જનાન્તિકે/ત્રીસ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} સમર્થ સર્જકો પોતાના જમાનાની સાહિ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
સમર્થ સર્જકો પોતાના જમાનાની સાહિત્યિક આબોહવાને ઘડવામાં સૌથી મોટો ફાળો આપે છે. એ આબોહવા ખૂણે પડેલા, ઉપેક્ષિત, ઉદાસીન સર્જક સુધી પહોંચી જઈ શકે એવી વ્યાપકતા ધરાવતી હોય છે. એને બદલે પ્રમુખ શિષ્ટમાન્ય ધુરિણો પોતાના વર્ચસ્નો ઉપયોગ પોતાની રુચિને અનુકૂળ કોષ્ટકોમાં સર્જકોને પૂરી દેવામાં કરે તો કદાચ એમનો કોઈ હાથ નહીં પકડે, પણ એમ કરતાં વારનાર બળ એમના પોતાનામાં રહ્યું હોવું જોઈએ. આ વિષે એઓ સદા જાગૃત રહેવા જોઈએ. નવીન સર્જકોની મોટાભાગની શક્તિ પરમ્પરાનો ભાર ઝીલવામાં, સમકાલીન કાલજ્યેષ્ઠોને માનની ખંડણી ભરવામાં, એમણે આંકેલી સુરેખતાની સીમાને ઉલ્લંઘી ન જવાની તકેદારી રાખવામાં , ખરચાઈ જતી હોય તો એ અત્યન્ત કરુણ પરિસ્થિતિ બની રહે.
હવે પરિષદોનો ને સંવિવાદોનો જમાનો આવ્યો છે. આપણામાંના કેટલાક બડભાગી સાહિત્યકારો દુનિયાનું મોઢું સુધ્ધાં જોઈ આવ્યા છે. પણ આ બધાને અંતે જે ઉષ્માભર્યો જીવંત માનુષી સંપર્ક સર્જક સર્જક વચ્ચે સિદ્ધ થવો જોઈએ તે ક્યાં છે? આત્મીયતાનું આરોપણ કરી શકાય નહીં, એ તો સહજ સિદ્ધ થઈ રહેવી જોઈએ. આપણા સંપર્કો થોડા શિષ્ટાચારમાં જ ખરચાઈ પૂરા થાય છે. પરિષદો ને સંમેલનો, આવી પરિસ્થિતિને પરિણામે, આપણે એકબીજાથી કેટલા તો વિખુટા છીએ તેનું દુ:ખદ ભાન કરાવે છે; એથી અભિમાનીઓના અભિમાનને તોછડાઈ ભર્યા અતડાપણાની ધાર ચઢે છે. બે શબ્દ હોઠે લાવતાં પહેલાં જ સામી વ્યક્તિની ઉદાસીનતાની ઝાપટ વાગતાં બેસુધ થઈ જવાય છે. આત્મીયતાની આ ઝંખના રોગિષ્ઠ મનોદશાનું લક્ષણ ગણાય છે. એકબીજાને ટાળતા રહેવાની દક્ષતા જેટલી વધુ માત્રામાં તેટલા તમે વધુ સંસ્કારી!
{{Poem2Close}}
{{Poem2Close}}
17,602

edits