26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું. | ધૃતરાષ્ટ્ર : હું તેમની જ રાહ જોઉં છું. | ||
દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે. | દુર્યોધન : પિતાજી, હું જાઉં ત્યારે. | ||
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ જાય છે. ] | {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ જાય છે. ] | ||
ધૃતરાષ્ટ્ર : ભાગ અરે આ પુણ્યભીત, સાધ્વી જનનીની ઉગામેલા વજ્ર સમી દૃષ્ટિ તું શી રીતે સહન કરવાનો હતો! મારી તને શરમ નથી. | ધૃતરાષ્ટ્ર : ભાગ અરે આ પુણ્યભીત, સાધ્વી જનનીની ઉગામેલા વજ્ર સમી દૃષ્ટિ તું શી રીતે સહન કરવાનો હતો! મારી તને શરમ નથી. | ||
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}[ગાંધારીનો પ્રવેશ ] | {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ગાંધારીનો પ્રવેશ ] | ||
ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ. | ગાંધારી : આપના શ્રીચરણમાં મારે નિવેદન કરવાનું છે. આટલી વિનંતી રાખો, નાથ. | ||
ધૃતરાષ્ટ્ર : પ્રિયાની પ્રાર્થના કદી અપૂર્ણ રહે ખરી? | ધૃતરાષ્ટ્ર : પ્રિયાની પ્રાર્થના કદી અપૂર્ણ રહે ખરી? | ||
Line 64: | Line 64: | ||
ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો. | ગાંધારી : સો ગણી વેદના, હે નાથ, શું મને નથી થતી? પ્રભુ, જેને દંડ દેવાતો હોય તેની સાથે દંડ દેનાર સમાન આઘાતથી રડતો હોય તે સર્વશ્રેષ્ઠ ન્યાય છે. જેને માટે પ્રાણને કશી વ્યથા થતી નથી તેવાને દંડ દેવો એ પ્રબળનો અત્યાચાર છે. જે દંડવેદના પુત્રને દઈ શકતા નથી તે કોઈને પણ દેશો નહિ. જે તમારો પુત્ર નથી તેને પણ પિતા છે, હે ન્યાયાધીશ, તેની આગળ તમે મહા અપરાધી ઠરશો. મેં સાંભળ્યુ છે કે આપણે બધાં જ વિશ્વવિધાતાનાં સંતાન છીએ, તે નારાયણ સદા પોતાને હાથે પુત્રોના ન્યાય તોળે છે, વ્યથા આપે છે, સાથે વ્યથા પામે છે, નહિ તો ન્યાય તોળવાનો તેમને અધિકાર જ ન રહે. હું તો મૂઢ નારી છું. મને તો મારા અંતરમાં આ શાસ્ત્ર મળેલું છે. હે મહારાજ, તમે પાપી પુત્રને અવિચારીપણે ક્ષમા કરશો તો આજ સુધી જે અસંખ્ય અપરાધી માણસોને તમે પાર વગરની સજા કરી છે તે બધી સજા, કરનાર રાજા ઉપર આવીને ઊતરશે, તમારા ન્યાયના ફેંસલા નિર્દયતારૂપે પાપ બનીને તમને કલંકિત કરશે. પાપી દુર્યોધનનો ત્યાગ કરો. | ||
ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સંહરી લો, સંહરી લો તમારી વાણી. મોહપાશને હું તોડી શકતો નથી, ધર્મની વાતો, માત્ર આવી આવીને વ્યર્થ સુકઠોર વ્યથા જન્માવે છે. પાપી પુત્ર વિધાતાને ત્યાજ્ય છે, એટલે હું તેને નહિં ત્યજી શકું, હું જ એક એનો છું. જે પુત્રે ઉન્મત્ત તરંગોમાં ઝંપલાવ્યું છે તેને છોડી જતાં મારો જીવ કેમ ચાલે? તેના ઉદ્ધારની આશા છોડી દઉં તોયે તેને પ્રાણપણે છાતી સરસો દાબી રાખું, તેની સાથે એક પાપમાં ઝંપલાવીને પડું, એક જ વિનાશને તળિયે ડૂબીને બેધડક મરું, તેની દુર્ગતિમાં ભાગ પડાવું, તેની દુર્ગતિનાં અર્ધાં ફળ ભોગવું, એ જ મારુ સાંત્વન છે. હવે કંઈ ન્યાય તોળવાનો વખત નથી, નથી કશો ઉપાય, નથી કશો માર્ગ, બનવાનું હતું તે બની ગયું, જે પરિણામ આવવાનું હશે તે આવશે. | ધૃતરાષ્ટ્ર : પ્રિયે, સંહરી લો, સંહરી લો તમારી વાણી. મોહપાશને હું તોડી શકતો નથી, ધર્મની વાતો, માત્ર આવી આવીને વ્યર્થ સુકઠોર વ્યથા જન્માવે છે. પાપી પુત્ર વિધાતાને ત્યાજ્ય છે, એટલે હું તેને નહિં ત્યજી શકું, હું જ એક એનો છું. જે પુત્રે ઉન્મત્ત તરંગોમાં ઝંપલાવ્યું છે તેને છોડી જતાં મારો જીવ કેમ ચાલે? તેના ઉદ્ધારની આશા છોડી દઉં તોયે તેને પ્રાણપણે છાતી સરસો દાબી રાખું, તેની સાથે એક પાપમાં ઝંપલાવીને પડું, એક જ વિનાશને તળિયે ડૂબીને બેધડક મરું, તેની દુર્ગતિમાં ભાગ પડાવું, તેની દુર્ગતિનાં અર્ધાં ફળ ભોગવું, એ જ મારુ સાંત્વન છે. હવે કંઈ ન્યાય તોળવાનો વખત નથી, નથી કશો ઉપાય, નથી કશો માર્ગ, બનવાનું હતું તે બની ગયું, જે પરિણામ આવવાનું હશે તે આવશે. | ||
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[જાય છે] | {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[જાય છે] | ||
ગાંધારી : ઓ મારા અશાંત હૃદય, તું શાંત થા. વિધિના વિધાનની નતમસ્તકે ધીરજપૂર્વક પ્રતીક્ષા કર્યા કર. સુદીર્ઘ રાત્રિ પછી જે દિવસે કાળ એકાએક જાગી ઊઠે છે, પોતાની ભૂલો સુધારે છે, તે દિવસ દારુણ દુ:ખનો હોય છે. જેમ દુઃસહ ઉત્તાપથી ઊંઘમાં પડેલો વાયુ સ્થિર ગતિહીન બની જાય છે, અને એકાએક વાવાઝોડારૂપે જાગી ઊઠે છે, પોતાની જાત ઉપર આક્રમણ કરે છે, અંધ વીંછીની પેઠે ભયંકર પૂંછડી વતી પોતાને જ માથે અવિરત દીપ્ત વજ્ર જેવો ડંખ મારે છે, તેમ કાલ જ્યારે જાગે છે ત્યારે ભયથી બધા તેને અકાલ કહે છે. હે રમણી, તારું માથું ઝુકાવી દે, ઝુકાવી દે, અને તે મહાકાલને પ્રણામ કર, તેના રથચક્રનો ધ્વનિ દૂર રુદ્રલોકમાંથી વજ્ર જેવા ઘર્ઘરનાદ કરતો સંભળાય છે. તારું આર્ત જર્જર હૃદય તેની તળે બિછાવી રાખ. મૂંગે મોઢે નિમેષહીન નયને છિન્ન સિક્ત હત્પિંડના રક્ત શતદલની અંજલી રચીને જાગતી બેસી રહે. ત્યાર પછી જ્યારે ગગનમાં ધૂળ ઊડશે, ધરણી કંપી ઊઠશે, આકાશમાં એકાએક ક્રન્દનધ્વનિ જાગશે, ત્યારે હે રમણી, હે અનાથા, હે વીરવધૂ, હે વીરમાતા, એ હાહાકાર વચ્ચે તું ધીરજપૂર્વક અવનત શિરે આંખો મીંચીને ધૂળમાં લોટી પડજે. ત્યાર પછી નમો નમઃ સુનિશ્રિત પરિણામ. નિર્વાક, નિર્મમ, દારુણ કરુણ શાંતિને નમસ્કાર હજો. નમસ્કાર હજો કલ્યાણ કઠોર કાંત સ્વરૂપને, સ્નિગ્ધતમ ક્ષમાને. વિદ્વેષના ભીષણ નિર્વાણને નમસ્કાર હજો. સ્મશાનની ભસ્મ લેપેલી પરમ મુક્તિને નમસ્કાર હજો. | ગાંધારી : ઓ મારા અશાંત હૃદય, તું શાંત થા. વિધિના વિધાનની નતમસ્તકે ધીરજપૂર્વક પ્રતીક્ષા કર્યા કર. સુદીર્ઘ રાત્રિ પછી જે દિવસે કાળ એકાએક જાગી ઊઠે છે, પોતાની ભૂલો સુધારે છે, તે દિવસ દારુણ દુ:ખનો હોય છે. જેમ દુઃસહ ઉત્તાપથી ઊંઘમાં પડેલો વાયુ સ્થિર ગતિહીન બની જાય છે, અને એકાએક વાવાઝોડારૂપે જાગી ઊઠે છે, પોતાની જાત ઉપર આક્રમણ કરે છે, અંધ વીંછીની પેઠે ભયંકર પૂંછડી વતી પોતાને જ માથે અવિરત દીપ્ત વજ્ર જેવો ડંખ મારે છે, તેમ કાલ જ્યારે જાગે છે ત્યારે ભયથી બધા તેને અકાલ કહે છે. હે રમણી, તારું માથું ઝુકાવી દે, ઝુકાવી દે, અને તે મહાકાલને પ્રણામ કર, તેના રથચક્રનો ધ્વનિ દૂર રુદ્રલોકમાંથી વજ્ર જેવા ઘર્ઘરનાદ કરતો સંભળાય છે. તારું આર્ત જર્જર હૃદય તેની તળે બિછાવી રાખ. મૂંગે મોઢે નિમેષહીન નયને છિન્ન સિક્ત હત્પિંડના રક્ત શતદલની અંજલી રચીને જાગતી બેસી રહે. ત્યાર પછી જ્યારે ગગનમાં ધૂળ ઊડશે, ધરણી કંપી ઊઠશે, આકાશમાં એકાએક ક્રન્દનધ્વનિ જાગશે, ત્યારે હે રમણી, હે અનાથા, હે વીરવધૂ, હે વીરમાતા, એ હાહાકાર વચ્ચે તું ધીરજપૂર્વક અવનત શિરે આંખો મીંચીને ધૂળમાં લોટી પડજે. ત્યાર પછી નમો નમઃ સુનિશ્રિત પરિણામ. નિર્વાક, નિર્મમ, દારુણ કરુણ શાંતિને નમસ્કાર હજો. નમસ્કાર હજો કલ્યાણ કઠોર કાંત સ્વરૂપને, સ્નિગ્ધતમ ક્ષમાને. વિદ્વેષના ભીષણ નિર્વાણને નમસ્કાર હજો. સ્મશાનની ભસ્મ લેપેલી પરમ મુક્તિને નમસ્કાર હજો. | ||
<center>[દુર્યોધનની મહારાણી ભાનુમતીને પ્રવેશ ]</center> | <center>[દુર્યોધનની મહારાણી ભાનુમતીને પ્રવેશ ]</center> | ||
Line 75: | Line 75: | ||
ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે. | ભાનુમતી : માતા, આપણે ક્ષત્રિય સ્ત્રીઓ છીએ, દુર્ભાગ્યથી કદી ડરીએ નહિ. કદી જય, કદી પરાજય, ક્ષત્રિય મહિમાનો સૂર્ય તો કદી મધ્યાહ્ન ગગનમાં ચડે છે તો કદી અસ્તાચળે ઊતરે છે. હે માડી, આપણે ક્ષત્રવીરાંગના એ સંભારીને શંકાના પેટમાં રહેવા છતાં ક્ષણભર પણ સંકટથી ડરતી નથી. કોઈ વાર પડતા દહાડા આવ્યા, કોઈ આફત ઊતરી આવી, તો તે વખતે વિમુખ ભાગ્યનો ઉપહાસ કરતાં કરતાં કેવી રીતે મરવું તે પણ મને આવડે છે, અને જીવવું કેમ તે પણ આપના શ્રીચરણની સેવા કરીને મેં શીખી લીધું છે. | ||
ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર. | ગાંધારી : બેટા, અમંગળ તારી એકલીનું નથી. તે જ્યારે પોતાના લાવલશ્કર સાથે ભૂખ શમાવે છે ત્યારે હાહાકાર ઊઠે છે, કેટલાય વીરોના રક્તના પ્રવાહમાં વિધવાની અશ્રુધારા આવી આવીને પડે છે, વધૂના હાથ પરથી સેંકડો અલંકારો ખરી પડે છે—ઝંઝાવાતથી આમ્રકુંજવનમાં જાણે મંજરી. વત્સે, બાંધેલો સેતુ તોડીશ નહિ. રમતને બહાને ઘરમાં વિપ્લવનો કેતુ ખડો કરીશ નહિ. આજે આનંદનો દિવસ નથી, સ્વજનના દુર્ભાગ્ય ઉપર અંગે અંગે શણગાર સજીને ગર્વ કરીશ નહિ, મા. આજથી સુસંયત થઈને શુદ્ધ ચિત્તે ઉપવાસવ્રતનું આચરણ કર, વેણી ખોલી નાખીને શાંત મને દેવતાની અર્ચના કર. બેટા, આ પાપ-સૌભાગ્યને દિવસે ગર્વ અને અહંકારથી વિધાતાને ક્ષણે ક્ષણે લજ્જા દઈશ નહિ. કાઢી નાખ આ અલંકારો અને નવું રક્તાંબર, થંભાવી દે ઉત્સવનાં વાજાં અને રાજઆડંબર. પુત્રી, અગ્નિગૃહમાં જા, પુરોહિતને બોલાવ, શુદ્ધસત્ત્વચિત્તે કાળની પ્રતીક્ષા કર. | ||
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ ભાનુમતી જાય છે. ] | {{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ ભાનુમતી જાય છે. ] | ||
<center>[દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ ]</center> | <center>[દ્રૌપદી સાથે પાંચ પાંડવોનો પ્રવેશ ]</center> | ||
યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા. | યુધિષ્ઠિર : વિદાય વેળાએ આશીર્વાદ માગવાને આવ્યાં છીએ, માતા. |
edits