અંતિમ કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 353: Line 353:

{{સ-મ|મે, ૨૦૧૬}}

{{સ-મ|મે, ૨૦૧૬}}

</poem>
== નેવુમે: કાવ્ય અને કૃતાર્થતા ==
<poem>
મિત્રો,
આજે મને નેવુ વર્ષ પૂરાં થાય છે. વર્ષોથી તમે સૌ મિત્રો પ્રેમ વરસાવો છો. આજે તમે સૌેએ સાથે મળીને જે પ્રેમ વરસાવ્યો છે એ માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા પ્રેમને હું પ્રણામ કરું છું. એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું અને ધન્યતા અનુભવું છું.
મનુષ્યની અનેક વિશેષતાઓ છે. એને કાળનું ભાન છે. એ એની એક મુખ્ય વિશેષતા છે. એથી એ જાણે છે કે એના આયુષ્યને અવધિ છે. ઉપનિષદના ઋષિએ આયુષ્યની સો વર્ષની અવધિ આંકી છે. મને લાગે છે કે હું સો વર્ષ જીવી શકીશ. તમારો પ્રેમ મને જિવાડશે.
આજના જન્મદિવસ માટે મેં એક કાવ્ય રચ્યું છે: ‘નેવુમે’. નેવુ વર્ષ થયાં હોય અને દસમા દાયકામાં પ્રવેશ થવાનો હોય ત્યારે એક વાર મૃત્યુ તરફ નજર નાંખવી જોઈએ. આ કાવ્યમાં મૃત્યુને સંબોધન છે. પણ આ મૃત્યુનું કાવ્ય નથી. આ જિજીવિષાનું કાવ્ય છે, જીવવાની ઇચ્છાનું કાવ્ય છે:
</poem>
== નેવુમે ==
<poem>
મૃત્યુ, હું જાણું છું તું કેમ આવતું નથી
તારે આવવું નથી એવું નથી, પણ તું ફાવતું નથી.
નેવુ વરસ લગી તો તારે ધીરજ ધરવી !
એક દાયકો રહ્યો ત્યાં શું અધીરાઈ કરવી ?
આ તો તને સહજ પૂછ્યું, બાકી તને કોઈ તાવતું નથી.
આવવું છે ? આવ ! તને કોઈ રોકટોક નથી,
તું જો આવીશ તો મને કોઈ હર્ષશોક નથી;
હું જાણું છું તું તો સાવ મૂંગું છે, કદી કશું ક્હાવતું નથી.
{{સ-મ|૧૮ મે, ૨૦૧૬}}

</poem>
== મેં કેટકેટલાં મૃત્યુ જોયાં ! ==
<poem>
મેં કેટકેટલા નાના, મોટા ને સમવયસ્ક મિત્રો ને સ્વજનો ખોયા !
મારું જીવન ધન્ય હોય તો એ સૌનો પ્રેમ એનું કારણ,
પ્રેમ એ તો આ મર્ત્યલોકમાં મૃત્યુનું એકમાત્ર વારણ;
હવે નહિ કહું મેં એ સૌ ખોયા, એ સૌ મારી સ્મૃતિમાં સદાયના સોહ્યા.
થોડાક નાના મિત્રો રહ્યા, એમનો પ્રેમ મળતો રહેશે.
મારાં બકીનાં સૌ વર્ષમાં એ તો સતત ફળતો રહેશે;
જાણું ના કેમ કાળભગવાન મારા ભાગ્ય પર આટલું મોહ્યા.
{{સ-મ|૧૮ મે, ૨૦૧૬}}

</poem>
== એકાણુમે ==
<poem>
જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય,
ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ?
ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ
અને બપોરના તડકાના ધૂપ,
એ સૌની સ્મૃતિઓ મારા મનમાં રમતી થાય.
જ્યારે સાંજ ભાર સૌ ખમતી થાય
અને દૂર ક્ષિતિજે શમતી જાય
ત્યારે કોઈની છાયામૂર્તિ મને ગમતી જાય
{{સ-મ|૧૮ મે, ૨૦૧૭}}

</poem>
== મૃત્યુને (એક) ==
<poem>
મૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ.
પણ ત્યારે તો તું દૂર, દૂર.
દૂરથી તારો ચહેરો જોયો હતો, ઝાંખો ઝાંખો,
ક્યારેક કઠોર, ક્યારેક કોમળ.
જેમજેમ હું જીવતો ગયો,
તેમ તેમ હું તારી નિકટ થતો ગયો.
તોયે હજીયે તું દૂર.
હવે આજે તું નિકટ.
નિકટથી તારો ચહેરો જોઉં છું, સ્વચ્છ સ્વચ્છ,
સદા શાન્ત, સદા સૌમ્ય.
હવે આજે તું અતિ નિકટ.
ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.
ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.
{{સ-મ|૧૮ મે, ૨૦૧૭}}

</poem>
== આ તમારો પ્રેમ ==
<poem>
કથીર હોય કે હેમ,
ના, ના, ના જોઈએ આ તમારો પ્રેમ !
એ ક્ષણમાં સહી ને ક્ષણમાં નહીં,
એ ક્ષણમાં અહીં ને ક્ષણમાં તહીં,
તો ભલેને જે છે તે એમનું એમ !
મિલનમાં દુ:ખ, વિરહમાં સુખ;
તમારા પ્રેમનાં આ કેવાં બે મુખ,
એ ન ફરે આમ ને ન ફરે તેમ !
{{સ-મ|ડિસેમ્બર ૨૦૧૭}}

</poem>
== પ્રેમ મૈત્રીમાં ફળે ==
<poem>
તો પ્રેમ મૈત્રીમાં ફળે,
પ્રેમમાં જે હું તું છે, ને જે મોહ છે તે જો ટળે !
મોહમાં આરંભ, એ મોહનો અર્થ,
પ્રેમમાં અંત, મોહ ન હોય વ્યર્થ,
નદી નમતી નમતી અંતે સમુદ્રમાં ભળે.
મૈત્રી એ તો પ્રેમનું અંતિમ રૂપ,
સુખડ બળે પછી અંતે એ ધૂપ;
મૈત્રીમાં પ્રેમ એના વિશ્વરૂપમાં ઝળહળે !
{{સ-મ|ડિસેમ્બર ૨૦૧૭}}

</poem>
== મિત્રો થવું કાંઈ સહેલું નથી ==
<poem>
પુરુષ: આપણે બે મિત્રો ન થયાં તે ન જ થયાં.
{{space}} આપણે મિત્રો થવા મથ્યાં, એમાં કેટકેટલાં વર્ષો ગયાં.
સ્ત્રી: શું મારું માન અભિમાન કારણ હશે ?
{{space}} શું તમારો સંકોચ સંયમ ભારણ હશે ?
{{space}} આશ્ચર્ય છે કે આપણે એકમેકને આટલાં વર્ષો સહ્યાં.
પુરુષ: વર્ષો ગયાં ? મૈત્રીમાં મોડું વહેલું નથી,
{{space}} કારણ ? મિત્રો થવું કાંઈ સહેલું નથી,
{{space}} તો ભલે આપણે આમ એકમેકથી દૂર એકલાં રહ્યાં.
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૮}}

</poem>
== મૃત્યુને ==
<poem>
મૃત્યુ, તું માને છે કે હું તારાથી ડરીશ,
તું આવીશ એ ક્ષણે તને કાલાવાલા કરીશ.
એ ક્ષણ મારા જીવનની અંતિમ ક્ષણ હશે,
એ ક્ષણે મારી ચિરવિદાયનો ઉત્સવ થશે.
એને અંતે શું તું એ જાણે છે કે તું ક્યાં ઠરીશ ?
એ ઉત્સવમાં તું સતત મારી સાથે રહીશ,
એ ક્યારે સમાપ્ત થશે તે તું જ મને કહીશ,
પછી હું તો મરીશ પણ સાથે તું યે મરીશ.
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૮}}

</poem>
</poem>
18,450

edits