26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} એકવારગાંધીજીએપોતાનારાજકીયગુરુગોખલેજીનાલેખોનોગુજરાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક વાર ગાંધીજીએ પોતાના રાજકીય ગુરુ ગોખલેજીના લેખોનો ગુજરાતી અનુવાદ છપાવીને પ્રગટ કરવાનો મનસૂબો કર્યો. અનુવાદનું કામ નરહરિભાઈ અને મહાદેવભાઈને સોંપાયું હતું. પણ ગુજરાતના એક જાણીતા સાક્ષરે ગોખલેના કેળવણી-વિષયક લેખો તથા ભાષણોનો અનુવાદ કરવાની ઇચ્છા બતાવી, એટલે એ ભાગના લેખો તે સાક્ષરને સોંપવા ગાંધીજીએ નરહરિભાઈને સમજાવ્યું. નરહરિભાઈએ તેમ કર્યું. | |||
નરહરિભાઈ તથા મહાદેવભાઈનું ભાષાંતર તૈયાર થઈ ગયું. પેલા સાક્ષરનું ભાષાંતર પણ આવ્યું. નરહરિભાઈને એ અનુવાદ ગમ્યો નહીં, પણ પ્રસિદ્ધ ગુજરાતી લેખકને નાખુશ કરવાની તેમની હિંમત ચાલી નહીં. આખું પુસ્તક છપાઈ ગયું. નરહરિભાઈએ તેના છપાયેલ ફરમા વાંચીને ગાંધીજીને તેની પ્રસ્તાવના લખી આપવા વિનંતી કરી. | |||
પેલા સાક્ષરે કરેલો અનુવાદ ગાંધીજીએ વાંચ્યો. તે બિલકુલ ચાલે તેવો નહોતો. તેમણે નરહરિભાઈને ઠપકો આપતાં કહ્યું, “આવી તરજુમિયા ભાષા કોણ સમજશે? આ મુદ્દલ નહીં ચાલે!” મહાદેવભાઈ તથા કાકાસાહેબનો પણ એ જ મત પડ્યો. | |||
ગાંધીજીએ નરહરિભાઈને પૂછ્યું, “આખું પુસ્તક છપાઈ ગયું છે?” | |||
“હા જી.” | |||
“તો પણ આપણે તો પુસ્તક રદ જ કરવું પડશે.” | |||
“પણ આટલા કામનું લગભગ સાતસો રૂપિયા તો બિલ થયું હશે. એટલું બધું ખર્ચ નકામું જવા દેવાય?” | |||
“ત્યારે શું આની ઉપર પુસ્તક બાંધવા વગેરેનું ખર્ચ કરી વધારે પૈસા બગાડાય છે? સાતસો શું — પણ સાત હજાર રૂપિયા નકામા જતા હોય તો યે હું જવા દઉં. હું તો પાઈ પાઈની ગણતરી કરું, અને પ્રસંગ આવ્યે આવા ખર્ચની પરવા પણ ન કરું. આપણે પૈસા ખર્ચ્યા છે, તે માટે શું આવું પુસ્તક પ્રજા આગળ મૂકીએ? એ તો બેવડો વ્યય થાય!” | |||
પોતાની નાહિંમતથી અને ગફલતથી સાતસો રૂપિયાનું નુકસાન થયું, તે નરહરિભાઈને ડંખ્યું. તેમણે સાતસો રૂપિયા ભરપાઈ કરીને આ કામમાંથી રાજીનામું આપ્યું. | |||
બાપુએ રાજીનામું વાંચી કહ્યું : “આવા ગાંડા ન થાઓ! તમારે હાથે સાતસોનું તો શું પણ સાત હજારનું નુકસાન થાય તેથી શું હું તમને છોડી દઉં? એમ કરું તો મારું કામ કેમ ચાલે?” | |||
પુસ્તકની છપાયેલી બધી નકલો ગાંધીજીએ બળાવી નાખી. પછી મહાદેવભાઈ તથા નરહરિભાઈએ જે તરજુમો કર્યો તે છપાવવા આપ્યો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits