ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

ફોર્મટિંગ પૂર્ણ
No edit summary
(ફોર્મટિંગ પૂર્ણ)
Line 38: Line 38:

'''યજ્ઞેશ :''' '''''સાચી વાત છે. મને યાદ છે કે કનુ દેસાઈના દાંપત્ય પરના ચિત્રનું આલ્બમ મારા પિતાને તેમના લગ્ન પ્રસંગે એમના એક મિત્ર તરફથી ભેટ મળેલું. એ સમયે ચિત્રકળાનું એવું સ્થાન હતું.'''''

સામાન્ય લોકોની દૃષ્ટિએ વાત કરીયે તો આપનું કામ આધુનિક કહેવાય. પણ ચિત્રકળાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે ત્યારે ચિત્રકળાની પ્રારંભિક શૈલીઓ અને તેની ડિસિપ્લિનમાંથી પસાર થયા હશે. આજે પણ પાબ્લો પિકાસોનાં કેટલાંક ચિત્રો જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે પરંપરિત લાઈનવર્ક પર પણ તેમનું કેવું પ્રભુત્વ હતું. આધુનિક ચિત્રકાર થવા માટે પણ ચિત્રના બધા પ્રકારો, બધી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે? કે કોઈ સ્વયંભૂ કલાકાર એવો પણ નીપજી આવે જે પોતાની રીતે જ વિકસે.
'''''સામાન્ય લોકોની દૃષ્ટિએ વાત કરીયે તો આપનું કામ આધુનિક કહેવાય. પણ ચિત્રકળાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે ત્યારે ચિત્રકળાની પ્રારંભિક શૈલીઓ અને તેની ડિસિપ્લિનમાંથી પસાર થયા હશે. આજે પણ પાબ્લો પિકાસોનાં કેટલાંક ચિત્રો જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે પરંપરિત લાઈનવર્ક પર પણ તેમનું કેવું પ્રભુત્વ હતું. આધુનિક ચિત્રકાર થવા માટે પણ ચિત્રના બધા પ્રકારો, બધી તાલીમમાંથી પસાર થવું જરૂરી છે? કે કોઈ સ્વયંભૂ કલાકાર એવો પણ નીપજી આવે જે પોતાની રીતે જ વિકસે.'''''
'''શેખ :''' (આખી દુનિયા માટે શીખવા-ચિતરવાની) એક જ રીત કે પદ્ધતિ હોય એ વિચાર માત્ર ફાસીસ્ટ છે. મારે શું કરવું, શીખવું તે મારી વાત, મારો પ્રશ્ન છે. તમારે શું કરવું તે તમારો. જો સ્કૂલમાં ગયા વગર કવિતા લખાય (એ સ્વીકાર્ય હોય તો ચિતરવા માટે) ભણવું કે નહિ એ પૂછવાનો કોઈને અધિકાર નથી. ગામડાની બાઈ લીંપેલી દીવાલે ચિત્ર કરે કે બીજાં શાળામાં ભણી કે કૉલેજમાં જઈ બીજું (કે બીજી ઢબનું) કરે તેમાં હું ઉચ્ચાવચતા કે ભેદેય જોતો નથી. આ તો આપણી સ્વતંત્રતાનો સવાલ છે. (ભણતરમાં તેમ મૂલ્યાંકનમાંય) આપણે વર્ણવ્યવસ્થા ઊભી કરી છે. (હાસ્ય). આપણને ભણતરની જે પદ્ધતિ મળી છે એમાં થઈને વિદ્યાર્થીને દિશા દેખાડવાનું કામ હું શિક્ષક તરીકે કરી શકું. (બ્રિટિશકાળમાં રચાયેલી આપણી) શિક્ષણ પદ્ધતિમાં (સૌને સરખી તાલીમ એટલે કે) સ્ટાન્ડર્ડાઈઝેશનની કલ્પના છે, એ કદાચ બધા (વિદ્યાર્થી)ને અનુકૂળ ન હોય. એમાં અંગ્રેજીમાં જેને રેપ્લિકેબલ સ્કીલ્સ અથવા પુનરાવર્તન થઈ શકે એવું કૌશલ કહે છે (તેનો મહિમા છે). એટલે કારીગરી કે કૌશલ, જેમ કે ટેબલ જેવું ટેબલ કે ખુરશી જેવી ખુરશી, એવી પચાસની પાંચસો ને પાંચ હજાર બને (બધી અદ્દલ સરખી). આ બીબાંઢાળ પદ્ધતિ છે. (એ પદ્ધતિ બીજે કામની હોઈ શકે પણ સર્જનાત્મક કળામાં ન ચાલે). આમાંથી વિદ્યાર્થીને કેમ બહાર કાઢવો એ જ શિક્ષણનો હેતુ બને. દરેકનું પોતાનું, અંગ્રેજીમાં ‘કોલીંગ’ (અંતરનો અવાજ) કહીએ છીએ ને તે કેમ નીકળે (તે જોવાનું). આ બધાનું મહત્ત્વ એટલા માટે કે હું શિક્ષણ સાથે સંકળાયેલો રહ્યો છું. એમાં આપેલી પદ્ધતિમાં જ કામ કરવાનું આવ્યું. એનો અર્થ એમ નહિ કે પદ્ધતિ સ્વીકારી લીધી, પણ એની અંદર નાની એવી ગલીકૂંચીઓ ખોળીને નીકળી જવાનું.

શિક્ષણમાં એક વસ્તુ જોઈ. એમાં હંમેશાં શીખવાનું મળે- જો શિક્ષકને શીખવું હોય તો- કારણ કે એમાં દર વર્ષે નવા વિદ્યાર્થી આવવાના. (એ નવા વિદ્યાર્થીઓને) એક વિષય ભણાવવાનું ખૂબ ગમતું. ચિત્રની વાર્તા, સ્ટોરી ઑફ આર્ટ. ગુફા-ચિત્રોથી માંડી આજ સુધીનાં ચિત્રોની વાત કરવાની. આખી દુનિયાની (કળાની) વાત એટલે કોઈ વાર આ પાટે તો કોઈ વાર તે પાટે ચડે. દર વખતે એને જુદી રીતે કરવી જ પડે. અને વિદ્યાર્થી સવાલ પૂછે તે સાવ સીધા, એ સવાલ ઉપરથી સહેલા પણ મૂળે અઘરા, અને આમેય સહેલાનો જવાબ હંમેશાં સહેલો નથી હોતો ! એટલે ત્યાં હંમેશાં ચેલેન્જ-પડકાર જેવું. આને કેમ કરી. સમજાવવું, કહેવું? એમ.એ.નો વિદ્યાર્થી હોય તો થોડો વિચાર કરી પૂછે, જ્યારે આ તો વિચાર્યા વગર ધડ દઈને પૂછી નાખે. (એ જવાબો શોધતાં ઘણું શિખાય). વિદ્યાર્થીઓ આવે જાતજાતના, છોટાઉદેપુરની ભીલ જાતિનો કે વિવાન સુન્દરમ્ જેવો દૂન સ્કૂલનો, બધા સાથે પનારો પડે એટલે ચેલેન્જ એવી કે આ બે માટે (સાચા) રસ્તા કયા? બન્ને માટે એક રસ્તો તો ન હોય. દરેકે પોતાનો રસ્તો શોધવાનો એટલે તાલીમ કોઈને નીવડે તો કોઈને નડેય ખરી. કોઈને તાલીમ લીધી હોય તે બધું છોડી બાવા બનવું પડે. માત્ર એકડે એકથી કરવાનું આવે. પણ એ નક્કી કોણ કરે? એ તો વિદ્યાર્થીએ પોતે જ નક્કી કરવાનું. આપણું કામ આંગળી ચિંધામણનું : એ થાય તો લાગે કે કાંઈક કર્યું.