વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,584: Line 1,584:
}}
}}
{{Right|[સહુ જાય છે.]}}
{{Right|[સહુ જાય છે.]}}
<center>'''પ્રવેશ આઠમો'''</center>
[રાત્રિના એ જ સમયે : ભોળાનાથને ઘેર : બારણામાં ઉમા ઊભી છે. આકૂલ વ્યાકૂલ બની રાહ જોવે છે. અંદરથી ભોળાનાથનો અવાજ આવે છે.]
ભોળાનાથ : ઉમા! અનંત કેમ નથી બોલતો? એની મેડી કેમ આજ ચુપ છે?
ઉમા : માથું દુઃખવાથી સૂઈ ગયેલ છે.
ભોળાનાથ : મારે એનું જરા કામ છે. જગાડને!
ઉમા : [ચોંકે છે] ના, બાપાજી, ભાઇનું માથું બહુ જ દુઃખે છે. થોડી વાર સૂવા દો.
ભોળાનાથ : ઠીક.
[થોડી વાર બધું ચુપચાપ ચાલે છે.]
ઉમા : હે પ્રભુ! ભાઈ ઝટ ઘેર આવી જાય! બાપાજીને કોઈએ કહી તો નહિ દીધું હોય?
ભોળાનાથ : ઉમા, વહુ ક્યાં છે? તને ચોક્કસ ખબર છે?
ઉમા : એ પણ તાવમાં પડેલ છે.
ભોળાનાથ : બેઉ માંદાં? લે, હું વૈદ્યરાજને તેડી આવું.
ઉમા : [સ્વગત] ઓ મા! [પ્રગટ] ના બાપાજી, અત્યારે એવી શી ઉતાવળ છે તે તમે આંટો ખાવા જાવ?
ભોળાનાથ : પણ વહુ-દીકરો બેઉ માંદાં, તે મારો — બાપનો — જીવ ન બળે? તું કેમ આજે આવી કઠોર બની ગઈ?
ઉમા : તમે બહુ ન પંપાળો એ બેઉને, બાપા! હોય, શરીર છે, સારું થઈ જશે.
ભોળાનાથ : [બહાર આવી] નહિ, હું જાઉં જ, તેડી લાવું વૈદ્યને. હું તે કંઈ બાપ છું કે કસાઈ? [જાય છે.]
ઉમા : હવે શું થાય? પેલાં સામાં મળશે તો? કેવી વલે?
[શેરીમાં લોકોનો બોલાસ સંભળાય છે.]
ઉમા : આ શું? આપણાં નામ કેમ સંભળાય છે? ના, ના. હુતાશનીના ઘેરૈયા લાગે છે.
[કોલાહલ છેક ઘર પાસે આવી રહે છે.]
વૈદ્યરાજ : કોણ, ભોળાનાથભાઈ?
ભોળાનાથ : હા, ઓહો, કોણ, વૈદ્યરાજ? હું તમને જ તેડવા આવતો હતો. અનંત ને એની વહુ બેઉ પટકાઈ પડ્યાં છે.
વૈદ્યરાજ : હા, સાઇકલ પરથી ને? આહીં ચાલ્યાં જ આવે છે. હું વેળાસર પહોંચી ગયેલો.
ભોળાનાથ : આ શું બોલો છો? ચંદ્રલોકમાં તો નથી ચડ્યાં ને?
વૈદ્યરાજ : ચંદ્રલોકમાં તો તમને ચડાવી દીધા છે, ભોળિયા ભોળાનાથભાઈ! આમ તો જોવો!
ભોળાનાથ : [સિપાહીની જોડે અનંતને તથા પુરુષવેશધારી કંચનને દેખી] અનંત! આ શું? તું ઘરમાં નહોતો? વહુને તાવ ચડ્યો છે.
વૈદ્યરાજ : નહિ રે! કહો કે વહુ સાઈકલે ચડ્યાં છે. આ તમારાં વહુ.
પોલીસ : સાહેબ, હું તો ફક્ત એટલા માટે આવ્યો છું કે આ બેઉ જણાં ઘરમાંથી કંઈ ઉઠાવીને ભાગી તો જતાં નથી ને?
ભોળાનાથ : [કંચનને પીઠ ફેરવીને ઊભેલી દેખી] કોણ ભાગેડુ? આ કંચન છે? આ વેશે? [આંખો આડા હાથ દઈ કપાળ કૂટતા] આખર આ ભવાડો?
પોલીસ : સાહેબ, આ બેઉ ઇસમોને ઓળખી લઈને મને કહી દ્યો, કે કાંઈક ઉઠાવીને તો નથી ભાગ્યાં ને?
વૈદ્યરાજ : ભાઈ પોલીસ! તેઓ ભાગ્યાં તો છે એવી ચીજ ઉઠાવીને, કે જેનું મૂલ્ય નથી. તેઓ ભાગેલ છે આ બિચારા લાખ રૂપિયાના બ્રાહ્મણના નાકનું ટેરવું લઈને. પણ એ મુદ્દામાલ તમને હવે નહિ જડે. તમે તમારે જાઓ.
પોલીસ : બસ, તો ખેરિયત કહું ને અમારા જમાદાર સાહેબને?
વૈધરાજ : હા, ખેરિયત કહેજો.
પોલીસ : [પાછો ફરતો ફરતો] અલ્યાં, શીદ ટોળે વળ્યાં છો આંહીં? શરમ નથી? નફટ છો? અહીં શું જોવાનું છે?
લોકો : હોથલ પદમણીનો ખેલ.
પોલીસ : ભાગો, ભાગો હવે, નીકર કોરડા પડશે બરડામાં. કોક આબરૂદારના ખેલ જોવો છો તે? [આંખ-મિંચકારા કરે છે.]
લોકો : [પાછાં ફરતાં] ખેલ બતાવે તોય ન જોઈએ, એમ?
વૈદ્યરાજ : બાપડાં સાચું કહે છે.
[લોકો ને પોલીસ વિદાય લે છે.]
વૈદ્યરાજ : હશે, ભોળાનાથભાઈ! થવું’તું તે થઈ ગયું. હું તો દિલમાં દાઝ્યું એટલે આ બેઉને ઘેર પહોંચાડવા આવ્યો. નહિતર પોલીસ ચૌટે ચૌટે ફેરવવાનો હતો.
ભોળાનાથ : [આંખો ઉઘાડી] ઉમા! તું પેટની દીકરી ઊઠીને આમ મારું મૉત બગાડી રહી છે? તું પણ આ બધા ભવાડામાં શામેલ છે? તું વિધવા ઊઠીને?
વૈદ્યરાજ : અરેરે! શાંતં પાપં! વિધવા ને ફિધવા, કોઈ શું કરે! જમાનો! ભોળાનાથભાઈ, જમાનો પલટ્યો!
ઉમા : વૈદ્યરાજ, ઘણું થયું હવે તમારી લાગણીઓના પ્રદર્શનનું. પધારો. એવું શું ઘોર પાપ કરી નાખ્યું છે મારાં ભાઈ-ભોજાઈએ, કે તમે આજ આવડી બધી દાઝ કાઢી રહ્યા છો?
વૈદ્યરાજ : કંઈ નહિ, બાપા! કંઈ નહિ. તમારો શો દોષ! જમાનો બોલાવે છે ને! ઊલટાંનો મને લેતાં પડો છો? અરેરે, આજની વિધવા! લ્યો ભાઈ, ક્ષમા કરજો, જાઉં છું. ભૂલ થઈ.
ભોળાનાથ : ભાઈ, એ છોકરાં છે. એના બોલ્યા સામું ન જોશો. તમે કૃપા કરીને વાતને આંહીં જ દફનાવશો.
વૈદ્યરાજ : અરે શું બોલો છો? બ્રહ્માંડ ફરે તો ય હું વાતનો ઉચ્ચાર કરું? હરિ હરિ કરો. લ્યો, જય જય. સૂઈ જાઓ, ભાઈ અનંત, વહુને બાપડાંને ખૂબ થાક લાગ્યો હશે. એનો દોષ શો? તમે ખેંચો એમ ખેંચાય છે બાપડી. લ્યો, હવે કપડાં-બપડાં પહેરો. આવજો સહુ, હો! [જાય છે.]
ભોળાનાથ : [રડી પડે છે] દીકરા! દીકરા! તેં હવે મને જીવતે માર્યો. હવે પ્રભાત પડ્યે મારું મોં કાળું થશે. મને પીંખી નાખશે. મેં આ શું કર્યું? તમે ત્રણેય મારા કયા ભવનાં વેરી નીકળ્યાં? હવે તો કાં તમે નહિ. ને કાં હું નહિ.
[લમણે હાથે ટેકવીને નીચે બેસી જાય છે.]
[વીંગની બહાર બે અરધી આકૃતિઓ દેખાય છે. એ છે કંચન વહુનાં પિતા અને માતા. પિતાને માથે ટોપી છે. શરીરે એક પહેરણ ઉપર ચાદર લપેટી છે. શાળાના શિક્ષક તેમજ વયે સાડત્રીસેક વર્ષના હોવાથી મુખ પર સંસ્કાર છે. પુત્રીના બાપ તરીકેનું કરુણ દીન મોં નીચે ઢળેલું છે. કંચનનાં માતાએ લાજ કાઢી છે. વીંગમાંથી અરધાં જ દેખાય છે. હાથ જોડેલા છે.]
ઉમા : [આદર આપતી] આવો.
ભોળાનાથ : [મોં પરથી હાથ ઉઠાવી] કોણ છે?
વૈદ્યરાજ : [વીંગમાંથી ઉતાવળા દોડતા આવી] એ તો અનંતનાં સાસુ-સસરા આવ્યાં છે. મારે પાછું વળવું પડ્યું, ભોળાનાથ!
ભોળાનાથ : [ત્રાડ નાખીને] કોણ લક્ષ્મીધર આવ્યા છે?
વૈદ્યરાજ : ભોળાનાથભાઈ, ખામોશ! ગમ ખાવાની આ વેળા છે. તમે છો જાણે કે સાચુકલા નિષ્કપટી પેટવાળા. લાગે તેવું કહી લેશો. એ બીકે જ હું લક્ષ્મીધરની જોડે આવ્યો છું.
ભોળાનાથ : [‘સાચુકલા ને નિષ્કપટી’ વિશેષણોથી પોરસ પામતા] લક્ષ્મીધર, પુત્રીનાં પરાક્રમ જોવા પધાર્યા છો? કે જમાઈના કુળનો ફજેતો માણવા પગલાં થયાં છે? માણી લેજો, પેટ ભરીને માણી લેજો હો કે?
લક્ષ્મીધર : [નીચે જોઈને] ત્રવાડીજી! હું તો સહદુઃખી છું. મને ન મારો.
ભોળાનાથ : [ત્રાડીને] સહદુઃખી! તું સહદુઃખી! તું લક્ષ્મીધર મારો સહદુઃખી!!! કન્યાને આવી કેળવણી આપીને મારા ઘરનું નિકંદન કાઢવા મોકલનાર તું મારો વેરી કે સહદુઃખી?
લક્ષ્મીધર : સહદુઃખી.
વૈદ્યરાજ : લક્ષ્મીધર, તમે હવે જીભડી મોંમાં રાખો ને! એ બાપડા બળતાને કાં બાળો?
ભોળાનાથ : નીકળો! મારા ઘરની બહાર નીકળો! આંહીં તમારા ઓછાયા ન પાડો!
લક્ષ્મીધર : [હાથ જોડી] કંચનને બે દિવસ તેડી જાઉં?
વૈદ્યરાજ : [હસીને] વાહ રે વાહ! અત્યારે તેડી જવાનો સમય છે? તમે પણ ઊલટાનું બળતામાં ઘી શું હોમો છો? મારા ભૈ!
ભોળાનાથ : [ગર્જના કરીને] તેડી જવા દઉં? જીવતી વહુને હવે તેડી જવા દઉં? હું ભોળાનાથ! મારા ઘરનું માણસ — હવે એમ હું એને પાટકવા દઈશ? તેડી જજે હવે તો જ્યારે...
વૈદ્યરાજ : હાં, હાં, હાં, ભાઈ! कौधाद्भति संमोह : [વગેરે ગીતાના શ્લોક બોલી જાય છે.] તમે સમજુ થઈને?
[લક્ષ્મીધર ને એની વહુની બેઉ આકૃતિઓ વીંગમાં ચાલી જાય છે.]
વૈદ્યરાજ : બસ, ચાલ્યા ગયા! દાઢી માગે જ છે ને! દીકરીનાં માવતરને એવો અહંકાર પાલવતો હશે? અત્યારે તો પગમાં પડી ક્ષમા માગવાની હોય? કે બસ, બરો ચઢાવીને ચાલ્યા જવાનું હોય? શાં માણસો થાય છે!
ભોળાનાથ : વૈદ્યરાજ, સાક્ષી રહેજો. મારા પર શી શી વીતી રહી છે તેના સાચા સાક્ષી રહેજો.
વૈદ્યરાજ : સહુથી મોટો સાક્ષી તો પ્રભુ છે, ભોળાનાથભાઈ! હું શું હિસાબમાં? આ તો હું પ્રથમથી જ નહોતો કહેતો, કે આખરે આમ થવાનું! એ જ થયું. ઠીક, જય જય.
[જાય છે.]
[કંચન, અનંત, અને ઉમા, મૃતદેહો-શાં સ્તબ્ધ ઊભાં છે. સહુનાં મોં પછવાડે છે. પીઠ પ્રક્ષકો તરફ છે. ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે.]
26,604

edits