ગીત-પંચશતી/પ્રકૃતિ: Difference between revisions

no edit summary
({{SetTitle}})
No edit summary
 
Line 17: Line 17:
{{center|'''૩'''}}
{{center|'''૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભુવનમાં આ શી આકુળતા છે! પવનમાં આ શી ચંચળતા છે! આ શો મધુર મદભર્યો રસરાશિ આજે આકાશતળે વહી રહ્યો છે! ચંદ્રના કિરણોમાં આ કયું હાસ્ય ઝરી રહ્યું છે, ગગનમાં ફૂલની સુગંધ આળોટી રહી છે! આજે કેવા પ્રાણસભર અનુરાગે વિશ્વના માનવીઓ જાગી રહ્યા છે! આજે આ અખિલ નીલ ગગનમાં સુખનો સ્પર્શ ક્યાંથી લાગી રહ્યો છે! સઘળી વનરાજિ સુખથી રોમાંચિત થઈ રહી છે, મુગ્ધ કરનારી વાંસળી વાગી રહી છે! આજે સુંદર સ્વપ્નોથી પૂર્ણરૂપે વિકસી રહેલું મારું અંતર જુઓ !
ભુવનમાં આ શી આકુળતા છે! પવનમાં આ શી ચંચળતા છે! આ શો મધુર મદભર્યો રસરાશિ આજે આકાશતળે વહી રહ્યો છે! ચંદ્રનાં કિરણોમાં આ કયું હાસ્ય ઝરી રહ્યું છે, ગગનમાં ફૂલની સુગંધ આળોટી રહી છે! આજે કેવા પ્રાણસભર અનુરાગે વિશ્વના માનવીઓ જાગી રહ્યા છે! આજે આ અખિલ નીલ ગગનમાં સુખનો સ્પર્શ ક્યાંથી લાગી રહ્યો છે! સઘળી વનરાજિ સુખથી રોમાંચિત થઈ રહી છે, મુગ્ધ કરનારી વાંસળી વાગી રહી છે! આજે સુંદર સ્વપ્નોથી પૂર્ણરૂપે વિકસી રહેલું મારું અંતર જુઓ !
'''૧૮૯૬'''
'''૧૮૯૬'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 30: Line 30:
{{center|'''૫'''}}
{{center|'''૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિશ્વવીણાના રવથી વિશ્વજન મોહિત થઈ રહ્યા છે. સ્થળે, જળે, નભતળે, વનમાં, ઉપવનમાં, નદીનદમાં, ગિરિગુહામાં અને પારાવારમાં નિત્ય સરસ સંગીતમધુરિમા, નિત્ય નૃત્યરસભંગિમા જાગે છે,
વિશ્વવીણાના રવથી વિશ્વજન મોહિત થઈ રહ્યા છે. સ્થળે, જળે, નભતળે, વનમાં, ઉપવનમાં, નદીનદમાં, ગિરિગુહામાં અને પારાવારમાં નિત્ય સરસ સંગીતમધુરિમા, નિત્ય નૃત્યરસભંગિમા જાગે છે.
નવ વસંતમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. કુંજમાં અતિ મંજુલ ગુંજન સાંભળું છું. પલ્લવપુજમાં મર્મર સાંભળું છું, વિજન પુષ્પવનમાં કોકિલકૂજન (સાંભળું છું.), મૃદુ વાયુના હિલ્લોળથી ચંચલ વિભોર વિશાળ સરોવરમાં લલિત કલગીત બજે છે. હરિયાળા વન ઉપર પવન ધીરે ધીરે સંચરે છે, નદી તીરે બરુના વનમાં સરસર મરમર ધ્વનિ જાગે છે. કેટલી દિશાઓમાં કેટલી વાણી છે, કેટલી નવી નવી ભાષાઓ છે, રસધારા ઝરઝર (વરસે છે). અષાઢમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. નીલ અંબરમાં અતિ ગંભીર ડમરુ બજે છે, જાણે કે પ્રલયકર્તા ચંડી નાચતી ન હોય! અરણ્યમાં નિર્ઝરિણી ગર્જન કરે છે. જુઓ ભયંકર વિશાળ એકાન્ત પિયલા અને તમાલના મંડપમાં ભૈરવતાને રવ ઊઠે છે. પવન અંધારી રાતે મલ્હાર રાગ ગાય છે; અંબર નીચે ઉન્માદિની સૌદામિની (વીજળી) રંગમાં આવીને નૃત્ય કરે છે. દિશાએ દિશામાં કેટલી વાણી છે, કેટલી નવી નવી ભાષાઓ છે, રસધારા ઝરઝર (વરસે છે ).
નવ વસંતમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. કુંજમાં અતિ મંજુલ ગુંજન સાંભળું છું. પલ્લવપુંજમાં મર્મર સાંભળું છું, વિજન પુષ્પવનમાં કોકિલકૂજન (સાંભળું છું.), મૃદુ વાયુના હિલ્લોળથી ચંચલ વિભોર વિશાળ સરોવરમાં લલિત કલગીત બજે છે. હરિયાળા વન ઉપર પવન ધીરે ધીરે સંચરે છે, નદી તીરે બરુના વનમાં સરસર મરમર ધ્વનિ જાગે છે. કેટલી દિશાઓમાં કેટલી વાણી છે, કેટલી નવી નવી ભાષાઓ છે, રસધારા ઝરઝર (વરસે છે). અષાઢમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. નીલ અંબરમાં અતિ ગંભીર ડમરુ બજે છે, જાણે કે પ્રલયકર્તા ચંડી નાચતી ન હોય! અરણ્યમાં નિર્ઝરિણી ગર્જન કરે છે. જુઓ ભયંકર વિશાળ એકાન્ત પિયલા અને તમાલના મંડપમાં ભૈરવતાનો રવ ઊઠે છે. પવન અંધારી રાતે મલ્હાર રાગ ગાય છે; અંબર નીચે ઉન્માદિની સૌદામિની (વીજળી) રંગમાં આવીને નૃત્ય કરે છે. દિશાએ દિશામાં કેટલી વાણી છે, કેટલી નવી નવી ભાષાઓ છે, રસધારા ઝરઝર (વરસે છે ).
આસોમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. અતિ નિર્મલ ઉજ્જ્વળ વસ્ત્રોમાં ભુવનમાં નવી શરદલક્ષ્મી વિરાજે છે. (તેની) લટોમાં બીજની ચંદ્રલેખા પ્રકાશે છે. આકાશના નીલકમળમાં અતિ નિર્મલ હાસવિભાસ વિકાસે છે. શ્વેત હાથમાં શ્વેત વીણા બજે છે, મૃદુ મધુર બિહાગ રાગમાં આલાપ જાગે છે. ચંદ્રકિરણોથી ઉલ્લસિત ખીલેલા પુષ્પવનમાં તમરાંનો અવાજ તંદ્રા લાવે છે. દિશા દિશામાં કેટલી વાણી છે, નવી નવી કેટલી ભાષા છે, રસધારા ઝરઝર વરસે છે.

Line 42: Line 42:
{{center|'''૭'''}}
{{center|'''૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે આંધીની રાતે તારો અભિસાર, હે પ્રાણુસખા, મારા બંધુ. આકાશ હતાશની જેમ ક્રન્દન કરે છે. મારી આંખોમાં નીંદર નથી. બારણું ખોલીને, હે પ્રિયતમ, વારંવાર જોયા કરું છું. બહાર કશું દેખાતું નથી. તારો માર્ગ ક્યાં છે એ વિચારું છું. સુદૂર કઈ નદીની પેલી બાજુ કયા ગહન વનને છેડે, કયા ઊંડા અન્ધકારમાં તું પાર થઈ રહ્યો છે.
આજે આંધીની રાતે તારો અભિસાર, હે પ્રાણસખા, મારા બંધુ. આકાશ હતાશની જેમ ક્રન્દન કરે છે. મારી આંખોમાં નીંદર નથી. બારણું ખોલીને, હે પ્રિયતમ, વારંવાર જોયા કરું છું. બહાર કશું દેખાતું નથી. તારો માર્ગ ક્યાં છે એ વિચારું છું. સુદૂર કઈ નદીની પેલી બાજુ કયા ગહન વનને છેડે, કયા ઊંડા અન્ધકારમાં તું પાર થઈ રહ્યો છે.
'''૧૯૦૮'''
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 78: Line 78:
પારિજતકની પાસે પાસે, ખરેલાં ફૂલોના ઢગલે ઢગલામાં, ઝાકળભીના ઘાસ ઉપર અરુણ જેવાં લાલ ચરણો મૂકતો મૂકતો મારી આંખને મુગ્ધ કરનાર આવ્યો.
પારિજતકની પાસે પાસે, ખરેલાં ફૂલોના ઢગલે ઢગલામાં, ઝાકળભીના ઘાસ ઉપર અરુણ જેવાં લાલ ચરણો મૂકતો મૂકતો મારી આંખને મુગ્ધ કરનાર આવ્યો.
તડકી-છાંયડીનો પાલવ વનેવનમાં આળેટી પડે છે. ફૂલ એ મુખ તરફ જોઈને મનમાં ને મનમાં શી વાતો કરે છે?
તડકી-છાંયડીનો પાલવ વનેવનમાં આળેટી પડે છે. ફૂલ એ મુખ તરફ જોઈને મનમાં ને મનમાં શી વાતો કરે છે?
અમે તને વધાવી લઈશું, મુખ ઉપરનું ઢાંકણ દૂર કર, એ જરા જેટલું મેઘનું આવરણ બે હાથો વડે હઠાવી દે
અમે તને વધાવી લઈશું, મુખ ઉપરનું ઢાંકણ દૂર કર, એ જરા જેટલું મેઘનું આવરણ બે હાથ વડે હટાવી દે
વનદેવીને બારણે બારણે, ગભીર શંખધ્વનિ સાંભળું છું, આકાશવીણાના તારે તારે તારા આગમનનું ગીત ગાજે છે.
વનદેવીને બારણે બારણે, ગંભીર શંખધ્વનિ સાંભળું છું, આકાશવીણાના તારે તારે તારા આગમનનું ગીત ગાજે છે.
સોનાનાં ઝાંઝર ક્યાં વાગે છે, જાણે મારા હૃદયમાં વાગે છે એમ લાગે છે; બધા ભાવોમાં અને બધાં કાર્યોમાં પાષાણને પિગળાવી દેનારી સુધા વર્ષાવતો મારાં નયનોને મુગ્ધ કરનાર આવ્યો.
સોનાનાં ઝાંઝર ક્યાં વાગે છે, જાણે મારા હૃદયમાં વાગે છે એમ લાગે છે; બધા ભાવોમાં અને બધાં કાર્યોમાં પાષાણને પિગળાવી દેનારી સુધા વર્ષાવતો મારાં નયનોને મુગ્ધ કરનાર આવ્યો.
'''૧૯૦૮'''
'''૧૯૦૮'''
Line 86: Line 86:
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે ડાંગરના ખેતરમાં તડકા અને છાંયડાની સંતાકૂકડીની રમત ચાલી રહી છે. નીલ આકાશમાં સફેદ વાદળાંનો તરાપો કોણે તરતો મૂકયો?
આજે ડાંગરના ખેતરમાં તડકા અને છાંયડાની સંતાકૂકડીની રમત ચાલી રહી છે. નીલ આકાશમાં સફેદ વાદળાંનો તરાપો કોણે તરતો મૂકયો?
આજે ભમરાઓ મધ પીવાનું ભૂલી જાય છે, પ્રકાશથી મત્ત બનીને ઊડતા ફરે છે, આજે શાને માટે નદીના ભાઠામાં ચકવા-ચકવીનું મિલન છે? ઓરે, આજે હું ઘેર નહી જવાનો, આજે ઘેર નહી જવાનો. અરે, આજે આકાશને ફાડીને બહારના જગતને લૂંટી લાવીશ. હવામાં આજે હાસ્ય ધસી રહ્યું છે. જાણે ભરતીનાં પાણીમાં ફીણના ઢગ. આજે કાંઈ કામકાજ વગર બંસરી બજાવવામાં બધો સમય વીતવાનો.
આજે ભમરાઓ મધ પીવાનું ભૂલી જાય છે, પ્રકાશથી મત્ત બનીને ઊડતા ફરે છે, આજે શા માટે નદીના ભાઠામાં ચકવા-ચકવીનું મિલન છે? ઓરે, આજે હું ઘેર નહી જવાનો, આજે ઘેર નહી જવાનો. અરે, આજે આકાશને ફાડીને બહારના જગતને લૂંટી લાવીશ. હવામાં આજે હાસ્ય ધસી રહ્યું છે. જાણે ભરતીનાં પાણીમાં ફીણના ઢગ. આજે કાંઈ કામકાજ વગર બંસરી બજાવવામાં બધો સમય વીતવાનો.
'''૧૯૦૮'''
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 92: Line 92:
{{Poem2Open}}
{{Poem2Open}}
અમે કાશના ગુચ્છા બાંધ્યા છે, અમે પારિજાતની માળા ગૂંથી છે, નવી ડાંગરની મંજરીથી અમે છાબ સજાવીને લાવ્યા છીએ. હે શારદલક્ષ્મી તારા શુભ્ર મેઘના રથમાં, નિર્મલ નીલ પંથે થઈને, ધોવાયેલા શ્યામ પ્રકાશથી ઝળહળતા વનગિરિ-પર્વત ઉપર, શીતળ ઝાકળ ભરેલા શ્વેત શતદલનો મુગુટ પહેરીને આવ.

ભરી ગંગાને કાંઠે એકાંત કુંજમાં ખરી પડેલાં માલતીનાં ફૂલથી આસન બિછાવેલું છે; તારે ચરણે પાંખ બિછાવવા માટે હંસ ફરી રહ્યા છે. તારી સોનાની વીણાના તાર ઉપર મૃદુ મધુર ઝંકારથી ગુંજરતાન છેડજે, (એટલે) હાસ્યભર્યા સૂર ક્ષણિક અશ્રુધારારૂપે ગળી પડશે. જે પારસમણિ રહી રહીને અલકને ખૂણે ઝળકે છે તે ક્ષણને માટે કરુણાભર્યા હાથે અમારા મનને હળવેથી અડાડજે. (એટલે) બધા વિચારો સોનાના બની જશે અને અંધારું પ્રકાશ થઈ જશે.
ભરી ગંગાને કાંઠે એકાંત કુંજમાં ખરી પડેલાં માલતીનાં ફૂલથી આસન બિછાવેલું છે; તારે ચરણે પાંખ બિછાવવા માટે હંસ ફરી રહ્યા છે. તારી સોનાની વીણાના તાર ઉપર મૃદુ મધુર ઝંકારથી ગુંજર તાન છેડજે, (એટલે) હાસ્યભર્યા સૂર ક્ષણિક અશ્રુધારારૂપે ગળી પડશે. જે પારસમણિ રહી રહીને અલકને ખૂણે ઝળકે છે તે ક્ષણને માટે કરુણાભર્યા હાથે અમારા મનને હળવેથી અડાડજે. (એટલે) બધા વિચારો સોનાના બની જશે અને અંધારું પ્રકાશ થઈ જશે.
'''૧૯૦૮'''
'''૧૯૦૮'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 132: Line 132:
{{center|'''૧૯'''}}
{{center|'''૧૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વસંતમાં શું માત્ર ખીલેલા જ ફૂલોનો મેળો ભરાય છે? સુક્કાં પાંદડાં અને ખરેલાં ફૂલની રમત જોતા નથી? જે મોજું ઊઠે છે તેના સૂરમાં સમગ્ર સાગરમાં કેવું ગીત રેલાય છે? જે મોજું પડે છે તેનો પણ સૂર આખો વખત જાગતો રહે છે. વસંતમાં આજે તમે ખરેલાં ફૂલની રમત જુઓ. મારા પ્રભુના ચરણતલમાં માત્ર શું માણેક જ ઝળહળે છે? તેમના ચરણમાં માટીનાં લાખો ઢેફાં આળોટી ક્રંદન કરે છે. મારા ગુરુના આસન પાસે હોશિયાર છોકરા તો ઘણા છે, પણ ઠોઠને પણ તેમણે ખોળામાં બેસાડ્યા છે, એટલે તો હું તેમનો ચેલો છું. ઉત્સવરાજ ખરેલાં ફૂલની રમત મીટ માંડીને જુએ છે.
વસંતમાં શું માત્ર ખીલેલાં જ ફૂલોનો મેળો ભરાય છે? સુક્કાં પાંદડાં અને ખરેલાં ફૂલની રમત જોતા નથી? જે મોજું ઊઠે છે તેના સૂરમાં સમગ્ર સાગરમાં કેવું ગીત રેલાય છે? જે મોજું પડે છે તેનો પણ સૂર આખો વખત જાગતો રહે છે. વસંતમાં આજે તમે ખેરેલાં ફૂલની રમત જુઓ. મારા પ્રભુના ચરણતલમાં માત્ર શું માણેક જ ઝળહળે છે? તેમના ચરણમાં માટીનાં લાખો ઢેફાં આળોટી ક્રંદન કરે છે. મારા ગુરુના આસન પાસે હોશિયાર છોકરા તો ઘણા છે, પણ ઠોઠને પણ તેમણે ખોળામાં બેસાડ્યા છે, એટલે તો હું તેમનો ચેલો છું. ઉત્સવરાજ ખરેલાં ફૂલની રમત મીટ માંડીને જુએ છે.
'''૧૯૧૦'''
'''૧૯૧૦'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૨૦'''}}
{{center|'''૨૦'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે મારા મનના ઊંડાણમાં હતી તે આ શરદના પ્રકાશના કમલવનમાં પ્રગટીને વિહરી રહી છે. આજે પ્રભાતનાં કિરણોમાં તેનાં સોનાનાં કંકણ વાગી રહ્યાં છે, તેના અંચળો હવામાં કંપી રહ્યો છે, ઘડીએ પલકે છાયા પાથરી રહ્યો છે.
જે મારા મનના ઊંડાણમાં હતી તે આ શરદના પ્રકાશના કમલવનમાં પ્રગટીને વિહરી રહી છે. આજે પ્રભાતનાં કિરણોમાં તેનાં સોનાનાં કંકણ વાગી રહ્યાં છે, તેનો અંચળો હવામાં કંપી રહ્યો છે, ઘડીએ પલકે છાયા પાથરી રહ્યો છે.
ફગફગતા કેશના પરિમલમાં શેફાલિવનનો ઉદાસીન વાયુ વૃક્ષની નીચે પડી રહે છે. હૃદયમાં હૃદયને ડોલાવી રહી છે, અને બહાર જગતને મુગ્ધ કરી રહી છે. આજે તેની આંખોની દૃષ્ટિ નીલ ગગનમાં તેણે ફેલાવી દીધી છે.

Line 148: Line 148:
તું રૂપ ધારણ કરીને ક્ષણેકને માટે નીચે તો આવ.  
તું રૂપ ધારણ કરીને ક્ષણેકને માટે નીચે તો આવ.  
હે શેફાલિવનના મનની કામના !
હે શેફાલિવનના મનની કામના !
આજે તું મેદાનમાં વિહાર કરતી રહો, તૃણ (તારા સ્પર્શથી) કંપી ઊઠો, તું તાલવૃક્ષના પાંદડાના વીજણે નીચે આવ, પાણીમાં તારી છબિને વિસર્જિત કરતી નીચે આવ.
આજે તું મેદાનમાં વિહાર કરતી રહો, તૃણ (તારા સ્પર્શથી) કંપી ઊઠો, તું તાલવૃક્ષનાં પાંદડાંના વીજણે નીચે આવ, પાણીમાં તારી છબિને વિસર્જિત કરતી નીચે આવ.
તારા પાલવમાં સૌરભ ભરીને, તારી આંખમાં સુનીલ કાજળ આંજીને આવ, મારી આંખ સામે ઘડીભર ઊભી રહે ને, હે શેફાલિવનના મનની કામના !
તારા પાલવમાં સૌરભ ભરીને, તારી આંખમાં સુનીલ કાજળ આંજીને આવ, મારી આંખ સામે ઘડીભર ઊભી રહે ને, હે શેફાલિવનના મનની કામના !
હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ કેટલાં વ્યાકુળ હાસ્ય અને રુદનમાં રાત અને દિવસ સ્વપ્નમાં અને જાગતાં, આગિયાની દીપમાળ પ્રકટાવીને રાત્રીના તિમિરની થાળ ભરીને પ્રભાતે કુસુમની છાબ સજાવીને, સાંજે તમરાંનાં ઝાંઝર રણકાવીને તારી કેટલી સ્તુતિઆરાધના કરી છે, હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ.
હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ કેટલાં વ્યાકુળ હાસ્ય અને રુદનમાં રાત અને દિવસ સ્વપ્નમાં અને જાગતાં, આગિયાની દીપમાળ પ્રકટાવીને રાત્રીના તિમિરનો થાળ ભરીને પ્રભાતે કુસુમની છાબ સજાવીને, સાંજે તમરાંનાં ઝાંઝર રણકાવીને તારી કેટલી સ્તુતિઆરાધના કરી છે, હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ.
સકળ વિશ્વ સાથે આજે તારો સંવાદ ચાલી રહ્યો છે. તું એ શુભ્ર આસન પર બેઠી છે. આહા, શ્વેત ચંદનના તિલકથી આજે તને કોણે સજાવી છે? પોતાની દુઃખશય્યા ત્યજીને આજે કોણે તને વધાવી લીધી છે? તેં કોના વિરહના ક્રંદનને શાંત કરી દીધું છે? હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ.  

'''૧૯૧૪'''
'''૧૯૧૪'''
Line 159: Line 159:
શું હું નથી જાણતો કે મરણ નાચે છે, એ ચરણોમાં મૃત્યુ નાચે છે.  
શું હું નથી જાણતો કે મરણ નાચે છે, એ ચરણોમાં મૃત્યુ નાચે છે.  
શરદના પ્રકાશનો અંચળો તોડીને કશાકની ઝલક નાચી ઊઠે છે. છૂટા કેશમાં તેં આંધી આણી છે.
શરદના પ્રકાશનો અંચળો તોડીને કશાકની ઝલક નાચી ઊઠે છે. છૂટા કેશમાં તેં આંધી આણી છે.
હવા કાંપવા માંડે છે; પાકાં ધાન ભયભીત બની જાય છે, અને ભર્યાં ખેતરમાં ધ્રૂજી ઊઠે છે.
હવા કાંપવા માંડે છે; પાકા ધાન ભયભીત બની જાય છે, અને ભર્યા ખેતરમાં ધ્રૂજી ઊઠે છે.
રે, હું જાણું છું, આજે વિશ્વના અશ્રુસાગરના કિનારે હાહાકારમાં તારી પૂજા પૂરી થશે.
રે, હું જાણું છું, આજે વિશ્વના અશ્રુસાગરના કિનારે હાહાકારમાં તારી પૂજા પૂરી થશે.
'''૧૯૧૪'''
'''૧૯૧૪'''
Line 192: Line 192:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પંથ ભૂલેલો હું એક પથિક આવ્યો છું. સંધ્યાવેળાની હે ચમેલી, સવારની હે મલ્લિકા, તું મને ઓળખે છે કે?’
‘પંથ ભૂલેલો હું એક પથિક આવ્યો છું. સંધ્યાવેળાની હે ચમેલી, સવારની હે મલ્લિકા, તું મને ઓળખે છે કે?’
‘હે નવીન પથિક. તને બરાબર ઓળખીએ છીએ. તારા રંગીન વસ્ત્રોના છેડા વને વને ઊડી રહ્યા છે. અરે હે, ફાગણની પ્રભાતના બાવરા, ચૈત્રની રાત્રિના ઉદાસી, તારે પંથે અમે વહ્યાં આવ્યા છીએ. '
‘હે નવીન પથિક. તને બરાબર ઓળખીએ છીએ. તારાં રંગીન વસ્ત્રોના છેડા વને વને ઊડી રહ્યા છે. અરે હે, ફાગણની પ્રભાતના બાવરા, ચૈત્રની રાત્રિના ઉદાસી, તારે પંથે અમે વહ્યા આવ્યા છીએ. '
‘જ્યારે વીણા વગાડતો વનને પંથે ફરી રહ્યો હોઉં છું ત્યારે ઘર ત્યજેલા આ પાગલને કરુણ ગુંજનથી કોણ બોલાવી રહ્યું હોય છે? '  
‘જ્યારે વીણા વગાડતો વનને પંથે ફરી રહ્યો હોઉં છું ત્યારે ઘર ત્યજેલા આ પાગલને કરુણ ગુંજનથી કોણ બોલાવી રહ્યું હોય છે? '  
‘અરે ઓ ઉદાસી, હું આંબાની મંજરી તને બોલાવી રહી છું. તને નજરે જોયા પહેલાં જ મારી આંખમાં તારાં સ્વપ્નો જાગે છે, હૃદયમાં વેદના જાગે છે. તને ઓળખ્યા વગર જ તારા પ્રેમમાં પડી છું.’
‘અરે ઓ ઉદાસી, હું આંબાની મંજરી તને બોલાવી રહી છું. તને નજરે જોયા પહેલાં જ મારી આંખમાં તારાં સ્વપ્નો જાગે છે, હૃદયમાં વેદના જાગે છે. તને ઓળખ્યા વગર જ તારા પ્રેમમાં પડી છું.’
Line 204: Line 204:
{{center|'''૨૯'''}}
{{center|'''૨૯'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારો દિવસ વ્યાકુળ વર્ષાની સાંજે ગાઢ મેઘની નિબિડ ધારામાં પૂરો થયો. વનની છાયામાં જળ છલ છલ સુરથી મારા હૃદયને છલોછલ ભરી દે છે. ક્ષણે ક્ષણે પેલા ગુરુ ગુરુ તાલથી આકાશે આકાશમાં ગંભીર મૃદંગ બાજે છે.
મારો દિવસ વ્યાકુળ વર્ષાની સાંજે ગાઢ મેઘની નિબિડ ધારામાં પૂરો થયો. વનની છાયામાં જળ છલ છલ સુરથી મારા હૃદયને છલોછલ ભરી દે છે. ક્ષણે ક્ષણે પેલા ગુરુ ગુરુ તાલથી આકાશે આકાશમાં ગંભીર મૃદંગ બજે છે.
કયા દૂરનો માણસ જાણે આજે પાસે આવ્યો. અંધકારની આડશમાં મૂંગો મૂંગો ઊભો છે. તેની છાતીએ ગુપ્ત મિલનની અમૃતગંધથી ભરેલી વિરહવ્યથાની માળા ઝૂલે છે, એમ લાગે છે. જાણે તેના ચરણનો અવાજ ઓળખું છું—( પણ ) એના અજાણ્યાના વેશથી હું હારી જાઉં છું.  

'''૧૯૧૯'''
'''૧૯૧૯'''
Line 222: Line 222:
{{center|'''૩૨'''}}
{{center|'''૩૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દારુણ અગ્નિબાણે હૃદયને તૃષાથી આઘાત કરે છે. રાત્રી ઊંઘ વગરની છે, દિવસ લાંબા અને બળ્યાબળ્યા છે. (હૃદય) આરામ જાણતું નથી.
દારુણ અગ્નિબાણે હૃદયને તૃષાથી આઘાત કરે છે. રાત્રિ ઊંઘ વગરની છે, દિવસ લાંબા અને બળ્યાબળ્યા છે. (હૃદય) આરામ જાણતું નથી.
વનની સૂકી ડાળે કરુણ કાતર ગીતથી થાકેલો એવો કપોત બોલે છે. ભય નથી, ભય નથી. આકાશ તરફ જોઈ રહ્યો છું.
વનની સૂકી ડાળે કરુણ કાતર ગીતથી થાકેલો એવો કપોત બોલે છે. ભય નથી, ભય નથી. આકાશ તરફ જોઈ રહ્યો છું.
હું જાણું છું કે તું એકવાર મારા તપ્ત પ્રાણમાં ઝંઝાવાતને વેશે આવીને દેખા દેશે.
હું જાણું છું કે તું એકવાર મારા તપ્ત પ્રાણમાં ઝંઝાવાતને વેશે આવીને દેખા દેશે.
Line 253: Line 253:
{{center|'''૩૭'''}}
{{center|'''૩૭'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તિમિરના ઘૂંઘટમાં તારું વદન ઢાંકીને, તું કોણ અહીં મારા આંગણામાં એકલી ઊભી છે? આજે વાદળઘેરી રાત છે, તારા વાદળામાં છુપાઈ ગયા છે; નદીના પાણીમાં વરસાદની ધારાઓ ઝરમર પડે છે, તમાલવનને મર્મર ધ્વનિથી ભરી દઈ પવન અવાજ કરતો ચાલ્યો જાય છે.
તિમિરના ઘૂંઘટમાં તારું વદન ઢાંકીને, તું કોણ અહીં મારા આંગણામાં એકલી ઊભી છે? આજે વાદળઘેરી રાત છે, તારા વાદળાંમાં છુપાઈ ગયા છે; નદીનાં પાણીમાં વરસાદની ધારાઓ ઝરમર પડે છે, તમાલવનને મર્મર ધ્વનિથી ભરી દઈ પવન અવાજ કરતો ચાલ્યો જાય છે.
જે વાત તું મારા અંતરમાં ખેંચી આણી રહ્યો છે, તને કયા અંતરથી વાચા આપવી તેની મને ખબર નથી.
જે વાત તું મારા અંતરમાં ખેંચી આણી રહ્યો છે, તને કયા અંતરથી વાચા આપવી તેની મને ખબર નથી.
હું બંધનમાં બંધાઈ રહ્યો છું, એ બંધનને તોડીશ, રસ્તા પર જઈશ, આ વૃથા ક્રંદનમાં આ રાત ન વીતે તો સારું ! કઠોર વિઘ્નોને વટાવવામાં હું અખાડા નહિ કરું !
હું બંધનમાં બંધાઈ રહ્યો છું, એ બંધનને તોડીશ, રસ્તા પર જઈશ, આ વૃથા ક્રંદનમાં આ રાત ન વીતે તો સારું ! કઠોર વિઘ્નોને વટાવવામાં હું અખાડા નહિ કરું !
Line 260: Line 260:
{{center|'''૩૮'''}}
{{center|'''૩૮'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂર્વના સાગરની પેલે પારથી કોઈ પ્રવાસી આવ્યો. (તે) સાપને ખેલ કરાવવાની વાંસળી વારે વારે આકાશમાં, પવનમાં સન સન બજાવે છે. તેથી ક્યાંકથી એકદમ ક્લકલ કરતા સ્રોત રૂપે પ્રત્યેક દિશામાં જળની ધારા ઉલ્લાસપૂર્વક દોડી રહી છે. આજે દિગન્તમાં વારંવાર ડમરુનો ગભીર અને મોટો અવાજ શરૂ થયો છે. તે સાંભળીને આજે ગગનતલે પ્રત્યેક ક્ષણે અગ્નિના રંગનાં નાગ-નાગિણીઓનાં ઉદાસીન ટોળે ટોળાં દોડી રહ્યાં છે.
પૂર્વના સાગરની પેલે પારથી કોઈ પ્રવાસી આવ્યો. (તે) સાપને ખેલ કરાવવાની વાંસળી વારે વારે આકાશમાં, પવનમાં સન સન બજાવે છે. તેથી ક્યાંકથી એકદમ ક્લકલ કરતા સ્રોત રૂપે પ્રત્યેક દિશામાં જળની ધારા ઉલ્લાસપૂર્વક દોડી રહી છે. આજે દિગન્તમાં વારંવાર ડમરુનો ગંભીર અને મોટો અવાજ શરૂ થયો છે. તે સાંભળીને આજે ગગનતલે પ્રત્યેક ક્ષણે અગ્નિના રંગનાં નાગ-નાગિણીઓનાં ઉદાસીન ટોળે ટોળાં દોડી રહ્યાં છે.
'''૧૯૨૨'''
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 273: Line 273:
{{Poem2Open}}
{{Poem2Open}}
વર્ષાના મેઘમાં, ગગનમાં ગુરુ ગુરુ કરીને માદલ (મૃદંગ જેવું વાદ્ય)વાગે છે. તેના ગભીર નાદથી મારું હૃદય ડોલે છે, પોતાના સૂરથી પોતે જ મુગ્ધ થઈ જાય છે.
વર્ષાના મેઘમાં, ગગનમાં ગુરુ ગુરુ કરીને માદલ (મૃદંગ જેવું વાદ્ય)વાગે છે. તેના ગભીર નાદથી મારું હૃદય ડોલે છે, પોતાના સૂરથી પોતે જ મુગ્ધ થઈ જાય છે.
ગહન પ્રાણમાં ગુપ્ત વ્યથા, ગુપ્ત ગીતરૂપે ( કોણ જાણે) ક્યાં (છુપાયેલી ) હતી; આજે તે બધી હવામાં, શ્યામલ વનની છાયામાં, સર્વત્ર ગીતે ગીતે ફેલાઇ ગઈ.
ગહન પ્રાણમાં ગુપ્ત વ્યથા, ગુપ્ત ગીતરૂપે ( કોણ જાણે) ક્યાં (છુપાયેલી ) હતી; આજે તે બધી હવામાં, શ્યામલ વનની છાયામાં, સર્વત્ર ગીતે ગીતે ફેલાઈ ગઈ.
'''૧૯૨૨'''
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 294: Line 294:
{{center|'''૪૪'''}}
{{center|'''૪૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હે મારી ચાંદની, આજે ફાગણની સાંજવેળાએ મારા પાંદડે પાંદડે, ડાળે ડાળે તું ઝિલાઈ રહી છે. જે ગીત તારા સૂરની ધારાએ તારાએ તારાએ પૂર લાવી દે એ સૂર આજે મારા પ્રાણના તાલે તાલે મારા આંગણામાં બજી ઊઠચો. તારા હાસ્યના ઇશારાથી મારી બધી કળીઓ ખીલી ઊઠે છે. દિશાનું ભાન ભૂલી ગયેલી દક્ષિણની હવા મારાં ફૂલની ગંધથી મત્ત થઈ ઊઠે છે. હે શુભ્ર, તેં મને ચંચળ કરી મૂકયો છે; મારા પ્રાણમાં રંગના હિલ્લોળ જાગ્યા છે. મારું મર્મરિત હૃદય તારા હાસ્યની જાળમાં ઝલાઈ જય છે.
હે મારી ચાંદની, આજે ફાગણની સાંજવેળાએ મારા પાંદડે પાંદડે, ડાળે ડાળે તું ઝિલાઈ રહી છે. જે ગીત તારા સૂરની ધારાએ તારાએ તારાએ પૂર લાવી દે એ સૂર આજે મારા પ્રાણના તાલે તાલે મારા આંગણામાં બજી ઊઠ્યો. તારા હાસ્યના ઇશારાથી મારી બધી કળીઓ ખીલી ઊઠે છે. દિશાનું ભાન ભૂલી ગયેલી દક્ષિણની હવા મારાં ફૂલની ગંધથી મત્ત થઈ ઊઠે છે. હે શુભ્ર, તેં મને ચંચળ કરી મૂકયો છે; મારા પ્રાણમાં રંગના હિલ્લોળ જાગ્યા છે. મારું મર્મરિત હૃદય તારા હાસ્યની જાળમાં ઝલાઈ જાય છે.
'''૧૯૨૨'''
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 311: Line 311:
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે દક્ષિણના પવનમાં વનના ઘાસમાં જેનું નામ ખબર નથી એવું વનફૂલ ખીલ્યું છે. ‘એ મારો પથનો સાથી રસ્તે રસ્તે ચુપચાપ આવે જાય છે.’  કૃષ્ણચૂડાનાં ફૂલ અંબોડામાં શોભે છે. બકુલ તારી માળામાં છે. શિરીષ તારો સાજ પૂર્ણ કરશે એ આશાએ તો એ ખીલ્યું છે.  ‘એ મારી પથની બંસરીના સૂરે સરે છૂપી રીતે રડે-હસે છે.’

અરે એને દેખો કે ન દેખો, એને ભૂલી જાઓ કે ન ભુલી જાઓ, અરે ભલે એને ન ઝુલાવો, ઊંચકી લો, સભામાં એ તમારું કોઈ નથી, એની સાથે ઘરનો કોઈ સ્નેહનો નાતો નથી. જવા-આવવાના સંકેત લઈને એક પાસ એ રહે છે. ‘અરે ઓ, એની સાથે એકએક નિશ્વાસમાં મારા પ્રાણની વાતચીત ચાલી રહી છે.’
અરે એને દેખો કે ન દેખો, એને ભૂલી જાઓ કે ન ભૂલી જાઓ, અરે ભલે એને ન ઝુલાવો, ને ઊંચકી લો, સભામાં એ તમારું કોઈ નથી, એની સાથે ઘરનો કોઈ સ્નેહનો નાતો નથી. જવા-આવવાના સંકેત લઈને એક પાસ એ રહે છે. ‘અરે ઓ, એની સાથે એકએક નિશ્વાસમાં મારા પ્રાણની વાતચીત ચાલી રહી છે.’
'''૧૯૨૨'''
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 362: Line 362:
{{center|'''૫૬'''}}
{{center|'''૫૬'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એકાએક તારાં ડાળાંપાંદડાં ચંચલ થઈ ઊઠ્યાં, ઓ ચંપા, ઓ કરેણ, આકાશમાં તું કોને જોવા પામી, મને ખબર નથી. પવનમાં કયા સૂરની મસ્તી આવીને ફરતી ફરે છે, આ ચંપા, આ કરેણ,કોના નૃત્યના નૂપુર બજે છે, મને ખબર નથી. તને ક્ષણે ક્ષણ વિસ્મય જાગે છે. કોણ અજાણ્યાનું ધ્યાન તારા મનમાં જાગે છે. ફૂલે ફૂલમાં કયા રંગની મસ્તી ઝૂમી ઊઠી, ઓ ઓ ચંપા, ઓ કરેણ, રંગીન સાજમાં કોણે સજાવી, મને ખબર નથી.
એકાએક તારાં ડાળાંપાંદડાં ચંચલ થઈ ઊઠ્યાં, ઓ ચંપા, ઓ કરેણ, આકાશમાં તું કોને જોવા પામી, મને ખબર નથી. પવનમાં કયા સૂરની મસ્તી આવીને ફરતી ફરે છે, આ ચંપા, આ કરેણ, કોના નૃત્યનાં નૂપુર બજે છે, મને ખબર નથી. તને ક્ષણે ક્ષણ વિસ્મય જાગે છે. કોણ અજાણ્યાનું ધ્યાન તારા મનમાં જાગે છે. ફૂલે ફૂલમાં કયા રંગની મસ્તી ઝૂમી ઊઠી, ઓ ઓ ચંપા, ઓ કરેણ, રંગીન સાજમાં કોણે સજાવી, મને ખબર નથી.
'''૧૯૨૨'''
'''૧૯૨૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 406: Line 406:
{{center|'''૬૪'''}}
{{center|'''૬૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કદંબના વનમાં છાયાવીથિ તળે આવ, નવધારાજળથી સ્નાન કર. ગાઢ કાળા કેશ વિખેરી નાખ, શરીરને ઘેરીને મેઘનીલ વસ્ત્ર ધારણ કર. આંખમાં કાજળ અને ગળામાં જૂઈની માળા ધારણ કર. કદંબના વનમાં છાયાવીથિ તળે આવ. હે સખી આજે ક્ષણે ક્ષણે હાસ્ય અધર ઉપર અને અને નયનોમાં ચમકી ઊઠો, તારો મધુર સ્વર મલ્લારનાં ગીતમાં વનમર્મરને, સઘન વર્ષાને અને જળના કલકલને વાણી આપો.
કદંબના વનમાં છાયાવીથિ તળે આવ, નવધારાજળથી સ્નાન કર. ગાઢ કાળા કેશ વિખેરી નાખ, શરીરને ઘેરીને મેઘનીલ વસ્ત્ર ધારણ કર. આંખમાં કાજળ અને ગળામાં જૂઈની માળા ધારણ કર. કદંબના વનમાં છાયાવીથિ તળે આવ. હે સખી આજે ક્ષણે ક્ષણે હાસ્ય અધર ઉપર અને અને નયનોમાં ચમકી ઊઠો, તારો મધુર સ્વર મલ્લારના ગીતમાં વનમર્મરને, સઘન વર્ષાને અને જળના કલકલને વાણી આપો.
'''૧૯૨૫'''
'''૧૯૨૫'''
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬૫'''}}
{{center|'''૬૫'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજ આવી રહી છે અતિ ભૈરવ હર્ષથી, જળથી સિંચાયેલી પૃથ્વીની ઉત્કટ સૌરભ સાથે, ઘનગૌરવથી શ્યામ ગંભીર રસપૂર્ણ વર્ષા. ભારે ગર્જનાથી નીલ અરણ્ય કંપી ઊઠે છે, ચંચળ મોર કેકા કરતો કરતો વિહરે છે — બધાનાં ચિત્તને હરખાવનાંરી વાદળના ગૌરવવાળી મત્ત વર્ષા આવી લાગી છે.
આજ આવી રહી છે અતિ ભૈરવ હર્ષથી, જળથી સિંચાયેલી પૃથ્વીની ઉત્કટ સૌરભ સાથે, ઘનગૌરવથી શ્યામ ગંભીર રસપૂર્ણ વર્ષા. ભારે ગર્જનાથી નીલ અરણ્ય કંપી ઊઠે છે, ચંચળ મોર કેકા કરતો કરતો વિહરે છે — બધાનાં ચિત્તને હરખાવનારી વાદળના ગૌરવવાળી મત્ત વર્ષા આવી લાગી છે.
હે તરુણી પથિક લલનાઓ, તમે ક્યાં છો? વીજળીથી ચમકેલી આંખવાળી ગ્રામવધૂઓ ક્યાં છો? ક્યાં છો માલતીની માળા પહેરેલી ક્યાં છો પ્રિય પરિચારિકાઓ? આ અભિસારિકાઓ તમે ક્યાં છો?
હે તરુણી પથિક લલનાઓ, તમે ક્યાં છો? વીજળીથી ચમકેલી આંખવાળી ગ્રામવધૂઓ ક્યાં છો? ક્યાં છો માલતીની માળા પહેરેલી ક્યાં છો પ્રિય પરિચારિકાઓ? આ અભિસારિકાઓ તમે ક્યાં છો?
ગાઢ વનમાં ઘનનીલ વસ્ત્રો સજીને તું આવ, લલિત નૃત્યે તારી સ્વર્ણ કટિમેખલા બજી ઊઠો, મનોહારી વીણા પણ લાવો. ક્યાં છો વિરહિણી? ક્યાં છો તમે બધી અભિસારિકાઓ?
ગાઢ વનમાં ઘનનીલ વસ્ત્રો સજીને તું આવ, લલિત નૃત્યે તારી સ્વર્ણ કટિમેખલા બજી ઊઠો, મનોહારી વીણા પણ લાવો. ક્યાં છો વિરહિણી? ક્યાં છો તમે બધી અભિસારિકાઓ?
17,185

edits