ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/વરસાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''વરસાદ'''}} ---- {{Poem2Open}} સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''વરસાદ'''}}
{{SetTitle}}
----
{{Heading|વરસાદ | હર્ષદ કાપડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારે આંખ ખૂલે ત્યારે અંધારું હજી પૂરેપૂરું ઊડી ગયું ન હોય. વરસાદ આકાશમાંથી ઉજાસ લાવી લાવીને અંધારાને ધોવાની મથામણ કરતો હોય. પણ અંધારું કેમેય કરીને ન ધોવાય. સામેની લાકડાની બારી પર, મકાનની પાળી પર ઉજાસ રેલાયા કરે. એ વાછટ બનીને ચાલીને ભીંજવતો રહે. હું ઊંઘના આવરણ પાછળથી ડોકિયું કરીને ચારેકોર રેલાતા ઉજાસને જોયા કરું અને એવા જાપ જપ્યા કરું કે ખૂબ વરસાદ પડે તો આજે સ્કૂલ બંધ થઈ જાય.

Line 24: Line 24:
એટલી વારમાં વરસાદે આણેલું અંધારું બલ્બના પીળા અજવાળા પર આક્રમણ શરૂ કરી દે. અજવાળું એમાં ઓગળતું જાય. આખા ક્લાસમાં પીળું અંધારું ઘેરું ને ઘેરું થતું જાય. એમ થાય કે નીકળી પડીએ. ધોધમાર વરસાદમાં સિકંદરની જેમ આગળ વધીએ. પણ ઇતિહાસના સર અકબરની વાત કરતા રહે. પરંતુ નિશાળનો ઘંટ કોઈ ન વગાડે. અમારી આંખો પીળા અંધકારમાં ઊંડી ને ઊંડી ઊતરતી જાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ગીતા નાયક/ઘાટકોપર|ઘાટકોપર]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/હર્ષદ કાપડિયા/રેલવેસ્ટેશન|રેલવેસ્ટેશન]]
}}
18,450

edits