રચનાવલી/૧૯૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇંગ્લેન્ડમાં જેમ સ્ટ્રેટફર્ડ અને શેક્સપિયરનાં નાટકોનું તીર્થ છે તેમ જર્મનીમાં બર્લિન એ બર્ટોલ્ટ બ્રેખ્ટના નાટકોનું તીર્થ છે. ૧૯૮૭માં બર્લિન જવાનું થયું ત્યારે મનમાં ઇચ્છા હતી કે પૂર્વ બર્લિનમાં જઈને પણ બર્ટોલ્ટ બ્રેખ્ટના થિયેટરમાં એના કોઈ નાટકને જોવું. પણ વેકેશન ગાળો હોવાથી થિયેટર બંધ હતું અને પૂર્વ બર્લિનમાં જવાનું ન રહ્યું, રહ્યો માત્ર વસવસો.  

આજે ટી.વી. પર સીરિયલો જોતા હોઈએ, કોઈ લાગણીસભર દૃશ્ય જોયું હોય ત્યાં ફટ દઈને કોઈ કમર્શિયલ બ્રેક આવી પડે છે અને તમને દૃશ્યમાં સંડોવાતા તાત્કાલિક કાપી નાંખે છે. હા, અહીં અક્કલ ગીરવે મૂકતો કોમર્શિયલ બ્રેક હોય છે પણ બ્રેખ્ટ એનાં નાટકોમાં જાણીબૂઝીને એવા વિરોધો ઊભા કરે છે કે પ્રેક્ષક એમાં સંપૂર્ણ સંડોવાઈ જઈ પોતાની વિચારશક્તિને બંધ ન કરી બેસે. બ્રેખ્ટનાં નાટકોમાં આમ તો અવરોધ પ્રેક્ષકોને તટસ્થતાપૂર્વક વિચારતો કરવા માટે આવતો હોય છે. બ્રેન્ટની માન્યતા છે કે નાટક જોતી વેળાએ પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકા પરથી જોવાની છે. નાટક એ નાટક છે અને એમાં જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે એ માટે પ્રેક્ષકે હંમેશાં સજાગ રહેવું જોઈએ. પ્રેક્ષકો સાથે પાત્રની સીધી વાતચીત, નાટકને અટકાવીને આવતું ગીત વગેરે વગેરે દ્વારા શ્રેષ્ટ નાટકમાં અવરોધ ઊભું કરતો. બ્રેખ્ટનું મુખ્ય ધ્યેય વાસ્તવિકતાને આનંદ સાથે જોડવાનું હતું. આ માટે નાટકમાં અવરોધો કે અખતરાઓ તો કરવા પડે પણ બ્રેખ્ટ માને છે કે તેમ કરવા જતાં અલબત્ત એમાંથી સત્ત્વશાળી કશુંક બાદ થઈ જવું જોઈએ નહીં. જગતના દશપંદર ઉત્તમ નાટકકારોનાં નામ લેવાતાં હોય તો બર્ટોલ્ટ બ્રેખ્ટનું સ્થાન એમાં અવશ્ય હોય એવો સમર્થ એ જર્મન નાટ્યકાર છે.  
આજે ટી.વી. પર સીરિયલો જોતા હોઈએ, કોઈ લાગણીસભર દૃશ્ય જોયું હોય ત્યાં ફટ દઈને કોઈ કમર્શિયલ બ્રેક આવી પડે છે અને તમને દૃશ્યમાં સંડોવાતા તાત્કાલિક કાપી નાંખે છે. હા, અહીં અક્કલ ગીરવે મૂકતો કોમર્શિયલ બ્રેક હોય છે પણ બ્રેખ્ટ એનાં નાટકોમાં જાણીબૂઝીને એવા વિરોધો ઊભા કરે છે કે પ્રેક્ષક એમાં સંપૂર્ણ સંડોવાઈ જઈ પોતાની વિચારશક્તિને બંધ ન કરી બેસે. બ્રેખ્ટનાં નાટકોમાં આમ તો અવરોધ પ્રેક્ષકોને તટસ્થતાપૂર્વક વિચારતો કરવા માટે આવતો હોય છે. બ્રેન્ટની માન્યતા છે કે નાટક જોતી વેળાએ પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકા પરથી જોવાની છે. નાટક એ નાટક છે અને એમાં જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે એ માટે પ્રેક્ષકે હંમેશાં સજાગ રહેવું જોઈએ. પ્રેક્ષકો સાથે પાત્રની સીધી વાતચીત, નાટકને અટકાવીને આવતું ગીત વગેરે વગેરે દ્વારા શ્રેષ્ઠ નાટકમાં અવરોધ ઊભું કરતો. બ્રેખ્ટનું મુખ્ય ધ્યેય વાસ્તવિકતાને આનંદ સાથે જોડવાનું હતું. આ માટે નાટકમાં અવરોધો કે અખતરાઓ તો કરવા પડે પણ બ્રેખ્ટ માને છે કે તેમ કરવા જતાં અલબત્ત એમાંથી સત્ત્વશાળી કશુંક બાદ થઈ જવું જોઈએ નહીં. જગતના દશપંદર ઉત્તમ નાટકકારોનાં નામ લેવાતાં હોય તો બર્ટોલ્ટ બ્રેખ્ટનું સ્થાન એમાં અવશ્ય હોય એવો સમર્થ એ જર્મન નાટ્યકાર છે.  
૧૮૯૮માં આઉસબર્ગમાં જન્મેલા બ્રેખ્ટનું અવસાન ૧૯૫૯માં થયું પણ એની કારકિર્દીનાં મહત્ત્વના વર્ષો ૧૯૨૦થી ૧૯૩૦ દરમ્યાનનાં છે. હિટલર ૧૯૩૩માં સત્તામાં આવતા બ્રેખ્ટે જર્મની છોડ્યું. ૧૯૪૧માં અમેરિકામાં વસવાટ કર્યો અને ત્યાં ૧૯૪૭ સુધી રહ્યો. આ છ વર્ષના ગાળામાં એણે છએક નાટકો રચ્યાં, એમાં લેખક તરીકેના એના યુદ્ધ અને દેશવટા પરના પ્રતિભાવો પડેલા છે. આ નાટકોમાં સૌથી વધુ જાણીતું નાટક છે ઃ ‘ધ કોકેસિયન ચોક સર્કલ.’  

અમેરિકામાં લખાયેલું આ નાટક એ સમયના અમેરિકાના બ્રોડવે રંગમંચના વેપારી નાટ્ય ધોરણોની સામે લખાયેલું હતું. આ નાટકમાં નાની નાની વિગતોને મહત્ત્વ અપાયું છે તો સાથે સાથે કરકસરનું મૂલ્ય પણ ઓછું નથી અંકાયુ. આમ તો એમાં રજૂ થયેલ કથાનક પણ જાણીતું છે. બાઇબલમાં સોલમને આપેલો ન્યાય અને ચીની વાર્તામાં રજૂ થયેલી ચૉક વર્તુળની કસોટી જાણીતાં છે. એ જ વાતનો અહીં નાટકકારે પોતાની રીતે ઉપયોગ કર્યો છે. શ્રીમંત ઘરાણાના રાજવી બાળકને બચાવી, ઉછેરી મોટો કરનાર આ નાટકની નાયિકા કઈ રીતે પોતે બાળકની માતા ન હોવા છતાં બાળકની માતા પુરવાર થાય છે એનાં નાજુક સંવેદનો આ નાટકમાં ઝીલાયેલાં છે. પણ બ્રેખ્ટે આ નાટકની શરૂઆતમાં એક પ્રવેશક મૂક્યો છે.  

આ પ્રવેશકને મુખ્યકથા સાથે જોડ્યો છે. યુદ્ધના વિનાશ પછી યોજના આયોગ એક ખીણને સિંચાઈથી ફળદ્રુપ બનાવવા માગે છે અને સ્થળાંતર કરી ગયેલા એના મૂળ પશુપાલકો ઘાસિયા જમીન તરીકે એનો ફરીને કબ્જો માંગે છે. આ બેમાંથી ખીણ કોને મળવી જોઈએ એના વિવાદ દરમ્યાન આવેલા નિષ્ણાત અને કૃષિ વિજ્ઞાની સમક્ષ ગ્રામજનો એક લોકનાટક રજૂ કરે છે, જેમાં નાયિકા ગ્રૂશાની કથા અને એને અંગેનો ચુકાદો રજૂ થયો છે.  

નાટક છ દૃશ્યમાં પથરાયેલું છે. નુખામાં રાજપલટો થતાં અને ત્યાંના ગવર્નરની હત્યા થતાં ગવર્નરની પત્ની ભાગતાં ભાગતાં પોતાના પોષાકોને લઈ જવાની જલદીમાં પોતાના બાળકને છોડી જાય છે. આ બાળક દાસી ગ્રૂશાના હાથમાં આવે છે. ગ્રૂશાને ખબર છે કે બાળક રાજવી કુટુંબનું છે અને ગવર્નરનું છે. જો એની ખબર બળવાખોરોને પડી જાય તો બાળકની સાથે એનો પોતાનો જાન પણ સલામત નથી. ગ્રૂશા બાળકને લઈને જાતજાતનાં સંકટો વટાવતી, ઊંડી ખીણ પરના તૂટું તૂટું થતાં પુલને પણ જીવસટોસટ વટાવતી પોતાના ભાઈ પાસે પહોંચે છે આ દરમ્યાન ગ્રૂશાને આ બાળક માટે અપાર મમતા જન્મી ચૂકી હોય છે.  

પોતે એક સૈનિકના પ્રેમનો સ્વીકાર કરેલો હોવા છતાં ગ્રૂશા બાળકના ભરણપોષણ ખાતર અન્ય સાથેના લગ્ન પણ કબૂલ રાખે છે. છેવટે બળવાખોરો બાળકને શોધતાં શોધતાં ગ્રૂશા સુધી પહોંચે છે. ગ્રૂશાને અદાલતમાં હાજર કરવામાં આવે છે. ફરી રાજપલટો થયો છે અને ગવર્નરની પત્નીને પણ બાળકો કબજો જોઈએ છે. છેવટે ન્યાયાધીશ ચૉકથી એક વર્તુળ દોરીને બાળકને વચ્ચે ઊભું રાખે છે, અને ગ્રૂશા તેમજ ગવર્નરની પત્નીને કહે છે કે બાવડાના જોરથી જે બાળકને વર્તુળની બહાર પોતા તરફ ખેંચી જશે એને બાળકનો કબજો મળશે. ગ્રૂશા બાળકને ખેંચતી નથી. ન્યાયાધીશ પૂછે છે કે એણે બાળકને કેમ ખેંચ્યું નહીં. ગ્રૂશા જણાવે છે કે મેં એને ઉછેર્યો છે. હું એના હાથની નાજુકાઈ જાણું છું એના હાથને હું છૂટો પડી જવા દઉં?’ ન્યાયાધીશ છેવટે ગ્રૂશાને સાચી માતા જાહેર કરે છે. અંતના ભાગમાં બ્રેખ્ટ કહે છે કે જે લાયક હોય એને માટે એ વસ્તુ છે. હુંફભરી મમતા હોય, બાળક એનું છે. સારી રીતે હાંકે છે વાહન એનું છે અને સારી રીતે સીંચીને વાડીઓ ઉછેરે ખીણ એમની છે. આમ અંતના ન્યાય સાથે શરૂનો પ્રવેશક જોડાઈ જાય છે.  
પોતે એક સૈનિકના પ્રેમનો સ્વીકાર કરેલો હોવા છતાં ગ્રૂશા બાળકના ભરણપોષણ ખાતર અન્ય સાથેના લગ્ન પણ કબૂલ રાખે છે. છેવટે બળવાખોરો બાળકને શોધતાં શોધતાં ગ્રૂશા સુધી પહોંચે છે. ગ્રૂશાને અદાલતમાં હાજર કરવામાં આવે છે. ફરી રાજપલટો થયો છે અને ગવર્નરની પત્નીને પણ બાળકો કબજો જોઈએ છે. છેવટે ન્યાયાધીશ ચૉકથી એક વર્તુળ દોરીને બાળકને વચ્ચે ઊભું રાખે છે, અને ગ્રૂશા તેમજ ગવર્નરની પત્નીને કહે છે કે ‘બાવડાના જોરથી જે બાળકને વર્તુળની બહાર પોતા તરફ ખેંચી જશે એને બાળકનો કબજો મળશે.ગ્રૂશા બાળકને ખેંચતી નથી. ન્યાયાધીશ પૂછે છે કે એણે બાળકને કેમ ખેંચ્યું નહીં. ગ્રૂશા જણાવે છે કે ‘મેં એને ઉછેર્યો છે. હું એના હાથની નાજુકાઈ જાણું છું એના હાથને હું છૂટો પડી જવા દઉં?’ ન્યાયાધીશ છેવટે ગ્રૂશાને સાચી માતા જાહેર કરે છે. અંતના ભાગમાં બ્રેખ્ટ કહે છે કે જે લાયક હોય એને માટે એ વસ્તુ છે. હુંફભરી મમતા હોય, બાળક એનું છે. સારી રીતે હાંકે છે વાહન એનું છે અને સારી રીતે સીંચીને વાડીઓ ઉછેરે ખીણ એમની છે. આમ અંતના ન્યાય સાથે શરૂનો પ્રવેશક જોડાઈ જાય છે.  
નાટકની ભીતર નાટકની ભજવણી અને અનેક લોકગમ્ય ગીતોની રજૂઆતવાળું આ નાટક અનેકવાર સફળતાથી ભજવાયું છે. વર્ષો પહેલા ગુજરાતીમાં પણ ચિનુ મોદીએ કરેલા અનુવાદનો નિમેષ દેસાઈએ ‘ખમ્મા’ નામે નાટકનો શૉ કરેલો છે.
નાટકની ભીતર નાટકની ભજવણી અને અનેક લોકગમ્ય ગીતોની રજૂઆતવાળું આ નાટક અનેકવાર સફળતાથી ભજવાયું છે. વર્ષો પહેલા ગુજરાતીમાં પણ ચિનુ મોદીએ કરેલા અનુવાદનો નિમેષ દેસાઈએ ‘ખમ્મા’ નામે નાટકનો શૉ કરેલો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}