18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ'''}} ---- યુરોપખંડને પશ્ચિમ સીમાડે, ઍટલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
યુરોપખંડની આ અતિ પ્રાચીન નગરીને અનેક હુલામણાં નામ છે. ટેગસ નદીના મુખ પર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી એ સાત ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે. કોઈ એને એકમાં વસેલાં અનેક શહેરોનું શહેર કહે છે, તો કોઈ એને હજાર ચહેરાઓવાળું શહેર કહે છે. વીસમી સદીના સૌથી ધ્યાનાકર્ષક પોર્ટુગીઝ કવિ પેસોઆ કહે છે: | યુરોપખંડની આ અતિ પ્રાચીન નગરીને અનેક હુલામણાં નામ છે. ટેગસ નદીના મુખ પર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી એ સાત ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે. કોઈ એને એકમાં વસેલાં અનેક શહેરોનું શહેર કહે છે, તો કોઈ એને હજાર ચહેરાઓવાળું શહેર કહે છે. વીસમી સદીના સૌથી ધ્યાનાકર્ષક પોર્ટુગીઝ કવિ પેસોઆ કહે છે: | ||
મારે માત્ર એક જ નહીં અનેક આત્મા છે, | '''મારે માત્ર એક જ નહીં અનેક આત્મા છે,''' | ||
હું પોતે છું એના કરતાં કેટલાયે અધિક ‘હું’ મારામાં વસે છે; | '''હું પોતે છું એના કરતાં કેટલાયે અધિક ‘હું’ મારામાં વસે છે;''' | ||
છતાંય એ સૌથી અનોખું મારું એક અસ્તિત્વ છે : | '''છતાંય એ સૌથી અનોખું મારું એક અસ્તિત્વ છે :''' | ||
હું એ સો ‘હું’ને શાંત કરી દઉં છું, અને પછી હું બોલું છું. | '''હું એ સો ‘હું’ને શાંત કરી દઉં છું, અને પછી હું બોલું છું.''' | ||
શહેરમાં ફરતાં ફરતાં સમજાયું કે, આ શબ્દો માત્ર કવિ પેસોઆના જ નહીં, લિસ્બનના અને એમ પોર્ટુગલના આંતરિક તત્ત્વને પણ વ્યક્ત કરે છે. તે દિવસે અમે ચાલતાં ચાલતાં જ શહેરનો પરિચય મેળવ્યો. શહેરના મુખ્ય ચોક ‘પ્રાકા ડિ કોમર્સિયો’ની ફરતે શોભતાં વીતેલા ભર્યાભાદર્યા સમયનાં કલાસમૃધ્ધ સ્થાપત્યો જોયાં. શહેરનો આ ચોક પોર્ટુગલના જ નહીં, સમગ્ર યુરોપખંડના શ્રેષ્ઠ ચોકમાંનો એક ગણાય છે. એની ત્રણ તરફ કમાનોથી શોભતી ભવ્ય ઇમારતો છે, ને ચોથો ભાગ નદી તરફ ખૂલે છે. શાનદાર ફૂલેમઢ્યા બગીચાઓ, બાઈક્ષાનો વૈભવી મહોલ્લો અને પુષ્પવાટિકાઓથી વીંટળાયેલો રાજમહેલ જોયા; પેલો સાન્ટા જસ્ટા નામનો ઊંચો નિરીક્ષણ-ટાવર, એના પરથી દેખાતું આખું શહેર તથા દૂર દેખાતો દરિયો પણ અમે નિહાળ્યાં. જૂના મહોલ્લાઓ— બાઈરો આલ્ટો ને અલફામાની સાંકડી ગલીઓમાં, સદીઓ પહેલાં અહીં વસી ગયેલી આરબ — મુસ્લિમ — મૂર પ્રજાનાં પગલાંની છાપ અમે જોઈ. | શહેરમાં ફરતાં ફરતાં સમજાયું કે, આ શબ્દો માત્ર કવિ પેસોઆના જ નહીં, લિસ્બનના અને એમ પોર્ટુગલના આંતરિક તત્ત્વને પણ વ્યક્ત કરે છે. તે દિવસે અમે ચાલતાં ચાલતાં જ શહેરનો પરિચય મેળવ્યો. શહેરના મુખ્ય ચોક ‘પ્રાકા ડિ કોમર્સિયો’ની ફરતે શોભતાં વીતેલા ભર્યાભાદર્યા સમયનાં કલાસમૃધ્ધ સ્થાપત્યો જોયાં. શહેરનો આ ચોક પોર્ટુગલના જ નહીં, સમગ્ર યુરોપખંડના શ્રેષ્ઠ ચોકમાંનો એક ગણાય છે. એની ત્રણ તરફ કમાનોથી શોભતી ભવ્ય ઇમારતો છે, ને ચોથો ભાગ નદી તરફ ખૂલે છે. શાનદાર ફૂલેમઢ્યા બગીચાઓ, બાઈક્ષાનો વૈભવી મહોલ્લો અને પુષ્પવાટિકાઓથી વીંટળાયેલો રાજમહેલ જોયા; પેલો સાન્ટા જસ્ટા નામનો ઊંચો નિરીક્ષણ-ટાવર, એના પરથી દેખાતું આખું શહેર તથા દૂર દેખાતો દરિયો પણ અમે નિહાળ્યાં. જૂના મહોલ્લાઓ— બાઈરો આલ્ટો ને અલફામાની સાંકડી ગલીઓમાં, સદીઓ પહેલાં અહીં વસી ગયેલી આરબ — મુસ્લિમ — મૂર પ્રજાનાં પગલાંની છાપ અમે જોઈ. | ||
Line 34: | Line 34: | ||
શહેર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી, એના રસ્તાઓ પર ઢોળાવો ને ઉભારોની ભરમાર હતી. કયાંક તો ઊંચા મહોલ્લાઓ સુધી પહોંચવા જાહેર એલિવેટર મૂકેલાં હતાં, તો ક્યાંક કેબલકાર કૉગહીલવાળી સ્ટ્રીટકારનો ઉપયોગ કરવો પડતો હતો. શહેરની મધ્યમાં એક ટેકરી પર નાનો એવો કિલ્લો જોયો; એનું નામ હતું. સાઓ જૉર્જ. સદીઓ પહેલાં આ ધરતી પર ફિનલૅન્ડનાં લોકોએ પહેલી માનવવસાહત સ્થાપી, ત્યારના લિસ્બનની છબી, તે આ સાઓ જૉર્જ અહીંથી સાત ટેકરી પર છવાઈ ગયેલું આખું શહેર અને નીચે શહેરનો મુખ્ય ચોક ‘પ્રાકા ડિ કોમર્સિયો’ ખૂબ સુંદર લાગતાં હતાં. શહેરમાં ફરતાં ફરતાં અમે એક કૉફીહાઉસ જોયું, જેના પ્રાંગણમાં વિખ્યાત પોર્ટુગીઝ કવિ ફરનાન્ડો પેસોઆનું પૂતળું મૂકેલું હતું. જાણવા મળ્યું કે, આ કાફેમાં પેસોઆ સારો એવો સમય વિતાવતા અને અહીં બેસીને તેમણે અનેક અમર કૃતિઓ સર્જી હતી. પ્રવાસની તૈયારી કરતાં પેસોઆનાં કાવ્યો વાંચેલાં, પરંતુ સ્વપ્નેય કલ્પના નહોતી કે, કવિરાજ પેસીઆની આમ અચાનક મુલાકાત થઈ જશે! પૂતળું જાણે સ્વમુખે કવિતા સંભળાવી રહ્યું હતું. | શહેર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી, એના રસ્તાઓ પર ઢોળાવો ને ઉભારોની ભરમાર હતી. કયાંક તો ઊંચા મહોલ્લાઓ સુધી પહોંચવા જાહેર એલિવેટર મૂકેલાં હતાં, તો ક્યાંક કેબલકાર કૉગહીલવાળી સ્ટ્રીટકારનો ઉપયોગ કરવો પડતો હતો. શહેરની મધ્યમાં એક ટેકરી પર નાનો એવો કિલ્લો જોયો; એનું નામ હતું. સાઓ જૉર્જ. સદીઓ પહેલાં આ ધરતી પર ફિનલૅન્ડનાં લોકોએ પહેલી માનવવસાહત સ્થાપી, ત્યારના લિસ્બનની છબી, તે આ સાઓ જૉર્જ અહીંથી સાત ટેકરી પર છવાઈ ગયેલું આખું શહેર અને નીચે શહેરનો મુખ્ય ચોક ‘પ્રાકા ડિ કોમર્સિયો’ ખૂબ સુંદર લાગતાં હતાં. શહેરમાં ફરતાં ફરતાં અમે એક કૉફીહાઉસ જોયું, જેના પ્રાંગણમાં વિખ્યાત પોર્ટુગીઝ કવિ ફરનાન્ડો પેસોઆનું પૂતળું મૂકેલું હતું. જાણવા મળ્યું કે, આ કાફેમાં પેસોઆ સારો એવો સમય વિતાવતા અને અહીં બેસીને તેમણે અનેક અમર કૃતિઓ સર્જી હતી. પ્રવાસની તૈયારી કરતાં પેસોઆનાં કાવ્યો વાંચેલાં, પરંતુ સ્વપ્નેય કલ્પના નહોતી કે, કવિરાજ પેસીઆની આમ અચાનક મુલાકાત થઈ જશે! પૂતળું જાણે સ્વમુખે કવિતા સંભળાવી રહ્યું હતું. | ||
‘આપણામાં અગણિત જિંદગીઓ વસે છે: | '''‘આપણામાં અગણિત જિંદગીઓ વસે છે:''' | ||
હું જાણતો નથી કે, જ્યારે હું વિચારું છું કે લાગણીઓને અનુભવું છું, | '''હું જાણતો નથી કે, જ્યારે હું વિચારું છું કે લાગણીઓને અનુભવું છું,''' | ||
ત્યારે એ કોણ હોય છે, જે વિચારે છે ને અનુભવે છે? | '''ત્યારે એ કોણ હોય છે, જે વિચારે છે ને અનુભવે છે?''' | ||
હું તો માત્ર એક સ્થળ છું, | '''હું તો માત્ર એક સ્થળ છું,''' | ||
જ્યાં વસ્તુઓને વિચારવામાં કે અનુભવવામાં આવે છે…’ | '''જ્યાં વસ્તુઓને વિચારવામાં કે અનુભવવામાં આવે છે…’''' | ||
પોર્ટુગીઝ સ્થાપત્યકલાના સૌથી ઉત્કૃષ્ટ નમૂનારૂપ તો હતું, ડોસ જિરોનિમોસ મોનેસ્ટ્રી નામનું સ્થાપત્ય. મૂળે તો એ ૧૬મી સદીમાં અહીં વસતા નાગરિકોની દરિયાઈ સિદ્ધિઓને બિરદાવવા માટે રચાયેલું દેવળ છે. પહેલાં આ સ્થળે એક નાની દેરી હતી, જ્યાં અજ્ઞાતની સફરે જતાં પહેલાં નાવિકો પ્રાર્થના કરવા આવતા. એ સુવર્ણયુગની સ્મૃતિમાં આજે ત્યાં ભવ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે, જેને રાષ્ટ્રીય સ્થાનક અથવા પવિત્ર મઠનો દરજ્જો આપવામાં આવેલો છે. આ સ્થાપત્યની કલાને મેન્યુએલીન સ્થાપત્યકલા કહેવાય છે, જે પોર્ટુગીઝ લોકોની પોતાની વિકસાવેલી મૌલિક કલાપદ્ધતિ છે. અમે જોયું કે, ગોથિકકલાની જેમ આ ઇમારત પણ પથ્થર પરની કોતરણીથી અલંકૃત હતી, પણ એનાં પ્રતીકો જરા જુદા પ્રકારનાં હતાં. અહીં દરિયાઈ પ્રવાસની સામગ્રીઓ જેવી કે, દોરડાં, લંગર, હોકાયંત્ર, પૃથ્વીનો ગોળો, છીપલાં વગેરેની આકૃતિઓ કંડારેલી જોવા મળી. આ આકૃતિઓથી સુશોભિત નાજુક કમાનોને કારણે ઇમારતની ભવ્યતામાં પણ નમણી નજાકત છલકાતી દેખાઈ. આશ્ચર્ય તો એ જોઈને થયું કે, અહીં ઈશ્વરની સાથે રાષ્ટ્રના સપૂતોની પણ પૂજા થતી હતી. જિરોનિમોસમાં વાસ્કો ડિ ગામાની કબરને જોઈને અમે ધન્યતા અનુભવી. ગામાની મહાન દરિયાઈ સફરનું મહાકાવ્ય ‘લુસિયાડ્સ’ રચનાર મહાકવિ લુઈ ડિ કામિયોઝને પણ ત્યાં જ ચિરનિદ્રામાં સૂતેલા જોયા. | પોર્ટુગીઝ સ્થાપત્યકલાના સૌથી ઉત્કૃષ્ટ નમૂનારૂપ તો હતું, ડોસ જિરોનિમોસ મોનેસ્ટ્રી નામનું સ્થાપત્ય. મૂળે તો એ ૧૬મી સદીમાં અહીં વસતા નાગરિકોની દરિયાઈ સિદ્ધિઓને બિરદાવવા માટે રચાયેલું દેવળ છે. પહેલાં આ સ્થળે એક નાની દેરી હતી, જ્યાં અજ્ઞાતની સફરે જતાં પહેલાં નાવિકો પ્રાર્થના કરવા આવતા. એ સુવર્ણયુગની સ્મૃતિમાં આજે ત્યાં ભવ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે, જેને રાષ્ટ્રીય સ્થાનક અથવા પવિત્ર મઠનો દરજ્જો આપવામાં આવેલો છે. આ સ્થાપત્યની કલાને મેન્યુએલીન સ્થાપત્યકલા કહેવાય છે, જે પોર્ટુગીઝ લોકોની પોતાની વિકસાવેલી મૌલિક કલાપદ્ધતિ છે. અમે જોયું કે, ગોથિકકલાની જેમ આ ઇમારત પણ પથ્થર પરની કોતરણીથી અલંકૃત હતી, પણ એનાં પ્રતીકો જરા જુદા પ્રકારનાં હતાં. અહીં દરિયાઈ પ્રવાસની સામગ્રીઓ જેવી કે, દોરડાં, લંગર, હોકાયંત્ર, પૃથ્વીનો ગોળો, છીપલાં વગેરેની આકૃતિઓ કંડારેલી જોવા મળી. આ આકૃતિઓથી સુશોભિત નાજુક કમાનોને કારણે ઇમારતની ભવ્યતામાં પણ નમણી નજાકત છલકાતી દેખાઈ. આશ્ચર્ય તો એ જોઈને થયું કે, અહીં ઈશ્વરની સાથે રાષ્ટ્રના સપૂતોની પણ પૂજા થતી હતી. જિરોનિમોસમાં વાસ્કો ડિ ગામાની કબરને જોઈને અમે ધન્યતા અનુભવી. ગામાની મહાન દરિયાઈ સફરનું મહાકાવ્ય ‘લુસિયાડ્સ’ રચનાર મહાકવિ લુઈ ડિ કામિયોઝને પણ ત્યાં જ ચિરનિદ્રામાં સૂતેલા જોયા. | ||
Line 44: | Line 44: | ||
છેલ્લે અમે દરિયાકિનારે આવી પહોંચ્યાં. લિસ્બન પાસે ટેગસ નદી (લોકો એને પ્રેમથી તેજો પણ કહે છે.) જ્યાં ઍટલાન્ટિક મહાસાગરને મળે છે, ત્યાં એનો મુખપ્રદેશ જરાક નિરાળો છે. વિશાળ અને ઊપસેલા આ ભૂમિપૃષ્ઠ પર ઝળકતી પાતળી પાતળી સરવાણીઓની સોનેરી આભાથી રચાતી વિશિષ્ટ રચનાને કારણે દરિયાને અહીં ‘સી ઑફ સ્ટ્રો’ કહે છે. સી ઑફ સ્ટ્રોને કિનારે ઊભી રહી હું શીતળ પવનની દોર પર, સપ્તરંગી વસ્ત્રો ધારણ કરેલ કઠપૂતળીની જેમ નાચતાં મહાસાગરનાં જળને જોતી રહી. મનમાં પેસોઆનું કાવ્ય પડઘાઈ રહ્યું હતું: | છેલ્લે અમે દરિયાકિનારે આવી પહોંચ્યાં. લિસ્બન પાસે ટેગસ નદી (લોકો એને પ્રેમથી તેજો પણ કહે છે.) જ્યાં ઍટલાન્ટિક મહાસાગરને મળે છે, ત્યાં એનો મુખપ્રદેશ જરાક નિરાળો છે. વિશાળ અને ઊપસેલા આ ભૂમિપૃષ્ઠ પર ઝળકતી પાતળી પાતળી સરવાણીઓની સોનેરી આભાથી રચાતી વિશિષ્ટ રચનાને કારણે દરિયાને અહીં ‘સી ઑફ સ્ટ્રો’ કહે છે. સી ઑફ સ્ટ્રોને કિનારે ઊભી રહી હું શીતળ પવનની દોર પર, સપ્તરંગી વસ્ત્રો ધારણ કરેલ કઠપૂતળીની જેમ નાચતાં મહાસાગરનાં જળને જોતી રહી. મનમાં પેસોઆનું કાવ્ય પડઘાઈ રહ્યું હતું: | ||
‘જ્યાં સુધી હવાની લહેરખીઓનો સ્પર્શ મારા જુલ્ફોમાં સંપૂર્ણપણે અનુભવી શકું છું, | '''‘જ્યાં સુધી હવાની લહેરખીઓનો સ્પર્શ મારા જુલ્ફોમાં સંપૂર્ણપણે અનુભવી શકું છું,''' | ||
અને સૂર્યને પાંદડાંઓ પર પ્રખરતાથી ચમકતો જોઈ શકું છું, | '''અને સૂર્યને પાંદડાંઓ પર પ્રખરતાથી ચમકતો જોઈ શકું છું,''' | ||
ત્યાં સુધી હું વધુ કાંઈ નહીં માગું. | '''ત્યાં સુધી હું વધુ કાંઈ નહીં માગું.''' | ||
વિધાતા મને બેખબરીની આવી ક્ષણોમાંથી પસાર થતી | '''વિધાતા મને બેખબરીની આવી ક્ષણોમાંથી પસાર થતી''' | ||
રોમાંચક જિંદગીથી બહેતર બીજું શું આપી શકત?…’ | '''રોમાંચક જિંદગીથી બહેતર બીજું શું આપી શકત?…’''' | ||
આજે પણ ક્યારેક અધૂરી રહી ગયેલી અપેક્ષાઓ અસ્વસ્થ કરી દે છે ત્યારે મનને અભિભૂત કરી દેતા પેસોઆના આ શબ્દો યાદ આવી જાય છે, ને મન શાંત થઈ જાય છે. | આજે પણ ક્યારેક અધૂરી રહી ગયેલી અપેક્ષાઓ અસ્વસ્થ કરી દે છે ત્યારે મનને અભિભૂત કરી દેતા પેસોઆના આ શબ્દો યાદ આવી જાય છે, ને મન શાંત થઈ જાય છે. |
edits