સોરઠી બહારવટિયા ભાગ-2/સુતાર પરણાવ્યો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સુતાર પરણાવ્યો|}} {{Poem2Open}} “કેવો છો, ભા?” “સુતાર છું” “આંહીં શીદ આવ્યો છો? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડિયું નથી બંધાવવી.” “હું આવ્યો છું મારા વખાનો માર્યો, બાપુ! સાંભળું છું કે સહુ...")
 
No edit summary
 
Line 22: Line 22:
સુતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડ : હેલ્યે પાણી ભરતી સુતારણ : ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાં : એ બધુંય સ્વપ્નું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મૂળુભાને પગે હાથ નાખીને કહ્યું કે “કબૂલ છે, બાપુ! મારે તો ઈ અધરમના કરવાવાળા ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાતને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”

“રંગ તુંને! બોલ, જાન કે દી ને ક્યાંથી નીકળવાની છે?”

દિવસ અને જગ્યા નક્કી થયાં, બહારવટિયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખખડ્યાં. વરના માથા ઉપર ટબૂડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે
દિવસ અને જગ્યા નક્કી થયાં, બહારવટિયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખખડ્યાં. વરના માથા ઉપર ટબૂડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે {{Poem2Close}}
<poem>
મેઘવરણા વાઘા વરરાજા!  
મેઘવરણા વાઘા વરરાજા!  
કેસરભીનાં વરને છાંટણાં.  
:: કેસરભીનાં વરને છાંટણાં.  
સીમડીએ કેમ જાશો વરરાજા!  
સીમડીએ કેમ જાશો વરરાજા!  
સીમડીએ ગોવાળીડો રોકશે.  
:: સીમડીએ ગોવાળીડો રોકશે.  
ગોવાળીડાને રૂડી રીત જ દેશું  
ગોવાળીડાને રૂડી રીત જ દેશું  
પછી રે લાખેરી લાડી પરણશું!
:: પછી રે લાખેરી લાડી પરણશું!
</poem>
અને હાથમાં તરવારવાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે.

ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટિયા ખડા થઈ ગયા, ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટિયો બોલ્યો : “કોઈ ઊઠશો મા. ને કોઈ રીડિયું પાડશો મા, અમારે કોઈને લૂંટવા નથી. ફક્ત એક હરામી વરરાજાને જ નીચો પછાડો.”

Line 38: Line 40:
“હવે ચડી જા ગાડે, બેલી!”
“હવે ચડી જા ગાડે, બેલી!”
ભાઈબંધ ગાડે ચડ્યો. મૂળુ જોઈ રહ્યો. “વાહ, ઠાવકો જુવાન હો! આ સવેલીચોરના કરતાં તો તુંને આ વેશ વધુ અરઘે છે. એ બાઈ! વરની બોન! તું કેમ ચૂપ થઈ ગઈ? આને માથેથી લૂણ ઉતારવા માંડ. ને સહુ બાઈયું-દીકરીયું જેમ ગાતી’તી તેમ જ ગાવા માંડો, જો આ સવેલીચોરને જીવતો રાખવો હોય તો.”

ગીત ઊપડ્યાં. લૂણ ઊતરવા લાગ્યાં.
::ગીત ઊપડ્યાં. લૂણ ઊતરવા લાગ્યાં.
“હાં, હાંકો જાન. અમે ભેળા છયેં.”
::“હાં, હાંકો જાન. અમે ભેળા છયેં.”
સવેલીચોરને જંગલમાં કેદ રાખી બહારવટિયો મૂળુ પોતાના સાચા ભાઈબંધને પરણાવવા ચાલ્યો. કોઈ ચું કે ચાં કરી શક્યું નહિ. સહુએ થરથરતે શરીરે ઝટપટ વિવાહ ઉકેલ્યા. સાચા વર વેરે કન્યા મંગળ વરતી. જાન પાછી વળી. એ ને એ ગાડે બહારવટિયો વરવહુને એના ગામમાં લઈ ગયો. અને સાંજરે ગામને સીમાડે ઊભા રહી ભાઈબંધને ભલામણ કરી કે “ભાઈબંધ! આપણો કરાર યાદ કરજે. કાલ સવારે સામા ડુંગરામાં આવી મળવાનું છે. નીકર તારું મૉત સમજજે!”

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits