વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 679: Line 679:
}}
}}
{{Right|[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.]}}
{{Right|[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.]}}
<center>'''પ્રવેશ પાંચમો'''</center>
{{Space}}સ્થળ : ભોળાનાથનું ઘર. સવારનો સમય.
{{Right|[વિધવા પુત્રી -ઉમા ટાઢમાં થરથરતી, માથાબોળ ભીને વસ્ત્રે બહારથી આવે છે. શંકર નામનો, ઘરનું શાકપાદડું ઈત્યાદિ ખરીદી લાવનારો એક જુવાન સંબંધી બીજી બાજુથી આવે છે.]}}
}}
{{Ps
|શંકર :
|ઉમાબહેન, લાવો, હું એ કપડાં સૂકવી નાખું. તમે કોરાં થાઓ. ટાઢ ચડશે.
}}
{{Ps
|ઉમા :
|[કપડાં ઝાટકતી] કંઈ ટાઢ નહિ ચડે, શંકર, અમને મડાંને વીજળીનો શો ભો! મરણાં તો રોજ થાય ને રોજ આભડવાનું આવે. [ધ્રૂજે છે.]
}}
{{Ps
|શંકર :
|એ ન્યાતસેવા કરવા તમે ઝાઝાં વર્ષ જીવો! માટે જ લાવો, હું સૂકાવું.
}}
{{Ps
|ઉમા :
|તને પુરુષને કંઈ બૈરાંનાં કપડાં સૂકવવાનું કહેવાય? તેં તો એવા કામની પ્રથમથી જ ના પાડેલી ને?
}}
{{Ps
|શંકર :
|તમારી પાસે મારા પુરુષત્વનો મદ ચાલ્યો જાય છે. લાવો કપડાં. [ઝૂંટવવા જાય છે.]
}}
{{Ps
|ઉમા :
|[ઝટ કપડાં છોડી દઈને અંદર જતી જતી : સ્વગત] જીવનમાંથી અવાજ ઊઠે છે : કોઈક ઝૂંટાઝૂંટી કરનાર, કજિયા ઉઠાવનાર, અરે, લાકડી લઈ મારનાર પણ જોઈએ છે જીવનને!
}}
{{Ps
|શંકર :
|[કપડાં સૂકવતો] આ ઊંચા ઘરની વિધવા. રોજ ઊઠીને ન્યાતના મરણામાં આભડવા જવું એ જ એનો ધંધો! મૂંડેલે માથે પણ મુખમુદ્રા કેવી દીપે છે! જીવશે ત્યાં સુધી પારકાંનાં શબો પછવાડે કૂટવાનું ને પછાડીઓ ખાવાનું એને!
}}
{{Right|[ઉમા વસ્ત્રો બદલીને આવે છે. હાથમાં થાળી છે. થાળીમાં દીવાનું કોડિયું, દીવાસળીનું બાકસ, ફૂલો વગેરે પૂજા- સામગ્રી છે. એક બેઠક ઉપર મૂકેલા તુળસીના રોપ પાસે જાય છે.]}}
{{Ps
|શંકર :
|કેમ, ખરું ને, ઉમાબહેન! આજ કેટલા ચોકારા લીધા?
}}
{{Ps
|ઉમા :
|[તુળસીને પાણી રેડતી] ચોકારા તો લેવા જ પડે ને! જગત જીવતાનું જીવતર બગાડે છે, તેમ પાછું મરનારનું મરણું પણ શોભાવી આપે છે. ચૌટે ચૌટે એનાં યશોગાન કરવા અમને બૈરાંઓને જગતે ગોઠવી દીધાં છે.
}}
{{Right|[ઘીનો દીવો પેટાવે છે.]}}
{{Ps
|શંકર :
|કંઈ નહિ. એ તો વરસ વળોટમાં તમને સદી રહેશે.
}}
{{Ps
|ઉમા :
|હા જ તો. વિષ્ટાનો કીડો વિષ્ટામાં ખદબદવા ટેવાઈ જશે.
}}
{{Ps
|શંકર :
|પછી તો તમે પણ એવાં પાવરધાં થઈ જશો કે ઉલટાનું ગમશે. પોટલું લઈ લઈને ઘેર ઘરે દોટ દેશો. બીજી અણશીખાઉને કાંડા ઝાલી ઝાલીને છાજિયાંમાં નાખશો.
}}
{{Ps
|ઉમા :
|માણસને ક્યાંઈક તો મોટાઈ માણવાના કોડ હોય જ ને? બીજી સ્ત્રીઓ કેમ ભાષણ કરે છે, જેલમાં જાય છે વાવટા ફરકાવે છે!
}}
{{Ps
|શંકર :
|એવું મન થાય છે ખરું?
}}
{{Ps
|ઉમા :
|[તુળસી સામે હાથ જોડતી] મનમાં શું શું થાય છે એની વાત ક્યાં જઈ કરવી? મન તો આભના તારા ઉતારવાનું થાય છે. પણ બાપના કુળની આબરૂ સાચવવી રહી.
}}
{{Ps
|શંકર :
|વિધવા દીકરીઓ તો બાપની આબરૂ સાચવવા માટે ગોદરેજની તિજોરીઓ જ છે ને!
}}
{{Ps
|ઉમા :
|શંકર, તું બેઠકમાં જા, બાપાજી આવશે.
}}
{{Ps
|શંકર :
|મારાથી બીઓ છો?
}}
{{Ps
|ઉમા :
|બીવાનો તો અમારો ધર્મ ઠર્યો. હમણાં હમણાં તો હું તારાથી બહુ બીઉં છું.
}}
{{Ps
|શંકર :
|હવે જરૂર નહિ રહે.
}}
{{Ps
|ઉમા :
|કેમ? તું આપઘાત તો નથી કરવાનો ને?
}}
{{Ps
|શંકર :
|ના, મેં મારી બદલી એડન કરાવી છે. ત્યાં હમણાં સોર્ટરોને સારો પગાર મળે છે.
}}
{{Ps
|ઉમા :
|[ચિંતાયુક્ત નેત્રે જોતી] સારું, શંકર! સુખી થજે. [જોરથી ઉધરસ ખાય છે.] પાછો ક્યારે આવીશ? લગ્ન કરવા તો ઊતરીશ ને?
}}
{{Ps
|શંકર :
|ના, ઘર પણ વેચી કરીને જ જાઉં છું. પાછા આવવું નથી.
}}
{{Ps
|ઉમા :
|પરણવા માટે ય નહિ?
}}
{{Ps
|શંકર :
|મને પરણાવવામાં કોને રસ હોય!
}}
{{Ps
|ઉમા :
|મને તો છે જ.
}}
{{Ps
|શંકર :
|ના, તમને પવિત્ર વિધવાને એવો રસ લેવાનું ન શોભે.
}}
{{Right|[ઉમા ઉધરસ ખાય છે.]}}
{{Ps
|શંકર :
|ત્યાં જઈને વટલી જવા ઈચ્છા છે.
}}
{{Ps
|ઉમા :
|વટલી જવા — અરર, શંકર!
}}
{{Ps
|શંકર :
|હા, બ્રાહ્મણ જ્ઞાતિ મને કન્યારત્ન આપતી નથી, કેમકે મેં મારા બાપનું બારમું નથી જમાડ્યું, ને ભાઈનાં લીલ નથી પરણાવ્યાં. મુસલમાન કોમમાં હું લાખોનો બંધુ બનીશ ને મારું ઘર બંધાશે.
}}
{{Ps
|ઉમા :
|શંકર! આ શું બોલે છે! આ તુળસીમા સળગી જશે.
}}
{{Right|[તુળસી સામે મસ્તક ઢાળે છે.]}}
{{Ps
|શંકર :
|એ તુળસીને માથે શું આર્યોએ વીતકો વીતાવવામાં બાકી રાખી છે! જલંધર હતો અજીત જોદ્ધો. એનો માર ખાતા આર્યોએ જાણ્યું કે જલંધરનું વીરત્વ એની સતી વૃંદાના શિયળમાં રહેલું છે. આર્યોના અગ્રેસર વિષ્ણુએ જલંધરનું રૂપ ધરી વૃંદાનું શિયળ હર્યું. એના ધણીને સંહાર્યો. અને આજ એ દુભાયલીના તુળસી-અવતારને આર્યો પાસે પૂજાવે છે. વિષ્ણુએ એને જોરાવરીથી પોતાની રખાત કરી રાખી છે ને તમારી પાસે એનાં પૂજન માટે પરાણે રંડાપા પળાવે છે.
}}
{{Ps
|ઉમા :
|[મોં ઊચું કરી : આંસુભર્યે નેત્રે] તું અહીંથી હવે જા, ભાઈ! મારા અજ્ઞાનનું કવચ ભેદીશ નહિ, ઓ શંકર!
}}
{{Ps
|શંકર :
|એક જ માગણી લઈને આવેલ છું. આ પોપટનું પાંજરું તમને ભળાવું છું. મારો મોતિયો તો કૂતરો છે, એટલે બાપજી અહીં નહિ રાખવા આપે. એને હું હસન જમાદારને ઘેર મૂકીશ. પોપટ તમે પાળજો. એ બામણ છે.
}}
{{Ps
|ઉમા :
|[હસીને] તારી જોડે રહીને વંઠેલો બ્રાહ્મણ!
}}
{{Ps
|શંકર :
|તો ય બામણની છાપ. અનેકને ન્યાત વેઠે છે.
}}
[પોલીસના જમાદાર આવે છે.]
{{Ps
|જમાદાર :
|ભોળાનાથભાઈ છે કે?
}}
{{Ps
|ઉમા :
|નથી. કેમ?
}}
{{Ps
|જમાદાર :
|આવે ત્યારે કહેજો, કે અનંત ગઈકાલે રાતે પેલી વંઠેલ મા-દીકરીની સાથે — ત્રિવેણી અને સૂરજની સાથે — રઝળતો હતો, ને રાતે ફૂટપાયરી ઉપર ઊંઘતો હતો. કહેજો કે સંભાળે એને. હું તો બામણનો દીકરો છું એટલે આટલું કહેવા આવ્યો છું.
}}
{{Ps
|ઉમા :
|સારું, કહીશ.
}}
{{Right|[જમાદાર જાય છે.]}}
{{Ps
|ઉમા :
|શંકરભાઈ, આ શો ગજબ?
}}
{{Ps
|શંકર :
|કશો ગજબ નથી. અનંતભાઈ તો ખરો મરદ છે. બધાં જ બંધનો તોડી ફગાવી દીધાં. કાલ સાંજે એને વિદ્યાલયમાં કેદ પૂર્યો’તો, ગાંડો ગાંડો ઠરાવ્યો’તો, પણ એણે સહુને સામા ગમાર બનાવ્યા.
}}
{{Ps
|ઉમા :
|અરેરે, આમાં બાપાજીનું ને અનંતભાઈનું ગાડું કેમ ચાલશે?
}}
{{Ps
|શંકર :
|માટે જ ઈશ્વરે તમને વહેલું વૈધવ્ય આપીને ગાડાનાં ગાડીવાન બનાવ્યાં છે ને?
}}
{{Ps
|ઉમા :
|સાચું જ કહું છું, શંકર. હું યે અનંતની બહેન છું. અનંતભાઈએ અનેક રાત્રિઓ મારી કને બેસીને મને વંચાવ્યું-શીખવ્યું છે. અંદરથી મારી પાંખો ફફડે છે. પણ કેમ કરીને નીકળું? બાપાજીનું, અનંતભાઈનું, ને એ બેઉની વચ્ચે પીલાઈ રહેલ પારેવડી કંચનભાભીનું શું થાય?
}}
{{Right|[શંકર નિઃશ્વાસ નાખે છે. ખડકીમાંથી અનંતનો અવાજ સંભળાય છે.]}}
{{Ps
|અનંત :
|ઉમા, ઉમા, જલદી ચોખા ને કંકુ લાવ. અમને વરઘોડિયાંને પોંખી લે. નવું લગ્ન! નવેસરનું લગ્ન!
}}
{{Ps
|ઉમા :
|ભાઈ, આવ્યા? [ઉતાવળી સામે જાય છે.]
}}
{{Ps
|અનંત :
|હા, કાશીએ જઈને પંડિત બની આવ્યો. મોકલ્યો મને ડાહ્યો કરવા, પણ ઊલટો ચસ્કીને આવ્યો.
}}
{{Ps
|ઉમા :
|ભાભી ય આવી? ક્યાંથી? [હર્ષ બતાવતી.]
}}
{{Ps
|અનંત :
|ક્યાંથી કેમ? એના બાપને ત્યાંથી તેડીને હું આવ્યો. એકલો રાતે આવું તો રાત કેમ જાય?
}}
{{Ps
શંકર : એટલે જ રાત ફૂટપાયરી ઉપર વીતાવી ને!
અનંત : ઓહો શંકર! તું છે ને? તને ક્યાંથી ખબર પડી?
શંકર : પોલીસના જમાદાર કહી ગયા.
ઉમા : [કંચનને ભેટી પડતી.] દુત્તી ભાભી! છ મહિના લગી પિયર બેઠી રહી? જા હવે ઝટ મેડી પર. કપડાં બદલ. ને જો, પેલી વાદળી સાડી પહેરવાની, હો કે? અને માણેકનાં એરીંગ. અને શંકર, સાંજે એક વેણી લઈ આવજે. એક હાર પણ લાવજે. આજ જોઈ રાખજે, ભાભી, તને સુગંધથી ગૂંગળાવી જ નાખવાની હું. જા ઉપર.
[ભાભીને ધકેલીને મેડી પર મોકલે છે.]
અનંત : ઉમા! આ સાંભળ્યું? કે તું તો બસ ફૂલવેણી અને ફૂલહારની જ કૂટ કર્યા કરીશ? તું તો નવી નવાઈની નણંદ!
ઉમા : પ્રથમ ભાભીને ઠેકાણે પાડી લઉં. પછી તમારું સાંભળીશ. શું છે એવું?
અનંત : પોલીસ!!! આપણી પછવાડે પોલીસ લાગી પડી છે. ન્યાતમાં પોલીસ, વિદ્યાલયમાં પોલીસ ને આ તારી ભાભીની વેણીની પછવાડે પણ પોલીસ પડ્યા વિના નહિ રહે. સર્વત્ર પોલીસરાજ! કેટલી જાતની પોલીસ ગોઠવાઈ ગઈ છે! અલ્યા શંકર, તું તો પોલીસ નથી ને? ને ઉમા, તું?
ઉમા : ભાઈ, પણ તમે શું એ ભ્રષ્ટાઓની સંગાથે પાટક્યા હતા?
અનંત : હા. મને તો હવે ભ્રષ્ટ માણસોની એક નોખી ન્યાત જ કરવાનું મન થાય છે.
ઉમા : પણ તમે રાત વેળાના શા સારુ ત્યાં ગયા?
અનંત : દિવસે ન્યાતીલાઓ દેખી જાય તે સારુ!
ઉમા : તમે અનંતભાઈ ઊઠીને સૂરજની સાથે ફર્યા?
અનંત : સૂરજ તો હવે ધીરે ધીરે ગાંડપણમાં જઈ રહી છે. ઉમા, સૂરજના મોં ઉપર મેં એ ચંદ્રને અજવાળે શી કરુણ નમણાઈ દીઠી! અરર! ભદ્રમુખને શું એનાં સ્વપનાં નહિ આવતાં હોય?
ઉમા : એ ભ્રષ્ટાનાં રૂપમાં મારો અનંતભાઈ ઊઠીને મોહાયો?
શંકર : ઉમાબહેન હવે મશ્કરીમાં કહેતાં નથી લાગતાં, હો અનંતભાઈ!
અનંત : તો શું સાચકલું કહે છે?
ઉમા : મશ્કરી વળી શાની? [દુભાય છે.]
શંકર : અનંતભાઈ, આશ્ચર્ય પામશો નહિ. ઉમાબહેનનો જીવ હજુ ઝોલાં ખાય છે પવિત્ર તુળસી વૃક્ષની ડાળ્યે. હજુ હમણાં જ એ બામણિયા ચોકારો લઈને ચાલ્યાં આવે છે.
અનંત : ઉમા! મેં તો જાણેલ કે તું ય વંઠેલાંની જમાતમાં આવી ગઈ છે. મને શી ખબર કે તું બ્રાહ્મણિયા બોલને હજુ બ્રહ્મવચન માની રહી હશે! સાવિત્રીભાભુની પુત્રી સૂરજને વંઠેલ મનાવનારાં તમામને સારુ એક આઠમી નરક બંધાય છે. રૌરવમાં એને સારુ જગ્યા નથી.
ઉમા : તમારા વિદ્યાલયના આચાર્ય શું જૂઠા?
અનંત : જૂઠ તો એમનાથી શરમિંદું બને, ઉમા! એવા છે એ.
ઉમા : થયું, ભાઈ! આપણા ઘર ઉપર આજ પોલીસનો ડોળો ફર્યો. અરે, બિચારા બાપાજીની ત્રણ પેઢીની કીર્તિ ઉપર આજ ઓછાયો પડ્યો.
અનંત : ઉમા! હું બા જેવી બાના ઉદરમાં આળોટ્યો છું, યાદ કર.
ઉમા : તે શું?
અનંત : બાને બામણી ન્યાતે ઓછાં દૂભવ્યાં હતાં એક વાર? બાપાજીને રાજની નોકરી અપાવનાર તો બાનું રૂપ છે એમ કહેતાં આંચકો લાગ્યો હતો એ કોઈની જીભને? બાએ વાળની લટો અને કપાળ બાળી નાખેલાં, યાદ છે?
ઉમા : આજ શા સારુ એ સંભારી આપો છો?
અનંત : એટલા માટે, બહેન, કે એ બાનો પુત્ર દુઃખિયારી સૂરજના ચહેરામાં કાલે રાતે મુવેલી બાનું મોં નિહાળી આવ્યો. [આંખો લૂછે છે.]
[ભોળાનાથ દાખલ થાય છે.]
અનંત : હું આવી ગયો છું.
ભોળાનાથ : ઉપકાર થયો.
ઉમા : ભાભીને પણ તેડી લાવેલ છે.
ભોળાનાથ : [કપડાં ઉતારી ઉતારી ફેંકતા ફેંકતા] એટલી વિશેષ મહેરબાની. [શંકરને] શંકર!
શંકર : જી.
ભોળાનાથ : ભાઈની મેડી સાફસૂફ કરી? જાઓ, કરો. ને અનંત, તમે બન્ને પણ મેડીએ જાઓ.
અનંત : સાવિત્રી ભાભુ અને સૂરજ ઉપર તો હવે બહુ જુલમ થાય છે, બાપાજી!
ભોળાનાથ : તું એમને રાહત દેવા ગયાની વાત મને જમાદારે હમણાં જ કહી છે. ફૂટપાથ પર ઠીક પડ્યું’તું ને?
અનંત : બાજુમાં એક ખસૂરીયું કૂતરું આખી રાત રડ્યું હતું....
ભોળાનાથ : [દાંત ભીંસીને] ઉમા! પાણી કાઢ ઝટ નહાવાનું. [પોતિયું પહેરીને જનોઈથી બરડો ખજવાળે છે.] ને જલદી રસોઈ કરી નાખો. મારે પહેલી ગાડીમાં દીવાન સાહેબને વળાવવા જવું છે. પછી વખત નહિ રહે, કેમકે બીજી મેઈલમાં વસૂલાતી સાહેબ આવે છે તેને લેવા જવું છે.
અનંત : મારે વિષે તો નિરાંતે વાત કરશું ને?
ભોળાનાથ : તારે વિષે હવે વાત કરવા જેવું નથી રહ્યું. પતી ગયું.
અનંત : કેમ એમ કહો છો?
ભોળાનાથ : [ચોટલી છોડીને ઝાપટતા ઝાપટતા] બસ, બાકી શું રહ્યું છે? એ નીચા કુળની કન્યાને દયા ખાઈને ઘરમાં લીધી એટલે જ આમ થાય ના! નીકર મારો ભોળાનાથનો દીકરો આજ આ દશાએ? સાત પેઢીની કુલિનતાના આજ આ હવાલ? પણ મારી જ ભૂલ થઈ. મેં દયાબુદ્ધિથી મારા ઘરમાં હલકટ ગોત્રની કન્યા ઘાલી એટલે —
[કંચન સુંદર વસ્ત્રો પહેરીને મેડીને પગથિયેએ કઠોડો ઝાલીને ઊતરતી થંભી ગઈ છે. એણે સ્હેજ ઘૂમટો રાખ્યો છે.]
ઉમા : બાપાજી, તમારે પગે પડું છું. ભાભીને ગાળો ન ભાંડો. એનો શો દોષ?
ભોળાનાથ : હા, પણ એનો શો દોષ? એના બાપે મને ફસાવ્યો. મારી સોનાની થાળીમાં લોઢાની મેખ મારી દીધી એ કુળહીણાએ....
કંચન : [પાસે ઊભેલી ઉમાનો પાલવ ઝાલી ઘૂમટામાંથી ધીરા અવાજે.] બહેન! બાપુજીને હું દેવસ્વરૂપ જાણી, હાથ જોડી કહું છું......
ભોળાનાથ : — કે? બોલો મારાં કુળઉદ્ધારણ! લાજઘૂમટા હવે શીદ કાઢવા? બોલો ઉઘાડેફાટ મ્હોંયે — કે?
કંચન : — કે મારા કટકા કરીને સુખેથી મને અહીં ભંડારી દો. પણ મારા નિરપરાધી માબાપને કશુંય શીદ કહેવું પડે છે?
ઉમા : બાપાજી, મારી સાસરીમાં તમારે નામે ય જે દી આવી ગાળો પડી’તી તે દિવસે તમારી ઉમાએ ત્યાં માથાં પછાડી પછાડીને લોહી છાંટ્યું’તું.
અનંત : બાપાજીને યાદ નથી રહેતું કે ઘેર ઘેર સર્વ માવતરોની ઉમાઓ જ વસે છે.
ભોળાનાથ : ફિકર નહિ. હું હવે તારા સસરાની જોડે જ ભરી પીશ. મને દીધેલ દગાનું હું વ્યાજ સાથે વેર વાળું તો જ હું વશિષ્ઠ વંશના પેટનો —
[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]
26,604

edits