સંચયન: Difference between revisions

14,254 bytes added ,  15:27, 22 August 2023

Line 126: Line 126:

=== કવિતા ===
=== કવિતા ===
{{color|red|થોડીક અઘરી બાળવાર્તાઓ}}

{{color|Orange|~ હરીશ મીનાશ્રુ ૧- અ}}
{{Block center|<poem>એક પાંદડું હતું
ફરફરતું. ભલું ભોળું.
ઓળીઝોળી કરીને ઈશ્વરે એનું નામ પીપળપાન પાડેલું.
માણસે એને પૂછ્યુંઃ તું એક બાજુથી ચત્તુ છે
ને બીજી બાજુથી ઊંધું, એમ કેમ?
આકાશ જે બાજુને છત્તી કહેતું
એ બાજુને ધરતી ઊંધી કહેતી
ને વાઈસે વર્સા.
ટાઢ, તડકો ને વર્ષા
પાંદડું તો બન્ને બાજુએ ઝીલ્યા કરતું ને
એ...ય ને મઝેથી ફરફરતું.
માણસે એને ફરીવાર પૂછ્યુંઃ
તું એકી વખતે ઊંધુંચત્તું એવું પત્તું કેમ છે?
પાંદડું છણકો કરીને બોલ્યુંઃ
એવાં ઊંધાંચત્તાં અમને નથી આવડતાં.
અમે તો છીએ કેવળ પાંદડું
એકી વખતે બે ચત્તી ને બે ઊંધી બાજુઓવાળું
જેમાં ચત્તી છે તે જ ઊંધી બાજુ છે ને વાઈસે વર્સા.
માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી.
એ હજીય ઊંધાંચત્તાં કર્યા કરે છે.
૧- બ
એક પાંદડું હતું, પહેલી વાર્તામાં હતું એનું એ જ.
કોમળ ને લીલું ને ફરફરતું.
માણસે એને પૂછ્યુંઃ માઠા દિવસો
આવી રહ્યા છે, એનું તને કૈં ભાન છે?
પાંદડું કહેઃ બધા જ દિવસ ફરફરવાના હોય છે
એ સારા કે માઠા ક્યાં હોય છે?
માણસ કહેઃ દિવસે દિવસે તું સુકાતું જઈશ
ને પીળું પડી જઈશ
એની તને કૈં ફિકર ચિંતા છે કે નહીં?
પાંદડું કહેઃ અત્યારે હું કોમળ લીલા રંગમાં ફરફરું છું
ત્યારે હું સૂકા પીળા રંગમાં ફરફરીશ
માણસને પાંદડાની વાતમાં કશી જ સમણજ ના પડી
એ હજીય સારું માઠું લગાડ્યા કરે છે.
૧- ક
એક પાંદડું હતું, પહેલી અને બીજી વાર્તામાં હતું એનું એ જ.
દીંટાવાળું
ઝાડ સાથે નાભિનાળથી જોડાયેલું.
માણસ કહેઃ
અત્યારે તું ફરફરફરફર કરે છે પણ ધીરી બાપુડિયા
એક દિવસ તું ઝાડ પરથી ખરખરખરખર ખરી જશે
ત્યારે અરરરરર તારી શી દશા થશે
એનું તમે ભાન છે ખરું?
પાંદડું કહેઃ એ તો તને એવું લાગે છે
બાકી હું ક્યાં ફરફરું છું?
હું તો સદાકાળ સ્થિર છું ને
આ આખું ઝાડ પૃથ્વી સમેત અવકાશમાં ફરફરતું રહે છે.
મારી નાળ તો મરણ વખતે કપાશે
પણ તારી તો જનમતાંવેંત કપાઈ ગઈ છે
એનું તને ભાન છે ખરું?
માણસને પાંદડાની વાતમાં કશી સમજણ ના પડી,
એ હજીય ફરફરવું-નાં ફૂલેકાં ને ખરખરવું-ખરખરા કરતો રહે છે}}
.ર.
એક બાળવાર્તા હતી.
એમાં બે બિલાડી ને એક વાંદરો રહેતા હતાં.
એમની બાજુમાં એક ત્રાજવું ને ગરમ ગરમ રોટલાની ગંધ પડેલાં હતાં.
મને એ વાર્તા જરા ઓળખીતી લાગી
એટલે હું એની નજીક ગયો.
વાર્તાની ને મારી વચ્ચે, જો કે, કાચની એક ઊંચી દીવાલ હતી
એટલે મારે વાર્તાની બહાર જ ઊભા રહેવું પડ્યું.
વાર્તાના એક ખૂણામાં માણસોની સભા ભરાઈ હતી
ને જેણે ખરેખર તો વાર્તાની બહાર હોવું જોઈએ
એવો એનો વાર્તાકાર, - નામે ઈસપ
છીંડું પાડીને વાર્તાની અંદર ઘૂસી ગયો હતો ને
સૌને બોધપાઠ આપતો હતો.
એટલામાં બન્યું એવું કે
માણસો કરતાં થોડાક વધારે હાથ ધરાવતી
ને દરેક હાથમાં જાતજાતની બિનજરૂરી વસ્તુઓ પકડી રાખનારી
એક બેડોળ ને હેન્ડીકેપ વ્યક્તિએ દેખા દીધી.
એ જરા મૂંઝવણમાં હોય એવું લાગતું હતું.
મને ક્યારનો ત્યાં વાર્તાની બહાર ઊભેલો જોઈને
એણે વાર્તાની અંદર રહ્યાં રહ્યાં
મને કહ્યુંઃ હું એક સુખ્યાત ચિત્રકાર છું
હું ઈલસ્ટ્રેશનવાળી બાળકોની વાર્તાની બુકો પણ બનાવું છું.
મારું નામ ઈશ્વર છે.
મે હમણાં જ આ વાર્તા માટે
બાજરીનો હૂંફાળો સ્વાદિષ્ટ રોટલો ચિતર્યો હતો તે ક્યાં ગયો?</poem>}}
{{right|(‘કુંભલગઢ’માંથી)}}
{{color|red|ઘર}}

{{color|Orange|~ રમણીક અગ્રાવત}}
{{Block center|<poem>પહેલા માળે મોટાનું ઘર
બીજા માળે વચલાનું ઘર
ત્રીજા માળે નાનાનું.
બા-બાપા પ્રવાસી
વહેંચાતાં વરસભરનાં.
“ક્યાં ઊપડ્યાં બા લબાચા લઈને?”
“મોટા દીકરાના ઘરે.”
ઘરની દીવાલો પર છબીની
જેમ ક્યાંય લટકાવી શકાતી નથી માલિકી.
ઘર બનતું હતું ત્યારે
હતું મારું.
રહેતાં રહેતાં રહેતાં
થઈ પડ્યું એ અ-મારું.
છોકરાંઓ ઘૂંટતાં રહ્યાં ઘરનો ‘ઘ’.
ઊપટતો રહ્યો દીવાલો પરની છબીઓમાં રંગ
ઈંટ-ઈંટ વચ્ચે ઢીલાં થયાં અંદર અંદર જોડાણ
ઉપર અને હેઠથી ભેજની અણથક આગેકૂચ
ભુલાતાં રહ્યાં ફૂલદાનીમાં મુકવાનાં ફૂલ
વરસોવરસનાં રંગરોગાનોય ઢાંકી ન શક્યાં
ઘરનો મ્લાન ચહેરો.</poem>}}
{{right|બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૨૦૨૩ }}
{{color|red|ગીત}}

{{color|Orange|~ પારુલ ખખ્ખર}}
{{Block center|<poem>ઢાંકોઢૂંબો કરી હજુ તો બેઠી’તી પરવારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.
પહેલાં એણે એકલતાની ભીંતે પાડ્યું કાણું,
વહેતા કીધા મુંઝારાના દરિયાઓ નવ્વાણું,
ફટાક દઈને ખોલી નાખી જૂની જર્જર બારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.
રૂંવેરૂંવે મોરપિચ્છ ઊગ્યાં તે ક્યાં સંતાડું?
સૈયર મારી ફરતે ઊડે પતંગિયાનું ધાડું,
હક્કાબક્કા જેવી ખુદને નીરખું ધારીધારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.
પતરંગો ક્યે, હાલ્ય ને આપણ બંને ઊડિયે ભેળાં,
મેં કીધું કે, ના રે બાબા, થઈ ભળભાંખળ વેળા.
ગામલોક ના સાંખી શકશે જોડી તારી-મારી,
પતરંગાએ આવી મુજને ઉપાડી પરબારી.</poem>}}
{{right|(‘કરિયાવરમાં કાગળ’ - માંથી)}}
{{color|red|ચાલતી પકડી પછી}}

{{color|Orange|~ કિશોર જિકાદરા}}
{{Block center|<poem>એક દી ઘડિયાળ મારા હાથથી છટકી પછી,
સાઠ મિનિટો, સામટી મારા ઉપર બગડી પછી.
ચાંપલી એકાદ ક્ષણ તો બાઝવા ઊભી થઈ,
માંડ બેસાડી છતાં એ કેટલું બબડી પછી.
આમ તો દેખાવમાં એ ટેણકી લાગી હતી,
એ બધી સેકન્ડ પણ ઓછું નથી ઝઘડી પછી.
ને તમાશો દૂર બેઠાં એય પણ જોતી હશે,
લાગતી આવી કલાકો, મધ્યમાં ટપકી પછી.
એ જ સાચું કહી શકે કે વાંક મારો શું હતો,
વાતમાં નાજુક પળોને એટલે ઘસડી પછી.
સાવ નાની વાતમાં એ જાત પર આવી ગયો,
મૂછ મેં મારી સમય સામે જરા મરડી પછી.
કાળથી મોટો નથી હું, એટલું સમજ્યા પછી,
મેં જ સંકેલો કર્યો ને ચાલતી પકડી પછી.</poem>}}
{{right|(શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૨૩)}}
{{color|red|કવિતાને ખાતર}}

{{color|Orange|કમલ વોરા}}
{{Block center|<poem>એક ઊડતું પતંગિયું
પહાડને જોઈને
જરાક થંભી ગયું
સ્થિર થવા મથ્યું અને
ઊડી ગયું
પહાડ
ભારેખમ્મ થયો
વધુ ઊંડો ઊતર્યો
એક વાદળું
નદીમાં વાદળું જોઈને મલકી પડ્યું
નદી
એનાં ઊંડાં તળ ધમરોળતી રહી
પવને આકાશ તરફ જોયું
આકાશે પવનને
પવન પડી ગયો
આકાશ વરસી પડ્યું
નદીમાં ડૂબી ગયેલ પહાડને
એક પતંગિયું
પાંખો વીંઝતું ઊંચકવા મથી રહ્યું
આઘે
વાદળો વીખરાઈ ગયાં
પવન
ઊભો ચિરાઈ ગયો
એક કવિતાને ખાતર
સૃષ્ટિનો
લયભંગ થયો</poem>}}
{{right|(‘જુઠ્ઠાણાં’ સંચય : ૨૦૨૩, પૃ. - ૭૭)}}
{{color|red|તીડ}}

{{color|Orange|રાજેન્દ્ર પટેલ}}
{{Block center|<poem>આજકાલ, જ્યાં ને ત્યાં,
ઊભા ને ઊભા મોલ પર,
તૂટી પડે છે તીડ.
લીલપતરસી આ તીડની ટોળકીઓ,
ઉજ્જડ કરતી જાય છે આ ધરા.
ખાવામાં એવાં તો મશગુલ હોય છે આ તીડ,
જાણે બહેરાં ન હોય!
કોઈ પણ જંતુનાશક દવાથી કે,
ગમે તેવા ધૂમાડાથી પણ ટેવાઈ ગયાં છે,
આ તીડ.
આ તીડ બાળપણમાં જોયેલાં તે નથી જ,
આ તો અપરંપાર ખાઈને પણ ભૂખ્યાં ડાંસ,
મસમોટાં જનાવરો કરતાં ભયંકર.
આ તીડે તો,
જાણે ઢાંકી દીધા છે સૂરજ ચન્દ્રને,
અને ભરદિવસે અંધારું કરી મૂક્યું છે.
ને કશાય અણસાર વિના,
છવાઈ ગયાં છે સર્વત્ર.</poem>}}
{{right|(‘કરાર’ સંચયઃ પૃ. - ૪૬ / પ્રકાશન - ૨૦૨૩)}}
=== કલાજગત ===
=== કલાજગત ===
=== વાર્તા ===
=== વાર્તા ===
17,603

edits