||
તમે મને ચાહ્યો’તો એ કથા શું શૂન્યમાં શમી જશે ? | |||
આયુષ્યના અંત લગી એ તો સ્મરણોમાં રમી જશે. | |||
અતીત અને અનાગત એ બેની વચ્ચે કોઈ છેદ નથી. | |||
મારા અસ્તિત્વને તમે ક્યારેય તે નહિ હરી શકો, | |||
જે હતું તેને ન હતું એવુ તમે નહિ કરી શકો; | |||
જે મિથ્યાનેયે સત્ય માને એવો પાંચમો કોઈ વેદ નથી. | |||
{{સ-મ|ડિસેમ્બર, ૨૦૧૫}}

</poem> | |||
== અધૂરૂં == | |||
<poem> | |||
તે દિવસે તમારા ઘરમાંથી વિદાય થતો હતો | |||
(ત્યારે જાણ્યું ન’તું હું તમારાથી હંમેશ માટે દૂર જતો હતો), | |||
ત્યારે તમે કહ્યું’તું, ‘થોડુંક અધૂરું છે, પૂરું થશે એટલે કહીશ.’ | |||
મેં કહ્યું’તું, ‘ત્યાં લગી તમારાથી દૂર રહીશ.’ | |||
‘પૂરું થશે એટલે કહીશ’, એ શબ્દોને વર્ષો થયાં, | |||
તમારા મૌનમાં ને મૌનમાં વર્ષો ગયાં; | |||
જાણું નહિ કેમ પણ મેંય તે તમને પૂછ્યું નહિ: ‘પૂરું થયું ?’ | |||
મારું એ પૂછવાનું પણ અધૂરું રહ્યું. | |||
કોઈનુંયે ક્યારેય બધું પૂરું થયું હોય છે ? | |||
સૌ મનુષ્યોનું કૈં ને કૈં અધૂરું રહ્યું હોય છે. | |||
અલ્પજીવી મનુષ્યોની એ નિયતિ, | |||
અપૂર્ણ એવા મર્ત્ય મનુષ્યોની એ ગતિ. | |||
ચિતામાં ખોળિયું તો ભસ્મમાં ભળી જતું હોય છે | |||
તો સાથે સાથે જીવનમાં જે અધૂરું રહ્યું તે પણ બળી જતું હોય છે. | |||
{{સ-મ|૨૧ જાન્યુઆરી, ૨૦૧૬}}

</poem> | </poem> |
edits