મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/વિરલ ગોષ્ઠિવિદ્ ઢાંકીસાહેબ: Difference between revisions

no edit summary
(+footer)
 
No edit summary
Line 1: Line 1:
<br>
<br>
{{center|<big><big><big>'''વિરલ ગોષ્ઠિવિદ્ ઢાંકીસાહેબ'''</big></big></big>}}

{{Poem2Open}}
સહૃદયો સાથે વાતોનું બીડું ફેરવવું ન પડે. તે તો ફરતું જ રહે. વાતમાંથી વાત નીકળે, ફણગા ફૂટે, ફંટાય, વચ્ચે હાસ્યના ઠહાકા ઊછળે. વાત ક્યારેક અટકે. તેનો દોર હાથમાંથી છટકે, તૂટે ને ફરી સહજ રીતે જ સંધાય. એમ વાતનું બીડું અદીઠ રીતે ફરતું રહે. ગોષ્ઠિનો આ જ તો મહિમા. વ્યક્તિને અને વ્યક્તિત્વને સાચી રીતે પામવું હોય તો તે તેના પાંડિત્યપૂર્ણ વ્યાખ્યાનોમાં, સેમિનારો, સિંપોઝિયામાં નહીં પમાય પણ વ્યક્તિ ઘરે હૂંફાળા માહોલમાં બેઠી હોય - ઘરેલું કપડાં પહેરી આરામથી, સહજ રીતે જ ભાવોની સાથે સાથે હાથોની મુદ્રા બદલાતી રહેતી હોય, વાતવાતમાં ભાષાની અનેક ભંગિમાઓ પ્રગટ થયા કરતી હોય; કોઈ ‘વિન્ડો ડ્રેસીંગ' કે ઈમેજ બનાવવા-તૂટવાની સભાનતા વગર નિખાલસ રીતે જ અભિપ્રાયો, પૂર્વગ્રહો દૂરાગ્રહો, મંતવ્યો આવતાં જતાં હોય. ચહેરાની રેખાઓ અને અવાજના કાકુઓ બદલાતા રહેતા હોય, આંકોમાં કશુંક ચમકી રહેતું હોય ત્યારે જ અહીં ઘરના ખૂણે જ તે ખીલે.  

પૂરાતત્ત્વ સ્થાપત્યવિદ્ મધુસૂદન ઢાંકીને જાહેરમાં બોલતાં ઓછાં સાંભળ્યાં છે. તેમના ક્ષેત્રના પ્રત્યુત્પન્નમતિ વિદ્વાન સેમિનારો – સિમ્પોઝિયામાં જામતાં જ હશે. મેં તો તેમને પામ્યાં છે તેમની સાથે તેમના ઘેર કલાકો સુધી ચાલતી વાતોમાં, ગોષ્ઠિમાં. આપણા પ્રાચીનોએ વૃદ્ધોને સેવવાનો કેમ મહિમા કર્યો હશે તે હવે સમજાય છે. પ્રાચીનો ધારત તો 'મિલન' શબ્દ ય વાપરી શકત. પણ તેમણે શબ્દ વાપર્યો ‘સેવન’. જેમાં અંગત હૂંફ હોય અને નિત્ય સાતત્ય હોય. સહૃદય વિદ્વાનના સેવનમાં અજાણપણે જ અધ્યાપન ચાલતું હોય. તેમનાં જ્ઞાન, અનુભવ, નિરીક્ષણનો લાભ એમની સાથેની અનૌપચારિક વાતોમાંય મળતો રહે. કઈ ક્ષણે શું સૂઝે ને એમ જ ક્યારે પ્રસાદી મળી જાય તે કહેવાય નહીં. સંગીત જેવી કલાઓમાં પણ આથી જ ગુરુપરંપરાનો આટલો મહિમા થતો હશેને ?

Line 11: Line 11:
ઢાંકીસાહેબે બીજી એક સરસ વાત કરી. કહે, જે તે ધર્મોનાં દેવસ્થાનોમાં જે તે ધર્મોની ઈશ્વર વા અંતિમ યથાર્થતા વિશેનો, ધર્મ વિશેનો વિભાવ ડોકાય. ભારતીય મંદિરોના મંડપો વિતાનો, તોરણો, ગવાક્ષો, ગોપુરો, સૂક્ષ્મ કળાકીય અલંકરણો, સ્તંભો, મૂર્તિઓમાં લીલાભાવ ડોકાય, તો કેથેડ્રલો, ખ્રિસ્તી દેવળોની ઊંચેરી છતો, તેની ભવ્યતા, શાંતિમાં ઈશુનો કરુણાભાવ દેખાય; તો મસ્જિદોની સાદગી, તેની ભવ્ય વિશાળતા અને ખુલ્લા અવકાશમાં અમૂર્ત એકેશ્વરવાદી વિચારધારાનો પ્રભાવ વરતાય. યુરોપનાં ગૉથિક કેથેડ્રલો અને પછી બંધાયેલાં કેથેડ્રલોની વાત નીકળતા એક સરસ મુદ્દો તેમણે ઉપસાવ્યો. આજનાં કે ગૉથિકકાળ પહેલાંનાં કેથેડ્રલો તેની વિશાળતા, તેની આકૃતિથી દૂરથી તમને આંજી દે પણ નજીક જાવ કે અંદર જાવ ત્યારે નજર લપસી પડે. નજીકથી એટલા બધાં અપીલીંગ ન લાગે. જ્યારે ગૉથિક કેથેડ્રલો તમને તેની વિશાળતા, તેના પ્રમાણભાર, નમણા ટાવરો અને સ્પાયરોની (spires) સંકુલતાથી દૂરથી તો મોહી જ લે પણ જેમ જેમ નજીક જતા જાવ તેમ તેના અલંકરણખચિત સૂક્ષ્મતાથી તમારા પર વધુ ને વધુ ભૂરકી નાખતા જાય. અંદર પણ રંગબેરંગી સુચિત્રિત કાચથી મઢેલ જાળીઓ – આખું કેથેડ્રલ ઉંચે ઈંચે તમને મોહી લે. સારા સ્થાપત્યની ખૂબી જ એ કે જે દૂરથી કે નજીકથી, બહારથી કે અંદરથી તમને એક સરખો જ તોષ આપે, આનંદ આપે.

આમ ઢાંકીસાહેબની સહજ વાતોમાં, ચેતનાનો, સમજણનો કોઈ ને કોઈ બંધ ઓરડો ઊઘડતો જાય. વિદ્વાન ખરા પણ જેમની હાજરીનું વજન લાગે તેવા ભારેખમ નહીં. કંઠ તો છે જ સરસ. ક્યારેક મુડમાં આવી જાય તો કર્ણાટક સંગીતના ઓજસ્વી, કંપાયમાન સ્વરો લહેરાવે, ક્યારેક હિંદુસ્તાની સંગીતનો ગંભીર આલાપ ગુંજરે તો ક્યારેક વળી, બાળપણમાં સાંભળેલી સૌરાષ્ટ્રની ગરબીની મૂળ હલક પણ સંભળાવે. મિમિક્રીના તો માસ્ટર. અનેક દેશોની વ્યક્તિઓના પરિચય આવેલાં તેથી ફ્રેંચ, જર્મન, અમેરિકન ભાષીઓ કેવું અંગ્રેજી બોલે તેની આબાદ નકલ કરી બતાવે. વાતોમાં બે-ત્રણ કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે. રૂ-બ-રૂ મળવાનું ન થાય ત્યારે પત્રવ્યવહા૨ અને ફોનથી સંપર્ક રહે. પત્રવ્યવહાર ક્રીસ્પ ઈંગ્લીશમાં. અંગ્રેજી શબ્દોનાં ચયન અને ભાષાની અભિવ્યક્તિથી ખુશ થઈ જવાય. તો વખતોવખત ફોન ૫૨ સહેજ હિંદી છાંટવાળી કાઠિયાવાડી ગુજરાતીમાં તેમનું અંતરંગ ડોકાય. તેમના ક્ષેત્રના વિદ્વાનોની પેઢીના છેલ્લા માણસ. નવાઈ લાગે કે તેમને હજી સુધી ‘પદ્મશ્રી' સરખી રાષ્ટ્રીય નવાજેશ કેમ નથી થઈ. અરે, ગુજરાતમાંથી જ અપાતું વિશ્વગુર્જરી સન્માન પણ કેમ ચુકાઈ ગયું છે ? વિશ્વસ્તરે જેમનું નામ તેમનાં કામ થકી હોય તેવા અલ્પસંખ્યક ગુજરાતીઓમાંના એક છે. આપણે તેમને ન જાણીએ તો કાંઈ નહીં તેમની વેબ સાઈટની મુલાકાત લેનારા વિશ્વના અનેક વિદ્યાનો, કળામર્મજ્ઞો તેમને જાણે છે.

{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}

{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2