ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિભૂત શાહ/શૂન્યમાં વસતા શાહમૃગો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''શૂન્યમાં વસતા શાહમૃગો'''}}
{{SetTitle}}
----
{{Heading|શૂન્યમાં વસતા શાહમૃગો | વિભૂત શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે એને ઘેર આવતાં વધારે પડતું મોડું થયું હતું. આવીને કોટ કાઢીને તે ચૂપચાપ ખાટલાની ઇસ પર ઢગલો થઈ બેસી પડ્યો. આજે પણ બારી ખુલ્લી રહી ગઈ હતી. પાડોશમાં રમાબહેનના રેડિયોમાં મીરાનું ભજન આવતું હતું. સાથે સાથે વાંસળીના સૂર પણ રેલાતા હતા. બે હાથ વચ્ચે માથું પકડીને તે બેસી રહ્યો. ત્યાં તો રસોડામાંથી એની પત્ની આવી અને એને જોઈ હાંફળીફાંફળી થઈ ગઈ અને બોલી ઊઠી, ‘આવી ગયા! મને તો ખબરેય ના પડી.’ મોઢું નીચું રાખીને જ તે બોલ્યો, ‘જલદી કર, જે હોય તે જલદી જલદી ખાવાનું આપી દે. મોડું થાય છે. સવારનું હશે તોય ચાલશે.’ સાડી વડે હાથ લૂછતાં લૂછતાં તે બોલી, ‘શાક તો સવારનું વધ્યું છે, ભાખરી હમણાં જ બનાવી છે.’ તે ઊભો થયો અને સ્ત્રીના લૂખા વાળમાં ચોટેલી લોટની રજકણો સામે જોઈ રહ્યો અને પછી ધીમેથી બગડ્યો, ‘લાવ, બે કોળિયા મોંમાં નાખી દઉં.’ ખાટલો ઢાળી સ્ત્રી બોલી, ‘આખો દિવસ નોકરી કરી પાછા તમે નામું લખવા જાઓ છો, એટલે પછી તમે કેટલા થાકી જાઓ છો!’ ભાખરીનું એક બટકું મોંમાં નાખતાં સહેજ ચિડાઈને એ બોલ્યો, ‘તે થાક તો લાગે જ ને, આ શરીર છે, ઓછું કંઈ મશીન છે! તને ખબર નહિ હોય, મશીનને પણ થાક લાગે છે, એ ખોટકાઈ જાય અને બંધ થઈને ઊભું રહી જાય, મારાથી ઓછું એમ ઊભું રહી જવાય છે!’ પહેલાં તો સ્ત્રીએ કશો જવાબ ના આપ્યો. એના ચહેરા સામે જોઈ રહી, પછી પ્યાલામાં પાણી રેડતાં રેડતાં બોલી, ‘આ નાનકાને કામ મળી જાય તો તમને થોડીક રાહત રહે.’ ભાખરીનો ટુકડો પાણી સાથે ગળે ઉતારતાં એણે જવાબ આપ્યો, ‘મળ્યું કામ! મને નથી લાગતું કે નાનકાને આ ભવ કામ મળે… લોકોને પગે લાગીને મારું કપાળ ઘસાઈ જવા આવ્યું… બિચારો નાનકો પણ શું કરે! આપણે ત્યાં જન્મ્યો એ જ એનો વાંક…’