શાંત કોલાહલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 106: Line 106:




<center><big>'''રાગિણી'''</big></center>
<br>
<center>'''૧ લલિત'''</center>


<poem>
રે ધન્ય, આ નયન ધન્ય તને લહીને !
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી,
તું ભાસ્વતી ગગનની અરુણા યશસ્વી,
મારે નિકેતન તને લહી ધન્ય, ધન્ય !


તારા પ્રસન્ન ઉરનો ટહુકંત છંદ
ઝીલી રહેલ દ્રુમકોકિલ, દિગદિગંતે
એની કશી ધ્વનિત જાગ્રતિ !- ફૂલગંધે
પોઢેલ વાયુ અવ તો લહરે રમંત !


તેં એવું અંજન કશું નયને ધર્યું કે
જે ન્યાળુ તે સકલ સુંદર વ્હાલસોયું !
ને પ્રાણનેય પણ સ્પંદન ! તાલપ્રોયું
અસ્તિત્વ મારું લહું નૃત્યતણા હિલોળે !


તારા મૃણાલવદને ઝૂક્યું વ્યોમ નીલ
સંમોહને, લલિત હે ! અનુરાગશીલ.
</poem>


<center>'''૨ તોડી'''</center>


<poem>
તારી, પ્રિયે ! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું :
પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે
કાસારની જલની લ્હેર કિનાર સાથે
ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ.


એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન દ્રષ્ટિ, ઉદાર વક્ષ !
હે તન્વિ ! તેજનમણી સરપદ્મિની હે !
તારું ઊડે વસન શ્વેત જરા જરા તે
ન્યાળુ તથૈવ મુજ રે’ અણતૃપ્ત ચક્ષ.


ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન,
એકાન્ત શૂન્યરવ તે કશું લોલ બોલે,
વિશ્રંભથી વનવિહંગ કુરંગ જોને
સાન્નિધ્ય – નિર્મલ – સુધાનું કરંત પાન !


લજ્જા ઢળેલ દ્રગથી ઉર દીધ જોડી ; 
હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી.
</poem>


<center>'''૩ દેશી'''</center>
<poem>
મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ,
એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ;
ઘેરી ઘટાથી ઢળતાં જ્યહીં આમ્ર, નીપ,-
ત્યાં ટ્હૌકતી (મદિર ઊર્મિની આવી બાઢ) !
તું જેની તેની સહ કોટિ કરંત લાડ,
હો મંજરી અગર કંકર કે વિહંગ:
આલિંગતી નિખિલનાં સહુ અંગ અંગ;
રે તું હવા શી વહી જાય, ન કોઈ આડ !
તું શ્યામ, વર્ણ તવ અંચલનો વસંતી :
ભૂલે દ્રગો પલક, શીતલ એવી આગ !
ને પાશ જેમ વીંટળાઈ વળે પરાગ
તારો, તું વન્ય રણકાર થકી હસંતી !
એ આપણું મિલન મંગલ, મુગ્ધ દેશી !
તું યે ઉશીર ખડની કુટિરે પ્રવેશી !
</poem>
<center>'''૪ મધુમાધવી'''</center>
<poem>
ઝૂક્યો જરાક રવિ પશ્ચિમને પ્રદેશ,
ને દીર્ઘ છાંય તરુની થઈ વાટિકામાં;
તારો સખીગણની સંગ ત્યહીં પ્રવેશ,
કિલ્લોલતી મૃદુ કટાક્ષથી સામસામા.
ને ત્યાં કદંબ થકી ટ્હૌકત નીલકંઠ,
એને ધરે તું કરમાં કણ ધાન્યકેરા;
વિશ્રંભથી ચુગત એ પણ મંદ મંદ,
તારે શિરે કુસુમની વરસંત મેહા.
આનંદથી સભર અંતરકેરી હોંશે
તું ખેલતી હીંચતી વા દ્રુમને હિંડોળે;
રેલાય ગાન રમણાતણું ધન્ય તોષે,
જેની લહેરથી હવા ચડતી હિલોળે !
બંદેજ  પીમળ મહીં મધુમાધવીની !
લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની !
</poem>
<center>'''૫ આશાવરી'''</center>
<poem>
ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત :
તારે વિલોલ દ્રગ ઈપ્સિત કામનાનું
અંજાય સ્વપ્ન રમણીય, રહે ન છાનું
પ્રત્યેક અંગતણી ભંગિથી જે સ્ફુરંત.
વાજે શિવાલયની ઝાલર આ પ્રશાન્ત :
ને પંછિ ખેતરથી નંદિત જાય નીડે.
તું બાજઠે જલભર્યો કરવો મૂકીને
ગૂંથે પ્રસૂન જઈ બેઠી ગવાક્ષપ્રાન્ત.
ઝાંખો ક્ષણેક્ષણ  થતો પથ, દીપતેજે
તારો વધુ ઝળહળંત વિલાસખંડ,
જાણે સુણાય પ્રિયની પગલી, - હસંત
લાવણ્ય તારું શગઉજ્જવલ, પૂર્ણ હેતે.
તારી પલેપલ પ્રસન્ન વધે પિયાસા :
હે પ્રેયસી ! રમણની નહિ દૂર આસા !
</poem>
<center>'''૬  કોશી'''</center>
<poem>
અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન,
ને મંદ મંદ પવને હળવો વિલોલ;
તું આવતી નિકટ હૈ પ્રિય, પૂર્ણકામ,
ધારે, પ્રસન્નમુખ, શ્વેત ધરી નિચોલ.
તારો સુકોમલ મળે કરસ્પર્શ ભાલે,
રહેતી ન કલાન્તિ કંઈ શીતલ એવું પાન;
ને બનીને સ્વર વિલંબિત ચારુ, તારું
ત્યાં આત્મલીન ઉરનું રણકંત ગાન !
લેલીન સૃષ્ટિ દ્રગની મનની ય એમ,
કોઈ વ્યતીત નહિ, કોઈ રહે ન યાદ;
જેને નહીં ઉગમ વા શમવાનું એવો
આનંદનો પરમ કેવલ બિંદુ નાદ !
કલ્યાણી હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી !
હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી !
</poem>
<center>'''૭ સોહિણી'''</center>
<poem>
આ મધ્યરાત્રિમહિં સંસૃતિ શાંત પોઢી
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :
ત્યાં ઇન્દુએ ક્ષિતિજડાળથી દ્રષ્ટિ માંડી
આછી કલાની પણ શી નમણી અપાર !
તું એક ઝીણું ધરી અંચલ મુકત કેશે
તારે પલંગ ઉપધાન અઢેલી સ્હેજ
રેલંત આર્દ્ર ઉરનો સ્વર; સન્નિવેશે
કોનું સુણાય પગલું?- ઉભરાય હેજ !
તારું દુકૂલ ઉડતું સિત કૌમુદીમાં
લાવણ્ય ભીતરનું દાખવતું લલામ :
રે અંગકંપ લહી નેત્ર ઢળંત ધીમાં
ને તું પ્રસન્નમન, સંવૃત, પૂર્ણકામ !
ન્યાળી તને દયિતસંયુત, સોહિણી હે !
ચંદ્રે દીધું સુરતચુંબન રોહિણીને !
</poem>
<center>'''૮ ભૈરવી'''</center>
<poem>
નિંદ્રા મહીં-તિમિરશીતલ કંદરામાં-
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
હૈયું, મને ધરતું જાગ્રતિની હવામાં.
તારી અહીં જલતી નિશ્ચલ એક જ્યોતિ,
અંજાય એની દ્રગમાંહિ  પ્રશાન્ત દીપ્તિ !
અંધારઆવરણ ઓસરી જાય, સૃષ્ટિ
આભાથી ઉજ્જવળ વિલક્ષણ રૂપ સ્હોતી !
ઉત્ફુલ્લ પદ્મતણી હ્યાં પમરે સુગંધ,
માધુર્ય જેનું અનુપ્રાણિત અંગઅંગે;
ને રોમહર્ષમય કંપનના તરંગે
શી ચિન્મયી પરમ શક્તિ રહી સ્ફુરંત !
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત;
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત !
</poem>
<center>'''સ્વપ્ન'''</center>
<poem>
જે સ્વપ્ન જોયું, અહીં જાગૃતિ સંગ એનું
સંધાન પામું, પ્રિય હે, રમણીય કેવું !
હું એકલો કહીં મહાનદને કિનાર
ઊભો વિલોકી રહું દૂરની અદ્રિકુંજ : 
કોઈ અગમ્ય લહું કર્ષણ  દુર્નિવાર,
આલાપ સાદ સુણું સંતત મંદમંદ.
ત્યાં નીરખું નિકટ આવી રહેલ નાવ
વેગે, પ્રફુલ્લસઢ, તોરણ ને પતાકા
કેરે અલંકરણ, વૈભવને પ્રભાવ,
રે કિંતુ માનવની કોઈ મળે ન રેખા !
કો પૂર્વ નિર્ણયથી સન્મુખ આવી ઝૂકી,
સંકેતથી રહી નિમંત્રણ દેતી, હૃદ્ય;
આંનદની સહજ ઊર્મિની પ્રેરણાથી
ત્યાં હું ય તૂતકની ઉપર જાઉં સદ્ય.
શી ત્યાં અદર્શ હિલચાલ થતી લહાય !
ઘેરો હવાની મહીં કો જયઘોષ ગાજે !
મોરો ફરે ત્વરિત ને દ્રુત વેગ ધાય
છૂટેલ તીર સમ કેવળ લક્ષ્ય કાજે !
હિલ્લોળતા જલતરંગની કંદરાથી
સંગીત કોઈ વહતું મધુમૂર્ચ્છનામાં :
વિદ્યાધરીની મૃદુ અંગુલિના સુહાગી
સ્પર્શે સકંપ બીન ઝંકૃત સંમુદામાં?!
એનું રહસ્ય ધરવા લહું  નિર્નિમેષ
ત્યાં, વારિ ક્યાંય નહિ, ઓઘપ્રકાશ કેરો :
ને વીચિ વીચિ પર હીરકની વિશેષ
રંગીન ઝાંય મહીં યે પણ સૂર પેલો !
માધુર્યમાંહિ મન લીન બન્યું સહેજે :
ને શૂન્યની સ્થિતિ, ન જ્યાં ધ્વનિનું ય ભાન.
ત્યારે જ લાધી ફરી જાગ્રતિ, નવ્ય દેશે
હોડી થઈ સ્થિર, જ્યહીં વિરમેલ ગાન.
એ શૈલભૂમિ પર પાય ધરું અને જ્યાં
પાછો વળી લહું, ન ક્યાંય જણાય નાવ !
હું કૈંક વિસ્મયથી દૂર વિલોકતો ત્યાં
કો અટ્ટહાસ્ય ઊઠતું ભયને વિભાવ.
ક્યાંયે ન કોઈ દિસતું, રવહીન શાન્તિ
વ્યાપી બધે, પણ હવા મહિં ભાર ભૂર.
ના દ્રષ્ટિની શ્રવણનીય ન લેશ ભ્રાન્તિ,
રે કોઈ ગોપન રહી રમતું અદૂર !
શેવાળનીલ તટભેખડ ઠેકી થોડે
આગે જતાં નીરખું માનવ અસ્થિમુંડ
વેરાયલાં અહીંતહીં બહુ જેની સોડે
કો અભ્રશ્વેત વળી ન્યાળું હું ભસ્મપુંજ !
ક્યાં અદ્રિકુંજ તણી સુંદરતા અને ક્યાં
એકાન્ત નિર્જન અહીં અવ રક્ત શ્યામ !
ચોમેર-કાશ તરું અંતરિયાળ-થી હ્યાં
મંડાય ભૂખી શત આંખ અદીઠ આમ.
આછેરી કંપલહરી વહી રોમ રોમ,
એને પ્રભાવ નવશક્તિથી સ્ફૂર્તિવંત :
મારે જ તેમ સહુ ઉજ્જવલ ભૂમિ વ્યોમ
ને હાથમાં નિયતિનો લહું ભાગ્યદંડ !
મેં ભાલમાહિં  કીધ લેપન ભસ્મ કેરું :
ને પ્રેત- અસ્થિ-અવશેષ પડેલ સર્વ
એને ધરી દઈ વહેણનીમાંહિ, હેરું
તો વાયુમંડલ કશું હળવું પ્રફુલ્લ !
હું મંદ મંદ ગિરિકાનનની દિશામાં
ચાલું ત્યહીં નકુલ કો’ ખડપુંજમાંથી
ડોકાઈ, બીજી ગમ વેલ છવાઈ તેમાં
જાતો અનાકુલ પદે રમતો ત્વરાથી.
એના જવે અચલ મૌન બન્યું વિલોલ :
ઉલ્લાસપૂર્ણ ટહુકે ઊડતાં વિહંગ :
નાં કોઈ પૂર્વ-પરિભાવન-યાદ તો ય
હાવાં અહીંનું સહું તે લહું અંતરંગ !
બ્હોળો કંઇક તટ પૂર્ણ થતાં જ ગાઢ
આવ્યું અરણ્ય તરુગુંફથી દ્રષ્ટિરમ્ય.
આછી સુગંધ સહ કો પ્રસરંત ગાન
જેની ન કર્ણશ્રુતિ, જે પણ વૃતિગમ્ય.
એમાં પ્રવેશતણી ન્યાળી ન કોઈ કેડી
મેં આમતેમ બહુ ખોજ કરી છતાં ય:
એવી અડોઅડ વનસ્પતિ વિસ્તરેલી
જે છેદી ભેદી કરીને જ ધરાય પાય.
મેં ચાર, છાતી ઊંચી, એડી નીચે દબાવી,
ત્યાં તો કશી ખળભળે વન વ્યગ્ર થાતું !
ચિત્કાર સંગ શત વાનર આંહિં ત્યાંથી
ડોકાય, ધાય, મુખ જેમનું ક્રોધરાતું !
મેં જ્યાં ધર્યો પગ ત્યહીં અટકું ઘડીક,
નિસ્તબ્ધ ત્યાં સકલ વૃક્ષની ડાળ ડાળ :
જે જ્યાં ત્યહીં જ સ્થિર એ કપિનું અનીક,
એકાગ્ર, તત્પર ક્ષણે ભરવા જ ફાળ !
શાં નેત્ર નીલ ધુતિથી ચમકે બધાંનાં
જે તીક્ષ્ણ તીર સમ વેધક(દર્શનીય) :
ને બાજુમાં જ ફલ પક્વ લહું મઝાનાં
જેની હતી રુચિ-સ્પૃહા ન મને જરીય.
આ બાજુ સંનિકટ કો થડને વીંટાયો
કર્બૂર વાહસ પ્રલંબ પ્રચંડકાય.
નિશ્ચેષ્ટ ને વળી કહીં કંઈ પત્રછાયો,
સૂતેલ શો, દ્રગ છતાં ઊઘડે મીંચાય !
આંહી બધે જ અવરોધન કિંતુ પેલો
ઊંડાણમાંથી અહીંનાં પ્રગટંત સૂર :
હું વિઘ્નને અવગણી ધ્વનિ મેર નેત્રો
માંડું : -ઘટાની મહીં દૂર પ્રકાશપુંજ.
આ તેજમાંથી લહું શ્વેત વિહંગ કોઈ
આવે હવા પર સહેલતું આ દિશામાં.
ક્યારેક સાદ- કલનાદ કરંત, જોઈ
જાણે મને ઈજન દેતું પ્રસન્નતામાં.
ઝૂકી નજીક, ત્રણ ચક્ર લઇ વિશાળ,
રે શાન્ત દ્રષ્ટિ-ઋજુ બોલ-તણા ઈશારે
દેખાડતું ન પથ હોય શું એમ જાય.
પાછું ફરી; હું સરું દોરવણી પ્રમાણે.
કેવો પ્રદેશ પદક્રાન્ત કરેલ એનો
કોઈ ન બોધ; પણ હંસનું લુપ્ત લક્ષ્ય
થાતાં, વળી નજર ભૂમિ ભણી, અહીં તો
ખુલ્લો પહાડ ખડકાળ તથૈવ ભવ્ય.
એ શ્યામ શૈલ તણી ભેખડ ખીણ માંહે
કૈ પદ્મરાગ, કહી તો વળી ઇન્દ્રનીલ
જેવા વિભિન્ન બહુ વર્ણની ઝાંય સોહે,
ત્યાં કો ગુહાલય તણા લહું રત્નકીલ.
ને એ જ તે સ્થલથી ઉદ્દભવતું સૂરીલું
વીણાની સંગ મધુ કંઠનું રમ્ય ગાન;
એની પરંપરિત લ્હેરની છોળ ઝીલું
ને સંમુદામય સરું સ્વરને વિધાન.
હું જ્યાં કરું ઉપવને રમતાં પ્રવેશ,
ત્યાં બેઉ બાજુ થકી ક્રુદ્ધ કરાલ વ્યાલ
ફૂત્કારતા ગરલ કાલિયથી વિશેષ;
રે ઘોર ઘોષથી  ધ્રૂજંત દિગન્તરાલ.
જેવી સહેજ કરું દંડથી યુકત હસ્ત
ઊંચો, ત્યહીં ઉભય શાન્ત વિનમ્ર ભાવે
પાળેલ હોય પશુ તેમ લપાય; સ્વસ્થ
સોપાનશ્રેણી ચડી જાઉં  ગુહાની માંહે. 
આછી ઢળેલ રજની મહીં શુક્ર તારા
લાવણ્ય શુભ્ર વિકિરન્ત નિહાળું સામે :
ને તેજકંપ થકી બે દલ પદ્મ કેરાં
ખૂલે ન શું? પલક નેત્ર તણી વિરામે.
ખોળાનું બીન નિજ બાજુ વિશે ધરીને
પયઁકથી ઊતરી સસ્મિત આવકાર
દેતી, સમીપ મુજ આવતી, અન્ય એને
નીલાંચલા અનુસરી રહી અષ્ટ નાર.
પત્યેક વાદ્ય અવ મૌન મહીં તથાપિ
માધુર્યથી સભર ઝંકૃતિ સંભળાય !
ત્યાં સુંદરી અનુનયે શી વશિત્વવાળી
સૌહાર્દઈંગિતથી ભીતર દોરી જાય !
આતિથ્ય કેવલ નહીં, પરિચાર ભિન્ન
પામું હું આર્દ્ર ઉરની રતિપ્રેરણાનો.
એ પાર્શ્વ માંહિ ઉપવિષ્ટ પછી, પ્રસન્ન
રેલે અમી-ઘૂંટ પરસ્પર પૂર્ણતાનો.
એણે ઊંડા ઉમળકાથી અનામિકાની
મુદ્રા મને દીધ સુશોભિત પંચરત્ને :
ને કર્ણગોષ્ટ સમ મંદ વદંત વાણી
એના રહસ્યની કંઇક સલજ્જ થૈને.
‘જેણે કરાંગુલિ વિષે ધરી મુદ્રિકા આ
એને બધે ય સહેજે મળી જાય માર્ગ;
આ ભૂમિ કે સલિલ, અગ્નિ, પ્રવાતમાં વા
વ્યોમે અલભ્ય સ્થળ કો ન, સદા કૃતાર્થ.’
ઢાળી દઈ નયન ચંચલ એ અબોલ
ઊભી ત્રિભંગમહિં સુંદર ત્યાં જ એના
કૂણા મૃણાલકરને ગ્રહીને અમૂલ
વીંટી પરોવી દીધ મેં લહી નંદહેલા !
સંસ્પર્શના બલ થકી ધરીને મને જ્યાં
ધીરે પદે લઇ જતી નિજ ગર્ભ ગેહે
રે ધન્ય એ પલ, હું જાગી નિહાળું છું ત્યાં
તો આપણે જ અભિલગ્ન રહેલ નેહે !
આ સ્વપ્નનો સુખદ આસવ તેં જ પાયો,
તારા સુકોમલ કરે કર આ ગ્રહાયો.
</poem>
<center>'''લગની'''</center>
<poem>
વિલસે અહીં મારી સન્મુખ
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં;
ક્લાગાનથી, ગંધસ્પર્શથી
વળતાં ઘેરી મને હુલાસમાં.
ઉર તો અળગું રહી પણ
સહુની મધ્યથી માર્ગ મેળવી,
કહીં દૂર અજાણ દેશમાં
પ્રિયની સન્નિધિમાં જતું સરી.
દ્રગને નહિ રૂપ, કર્ણને
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન:
સુખ કિંતુ લહાય સર્વનું
જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન.
અહીં સંતત કાલમાં ગતિ
લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.
</poem>
<center>'''પુનર્મિલન'''</center>
<poem>
તું આમ પંથ પર જાય મળી અચિંત !
કૈં કેટલી ઋતુ વહી ગઈ, જેની સાથ
તારી અકાય સ્મૃતિનો લય; મૂર્તિમંત
શી આંહિ તું પ્રગટતી ફરી કિંતુ આજ !
ભેળાં મળે જલદઅંતર બે અને આ
નેત્રે રમે તડિત રેલતી તેજ તેજ !
આનંદમંદ્રમય કોઈ પ્રસન્નતાને
ગોરંભ ભૂમિઉર આર્દ્ર, ઝીલંત હેત !
ને પૂર્વના મિલનની વચલો પ્રલંબ
જે કાલ, શૂન્ય સમ તે, જ્યાં અભેદ :
રે એ જ મૌગ્ધ્ય, વળી એ જ ઉમંગ રંગ
ને એ જ સન્નિધિ-સમાધિની માંહિ એક !
શી વાયુની લહર આવતી મંદ મંદ
માટીની આ વહતી પ્રાણ વિષે સુગંધ !
</poem>
<center>'''તવ પ્રવેશે'''</center>
<poem>
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
પુલિનપટમાં મંદસ્ત્રોતા વહી રહી વાત્રક;
જલલહરભીની વેળુમાં ઊગ્યાં કંઈ વેતસ,
ત્યહીં નજીક કોઈ એકાકી નિહાળું વિહંગને,
ઇહ વિવિધ વર્ણે સોહંતી વિશાળ નિસર્ગશ્રી,
પ્રિય ! સહજ લાગે બારીથી મઢાયલ ચિત્ર શી.
પણ તવ પ્રવેશે એમાં આ કશું પરિવર્તન !
અવ અહીં રમે હિલ્લોલંતી હવા અવકાશનાં
અમિત ગહનોને લ્હેર્યુંમાં ઉછાળતી; પ્રાણના
સકલ કરણે સ્પર્શી રે’તાં મુદામય સ્પંદન !
વિહગ ટહુકે, એનો રેલે દિગન્ત પ્રતિધ્વનિ:
રગરગ મહીં જાણે આરોહતી ગતિ સૂર્યની !
પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.
</poem>
<center><big>'''ત્રિમૂર્તિ'''</big></center>
<br>
<center>'''૧ કન્યા'''</center>
<poem>
કંકાવટી કર મહીં ધરીને ગલીની
(તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે,
ને અક્ષતે વળી વધાવતી, કૈં અધીરી
કો સ્વપ્નને નિરખતી તવ બાલવેશે.
તું ફૂલની કલિ હવાની લહેર સંગ
ડોલી જતી, ઊઘડતી, ઝરતી પરાગ;
ને તો ય, નિત્ય વ્રતનો તુજને ઉમંગ,
તું ધારતી દલ વિશે તપ કેરી આગ.
એવી તને પ્રિય ! લહી કમનીય, સ્નિગ્ધ,
તેજસ્વિની હૃદયનાં બલને પ્રભાવ,
તું લાગતી’તી અતિ ચંચલ, વેગશીલ,
સ્વાધીન કિંતુ સહુ કેવલ જ્યાં વિભાવ.
તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી;
એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી.
</poem>
<center>'''૨ મુગ્ધા'''</center>
<poem>
‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા
ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં.
‘નહીં નહિ’ વદી વળી, ચિબુક તર્જનીથી ગ્રહી
સુચારુ તવ ઓષ્ઠનું મધુર પાન કીધું તદા.
સલજ્જ તવ લોલ નેત્ર પર ઢાળીને પાંપણ,
કપોલ પરને પ્રસન્ન અનુરાગ સોહામણું
સરોજમુખ તારું બાજુ ભણી કૈંક ઝૂક્યું, પણ
સમીપ સરી ગાત્રથી શિથિલ વીંટળાઈ રહી.
નકાર તવ નૂરી; જેની પર વ્હાલ આરૂઢ થૈ
અનંગ સમ, પુષ્પને શર વીંધી ગયું અંતર
મદીય; નહિ ઘાવ, દંશ ત્યહીં સર્પનો....જે મીણો
ચડ્યો; વિવશ હું તથૈવ સુખની લહી મૂર્છના.
વિભિન્ન તનનું ન દ્વૈત જ્યહીં નિત્યનું કર્ષણ !
સ્મરું :- પુન: તે તવ સ્વરૂપનું કરું દર્શન.
</poem>
<center>'''૩ માતા'''</center>
<poem>
આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ
સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ !
રે ભેદ-ભંગમય ક્રીડનમાં સ્ફૂરંતું
બ્રહ્માંડ આ સ-કલ (શી ગતિશીલ યુક્તિ !)
 
તું તો સખી ! સલિલ નિર્મલ કૈં તરંગે
લોલાયમાન, વિકસ્યું જ્યહીં ફુલ્લ પદ્મ :
જેને સુકોમલ દલે ઉરને ઉમંગે
તું અગ્નિબિંદુ ધરતી નભકેરું છદ્મ !
તારે ઉછંગ રમતું શિશુ દંતહીન
એને અમીમય કરાવતી સ્તન્યપાન
રોમાંચવીચિમહીં જ્યાં તવ ચિત્ત લીન,
ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન.
એને વિલોલ દ્રગ તારી અમીટ દ્રષ્ટિ,
મન્વંતરોની નિરખે પ્રભવંત સૃષ્ટિ.
<center>'''સ્થાનાંતર'''</center>
પ્રિય !
રંગ તો એનો જ એ છે લાલ.
જે ભાલને ચંદ્રક હતો
અવતીર્ણ તે બે હોઠ પર અવ;
રંગ તો એનો જ એ છે લાલ!
બે દલ કમલ
જે યોગીની- સૌ ચરમ સિદ્ધિની-
શાન્તિથી ઉજ્જવલ, અમલ
જ્યાં આવરણથી મુક્ત થૈને
મન રમે
વિરમે અચંચલ.
રંગ તો એનો ય છે પ્રિય ! લાલ
આ બે હોઠ પર
રંગ તો એનો જ એ છે લાલ.
ત્યાં અખંડિત એક
તે અવ બે મહીં નંદિત
હવે વાચાળ:
અગ્નિ કેરી લખ લખ ઝાળ
હસતી સકલનો કરવા કવલ
ધસતી કશી પ્રેમાળ !
ભુક્તિ...
ના નહીં તૃપ્તિ
નવા ઉન્મેષમાં નખરાળ.
હે પ્રિય !
તું ય તે લેતી નવો કંઈ તાગ...
તારું
કમલ નહિ અવ આગ જેવું વ્હાલ :
રંગ તો એનો જ એ છે લાલ.
<center>'''ન વાત વ્યતીતની'''</center>
<center>(૧)</center>
વહ્યું જેહ વ્યતીતની સહ
:::પ્રિય, તેની નહિ માંડવી કથા;
ફરીને ધરવી ન દુ:સહ
:::સ્મૃતિના સ્પર્શથી મર્મની વ્યથા.
ભર નિંદરમાં ભયાવહ
:::લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું,
અહી જાગૃતિને વિષે અવ
:::અનુસંધાન ન કોઈ વાતનું.
ગત જે, લય પૂર્વને ભવ :
:::અહીં ઉન્મેષ નવીન જન્મનો.
દ્યુતિ આંહિ વરેણ્ય ને રવ
:::ખગનો રમ્ય, પરાગ પદ્મનો.
પરિતર્પણ શાન્ત છે સ્વધા:
:::પ્રિય, ગાવી નવ યજ્ઞની ઋચા.
<center>(૨)</center>
ગતની ભણી નેણ માંડતાં
:::અટકંતી ગતિ ખિન્ન આપણી;
પણ સન્મુખ પૂંઠ વાળતાં
:::વહી જાતી ક્ષણ વ્યર્થ આજની.
કલમુંજલ ગાનરમ્ય તે
:::રતિને ક્રીડન શર્વરી સરી,
અલિગુંજન, પદ્મગંધ ને
:::અરુણાની અહીં ઉલ્લસે તરી.
સુખ અસ્ત થયેલ તેહની
:::સ્મૃતિનું યે નવ હોય બંધન;
ઊઘડે ભવિતવ્ય જે અહીં
:::વિલસંતું સુખને જ સ્પંદન.
રમવું પ્રિય મોકળે મન
:::ટહુકી સાંપ્રત સંગ કેવલ.
<center>'''છલનિર્મલ'''</center>
'''૧. ઉન્મના'''
પશ્ચિમ-ક્ષિતિજ-તરુંકુંજને નિલય રવિ લીન.
નભને વાદળ હિંગળોક રંગ
મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા
::::::શ્યામ અંધકાર.
મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ
ત્યારે
બારસાખને અઢેલી
::::કોણ અંતરીક્ષમહીં માંડીને નયન
:::::::શૂન્ય સમ
:::::નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન?
:::::::કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં?
અહીં સ્વરને હિંડોળે ‘થવા મૌનસર મહીં
::::::ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન :
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’
:::::એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર.
હે ગભીર !
::::આવી અવધીરણાથી સાવ હું અજાણ.
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ
::::::દ્રષ્ટિમહીં તોય નહીં બિંબ
:::::નહીં રૂપ, નહીં રંગ.
કહીં છો તું? પ્રિય, કહીં?
::::કોને અવધાન?
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ?
આજને આંગણ અતીતનો અહાલેક
::::::તારી કને માંગી રહે કંઈ ભીખ?
::::::જાણે ઓછું કાંઈ નહીં
:::::તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન !
એવું તો નહીં વા પ્રિય !
:::::::અનાગતને ઓછાયે લહી રહી ભય?
::::અતીવ દૂરનું લગોલગ શું નિકટ
::::અણુ જેવડું તે ચંડ–મહાકાય
::::::::તારી કલ્પનાની દ્રગને જ નય?
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય!
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન
::::વાતાયન થકી આવે ઘરની મોઝાર
વળી વળી લળી અડી જાય તને
::::::તો ય રે તું કેવળ અજાણ!
કહીં છો તું? પ્રિય, કહીં?
::::::કહીં રે ઉન્મન?
</poem>
'''૨. નિવેદન'''
<poem>
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
:::::ભૂલ નહીં છલના કેવલ:
સરલ હૃદય તવ, ખલ મન મારું,
:::::અમી તવ, મારું કુટિલ ગરલ.
નહીં પ્રિય, અવ આલિંગન નહીં,
:::::નહીં આવ અધરનાં મધુમય પાન. 
આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં
:::::પ્રિય, તવ કરું અવમાન.
મિલનને મુગ્ધ અવસરે પરિચય દીધ તે હું નહીં નહીં :
મુખનું કલંક પ્રસાધનને આધાર ગુપ્ત રાખીને હું રહી.
બહુ દિન થકી મને ધરું તો ય કહી જે ન શકી તે સકલ
કથા આજે કહું, પ્રિય, અબોલ વ્યથાની ઝાળ દહે પલેપલ.
આપણી પ્રથમ ઓળખાણ
કોલેજના દાદરની મધ્ય પરથારના બે ચરણને સ્થાન.
તમારું ઉપર આવવું ને
:::ઉતરતી હું ત્યાં
::::નેણને મિલન
હૃદયની અંધકારમય ગુહામહીં જાણે પ્રવેશ્યું કિરણ.
::::નવોદિત દિન.
સુષુપ્તિનો લવ નહીં ભાર,
::::સ્વચ્છ હવા, સ્ફૂર્તિમંત અંગ અંગ:
બહાર તો નિખિલને અવકાશ, અંતરે તો ત્યહીં
::::સુણી રહું, રોમહર્ષ સહ, સુમધુર બીન.
અજાણ્યા ઉલ્લાસે મન રહે વિચંચલ
કંઠમાંહી ગાન, ગતિમહીં લાવણ્યની ભંગિ, નયને સ્વપન
:::::કેવળ તમારું ધરે ધ્યાન.
એમ જાય દિન
એક વેળ પણ નિત્ય દ્રગે ન્યાળવાને રહું કેટલી અધીર !
:::::વિલસંત એ જ ભાવ તમારે નયન.
સત્રાંતનું વન પર્યટન
અભિસાર કાજે મને કેડી મળી ગઈ જાણે અતીવ સરલ.
વિહાર-તળાવ-તીર કુંજ મહીં આપણો મુકામ.
સકલના સમૂહની મધ્ય કને સરી આવ્યાં
::::પૂછ્યું નહીં નામ.
પ્રસન્ન નેત્રને હેલે તમે મને દીધ એક ફૂલ;
કંઇક મેં ધરી હતી દ્રાક્ષ, હથેલીથી તમે લીધ,
:::::પામી પ્રથમ હું સ્પર્શ અણમૂલ.
મિત્રગણનાં તુફાન, વ્યંગ્ય, હાસ્ય, ખેલકૂદ સહુયની મધ્ય
એકસૂત્ર આપણાં બે મન.
મધ્યાહ્ન ભોજન પછી
કોઈ અહીં કોઈ તહીં ભેરુટોળીમહીં કરે ભ્રમણ, વિરામ.
કોઈ ને કોઈ તે મિષે અવરને ટાળી રહ્યાં આપણે એકલ.
અશોક તરુની મુકુલિત પર તવ રમંત અંગુલિ
ભૂમિ પર આસીન હું
ઝીણી સળી થકી ધૂળમહીં દોરી રહી’તી આકાર.
મૌનમહીં જાય વહી ક્ષણ પછી ક્ષણ.
કોઈ રે અજાણ આવેગથી કિંતુ ક્ષણે ક્ષણે ઉર મારું
::::અધિક વિહ્વલ.
સહસા મેં કીધ:
::::“જશું આપણે ય કુંજમહીં કહીં દૂર દૂર ?”
મંદ મલકંત તવ મુખ પર છાઈ રહ્યું અલૌકિક નૂર.
‘સહુની સમીપ અહીં આપણું એકાન્ત.’
::::વાણી તવ સુગભીર શાન્ત.
શતશત ફ્ણાને ઉછાળ અંગ અંગમહીં ધસી રહ્યું પ્રચંડ જે પૂર
વિશાળ સાગરે ભળી જાણે બની રહ્યું એક રૂપ, એક સૂર.
અદૂરે કાસાર જલ પર ઝૂકી રહેલ ગુલ્મની છાંયડીમાં
થડને અઢેલી મૂળનું આસન કીધ તમે
:::::સન્મુખ શિલાએ મુજ સ્થાન.
કિનારને સ્પર્શ કરી જતી વિચિમહીં મુજ ભીંજાય ચરણ;
અલકલટને વળી વળી વ્યસ્ત કરી વહી જાય સમીરણ.
અવકાશ જાણે સ્વયં અરવ શબ્દથી કાનમહીં કંઈ કહે
એમ મંદ મંદ ફરકંત હોઠ થકી તવ વેણ ઝરી રહે:
‘હૃદયની સરલ રતિની સુષમાની દલેદલ તવ મ્હોરેલ વસંત,
વાયુની લહર સંગ અનંતે ફેલાય એનો શુચિ પરિમલ;
:::::અંતરે હું લહું એનો અકલ અમલ.’
પ્રશાન્ત ઓજસે અભિભૂત હું ય ઝંખી રહી હતી તવ હાથ
{{Right|-મધુકર સ્પર્શ.}}<br>
કંઇક સોલ્લાસે, કંઈ હૃદયને ભાર, આમ હું યે વદી ગઈ:
‘આ સંસારે કુલના સ્વજનહીન એકલના શૂન્ય મનોવને
:::::આજ વાજી રહી વેણુ
આજ હું રાધાનું ઉર જાણું,
:::::જાણું કેમ ઘેલી હશે ગોકુળની ધેનુ.
:::::ઝાઝા નહીં બોલ, ભરી આવેલ નયન.
પરિણયતણી ધન્ય ઘડી
:::::વૃક્ષઘટા મહીં ડાળે ડાળે કીરનાં કવન.
વાસરમંદિરે તવ આલિંગન કેરી શુભ ક્ષણે ધર્યો ગર્વ
:::::વિજયનું પર્વ !
મન મહીં થતું મને
::::કેટલાં રહસ્ય સંગોપને ધરી સૃષ્ટિ રમી રહી સહુ કને !
કંઇક ઉઘાડ અને કૈંક આવરણ
::::વશીકરણનું ધારે બહુ બલ.
લાધી ગઈ જેને સ્વભાવ સહજ કલા
:::આ સંસારસુખમાં ન એને કોઈ મણા!
કલા નહીં કેવલ વિભ્રમ...
આપણ બન્નેનું એક ઓઢણ બની રે’
::::એમ ગણી વણી લીધ જે વસન
::::એ જ તે અંતરપટ સમ.
એકાન્તે આ ઉરસ્થલે મૂકી તવ શીર્ષ
અભેદને ભાવ, સ્નેહની સમાધિ મહીં તમે બની રહો લીન:
:::::શાન્ત નીમીલિત તવ નેણ
:::::આંનદ ગંભીર તવ મુખ,
::::::સોહી રહે આભાથી ઉજ્જવલ.
શિરાએ શિરાએ મુજ પૂર્ણિમાની નિશીથિની વીળનો આવેગ
ચહે તવ ગહન આશ્લેષ :
::::ત્યારે અરે ત્યારે જ તે આટલી સમીપ છતાં
:::દૂર અતિ દૂર લહું મને.
મંદિરના શુચિ ગર્ભગૃહે નિવેશિત છતાં
::::અભાગિની હજી ય અસ્પૃશ્ય !
અસહ્ય છે ઇહ અવસ્થિતિ
હૃદયને પલે પલ દહી રહી આગ
::::વીંધી રહી તીક્ષ્ણતમ દ્રઢ શૂલ.
:::સત્યને મેં રાખ્યું અપિહિત
તવ સંસર્ગનાં રશ્મિ થકી
:::::આજે  હવે એનું હઠી જાય આવરણ.
અવિહિત યોગના લાંછન ફલ રૂપ
::::હું છું વિધવા નારીની એક સૂતા:
ઘર ગામ છોડી તીર્થ સ્થલે નિલયને
::::દિન ગાળી રહી જનેતા એકલ
:::::જાણું નહીં કોણ, કહીં પિતા...
એકદા
પુષ્પિત યૌવન તથા આદિમ સમયે
::::જન્મતણી ઇહ કથા
::::કહી’તી મિત્રને એક, મુગ્ધ ઉરના વિશ્રંભ થકી.
સાહચર્ય શૂન્યતામાં જેનું પરિણામ
::::ભવ કૈતવનો જેને કારણે પ્રભવ.
જે કંઈ પ્રચ્છન્ન રાખ્યું હૃદયની મહીં આજ લગી
::::સર્વ કરું સમર્પણ:
ભય નહીં, છલ નહીં, વિજયનો ગર્વ નહીં
::::અવ અકિંચન.
જાણું પ્રિય, સુકોમલ મર્મસ્થલે
::::પ્રચંડ હું મૂકી રહી ભાર,
તો ય તે અપાર કરુણાથી તવ નેત્ર
::::ઝરે અમીની જ ધાર.
જવા દો, જવા દો, નાથ.
::::નહીં અધિકાર મારો અહીં લવ લેશ
પરિતાપની પાવનકારી આગ મહીં
::::મને થવા દો નિ:શેષ.
</poem>
'''૩. આવ અહીં'''
<poem>
રાત્રિના સધન અંધકાર મહીં નહીં કોઈ કેડી, નહીં દિશ.
:::કહીં જશે, પ્રિય ! કહીં?
આપણી એકાન્ત કુટિરની મહીં ઝળહળે અવિચલ દીપ
:::::આવ અહીં, આવ અહીં.
વ્યતીત-સ્વપ્નની ભયાવહ સ્મૃતિની ગુહામાં
:::પ્રિય, નહીં કીજિયે પ્રવેશ
અહીંનાં પ્રશાન્ત અજવાળે નિ:સંશય આવ
:::નયનને નવીન ઉન્મેષ.
ગત જે પૂર્વને ભય લયમાન
:::અવ નહીં એની કોઈ કથા, નહીં વ્યથા...
:::::કેવળ વિસ્મૃતિ
આવ હે, આનંદ કેરી શ્રુતિને મધુર સૂર
:::::ટહુકંત અભિનવ ઋચા.
અનલગંગાને જલ સ્નાન કરી નીતરંત ઊભી તીર પર
::::તુષારબિંદુથી તવ દ્રગ છલ છલ
::::મહીન અંચલનું એ આવરણ નહીં
:::::હે મૃણાલ મનોહર !
::::અરવ લાવણ્ય તારું વિમલ વિરલ.
કર મહીં દીજે તવ મૃદુ કરતલ
::::આવ અહીં
:::::આવ અહીં હૃદયને સ્થલ.
<center>'''મેડીને એકાન્ત'''</center>
:::નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ
અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં
::::શેરી અવ શાન્ત.
મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ
::::વિકિરંત મંદ મંદ તેજ :
આછેરાં સાધન તો ય
::::તેજછાયા તણા ભૂમિ-ભીંત પર
::::::વિચિત્ર કંઈ અંકાય આકાર
આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય,
સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય....
બારીને ગગન-
કાચથી મઢેલ છત મહીં જાણે-
:::::શગનાં અગણ્ય પ્રતિબિંબ
:::::જાગામીઠીને તરંગ કરે જાગરણ.
નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન
:::સોપાનશ્રેણીએ વાજે ઝીણી ઝીણી નેપુરકિંકિણી
શિરનો સકલ ભાર ચરણે લહાય પણ
::::સમુત્સુક મન સંગ
::::સરલ સ્વભાવે
:::::તાલ દેઈ રહે ચાલ
પલને હિલ્લોળે
:::શ્વેત સેજની પાંગઠે સરી આવે સંસારિણી.
::::અહીં
:::સ્પર્શને ગહને શબ્દ પામે વિલોપન
નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ-
::::::પ્રગલ્ભ મુગ્ધતા.
તેજતિમિરના શાન્ત સાયુજયની આભા મહીં
:::::મલકંત લહું એનું મુખ
લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા.
પરસ્પર થકી બેઉ દિનભર દૂર.
સીમને ખેતર, જનપદને બજાર
:::નિત્ય
:::સાધને વા અસાધને વહું કર્મભાર
:::::ઋતુની ટાઢક, ઝાળ, ઝડીને ઝીલંત.
ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ.
::::ઉભયની સમસ્યા સમાન.
શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન
ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન.
::::ધડકંત ઉર તણી હૂંફ મહીં
:::અંગ અંગ પ્રાણ, મન
:::::જીવિતવ્ય
::::પ્રફુલ્લ પ્રસન્ન.
:::દ્રગે દ્રગે આંહી ઉદ્દીપન
:::ગોખનો દીપક કૃતકૃત્ય
જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન
:::અંધકાર નહીં
::::અહીં દ્વયનો વિલય.
<center>'''સ્મરણ'''</center>
મેઘને ગોરંભ છાયું અષાઢગગન.
:::જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ :
::::અડૂકદડૂક ભરે અહીં તહીં ફાળ,
::::તરુતરુ કેરી જાય ઝુલવીને ડાળ,
પાંદની પડાળે લપાઈને વિહંગમ બેઠાં મીંચી નિજ આંખ
:::::ડયનને કાજ એની ખોલી દિયે પાંખ;
ધરિત્રીના ધૂળનો ય બદલાય રંગ,
:::::ઝૂકી ઝૂકી ઝીલી વહી રહે એની ગંધ.
એકાન્ત ઘરની ઓસરીના હિંદોલપે ઝૂલી રહું મંદ મંદ;
:::::પગને અંગુઠે માત્ર અડી ભૂમિઅંગ.
નયને લહાય એની નયને જ છવિ
::::નહિવત્ છાયા એની
::::વિકલ્પ વિહીન મનમહીં.
સહસા પ્રાંગણથી જે દૂર તે સકલ પામે લય
:::નીહાર-નિહારિકાને ઉર :
::::કોઈનો યે રહે નહિ પરિચય.
અતીત લોકથી ત્યહીં આવે મૃદુ ગાન
અરવ બોલની મધુરિમા લહે અતીન્દ્રિય કાન.
:::કોણ તે અતિથી આવે આજ મારે ભવને
::::તેજને તોખાર આવે કોણ તે સવાર?
:::વ્હાલી એવી વાતની વધાઈ દીધી પવને
::::ઊજળી રેણુ જો ઊડે નભની મોઝાર.
ચિર પરિચિત લય, લયનો લહેકો, સૂર, શબ્દ...
::::કરે હૃદય વિવશ !
ભાવને ઉછાળ,
::::હે લોકાન્તરવાસી !
::::::તને ઢૂંઢે મુજ આતુર નયન :
ક્યાંય નહી રેખ, વર્ણ; માત્ર સીમાશૂન્ય આ ગગન.
અતીવ આકુલ મુજ પ્રાણ
:::આવેગથી જાય ધસી એક સૂક્ષ્મ સૂરને સંધાન.
અનંતનાં અગોચર નિરીહ ગહન... શી ભર્ત્સના !
::::પરિશ્રાન્ત પ્રાણ : પામે સહજ મૂર્ચ્છના.
:::વાંકી આ કેડીની આડે રૂખડાં હજાર તો યે
::::નજરું મંડાય રે જઈ અણદીઠ તીર,
:::પુરાણી પિછાણને અણસાર લિયે આળખી ને
::::હેતની છોળ્યુંમાં ભીંજે ઝીણેરું મલીર!
શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે
:::એમ રમી રહે શ્રવણમાં સૂર :
:::અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર.
કંઇક પાંપણ કેરી જવનિકા ખસે અને
:::બકુલતરુની છાંય મહીં
::::આનંદવિભોર તને લહી
નીલનિકુંજના એકાન્તમાં ગીતને ગુંજન
:::ગૂંથતી બે સેર તણો એક ફૂલહાર
:::મહીં મહીં શોભનને ગુચ્છ સુકુમાર.
એ મધુ ગંધનો રાગ ઝીલી વેણું મહીં મેં ય રેલ્યો વનેવન,
આપણા હૃદયને કંપન નિખિલનો લયલોલિત પવન !
:::નયને નિવારી દૂરતા સમૂળગી ને
::::અળગું તે વસિયું છે આજ મારે ઉર:
:::આદિનાં બિંદુમાં આવી શમિયાં, સંસાર કેરા
::::સઘળા ઘેઘૂર સૂર, પચરંગ પૂર.
નયને નયન...
પછી કાંઈ ન લહાય એવાં આપણે બે જણ.
:::::એક
::::જગનું અવર ત્યહીં વિલોપન છેક.
:::::નહીં દેશ, નહીં કાલ
::::હૃદયને એક માત્ર તાલ
:::::અનાહત છંદ...
:::::ત્યહીં પ્રશાન્ત આનંદ!
સહસ્ત્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ...
કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ.
::::ફરીને હું નીરખું નિખિલ :
વરસી ગયેલ ઘન; ઊજળાં પ્રકાશ, તરુપાન, નભનીલ.
ઘરની ઓસરી એની એ જ
::::ઝૂલણે હું ઝૂલું સ્હેજ સ્હેજ...
સૂનું તો ય લાગે, સૂનું, પ્રિયની વિદાય...
ક્ષણને આંગણ આવી ગયું રે અતીત
::::એની જલમાં ન પગલી જણાય.
</poem>
<center>'''ગ્રીષ્માંત'''</center>
<poem>
::અપરાહ્ન
આતપ્ત કુટીર થકી આમ્રઘટાતલે મૂકી આરામખુરશી
::આસીન હું ઉદાસીન મને.
ગ્રંથકથા તણું રહ્યું અધૂરું શ્રવણ :
::અચ્છોદ સરસિજલ તૃપ્ત  સુપ્ત રાજપુત્ર
::શ્રાન્ત ભાલે
::મુગ્ધ વનપરી, મંદ વાયુની લહર જેમ, લળી લળી
::સુકોમલ સ્પર્શ તણી શાન્તિ લહે ગુપ્ત
અનુસંધાનને સૂત્ર નેત્રને ફલક રમી રહે ચલચિત્ર :
::સહસા કુમારની જાગ્રતિ
::મધુક્ષોભ
::મિલન ને
::પરિણતિ.
કથા અહીં પૂર્ણ.
શૂન્ય નયન અતંદ્ર
:::નભ મહીં નિરાધાર આનંત્યમાં લીન :
::અર્ધ નિમીલને યદિ ન્યાળે ધરાતલ
મરીચિકાજલ કેરે આછેરે તરંગ જાણે અચંચલ મીન.
રવ-મર્મર-વિહીન અસીમ એકાન્ત;
::::મહાકાલ ગતિહીન કલાન્ત.
શ્વેત ચારેગમ શ્વેત અગન અગન
નીલ પર્ણપુંજ થકી ફરકંત નહીં વાયુ નહીં રે વ્યજન.
આ નિદાઘ મહીં મધ્યદિને
::::ઉર્વીથકી અંતરીક્ષે ભમરાળ ભ્રમણમાં
:::ડંમર જે દોડે નિત્ય પાગલ ઉન્મન
-દગ્ધ અંતરમાં ધરી રહી કોઈ અદમ્ય ઝંખન -
:::નહીં એ ય દ્રષ્ટિ મહીં ક્યાંય...
તરુચ્યુત પિંગલ પત્ર કે છિન્ન ધૂલિકણે
::::સ્વપ્ન એનું શયિત માર્ચ્છિત.
કવ
કોણ ઇન્દ્રવન કેરી અપ્સરાનો પ્રહર્ષણ
:::મળે સ્નિગ્ધ
:::::સંજીવનસ્પર્શ
:::અમીવર્ષણની તુષ્ટિ
:::પરિચ્છન્ન મર્મ....
સહસા બખોલનીડ થકી ઊડી આવી ચકયુગ્મ
::::પૂર્વ ભણી પ્રલંબાતી છાયા મહીં
:::::ક્રીડન આનંદરત કરે ધૂલિસ્નાન
:::(અંગ નહીં મ્લાન)
પાંખ પાંખની પ્રમત ઝાપટને રવ
::::રજનો ગોરંભ ક્ષુદ્ર
:::::કિંતુ
લાગે ચિત્તને હિલ્લોળ
કાળને પ્રવાહ દૂર દૂર અતીતને પ્રાન્ત
::::::વહ્યે જાય સ્મૃતિ-ઉડુપિની :
દુર્દાન્ત યૌવન :
પરિચય નહીં તેની અદમ્ય પિપાસા થકી વિહ્વલ અંતરે
જનાલયે ઘનારણ્યે નિરંતર પરિભ્રમણ ઉદ્યત.
::::કોઈ ક્લસૂર
::::મધુગંધ
::::છન્ન લાવણ્યની સ્વપ્નમયી છાયાનું અંજન
:::::કરે આકર્ષણ
-અશ્વખુરા થકી વિદ્ધ ધરિત્રી આ મૃણ્મય અશ્મર
નહીં તો ય સિદ્ધિ
અગોચર સ્થાન
પરાભવ માને નહીં અભિમાન
::::પ્રદીપ્ત અગ્નિનું આજ્ય બને જીવિતવ્ય
:::::ક્ષણે ક્ષણે ક્ષીણ
:::::લયમાન
:::::ત્યહીં
અર્ચિપુંજ થકી પ્રભવંત અનન્ય સુંદર પ્રતિભાન
:::શાન્તિ...
ઋતુક્રાંતિ..
‘શી મધુર તંદ્રા મહીં મગ્ન?
:::કને કોણ આવી ઊભું એથી અણજાણ?’
ઊઘડતી આંખ લહે સ્વપ્ન જાગ્રત એકાકાર.
કટિ પર ધરી લઘુ કુંભ, અંગને ત્રિભંગ,
::::મંદ મંદ સ્મિત ઝરી મંજુલભાષિણી કહે,
::::::‘લિયો શીત જલ’
એ જ તે સમય
સ્વેદસિક્ત તરસવિહ્વલ કોઈ શ્વાન
ઢુંઢે અહીં આવી ઢળ્યા પાણીનું પલ્વલ
:::::નહીં ક્યાંય....
કુંભ થકી ભરી દીધ પ્રાંગણની ઠીબ
:::સદ્ય એને પાન
અમીની નજરે ઉભયને જરા લહી રહી
::::પશુ કરી જાય છે પ્રયાણ.
:::અચિંત વાયુની વાગે છોળ
દૂરની વૃષ્ટિનો મળે જ્વરહર સુશીતલ સ્પર્શ
સિકત ધૂલિના પ્રથમ ક્ષોભનો રેલાય પરિમલ
અવ અંતરીક્ષ મહીં વિહંગવિહાર
::::બર્હીકંઠનો પ્રસન્ન ટુહૂકાર
દિગન્ત ગાજે છે દુંદુભિથી ઘન ઘન
:::ઘેરાય ગગન...
ઝીણેરી ઝર્મર થકી સ્તિમિત નયન.
<center>'''ઐકાન્તિક દિન'''</center>
:::જુવારજલ
તરંગહિલ્લોળે ઘુર ઘુર કરી
:::હારોહાર
આવે વારવાર પુલિને
::::ઉચ્છલ.
ઉન્મત કિલ્લોલ
અંગથી ઉછાળી જાય
:::ઊંઘ-આવરણ !
:::::બોલે: ‘ખોલ, દ્રગ ખોલ!’
અરુણ કિરણે નીલ ગગન અમલ
સોહે
:::જલ, થલ
:::તરુપર્ણ, તૃણ, ધૂલિકણ;
વનકુંજમહીં કહીં અણદીઠ
::::ગાય બુલબુલ
નવ જાગૃતિનું, નવ ખેલનાનું કંઠભર ગાન
અહીં લોઢને હિંદોલ રમે ગલ.
વળી વળી
ભીને વાન વાયરાની લહરી
:::કરંત મૃદુ સ્પર્શ
-સુકુમાર શિશુ તણા જાણે કોટિ લાડ-
અમથાં યે જાણે અડપલાં :
પારિજાતની મધુર ગંધની સંગાથ
ધરી લાવે મ્હેરામણ કેરો લવણ પ્રસાદ :
તારનાં તુફાન તો ય
::::રમે લળી લળી !
સહુનો આવે છે ઓરો સાદ
ત્યારે મન મારું બની રહે નિજ માંહિ લીન
::::એવી કોની આવે યાદ?
અગોચર કુહેલિકા મહીં લયમાન નિખિલનું સર્વ
કોઈનો યે કોઈ નહીં જાણે પરિચય
::::-વૃન્ત વિશ્લથ પર્ણ-
ઝળુંબે આછેરો ઘેરો એનો અવસાદ,
::::ધૂંધળો વિષાદ !
આમ ને આમ જ વહી સવારની વેળ
::::વણમેળ.
લય સ્થિતિનો આખરે ઊતર્યો અમલ
નિતાન્ત એકલતાની શૂલ તહીં
::::વીંધી રહી ઉર પલેપલ.
આ વાર મધ્યાહ-નિખાર
દૂરની ક્ષિતિજે લુપ્ત સાગર-તરંગ-પરિવાર.
હવાનું યે નહીં સંચલન
વનવિહંગના ટુહૂકારનું યે અવ નહીં લવ આંદોલન.
ક્યાંય નહીં ગલ
શિલાને પથાર કોઈ કરચલું અહીંતહીં દેખાય કેવલ.
અવિચલ આંહિ એક તાપ
કણે કણે લહું મૂર્તિમંત જેમ બિંબ ઝીલે ખાપ.
અસીમ એકાન્ત મહીં ભમે મારું મન
કોઈનો શોધે રે સંગ, પરિષ્વજન, વ્યજન;
નિખિલ જણાય ખાલીખમ
ભમી ભમી વ્યર્થ આખરે મુકામ ભણી આવે
::::લથડતે ડગ શૂન્ય સમ.
ફરી સંધિકાળ
સાગર ભરતીજલ
:::અકુંઠીત આકર્ષણે કરી કોલાહલ
::::આવે ઉરને ઉછાળ ભરી ફાળ.
મૃદુલ આવેશમય આવે સમીરણ
માલતી-કુસુમ-પરિમલથી વિકલ
:::આલંબન ચહે
::::ચહે જાણે આલિંગન.
આરક્તક પ્રતીચીવદન
શ્યામલ વાદળઅંચલની માંહી સૂર્ય અવ લુપ્ત :
મિલનમૂર્ચ્છના તણી શાન્તિ, શાન્તિ ...
::::ઊઘડતું જાણે સ્વર્લોકનું સદન !
વ્યોમઊંચી તરુડાળ થકી કોઈ ગાય છે તેતર
::::-એકતારે ભાવિકનું રેલાય ભજન.
ઘેરાય ઘેરાય અંધકાર
શત શત તારક દ્યુતિનો તહીં થાય રે સંચાર.
ચોમેરનું સર્વ એનું જ ને છતાંય
::::રૂપ ધરે છે ઈતર !
સીમાઓનું જાણે સંકોચન :
સકલની ભણી વહે અબાધિત પ્રીતિ મુજ
મન પામી રહે પિંજરથી વિમોચન !
ત્યહીં તો નિદ્રાનું મળે નેત્રને ઈજન !
પાંપણમાં પ્રગટત ઋજુ ઋજુ ભાર;
કર ધરી જાણે ગ્રહી જાય નિરાકારને આગાર....
સાગર, લહર, પેલી ગંધ, પેલું ગાન
ગમતું ઘણું ય ઘણું
::::કિંતુ અવ લેશ ના સમય
પ્રહરઝાલર કેરા રણકાર
::::સીમાન્તમાં શૂન્ય....
::::નહીં કંપતો પવન
ઇહ લોક મેલી સરે અવર પ્રદેશ મારું મન.
</poem>
<center>'''ક્ષણને આધાર'''</center>
<poem>
કૉફીકપ કેરી આ વરાળ
:::લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ
::::અંતરીક્ષ મહીં સદ્ય પામે તિરોધાન
બારી બ્હાર શાખપ્રશાખાએ પ્રૌઢ ઉદ્યાનબકુલ
:::પર્ણે પર્ણે પદઠેક લઇ
:::પુષ્પગંધન મહીં કરી નિમજ્જન
::::પ્રમત્ત સમીર
:::::લથડબથડ જાય વહી નિરંકુશ
:::::(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ)
અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ
:::(વિચંચલ પાંખ પર રમે ઋજુ ગાન)
::::સમયનું લઘુ ઘૂંટ મહીં સ્વાદ્ય પાન.
નીલિમ ગગન માહિં નિમીલિત નેણ
ખળખળ વહે  રમે ગિરિમંદાકિની
::::અંજલિનું કીધ આચમન
::::હૈમવતીને શીતલ સ્પર્શ અનુપમ કોઈ સ્પંદનું સ્ફુરણ.
દ્રષ્ટિ મહીં કેદારશિખર
::::(શૈલશ્યામ તનુ પર શ્વેત જટાજૂટ)
સંમુદિત મન...
સરુવન વીંધી જાય દૂર દૂર અધરાય
:::::કેડી એક તુષારઉજ્જવલ
એકાન્ત એકલ એને સંગ-સંનયન
::::ગતિ કરે છે ચરણ.
પદે પદે પૃથ્વી થકી પર
:::જનપદ કુંજ સહુ બને બિંદુલીન
:::::અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ
ત્યહીં
ધવલ તુહિન રંગ ધરે છે કષાય,
::::ક્યહીં નીલ ઝાંય :
તેજોમય શાન્ત-આત્મલીન-વર્ણ કેરું
::::અપ્રતિમ પાર્વતી લાવણ્ય !
:::::હૃદિરમ્ય....
:::ત્યહીં
નિમેષ વિહીન નેત્ર થકી સરી જાય હિરણ્મય અપિધાન
:::કેવલ પ્રકાશ ભાસમાન :
નહીં અદ્રિ, નહીં  કેડી, નહીં મુજ દેહ;
::::અસ્તિ અરુ ભાતિ અસંદેહ.
સહુ ઔર થકી શ્રુતિહીન કોઈ ધ્વનિ
::::કોઈ આનંદગુંજન !
શિશુકોલાહલ
કને આવી ઊભો સતુ કહે :
::::‘બાબા, જુઓ મારું માટીનું આ ઘર.’
અન્ય બાજુએ રાજેશ :’કાગળનું મારું આ વિમાન.’
મેજની ઓ પાર ઓષ્ઠ બંધ કરી ઊભો ત્રિલોચન
::::નીરખી રહેલ નિજ લોહપત્તી કેરું અસ્ત્રયાન.
અવશેષ કૉફી તણું પાન કરી રહું ત્યહીં
::::વદંત રાજેશ : કહો બાબા, કિયું બેશ?’
એ જ પ્રશ્ન રમી રહે અન્ય બેઉ બાળકને વેશ.
::::સહુને સ્વકીયનું મમત્વ.
‘નાનું તો ય ઘણું મને ગમતું આ ઘર.’
::::સતીશ પ્રસન્ન.
પેલા ચંદ્રતારકના લોક મહીં લઇ જશે તારું આ વિમાન?’
હર્ષને આવેશ કહે રજુ : ‘બાબા,
બાને ને બધાંને લેઈ આકાશગંગાને ઘાટ કરું ઉતરાણ.’
માર્ગ મહીં અકારણ આવે કંઈ વિઘ્ન
::::મળે દસ્યુદલ
::::મળી રહે ભીષણ દંગલ
તે વેળ આ અસ્ત્ર થકી ભેદાય સમગ્ર અવરોધ
:::::થાય પરિત્રાણ....’
::::તેજ વિકિરંત ત્રિલોચન.
રસોઈઘરથી ત્યહીં ગૃહિણીનો આવે ટહુકાર
નિરાધાર મેલીને વિવાદ
::::નિજ વસ્તુ લેઈ સદા દોડી જાય બાળ.
::::ત્રણ થકી ભર્યું ભર્યું અત્રિનું આંગણ !
નિબિડ અરણ્ય મહીં એકાન્ત કુટીર
::::ને હું લીન નિજને સ્વભાવ
:::::પરિચર્યા કરંત પ્રકૃતિ....
ત્યહીં અતીન્દ્રિય ને અકાલ
::::રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ.
::::અતીતે સાંપ્રતે ભવિતવ્યે
:::વિવર્તને એ જ ગતિશીલ
ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન
::::ઉષ્માભર્યા અભિનવ રૂપને સૌંદર્ય....
વાતાયન થકી ત્યહીં સ્પર્શ કહી રહે બાલરવિનું કિરણ
બકુલતરુની ડાળ પર ઝૂલી રહી
::::ભર્યે  સૂર બોલે ઝીણું બુલબુલ
સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય
:::હસી રહે સદ્યજાત કિસલય.




17,557

edits