ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

no edit summary
(ફોર્મટિંગ પૂર્ણ)
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''યજ્ઞેશ દવે :''' '''''ગુલામમોહમ્મદભાઈ, આમ તમારું વતન સૌરાષ્ટ્ર, અવાર નવાર અહીં આવવાનું પણ થતું હશે. તમારા શૈશવની ભોમકામાં ફરી આવવાનું કેવું લાગે છે ?'''''
'''યજ્ઞેશ દવે :''' '''''ગુલામમોહમ્મદભાઈ, આમ તમારું વતન સૌરાષ્ટ્ર, અવાર નવાર અહીં આવવાનું પણ થતું હશે. તમારા શૈશવની ભોમકામાં ફરી આવવાનું કેવું લાગે છે ?'''''
ગુલામમોહમ્મદ '''શેખ :''' અહીં આવવાનું મન તો હંમેશાં થયા કરે છે. ઘણુંબધું સ્મૃતિમાં ભંડારેલું હોય, અને ખાસ કરીને તો બાળપણ અને યુવાનીની, તેમાંય ઊગતી યુવાનીની – સ્મૃતિઓ હોય તે માણસનો કેડો કોઈ દિવસ છોડતી નથી, એટલે ફરી પાછું એ રસ્તે નીકળવાનું, ભમવાનું મન થયા કરે. કાઠિયાવાડી સંસ્કૃતિની ભાતીગળ વિશેષતા. એનું આકર્ષણ પણ વરસોવરસ વધતું ગયું છે - એ કારણસર પણ અહીં આવવાનું ગમતું હોય છે. આમ તો આ મારા માટે કંઈ નવું નથી, પણ જ્યારે આવું ત્યારે હંમેશાં કાંઈક ને કાંઈક નવું દેખાય. પરમ દિવસે જ અમે લોકો (દીકરી સમીરા, જમાઈ કૌશિક, ભાભી આયશા સાથે) અમારે જૂને ગામ કંકાવટી ગયાં હતાં. ત્યાં હું શાળામાં ભણતો ત્યારે રજાઓ ગાળવા આવતો. એમાં મને નદી બરાબર યાદ; ત્યાં વડવા રહેતા- એટલે મારા દાદાના ભાઈ (નાનજીદાદા). એમનું મોટું ફળિયું, ઘાણી, ભેંસો એવું એવું બધું આછેતરું યાદ. આજે ચાલીસેક વરસ થયાં ત્યાં ગયો નહોતો. એમ પણ યાદ કે ત્યાં માતરી વાવ અને ભીમદેવના જમાનાનું મંદિર છે પણ બીજું બધું વિસ્મૃતિની ગર્તામાં ઊતરી ગયેલું. પણ થોડુંક પાછું નીકળી પણ આવે કોઈક વાર. હવે સમીરા પંદરમી શતાબ્દીના ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરે છે, કૌશિકને પણ એમાં રસ, એટલે થયું ચાલો કંકાવટી. ઊતરી આવ્યા. જોયું, ગામ સમૃદ્ધ નહિ તોય પ્રમાણમાં સુખી હશે એવું લાગ્યું. આમ તો ગામડાં સુખી નથી, આઝાદીનાં પચાસ વરસ થયાં પણ એ એવાં ને એવાં, અસહ્ય ગરીબાઈમાં સબડતાં રહ્યાં છે, એ વાતે ગામડે જતાં મિશ્ર લાગણી તો થવાની જ.
'''ગુલામમોહમ્મદ શેખ :''' અહીં આવવાનું મન તો હંમેશાં થયા કરે છે. ઘણુંબધું સ્મૃતિમાં ભંડારેલું હોય, અને ખાસ કરીને તો બાળપણ અને યુવાનીની, તેમાંય ઊગતી યુવાનીની – સ્મૃતિઓ હોય તે માણસનો કેડો કોઈ દિવસ છોડતી નથી, એટલે ફરી પાછું એ રસ્તે નીકળવાનું, ભમવાનું મન થયા કરે. કાઠિયાવાડી સંસ્કૃતિની ભાતીગળ વિશેષતા. એનું આકર્ષણ પણ વરસોવરસ વધતું ગયું છે - એ કારણસર પણ અહીં આવવાનું ગમતું હોય છે. આમ તો આ મારા માટે કંઈ નવું નથી, પણ જ્યારે આવું ત્યારે હંમેશાં કાંઈક ને કાંઈક નવું દેખાય. પરમ દિવસે જ અમે લોકો (દીકરી સમીરા, જમાઈ કૌશિક, ભાભી આયશા સાથે) અમારે જૂને ગામ કંકાવટી ગયાં હતાં. ત્યાં હું શાળામાં ભણતો ત્યારે રજાઓ ગાળવા આવતો. એમાં મને નદી બરાબર યાદ; ત્યાં વડવા રહેતા- એટલે મારા દાદાના ભાઈ (નાનજીદાદા). એમનું મોટું ફળિયું, ઘાણી, ભેંસો એવું એવું બધું આછેતરું યાદ. આજે ચાલીસેક વરસ થયાં ત્યાં ગયો નહોતો. એમ પણ યાદ કે ત્યાં માતરી વાવ અને ભીમદેવના જમાનાનું મંદિર છે પણ બીજું બધું વિસ્મૃતિની ગર્તામાં ઊતરી ગયેલું. પણ થોડુંક પાછું નીકળી પણ આવે કોઈક વાર. હવે સમીરા પંદરમી શતાબ્દીના ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરે છે, કૌશિકને પણ એમાં રસ, એટલે થયું ચાલો કંકાવટી. ઊતરી આવ્યા. જોયું, ગામ સમૃદ્ધ નહિ તોય પ્રમાણમાં સુખી હશે એવું લાગ્યું. આમ તો ગામડાં સુખી નથી, આઝાદીનાં પચાસ વરસ થયાં પણ એ એવાં ને એવાં, અસહ્ય ગરીબાઈમાં સબડતાં રહ્યાં છે, એ વાતે ગામડે જતાં મિશ્ર લાગણી તો થવાની જ.
પણ અહીં બીજું ઘણું પડ્યું છે, સંસ્કારના કેવા ખજાના પહેલા છે, લોકોની નજર નથી જતી એ બાજુ, એ બધું કોઈ જોતું નથી. કંકાવટીને શેઢે મારા પિતરાઈ ભાઈ અમને માતરી વાવ દેખાડવા લઈ ગયા. વાવને ઉપલે થાળે પથ્થર પર ધોળા ડાઘા, એ દેખાડી કહે કે ધાવણ ન આવતું હોય એવી સ્ત્રીઓ વાવને કાંઠે દૂધ નાખે, આખો રેલો કરે. ચારે બાજુ દૂધની છાપ ત્યાં હતી, એટલે કે તાજું દૂધ હશે – તાજું એટલે થોડા દિવસ પહેલાંનું. મેં પૂછ્યું કે આ કોણ કરે તો ભાઈ કહે બધી બાઈઓ કરે, બધા (ધરમની) કરે. અને મેં જોયું કે થાળે ચડતા ભાઈ સંભાળપૂર્વક, (દૂધવાળો ભાગ) સાચવીને ચાલ્યા. મને ય કહ્યું કે આમ ચાલો ભાઈ. ત્યારે થયું કે લોકે કેટકેટલું જીવનમાં ઉતાર્યું છે ! આ ભાઈ જેનો મને પરિચય નહોતો - ચાળીસેક વરસથી - એમની સાથે વાવમાં ઊતરતા ગોખલામાં ગણેશ મૂર્તિ જોઈ. ત્યાં લોક લાકડાના હાથ મૂકે, પગ મૂકે, એટલે કે જ્યાં દુખતું કે વાગ્યું હોય એનું નાનકડું મ્હોરું મૂકે : આંખે હોય તો આંખ, જીભે હોય તો જીભ. અંદર ઊતર્યા તો સાતમા (કે નવમા ?) કોઠે કોતરણીમાં નાનકડો સર્પ, સંભોગ શિલ્પોય નજરે ચડ્યાં. થયું આટલી સુંદર અને અદ્ભુત રીતે સંઘરાયેલ (અંદર કાળપ કે ડાઘો સુધ્ધાં નહિ !) વાવ ત્યાં પુરાતત્ત્વ ખાતાનું પાટિયું ક્યાં ? રખેવાળ ક્યાં? ભાઈ કહે કે ગામના લોક ધ્યાન રાખે છે.

ત્યાંથી મંદિરે ગયા. ત્યાં કાલીય-દમનની કૃષ્ણ-મૂર્તિ હતી. એના ટુકડા થઈ ગયા હતા. કહે છે વાવમાંથી નીકળી હતી. આજુબાજુ ફરતાં ખંડિયેર જોયાં. કહે છે મહેલ હતો, ઉપલા થર દેખાય છે. ખોદકામ થાય તો કેટલું નીકળે? લોકો કહે છે કૂવો ખોદતાં ઓજાર મળ્યાં, વાસણ નીકળ્યાં, તાંબાનાં કે પંચધાતુનાં. કાઠિયાવાડ આવતાં નીકળી આવે આવું બધું.

17,602

edits