સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 263: Line 263:
પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!
પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!
ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.
ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.
એ વખતે સનાળીના ચારણ કવિ કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારગઢમાં આવ્યા.  દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઊભાં ઊભાં ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે ‘એ બાપ હરિસંગ! હરપાળના પેટ હરિસંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસંગ! સાંભળ સાંભળ!
એ વખતે સનાળીના ચારણ કવિ કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારગઢમાં આવ્યા. <ref>કોઈ કહે છે કે કશિયાભાઈ પોતે નહિ ગયેલા, પણ ગીત રચીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીંબડી મોકલેલો. 2 અરિઓનો (દુશ્મનોનો).</ref> દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઊભાં ઊભાં ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે ‘એ બાપ હરિસંગ! હરપાળના પેટ હરિસંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસંગ! સાંભળ સાંભળ!
{{Poem2Close}}
 
<center>[ગીત - જાંગડું]</center>
<poem>
<center>
1
દાવા બાંધણો ગોહિલ્લાં સામો, ચૂડાકો ભાંજણો ડોડ
અર્યાંકો મોડાણો માન, જંગકો અથાહ;
હિન્દવાંકો છત્ર ગેલો3 <ref>ગેલો : ઘેલોશા. (કાવ્યમાં ‘ગ’ ‘ઘ’ વચ્ચે અભેદ છે, ‘ર’ ‘સ’ વચ્ચે છે તે મુજબ.)</ref>  ઝાલવો ન હુતો હરિ!
સતારા સું બઝારણો હુતો ગેલો શાહ!
</center>
</poem>
{{Poem2Open}}
'''[ગોહિલોના સામે પડી સમોવડિયો થઈને ઝૂઝનારો, ચૂડાસમાઓનાં અભિમાન તોડનારો, દુશ્મનોનાં માન મોડનારો, અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો — એવો હિંદુઓના છત્રરૂપ જે ઘેલોશા, તેને, હે રાજા હરિસંગ! તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને સતારાની ફોજ સામે લડવા મોકલવો હતો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
2
નવે ખંડા માંય અસો કીણેરો પ્રધાન નાંહીં,
દાવદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઈ આવડી હભાણી બાબા!
માધાણાકું બેડિયાં મ હોય પાગાં માંય.
</center>
</poem>
{{Poem2Open}}
'''[નવ ખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને (સમોવડિયાને) હૃદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઈ ન મળે. હે બાપ! હે હરભમજીના પુત્ર (હભાણી)! આવી ભૂલ તું કરી બેઠો? માધાશાના પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડીઓ ન શોભે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
3
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘડી દુઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી લોપાય જે દી’,
માધાણી ઉપાડ્ય તે દી, દીજે ક્રોડાં માંય!
</center>
</poem>
{{Poem2Open}}
[તારો શેઠ ઘેલાશા કેવો હતો? તારાં ચોરાશી ગામની ઢાલ જેવો ને તારા શત્રુઓનાં હૃદયમાં તીર-શલ્ય જેવો! તારા શેઠની ધડી બીજાથી ન થાય. હે જાંબુ <ref>જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી.</ref> ના ધણી (લીંબડીના સ્વામી)! જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો તેવી રીતે તારી લીંબડી ઉપર કોઈ દિવસ હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહિ આપે.]
{{Poem2Close}}
<poem>
<center>
4
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્યે દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ?
</center>
</poem>
{{Poem2Open}}
'''[ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે બાંધીને કબજે રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તેં અતિશય અનુચિત કૃત્ય કરી નાખ્યું. હે રાજા! કોઈ હલકા શ્રીમંત લોકોની શિખવણીથી પૈસાના લોભમાં પડીને આવા પુરુષની આબરૂ લેવાનું તને કેમ સૂઝ્યું?]'''
{{Poem2Close}}
<poem>
<center>
5
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તેં કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરિસંગ!
</center>
</poem>
{{Poem2Open}}
'''[ક્ષત્રીવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે કોઈએ એને સલાહ દીધી કે ‘કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય.’ એ વીર વિક્રમ જેવા સુજ્ઞ રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખવણીને વશ થઈ કાગડો ખાધો. એથી કાંઈ એ બચ્યો નહિ, ઊલટો ભ્રષ્ટ બન્યો. તેવી રીતે તેં પણ આજે કાગડો ખાધા જેવું કૃત્ય કર્યું. ઘણો વખત થયાં તને હલકાં લોકો આવો કુસંગ શીખવતાં હતાં, તે આજે તેં પ્રગટ કર્યો, હે લીંબડીના નાથ! એથી નાણાંની છોળો તારા ઘરમાં ન આવી પડી. (તારા મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે તને મળશે.) પણ ઊલટો તમામ લોકોનો ઠપકો મળ્યો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
6
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઈ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઈ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.
</center>
</poem>
{{Poem2Open}}
'''[ઘેલાશા કાંઈ રાજ્યનો નિમકહરામ લાલચુ નોકર નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો, તેમ કોઈ કામમાં તને ફજેત કરે તેવો પણ નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઈ ખાઈને કહું છું કે તને હું ઠપકો ન દેત.]'''
દરબારગઢ પડઘા દેવા લાગ્યો : આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઊતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહિ. રોટલા જમવાનું ટાણું હતું; પણ કવિ લીંબડીની ભૂમિમાં ન રોકાયા, ખરે બપોરે ચાલી નીકળ્યા; સામેના સૌકા ગામે જઈને જમ્યા.
રાજાજીને વિમાસણ થઈ, ચારણનો ઠપકો વસમો લાગ્યો; પણ ઇજ્જત કેમ જવા દેવાય? ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા.
એ નીતિવાન કારભારીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા સાઠ હજારમાં માંડી આપ્યું. પોતાના બે છોકરાને ઘરાણે મૂકીને પોતાના મિત્ર વઢવાણ-ઠાકોર પાસેથી સાઠ હજાર ઉછીના મેળવ્યા! બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર-ઠાકોર પાસે ગયા.
લીંબડી-ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યાનાશ વાળશે! એ ડરથી એણે દાજીને પાછા બોલાવી લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું.
ખરેખર ભાવનગર-ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમકહલાલ ઘેલોશા એમ નહોતા ડગ્યા.
દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલા જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલાં. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનાળીમાં ઝેર ખવરાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. <ref>આવા સ્વામીભક્ત શૂરાને લીંબડીના ઇતિહાસમાં બહુ સ્થાન નથી; કેમ જાણે એવી કોઈ વ્યક્તિ જ કદી હયાત નહોતી!</ref>
આજે [1923માં] એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાંગાંઠ્યાં વીઘાં જમીન છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits