18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેહના ચૂરા|}} {{Poem2Open}} નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં : અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ : એવી જાતનો ડુંગરો સિહોર ગામની પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
પછી એક દિવસ કુંવરે એ સરજુ ગાનાર રબારીને નજરોનજર જોયો. પોતાના ભાઈ બાપ પણ ખાડું ઘોળીને સાણાના ડુંગરમાં ધુંવાસ તરફ ચારવા ગયા. ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો થયો. સહુની ભેંસો ભેળી થઈને ચરે છે. માંદણાં ખૂંદે છે, મૂંગી મૂંગી જાણે રાણા-કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે. નાનાં ઝાડવાંની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ-બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે. રાણો રબારી પણ પોતાની ફાંટેથી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે. ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો, પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ. રબારીના મોંની કાળપ એના ગળાના ગાનની મીઠપમાં બૂડી ગઈ. કાળો મેહુલો, કાળી કોયલ, ધોળાં અમૃત દેનાર કાળી ભેંસો, કાળો વાસુકિ નાગ, કાળો ભમરો એવી એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ. એમાં શ્યામસુંદર રબારી રાણો પણ મળી ગયો. | પછી એક દિવસ કુંવરે એ સરજુ ગાનાર રબારીને નજરોનજર જોયો. પોતાના ભાઈ બાપ પણ ખાડું ઘોળીને સાણાના ડુંગરમાં ધુંવાસ તરફ ચારવા ગયા. ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો થયો. સહુની ભેંસો ભેળી થઈને ચરે છે. માંદણાં ખૂંદે છે, મૂંગી મૂંગી જાણે રાણા-કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે. નાનાં ઝાડવાંની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ-બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે. રાણો રબારી પણ પોતાની ફાંટેથી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે. ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો, પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ. રબારીના મોંની કાળપ એના ગળાના ગાનની મીઠપમાં બૂડી ગઈ. કાળો મેહુલો, કાળી કોયલ, ધોળાં અમૃત દેનાર કાળી ભેંસો, કાળો વાસુકિ નાગ, કાળો ભમરો એવી એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ. એમાં શ્યામસુંદર રબારી રાણો પણ મળી ગયો. | ||
કુંવરને જોઈ ત્યારથી રોજરોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાનાં ખાડુંને મોખરે ચાલ્યો આવે છે. અને રોજ ભાત આવવાનો વખત થતાં તો ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે. આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને, એટલી નજર કરીને દુહા રેલાવ્યે જાય છે : | કુંવરને જોઈ ત્યારથી રોજરોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાનાં ખાડુંને મોખરે ચાલ્યો આવે છે. અને રોજ ભાત આવવાનો વખત થતાં તો ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે. આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને, એટલી નજર કરીને દુહા રેલાવ્યે જાય છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં, | રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં, | ||
આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં. | આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.] | [આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય, | કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય, | ||
(એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય. | (એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[કાળી નાગણી જેવું એનું રૂપ-ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહિ, એને વશ થઈ જાય, એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે.] | [કાળી નાગણી જેવું એનું રૂપ-ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહિ, એને વશ થઈ જાય, એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે.] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે, | બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે, | ||
હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી. | હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.] | [બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા, | બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા, | ||
ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને. | ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[આગ ઊઠજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવાં જીંથરકાં (નાના) હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ! કેવો રૂપાળો ચોટલો કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે!] | [આગ ઊઠજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવાં જીંથરકાં (નાના) હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ! કેવો રૂપાળો ચોટલો કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે!] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાળે બીજાંની આંખ્ય, ચૂંચિયું ને બૂચિયું, | બાળે બીજાંની આંખ્ય, ચૂંચિયું ને બૂચિયું, | ||
મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની. | મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની. | ||
બાળે બીજાનાં ઉર, હાલે ને હચમચે, | બાળે બીજાનાં ઉર, હાલે ને હચમચે, | ||
છાતી ચાકમચૂર, હોય કોટાળી કુંવરની. | છાતી ચાકમચૂર, હોય કોટાળી કુંવરની. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[બળજો બીજી સ્ત્રીઓનાં સ્તન કે જે ઢીલાંપોચાં પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે.] | [બળજો બીજી સ્ત્રીઓનાં સ્તન કે જે ઢીલાંપોચાં પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે.] | ||
એવી કુંવરની કાયાનાં રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશિષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઊતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે. | એવી કુંવરની કાયાનાં રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશિષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઊતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે. | ||
Line 38: | Line 58: | ||
“ઠીક, જીતવા!” એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. બેય જણાં એકબીજાનો પડછાયો પણ લોપતાં નથી. | “ઠીક, જીતવા!” એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. બેય જણાં એકબીજાનો પડછાયો પણ લોપતાં નથી. | ||
થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો! | થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રાણા, રાતે ફૂલડે, ખાખર નીંઘલિયાં, | રાણા, રાતે ફૂલડે, ખાખર નીંઘલિયાં, | ||
સાજણ ઘેરે સામટે, આણાત ઊઘલિયાં. | સાજણ ઘેરે સામટે, આણાત ઊઘલિયાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ રૂડાં કેશૂડાંને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યાં? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે.] | [જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ રૂડાં કેશૂડાંને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યાં? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે.] | ||
ભલે જાય! ભલે જાય! ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય! એ પરાઈ બને તોય શું? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય — આપણે ઘેર કે બીજાને ઘેર — એને ઈશ્વર સુખી જ કરજો! | ભલે જાય! ભલે જાય! ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય! એ પરાઈ બને તોય શું? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય — આપણે ઘેર કે બીજાને ઘેર — એને ઈશ્વર સુખી જ કરજો! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ, | બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ, | ||
કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં સેણ. | કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં સેણ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[અરેરે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય; તોય એને કાળો નાગ કરડજો.] | [અરેરે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય; તોય એને કાળો નાગ કરડજો.] | ||
પણ — | પણ — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ, | થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ, | ||
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ. | (એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર-નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું.] | [ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર-નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું.] | ||
અને વળી — | અને વળી — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ, | કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ, | ||
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં સેણ. | (એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં સેણ. | ||
Line 55: | Line 89: | ||
હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ, | હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ, | ||
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ. | (એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હસતાં મોંવાળી, હેતભરી અને અમૃત-ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય, તો પણ એને કદી કાંટોય ન વાગજો! | હસતાં મોંવાળી, હેતભરી અને અમૃત-ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય, તો પણ એને કદી કાંટોય ન વાગજો! | ||
{{Poem2Close}} | |||
<center>*</center> | |||
<poem> | |||
મેલ્યું વાંગર ને માઢિયું, મેલી મવાની બજાર, | મેલ્યું વાંગર ને માઢિયું, મેલી મવાની બજાર, | ||
ડગલાં દી ને રાત, ભરવા પડે ભેરાઈનાં. | ડગલાં દી ને રાત, ભરવા પડે ભેરાઈનાં. | ||
રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયામાં રહે છે. પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વહેવાર નથી રહ્યો, છતાં પણ કુંવર ન જાણે તેમ એને નીરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહિ. એણે સદાને માટે પોતાનાં ગામ વાંગર ને | </poem> | ||
{{Poem2Open}} | |||
રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયામાં રહે છે. પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વહેવાર નથી રહ્યો, છતાં પણ કુંવર ન જાણે તેમ એને નીરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહિ. એણે સદાને માટે પોતાનાં ગામ વાંગર ને માઢિયું<ref>ભાવનગર જિલ્લાનાં ગામ.</ref> તજી દીધાં. મહુવા<ref>ભાવનગર જિલ્લાનાં ગામ.</ref>ની બજારે હટાણું કરવાનું ધુંવાસને ડુંગરથી છેટું થઈ પડ્યું. એટલે વારે વારે ઘી વેચવા ને કપાસિયા લેવા રાણો ભેરાઈ<ref>જૂનાગઢનું ગામ.</ref> બંદરે જવા લાગ્યો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
રાણો કે’ રહિયું નહીં, તનડું ટેક ધરી, | રાણો કે’ રહિયું નહીં, તનડું ટેક ધરી, | ||
કફરા જોગ કરી, હાથેથી હળવું પડ્યું. | કફરા જોગ કરી, હાથેથી હળવું પડ્યું. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
મનની ટેક ન રહી શકી. કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી, વિટંબણાઓ વેઠી કુંવરને મળવા ગયો, અને પોતાની મેળે જ હલકો બન્યો. અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું? | મનની ટેક ન રહી શકી. કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી, વિટંબણાઓ વેઠી કુંવરને મળવા ગયો, અને પોતાની મેળે જ હલકો બન્યો. અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય, | જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય, | ||
ખોરડ ખાવા ધાય, મન વાર્યું વરે નહિ. | ખોરડ ખાવા ધાય, મન વાર્યું વરે નહિ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલાં, જૂના નેસડામાં રહેનારાં ભેરાઈવાળાં આહીરિયાં ત્યાંથી ઉચાળા ભરીને ઊપડી ગયાં હતાં. કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો છે. રાણો પોતાની થાકેલી ભેંસોને ફોસલાવી-પટાવી હાંકતો હાંકતો સાણાના ડુંગરની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભમ્યો પણ — | જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલાં, જૂના નેસડામાં રહેનારાં ભેરાઈવાળાં આહીરિયાં ત્યાંથી ઉચાળા ભરીને ઊપડી ગયાં હતાં. કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો છે. રાણો પોતાની થાકેલી ભેંસોને ફોસલાવી-પટાવી હાંકતો હાંકતો સાણાના ડુંગરની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભમ્યો પણ — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કાગા જમત હે આંગણે, ખનખન પથારા, | કાગા જમત હે આંગણે, ખનખન પથારા, | ||
સાણા, સાજણ ક્યાં ગિયાં, મેલીને ઉતારા? | સાણા, સાજણ ક્યાં ગિયાં, મેલીને ઉતારા? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યાંયે એ છિન્નભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે. બાકી બધું ઉજ્જડ, નિર્જન છે. રાણો સાણા ડુંગરને પૂછે છે, ‘હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં?’ | ત્યાંયે એ છિન્નભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે. બાકી બધું ઉજ્જડ, નિર્જન છે. રાણો સાણા ડુંગરને પૂછે છે, ‘હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં?’ | ||
સામે મશ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરી બોલ્યો : ‘ચાલ્યાં ગયાં!’ | સામે મશ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરી બોલ્યો : ‘ચાલ્યાં ગયાં!’ | ||
રાણો ત્યાંથી આગળ ચાલ્યો. વિકરાળ મધ્યગીરમાં પેઠો. રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા-ચૂંકા વળાંક લેતી, ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે. એને રાણો પૂછે છે : | રાણો ત્યાંથી આગળ ચાલ્યો. વિકરાળ મધ્યગીરમાં પેઠો. રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા-ચૂંકા વળાંક લેતી, ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે. એને રાણો પૂછે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ, | ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ, | ||
રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુજાં સેણ. | રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુજાં સેણ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે રાવલ નદી, જેનો ચાર સરે ગૂંથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ?] | [હે રાવલ નદી, જેનો ચાર સરે ગૂંથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ?] | ||
કોઈએ જવાબ આપ્યો નહિ. રાણો રઝળતો બંધ થયો. થાકેલી ભેંસોનું અંતર સાણામાં જ ઠર્યું. જે જૂનાં ભીંતડાં ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે, તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો. | કોઈએ જવાબ આપ્યો નહિ. રાણો રઝળતો બંધ થયો. થાકેલી ભેંસોનું અંતર સાણામાં જ ઠર્યું. જે જૂનાં ભીંતડાં ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે, તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો. | ||
<center>*</center> | |||
કુંવરને ક્યાં લઈ ગયા હતા? નાંદીવેલાને ડુંગરે. રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરનાં સાસરિયાંને મળ્યા જ કરતા હતા, અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધાં નાંદીવેલે નિરાંત કરીને રહ્યાં. | કુંવરને ક્યાં લઈ ગયા હતા? નાંદીવેલાને ડુંગરે. રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરનાં સાસરિયાંને મળ્યા જ કરતા હતા, અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધાં નાંદીવેલે નિરાંત કરીને રહ્યાં. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ, | સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ, | ||
કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ. | કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે, અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ છે. એને રાણાના સમાચાર મળ્યા કરે છે. એ કહેવરાવે છે કે રાણા, અમારા નેસડા હવે નાંદીવેલા ઉપર છે, ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાનો સુહાગણનો વેશ સળગાવી રહી છે. તું કદી કદી નાંદીવેલે આવજે. | સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે, અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ છે. એને રાણાના સમાચાર મળ્યા કરે છે. એ કહેવરાવે છે કે રાણા, અમારા નેસડા હવે નાંદીવેલા ઉપર છે, ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાનો સુહાગણનો વેશ સળગાવી રહી છે. તું કદી કદી નાંદીવેલે આવજે. | ||
એમ થાતાં થાતાં તો — | એમ થાતાં થાતાં તો — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ, | આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ, | ||
રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. | રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[આસમાનમાં મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયમાં રાણો સાંભર્યો, કેમ કે આષાઢ મહિનાની બીજ આવી.] | [આસમાનમાં મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયમાં રાણો સાંભર્યો, કેમ કે આષાઢ મહિનાની બીજ આવી.] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કોટે મોર કણુકિયા, વાદળ ઝબૂકી વીજ, | કોટે મોર કણુકિયા, વાદળ ઝબૂકી વીજ, | ||
રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. | રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. અષાઢી બીજ આભમાં દેખાણી. આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખર પરથી બીજનાં દર્શન કરતો હશે; અત્યારે અમારી બન્નેની નજરું ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે; હાશ! આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો! એવું ચિંતવી ચિંતવીને બીજચંદ્રનાં દર્શન કરે છે.] | [ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. અષાઢી બીજ આભમાં દેખાણી. આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખર પરથી બીજનાં દર્શન કરતો હશે; અત્યારે અમારી બન્નેની નજરું ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે; હાશ! આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો! એવું ચિંતવી ચિંતવીને બીજચંદ્રનાં દર્શન કરે છે.] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે, | રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે, | ||
ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં. | ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.] | [હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.] | ||
રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલામાં બેઠી છે. વટેમાર્ગુઓની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહિ, ફક્ત રામરામ કહેવરાવે છે. જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે — | રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલામાં બેઠી છે. વટેમાર્ગુઓની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહિ, ફક્ત રામરામ કહેવરાવે છે. જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ, | રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ, | ||
છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી! | છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!] | [હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!] | ||
અને — | અને — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રાખડિયું રાણા, બળેવની બાંધી રહી, | રાખડિયું રાણા, બળેવની બાંધી રહી, | ||
છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે. | છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] | [ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] | ||
આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો : | આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે, | સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે, | ||
આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે. | આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
સાણામાં દિલ જંપ્યું નહિ. ત્યાંથી બે ગાઉ ધુંવાસનો ડુંગર આવ્યો. ત્યાં પગ થંભી ગયા, અને કુળલાજ વારેવારે આડી આવીને ઊભી રહેવા લાગી. છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી, રાણાનું રડતું હૃદય, સીધેસીધું નહિ પણ આંટા લેતું, અચકાતું અચકાતું, જોરાવરીથી ખેંચાતું ખેંચાતું, આખરે નાંદીવેલામાં આવ્યું. | સાણામાં દિલ જંપ્યું નહિ. ત્યાંથી બે ગાઉ ધુંવાસનો ડુંગર આવ્યો. ત્યાં પગ થંભી ગયા, અને કુળલાજ વારેવારે આડી આવીને ઊભી રહેવા લાગી. છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી, રાણાનું રડતું હૃદય, સીધેસીધું નહિ પણ આંટા લેતું, અચકાતું અચકાતું, જોરાવરીથી ખેંચાતું ખેંચાતું, આખરે નાંદીવેલામાં આવ્યું. | ||
આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. | આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. | ||
રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે — | રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કુંવર ઊછળે તો મર ઊછળ, (તું) શીદ ઊછળછ સાણા, | કુંવર ઊછળે તો મર ઊછળ, (તું) શીદ ઊછળછ સાણા, | ||
કુંવરને કાલ્ય મનાવશું, (તું) પડ્યો રે’ને પાણા! | કુંવરને કાલ્ય મનાવશું, (તું) પડ્યો રે’ને પાણા! | ||
[હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે. એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે?] | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે. એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે?]''' | |||
<center>*</center> | |||
કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું. | કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું. | ||
સ્વામી પૂછે છે : “આ શું થયું?” | સ્વામી પૂછે છે : “આ શું થયું?” | ||
Line 118: | Line 206: | ||
પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું : એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ!” | પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું : એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ!” | ||
અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથપગ દાબી રાખી, એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપાવરણું સ્વરૂપ કાળું કદરૂપ બની ગયું. ડામ પાક્યા, તેમાંથી રસી વહેવા લાગી, કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ. | અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથપગ દાબી રાખી, એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપાવરણું સ્વરૂપ કાળું કદરૂપ બની ગયું. ડામ પાક્યા, તેમાંથી રસી વહેવા લાગી, કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ. | ||
<center>*</center> | |||
સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો. | સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો. | ||
ભાતભાતની વનસ્પતિનાં મૂળિયાં વાટે થઈને વહ્યાં જતાં ગીરનાં પાણી પી-પીને રાણાને શરીરે ‘ગર લાગી’ એટલે કે ગીરનાં હવા-પાણીથી હાથપગ ગળતા ગયા ને પેટ ફુલાતું ચાલ્યું. હાલીચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને, જાણે કોઈક કાસદિયો આવ્યો હોય તેવી રીતે કા! કા! કરવા લાગ્યો. ભાનભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે! | ભાતભાતની વનસ્પતિનાં મૂળિયાં વાટે થઈને વહ્યાં જતાં ગીરનાં પાણી પી-પીને રાણાને શરીરે ‘ગર લાગી’ એટલે કે ગીરનાં હવા-પાણીથી હાથપગ ગળતા ગયા ને પેટ ફુલાતું ચાલ્યું. હાલીચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને, જાણે કોઈક કાસદિયો આવ્યો હોય તેવી રીતે કા! કા! કરવા લાગ્યો. ભાનભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે! | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે, | ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે, | ||
કે’ને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી? | કે’ને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે કાગડા, તું આ વન વીંધીને ક્યાંથી આવે છે? તેં કુંવરને ક્યાંય દીઠી? કઈ નદીને આરે કુંવર જઈને ઊતરી છે, હે કાગારાણા? મારી કુંવરને તું પિછાને છે?] | [હે કાગડા, તું આ વન વીંધીને ક્યાંથી આવે છે? તેં કુંવરને ક્યાંય દીઠી? કઈ નદીને આરે કુંવર જઈને ઊતરી છે, હે કાગારાણા? મારી કુંવરને તું પિછાને છે?] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પાતળપેટાં, પીળરંગાં, પસવને પારે, | પાતળપેટાં, પીળરંગાં, પસવને પારે, | ||
કુંવર કુંપો કાચનો, ઊતર્યાં કિયે આરે? | કુંવર કુંપો કાચનો, ઊતર્યાં કિયે આરે? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે; રંગ તો ચંપકવરણો પીળો છે; પસવ નામના પ્રાણી જેવી સુંવાળી તો એની કાયા છે; કાચના શીશા સરખી નાજુક છે; એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે કાગારાણા?] | [પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે; રંગ તો ચંપકવરણો પીળો છે; પસવ નામના પ્રાણી જેવી સુંવાળી તો એની કાયા છે; કાચના શીશા સરખી નાજુક છે; એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે કાગારાણા?] | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
</poem> | |||
અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે — | અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે — | ||
ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો, | ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો, |
edits