2,669
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
પહેલા વિશ્વયુદ્ધ વખતના છિન્નભિન્ન જર્મનીને પ્રચંડ વિશ્વસત્તામાં પલટનાર અને માંદલા યુરોપને ભયંકર અવ્યવસ્થામાં ધકેલનાર હિટલર એક મામૂલી સૈનિકમાંથી જુઠાણાંઓ, દેખાડાઓ અને હુમલાખોરીઓના બળે સરમુખત્યાર થયેલો. યુદ્ધનીતિનાં બધાં જ ધોરણો એણે નેવે મૂકેલાં, આસપાસનાં રાજ્યો એના કોળિયો બન્યાં. અને છેવટે આખું વિશ્વ એને કારણે યુદ્ધમાં હોમાયું. | પહેલા વિશ્વયુદ્ધ વખતના છિન્નભિન્ન જર્મનીને પ્રચંડ વિશ્વસત્તામાં પલટનાર અને માંદલા યુરોપને ભયંકર અવ્યવસ્થામાં ધકેલનાર હિટલર એક મામૂલી સૈનિકમાંથી જુઠાણાંઓ, દેખાડાઓ અને હુમલાખોરીઓના બળે સરમુખત્યાર થયેલો. યુદ્ધનીતિનાં બધાં જ ધોરણો એણે નેવે મૂકેલાં, આસપાસનાં રાજ્યો એના કોળિયો બન્યાં. અને છેવટે આખું વિશ્વ એને કારણે યુદ્ધમાં હોમાયું. | ||
હિટલરની શરૂની આ વિજયપરંપરા આજે આપણે જાણીએ છીએ કે મહાપરાજ્યમાં જઈને ઊભેલી અને હિટલરને આપધાત કરતો પડેલો. બળવંતરાય ઠાકોરે હિટલરની આ વિજ્યપરંપરાને બળવાન રીતે દર્શાવી તો છે, કઠોર અને વેગીલા શબ્દોથી જીવંત તો કરી છે પણ એ વિજયપરંપરા પાછળ હિટલરનો કારમો પરાજય એમણે બબકતો સાંભળ્યો છે. હિટલરનું પાશવીપણું, એની જંગાલિયત અને બર્બરતાને ખુલ્લા કર્યાં છે. સુન્દરમે હિટલર વિજયપરંપરા' કાવ્યને અપૂર્વ સફળ કૃતિ કહી છે, તે સાચું છે. | હિટલરની શરૂની આ વિજયપરંપરા આજે આપણે જાણીએ છીએ કે મહાપરાજ્યમાં જઈને ઊભેલી અને હિટલરને આપધાત કરતો પડેલો. બળવંતરાય ઠાકોરે હિટલરની આ વિજ્યપરંપરાને બળવાન રીતે દર્શાવી તો છે, કઠોર અને વેગીલા શબ્દોથી જીવંત તો કરી છે પણ એ વિજયપરંપરા પાછળ હિટલરનો કારમો પરાજય એમણે બબકતો સાંભળ્યો છે. હિટલરનું પાશવીપણું, એની જંગાલિયત અને બર્બરતાને ખુલ્લા કર્યાં છે. સુન્દરમે હિટલર વિજયપરંપરા' કાવ્યને અપૂર્વ સફળ કૃતિ કહી છે, તે સાચું છે. | ||
નરસિંહ મહેતાએ જે ઝૂલણામાં ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' નો વિશ્વપ્રેમમંત્ર આપ્યો છે, કાન્તે જે ઝુલણામાં ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચન્દ્રનો' દ્વારા સૌન્દર્યમંત્ર આપ્યો છે, એ જ ઝૂલણામાં બળવંતરાય ઠાકોરે ખરબચડી અને બળુકી છટાઓથી યુદ્ધવર્ણન મારફતે યુદ્ધનો મંત્ર આપ્યો છે. કૃતિની શરૂઆત જુઓ : ‘ધરણી થર થર ધ્રુજાવંત રે | નરસિંહ મહેતાએ જે ઝૂલણામાં ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' નો વિશ્વપ્રેમમંત્ર આપ્યો છે, કાન્તે જે ઝુલણામાં ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચન્દ્રનો' દ્વારા સૌન્દર્યમંત્ર આપ્યો છે, એ જ ઝૂલણામાં બળવંતરાય ઠાકોરે ખરબચડી અને બળુકી છટાઓથી યુદ્ધવર્ણન મારફતે યુદ્ધનો મંત્ર આપ્યો છે. કૃતિની શરૂઆત જુઓ : ‘ધરણી થર થર ધ્રુજાવંત રે હિટલરા/ માંસશોણિતદધી સર્જતો વર્ષીને, દૈત્ય, દિગ્વ્યાપી હિંસાગબારા' અહીં હિટલરને બદલે ‘હિટલરા’ દ્વારા દૈત્યશક્તિનો બરાબર પરિચય થાય છે. હિટલરનો ધસારો જુઓઃ ‘પ્રહર પ્રહરે નગર પ્રૌઢ તું ત્રોડતો / પક્ષપક્ષે નવાં રાષ્ટ્ર તૂં રોળતો!/ કોટકિલ્લા ન ર્સના ન રે કાફલા દૈત્ય, રોધી શકે તુજ ધસારા અસ્ત્રશસ્ત્ર પ્રપંચે જુઠાણે છળે ધૂર્ત દાવે જગત ભેળનારા’ હિટલરનો અસ્ત્રશસ્ત્ર પ્રપંચોથી અને પેતરાઓથી ‘ભૂવિજય' નો એક જ હેતુ હતો. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એને કચડવા આવે છે પણ ફિનલેન્ડ, નોર્વે, ડેન્માર્ક, સ્વીડન હજમ કરી ગયેલો હિટલર કારમો દાવ ફેંકે છે અને બયિનને પણ ચરણે લાવે છે. હિટલર દીવા સ્વપ્નમાં રાચે છે. આજે બેલ્જિયનને, કાલે ફ્રાન્સ ‘બેલ્જિયન સેનસંપત્તિ આજે જ જો / ફ્રેન્ચ કાલે અગર ચાર દિવસે જ તો / તે પછી સદ્વ નિર્વિઘ્ન ટોચે ચડી મુજ સિતારો ન શું પૂર્ણ સર્જ? શત્રુ સૌથી વડો નીચ સૌથી બૂરો, તેય યાચે મ્હને કેમ ના જે?' પણ આ ધસારામાં હિટલરનું સૈન્ય અને એની ખુવારીનો અંદાજ અકલ્પ્ય છે. | ||
પોતાના માણસો જાતજાતની સહાય મગાવે છે. ચેતવણી આપે છે પણ હિટલર સૈનિકોને યુદ્ધમાં ઓરતો જ જાય છે. યાની હિટલરા/ ‘વાટ આ ભાંગી’, ‘આ રેલ તૂટી', ‘જલ્યાં પ્લેન આ' ‘તેલ અહીં ખૂટવામાં’/ ‘સૈન્ય અધલખ ગયું' ‘ટેન્ક આ ખોટકયાં’/ મોખરા સકલ ત્રાડે ‘નવી કુમક ક્યાં?'/ ‘હ્યાં ન પાણી! ખૂટ્યું અન્ન અહીં! દારૂગોળા ન સેના ય પૂરતી અહીંયાં/' ‘મોકલુ' ‘મોકલુ દૈત્ય કહે, દશગણાં સોગણાં યે હું હોનું પલકમાં/' યુદ્ધની હાલાકી અને યુદ્ધપુરવઠાની વિટંબણા સાથે નાની નાની ઉક્તિઓ યુદ્ધચિતારને માર્મિક રીતે ખડો કરે છે. હિટલરની આ પાશવી યુદ્ધખોરીને અનુષંગે બળવંતરાય ઠાકોર અંતે મહાભારતના યુદ્ધને સ્મરે છે. એમાં પછીનો ‘પાંડવી સંસ્કૃતિનો વિલય' જુએ છે. યુરોપ જો આ સમે ઊગરી જાય અને યુરોપ પોતે જો મહાદૈત્યનો કાળ બની જાય તો પછી જગબંધુતા અને સદ્ભાવના હાથવેંત છે : ભારતી યુદ્ધ પછી યાદવી, હિટલરા!/ તે પછી પાંડવી સંસ્કૃતિ પ્રલય, બર્બર તિમિરકાળ પાશવી જીવનનો એહ ક્રમથી યુરપ આ સમે ઊગરતો જો, મહાદૈત્ય, તુજ કાળ એ નીવડ્યો/ ને પછી ભદ્રનિજ રાજપુરુષો પરે શક મહોજસ્વી બેસાડી શકતો/ સ્વાર્થી સ્વામિત્વ સંપત્તિ ત્યાગી જગદબંધુતા કેરી સદ્ભાવનાઓ' | પોતાના માણસો જાતજાતની સહાય મગાવે છે. ચેતવણી આપે છે પણ હિટલર સૈનિકોને યુદ્ધમાં ઓરતો જ જાય છે. યાની હિટલરા/ ‘વાટ આ ભાંગી’, ‘આ રેલ તૂટી', ‘જલ્યાં પ્લેન આ' ‘તેલ અહીં ખૂટવામાં’/ ‘સૈન્ય અધલખ ગયું' ‘ટેન્ક આ ખોટકયાં’/ મોખરા સકલ ત્રાડે ‘નવી કુમક ક્યાં?'/ ‘હ્યાં ન પાણી! ખૂટ્યું અન્ન અહીં! દારૂગોળા ન સેના ય પૂરતી અહીંયાં/' ‘મોકલુ' ‘મોકલુ દૈત્ય કહે, દશગણાં સોગણાં યે હું હોનું પલકમાં/' યુદ્ધની હાલાકી અને યુદ્ધપુરવઠાની વિટંબણા સાથે નાની નાની ઉક્તિઓ યુદ્ધચિતારને માર્મિક રીતે ખડો કરે છે. હિટલરની આ પાશવી યુદ્ધખોરીને અનુષંગે બળવંતરાય ઠાકોર અંતે મહાભારતના યુદ્ધને સ્મરે છે. એમાં પછીનો ‘પાંડવી સંસ્કૃતિનો વિલય' જુએ છે. યુરોપ જો આ સમે ઊગરી જાય અને યુરોપ પોતે જો મહાદૈત્યનો કાળ બની જાય તો પછી જગબંધુતા અને સદ્ભાવના હાથવેંત છે : ભારતી યુદ્ધ પછી યાદવી, હિટલરા!/ તે પછી પાંડવી સંસ્કૃતિ પ્રલય, બર્બર તિમિરકાળ પાશવી જીવનનો એહ ક્રમથી યુરપ આ સમે ઊગરતો જો, મહાદૈત્ય, તુજ કાળ એ નીવડ્યો/ ને પછી ભદ્રનિજ રાજપુરુષો પરે શક મહોજસ્વી બેસાડી શકતો/ સ્વાર્થી સ્વામિત્વ સંપત્તિ ત્યાગી જગદબંધુતા કેરી સદ્ભાવનાઓ' | ||
બળવંતરાયે રચનામાં જે ભવિષ્ય જોયું હતું તે આજે તો હવે ભૂતકાળ છે. પણ એમનો પૂર્વાભાસ કેટલો સાચો હતો! ગુજરાતી કાવ્યસાહિત્યમાં પદ્મનાભના ‘કાન્હડદેપ્રબંધ’ અને પ્રેમાનંદના ‘રણયજ્ઞ' પછી ભાષાનો આવો ઓજસભર્યો પ્રવાહ બળવંતરાય ઠાકોરની કાવ્યરચનામાં જોવાય છે. | બળવંતરાયે રચનામાં જે ભવિષ્ય જોયું હતું તે આજે તો હવે ભૂતકાળ છે. પણ એમનો પૂર્વાભાસ કેટલો સાચો હતો! ગુજરાતી કાવ્યસાહિત્યમાં પદ્મનાભના ‘કાન્હડદેપ્રબંધ’ અને પ્રેમાનંદના ‘રણયજ્ઞ' પછી ભાષાનો આવો ઓજસભર્યો પ્રવાહ બળવંતરાય ઠાકોરની કાવ્યરચનામાં જોવાય છે. |