વસુધા/છાતીએ છૂંદણાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|છાતીએ છૂંદણાં|}} <poem> </poem> <br> {{HeaderNav2 |previous = ????????? |next = ??? ?????? ????? }}")
 
No edit summary
Line 3: Line 3:


<poem>
<poem>
છાતીએ છૂંટણાં છૂંદાવા બેઠી
::: ભરબજારની વચ્ચે, હો!
હૈયું ખોલી છૂંદાવવા બેઠી
::: ભરબજારની વચ્ચે, હો!
કૌતુક આયે કારમું લોકો
::: તાકી તાકી ભાળે, હો!
આંખ માંડી, આંખ મારી લોકો
::: તાકી તાકી ભાળે, હો!
‘વાહ રે ખરી, શોખની રાણી!’
::: ભાતભાતીનું બોલે, હો!
“છાતીએ છાપ છપા’વા બેઠી!”
::: ભાતભાતીનું બોલે, હો!
માથડે લાંબો ઘૂંઘટો ખેંચી
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!
છેડલો ખોલી છાતી પરનો
::: છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!
આંખો ફાડી તાકતી દુનિયા,
::: નજરે એની ના’વે, હો!
ટોળટપ્પાં ને કાંકરા લોકના,
::: નજરે એની ના’વે, હો!
દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું
::: આંખમાં એની રમે, હો!
ખોરડા માંહ્યલો સાયબો શોખી
::: આંખમાં એની રમે, હો!
લોકને મૂકી લ્હેકા કરતા,
::: ઝટ ઊઠી એ ચાલી, હો!
છાતીએ છાપી મોર ને કોયલ
::: ઝટ ઊઠી એ ચાલી, હો!
ફાગળ ફૂલ્યો ફૂલ કેસૂડે,
::: પૂનમ-ચાંદની ખીલી, હો!
રંગ ગુલાબે રંગાઈ રૂડી
::: પૂનમ-ચાંદની ખીલી, હો!
ચાંદની લીંપ્યે ચોક જુવાનડાં
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
હાથમાં ઠાગા, રંગના વાઘા,
::: ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
નાનકડો એક ઢોલિયો ઢળ્યો,
::: ચોકને ખુલ્લે ખૂણે, હો!
ઢોલિયે ઢળ્યાં નર ને નારી
::: ચોકને ખુલ્લે ખૂણે, હો!
સાયબો પૂછે મૂછમાં મલકી
::: ગુજરીમાં શું વ્હોર્યું, હો!
ફાગ આ પહેલો ખેલવા ગોરી,
::: ગુજરીમાં શું વ્હોર્યું, હો!
ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી,
::: કૈંક સંતાડે હૈયે, હો!
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યું
::: કૈંક સંતાડે હૈયે, હો!
‘દાખવો મોંઘા માલ મોતીના!’
::: સાયબો પાલવ તાણે, હો!
‘રંગ મોતીના ગોતીએ ગોરી!’
::: સાયબો પાલવ તાણે, હો!
ઢોલની ઢમક, ચાંદની ચમક,
::: રંગની રેલંછેલો, હો!
મનામણાં ને રિસામણાંના
::: રંગની રેલંછેલો, હો!
નાવલિયાના નેહનાં નીરે,
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!
રૂમકઝૂમક ફાગના રાગે,
::: ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!
હૈયા ચોકમાં મોર નાચે છે,
::: જોઈ લ્યો જેને જોવું હો!
ઉરઘટામાં કોયલ ટહુકે,
::: જોઈ લ્યો જેને જોવું હો!
આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો,
::: ફાગણ ફૂલ્યો ફાગે, હો!
આજ નથી ઉર-છેડલો ઢાંક્યો,
::: પૂનમના પૂર જાગે, હો!
{{Right|૨૫ માર્ચ, ૧૯૩૯}}
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ઈંટાળા
|next = ??? ?????? ?????
|next = મોટર હાંકનાર
}}
}}
18,450

edits