સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/રાઠોડ ધાધલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રાઠોડ ધાધલ|}} {{Poem2Open}} સોરઠમાં મોટી મોટી લડાઈઓનો જુગ આથમી ગયો હતો. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડ...")
 
No edit summary
 
Line 7: Line 7:
ફક્ત બહારવટાની બંદૂકો દસેય દિશામાં ગડેડાતી હતી. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ અને સોરઠમાં બાવા વાળો હાક બોલાવતા હતા. બાકી તો લૂંટારા કાઠીઓ ગુજરાતના કાંઠા સુધી મેલીકાર લઈને લૂંટો કરતા હતા.
ફક્ત બહારવટાની બંદૂકો દસેય દિશામાં ગડેડાતી હતી. ગોહિલવાડમાં જોગીદાસ ખુમાણ અને સોરઠમાં બાવા વાળો હાક બોલાવતા હતા. બાકી તો લૂંટારા કાઠીઓ ગુજરાતના કાંઠા સુધી મેલીકાર લઈને લૂંટો કરતા હતા.
એવે સંવત 1900ને સમયે કાઠિયાવાડના મુલકમાં સોનાની વીંટી જેવા સનાળી નામે ગામડામાં રોગી સોપારી જેવો બેઠી દડીનો રાઠોડ ધાધલ નામનો કાઠી જેતપુર દરબાર રાણિંગ વાળાની જમીનની ચોકી કરતો હતો.
એવે સંવત 1900ને સમયે કાઠિયાવાડના મુલકમાં સોનાની વીંટી જેવા સનાળી નામે ગામડામાં રોગી સોપારી જેવો બેઠી દડીનો રાઠોડ ધાધલ નામનો કાઠી જેતપુર દરબાર રાણિંગ વાળાની જમીનની ચોકી કરતો હતો.
સનાળીના ત્રણ બાજુના સીમાડા ઘેરીને ગોંડળ રાજનાં ગામડાં ઊભાં છે : ઉગમણી કુંભાજીની દેરડી, ઓતરાદી રાણસીંકી અને આથમણી વાવડી : એમ ત્રણ ગામડાંમાંથી ગોંડળની પાદશાહી દૂબળાં-પાતળાંને ભીંસ કરતી કરતી પગલાં માંડી રહી છે. દેરડી અને સનાળીના સીમાડા ઉપર વખતોવખત લોહી રેડાય છે. રાણિંગ વાળાને ખબર હતી કે રાઠોડ ન હોય તો સનાળીના ભુક્કા નીકળી જાય. એટલે પોતાના એ જોરાવર નાતાદારને  રાણિંગ વાળાએ પંદર સાંતીની જમીન અને ચાર સાંતીની વાડી આપીને સનાળીમાં રાખ્યો હતો. કાઠિયાણીના ઉદરમાં કંઈક અગ્નિના ગોળા પાકે છે : રાઠોડ એવી કોઈ માની કૂખે અવતર્યો હતો. એને તો —  
સનાળીના ત્રણ બાજુના સીમાડા ઘેરીને ગોંડળ રાજનાં ગામડાં ઊભાં છે : ઉગમણી કુંભાજીની દેરડી, ઓતરાદી રાણસીંકી અને આથમણી વાવડી : એમ ત્રણ ગામડાંમાંથી ગોંડળની પાદશાહી દૂબળાં-પાતળાંને ભીંસ કરતી કરતી પગલાં માંડી રહી છે. દેરડી અને સનાળીના સીમાડા ઉપર વખતોવખત લોહી રેડાય છે. રાણિંગ વાળાને ખબર હતી કે રાઠોડ ન હોય તો સનાળીના ભુક્કા નીકળી જાય. એટલે પોતાના એ જોરાવર નાતાદારને<ref>કાઠી લોકો સાળાને સાળો ન કહે, ‘નાતાદાર’ કહે</ref> રાણિંગ વાળાએ પંદર સાંતીની જમીન અને ચાર સાંતીની વાડી આપીને સનાળીમાં રાખ્યો હતો. કાઠિયાણીના ઉદરમાં કંઈક અગ્નિના ગોળા પાકે છે : રાઠોડ એવી કોઈ માની કૂખે અવતર્યો હતો. એને તો —  
{{Poem2Close}}
<poem>
મોસાળે વાળા મરદ, સે કમધ સવાય,  
મોસાળે વાળા મરદ, સે કમધ સવાય,  
રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ.
રાઠાને રણમાંય, નાઠાની બારી નહિ.
[જેનાં મોસાળિયાં વાળા વંશનાં છે અને જેના પિતૃપક્ષના વંશને એટલે કે ધાધલ કુળને ‘કમધ’ની ઉપમા મળી છે તેવા બન્ને ઉજ્જ્વળ કુળના સંતાન રાઠોડ ધાધલને રણક્ષેત્રમાંથી બહાર નીકળવાની બારી હોય નહિ. નાસે તો એનાં બન્ને કુળ લાજે.]
</poem>
{{Poem2Open}}
'''[જેનાં મોસાળિયાં વાળા વંશનાં છે અને જેના પિતૃપક્ષના વંશને એટલે કે ધાધલ કુળને ‘કમધ’ની ઉપમા મળી છે તેવા બન્ને ઉજ્જ્વળ કુળના સંતાન રાઠોડ ધાધલને રણક્ષેત્રમાંથી બહાર નીકળવાની બારી હોય નહિ. નાસે તો એનાં બન્ને કુળ લાજે.]'''
  — એવો દુહો કહીને સનાળીના ખોડાભાઈ ચારણે બિરદાવ્યો હતો. ધીંગાણાં કરવાં એ તો એને મન રમત વાત હતી. સદાય રણસંગ્રામ ખેલતો તોય આપો રાઠોડ આનંદી હતો. ગામમાં ને પરગામમાં આપો બધી વસ્તીને પૂછવાનું ઠેકાણું હતો. દારૂ-માટીને એ સૂરજનો પુત્ર અડતોય ન હતો. દૂધના ફીણ જેવો એની કાયાનો વાન હતો. અર્ધે માથે કપાળ હતું. ચડિયાતી આંખો હતી. ગોળ કાંડાં હતાં. ઢાલ જેટલી પહોળી છાતી હતી. વેંતવેંતની વાંકડી મૂછો અને કાને આંટા લે એવાં વાંભવાંભના કાતરા હતા.

<center>*</center>
<center>*</center>
18,450

edits