26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} સાહિત્યવાંચતાંકોઈકવખતએનથીસમજાતુંએવીલાગણીથાયછે. એવીમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાહિત્ય વાંચતાં કોઈક વખત એ નથી સમજાતું એવી લાગણી થાય છે. એવી મુશ્કેલીને આપણે દુર્બોધતા કહીને ઓળખાવીએ છીએ. | |||
કેટલીક દુર્બોધતા નિવારી શકાય એવી હોય; કેટલીક ઉપેક્ષા કરવા જેવી હોય. દુર્બોધતા વાચકની તૈયારીની કે યોગ્યતાની કચાશના કારણે લાગતી હોય એવું પણ બને. | |||
સ્પષ્ટ રીતે વ્યક્ત ન થતું હોય, સમજવું અઘરું લાગતું હોય, શબ્દનો અર્થ અસ્પષ્ટ હોય, એક કરતાં વધારે અર્થઘટન થઈ શકે એ રીતે શબ્દો કે વાક્યો વપરાયાં હોય ત્યારે વાચકને જે અનુભવ થાય છે એ દુર્બોધતાનો છે. એવી દુર્બોધતા વાચનપ્રવૃત્તિની ગતિમાં, એની પ્રવાહિતામાં સ્પીડ-બ્રેકરનું કામ કરે છે. વાર્તાપ્રવાહમાં કે કાવ્યના રસમાં એકંદરે પાયાનો વિક્ષેપ ન થતો હોય તો વાચક એવી દુર્બોધતાની અવગણના પણ કરતો હોય છે. | |||
સાહિત્યનો રસાસ્વાદ સાહિત્યની ચર્વણા પછી જ થતો હોય છે. ચર્વણાનો પુરુષાર્થ ભાવકના પક્ષે કેટલીક પૂર્વતૈયારી માગી લે છે. એવા સાહિત્યને આપણી રુચિ સામે આવતો પડકાર ગણીએ તો સાહિત્ય માણવાની એક જુદી જ મજા આવે, આપણી રુચિ ઘડાય. | |||
ભાષાનો ઉપયોગ કશીક લાગણી, ભાવ કે વિચાર સામા સુધી સફળતાપૂર્વક પહોંચાડવા માટે સામાન્યતયા કરતા હોઈએ છીએ. ભાષા બોલીને પોતાનું કથન વિશ્વને પ્રગટ કરવું અને પોતાની જાતને વ્યક્ત કરવી એ માનવીને મળેલી મહાન બક્ષિસ છે. એને કેમ વાપરવી, એને કેવી રીતે સમૃદ્ધ કરવી અને એની મારફત જીવનનાં ગૂઢ રહસ્યોને ઉકેલવાં અને પ્રગટ કરવાં એ માનવીના હાથની વાત છે. | |||
ભાષાની અભિવ્યકિતની શકિતને સાહિત્ય દ્વારા પામવી, ઓળખવી અને માણવી એ સર્જક માટે અને ભાવક માટે એક સાહસયાત્રા છે. સમૃદ્ધ સાહિત્ય એ સાહસયાત્રામાં જોડાવાનું ઇજન છે. | |||
આપણને લાગતી દુર્બોધતા એ સાહસયાત્રામાં આવતા અટપટા અને કઠિન માર્ગો છે. અંધારી અને સાંકડી ગલીઓ છે, કદીક કપરાં ચઢાણ છે. એને ખંતથી, અભ્યાસના પુરુષાર્થથી દૂર કરવાં રહ્યાં. | |||
{{Right|[‘પરબ’ માસિક: ૨૦૦૫]}} | {{Right|[‘પરબ’ માસિક: ૨૦૦૫]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits