સંચયન: Difference between revisions

Jump to navigation Jump to search
21,997 bytes added ,  15:33, 22 August 2023
()
()
Line 339: Line 339:


=== કલાજગત ===
=== કલાજગત ===
<big>{{color|red|॥ કલાજગત ॥}}</big><br>
<big><big>✍</big></big><br>
<big>{{color|red|સર્જકતાની વ્યાખ્યા}}</big><br>
{{color|orange|~  પ્રદીપ ખાંડવાળા}}
{{Poem2Open}}
સર્જકતાની ઘણી વ્યાખ્યાઓ છે. દરેક વ્યાખ્યા સર્જકતાનો કોઈ એક દ્રષ્ટિકોણ ઉજાગર કરે છે. અમુક વિચારો સર્જકતાના પરિણામ પર ભાર મૂકે છે, એટલે કે કશીક નવી કે અભૂતપૂર્વ વસ્તુની ઉત્પત્તિ જે ઉપયોગી છે એ ઉત્પત્તિના સંદર્ભમાં. દાખલા તરીકે કોઈ બોલપોઈંટ પેનની શોધ, જે કદી સુકાતી નથી, કે બહુ લાંબા સમય માટે સુકાતી નથી. કોઈ નવો પ્રમેય જેના વતી ગણિતનો કે વિજ્ઞાનનો મોટો કોયડો ઉકેલાઈ જાય, જેમ કે ગુરુત્વાકર્ષણ, તો એ પ્રમેયની શોધ સર્જનાત્મક કહી શકાય.
કોઈ બીજા સર્જકતાના ચિંતકોએ વિકેંદ્રગામી વિચાર પદ્ધતિને સર્જકતા માટે આવશ્યક ગણી છે. એટલે કે એવો ચિંતન પ્રવાહ જેમાં વિસ્તૃત, જુદા જુદા દૃષ્ટિકોણોથી શોધખોળ થાય, જુદા જુદા વિચારો કે દૃષ્ટિકોણો વચ્ચે સંબંધ બાંધવાનો પ્રયાસ હોય, કલ્પનાની છલાંગો હોય, ઊંડા મનન પછી પરિપાક થાય, આશ્ચર્યચકિત કરતી આંતરસૂઝો થાય, વિગેરે. આના આધારે આવા ચિંતકો કળા-સર્જન કે વૈજ્ઞાનિક શોધ માટેની મથામણ સામાન્ય ઓફિસે કે ઘરેલું કાર્યથી વધુ સર્જનાત્મક માને છે.
બીજા એવા છે કે જે સર્જકતાને આપણી ચેતનાની સ્થિતિ સાથે જોડે છે. દાખલા તરીકે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક એબ્રાહમ માસ્લોએ સર્જકતાને એવી માનસિક સ્થિતિ ગણી છે જ્યારે આપણે નિસંકોચ આપણી લાગણીઓને વ્યક્ત કરી શકીએ, બીજાના આપણાથી બહુ જુદા પડતા મંતવ્યોને આદરથી સાંભળી શકીએ, બીજાઓની પીડા માટે આપણને સંવેદન થતું હોય, આપણા પોતાના વિકાસ માટે તીવ્ર ઇચ્છા થતી હોય, આપણી નૈસર્ગિક સંભાવનાઓને પૂર્ણ પણે ફલિત કરવાની પ્રબળ એષણા હોતી હોય, વિગેરે.
મનોવૈજ્ઞાનિકોનું એક બીજું જૂથ છે જે સર્જકતા માટે કેટલીક વ્યક્તિત્વની ખાસિયતો અને ક્ષમતાઓ આવશ્યક ગણે છે. આ મંતવ્ય માટે ખૂબ સંશોધન થયું છે. બહાર આવ્યું છે કે સર્જકોને જટિલ પ્રશ્નો તરફ ખાસ આકર્ષણ હોય છે; એ લોકોને વિચિત્ર સ્વૈર કલ્પના-રચના કરવી વિશેષ ગમતી હોય છે. સ્વતંત્ર માનસ; સવાલ કે કોયડાના એક નહી પણ અનેક ભિન્ન ભિન્ન શક્ય ઉકેલો ખોળી કાઢવાની ક્ષમતા, વિગેરે સર્જકોની ખાસિયતો સંશોધન દ્વારા ઉપલબ્ધ થઈ છે.
મારે મત સર્જકતા એ અભિગમ છે જેમાં ઘણીવાર (“આ કરીએ તો શું થાય? અને પેલું?”) શોધખોળ વર્તાય છે, જે એક ખુલ્લા દિલનો, કુતૂહલશીલ, કલ્પનાશીલ, અખતરાબાજ માનવી અપનાવે છે, અને જેના પરિશ્રમથી એવા ઉકેલો જડી આવે છે કે કાર્યો નિર્માણ થાય છે જે આગવા પણ છે અને ઉપયોગી પણ. પણ સર્જન કેફી છે. સફળ સર્જન અતિ-આનંદ બક્ષે છે, એટલે ફરી ફરી કરવાનો ઉમંગ થાય એ સ્વાભાવિક છે. સફળતા એ ક્ષમતાઓ અને વિચાર પદ્ધતિને પોષે છે જેનાથી સફળતા પ્રાપ્ત થયેલી. આ રીતે જે જે ખાસિયતો અને ક્ષમતાઓ વડે સર્જન કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ હોય એ વધુ ને વધુ દૃઢ થતી જાય છે.
સર્જકતાનું વૈવિધ્ય
સર્જકતા મનુષ્યના અરમાનો જેટલી વિવિધ અને મનુષ્યની ક્ષમતા જેટલી ઓછી-વત્તી હોય છે. મનુષ્યની બધી પ્રવૃત્તિઓમાં સર્જકતા આવૃત્ત છે. લાખો વર્ષોથી માનવો ભોજન કરતાં રહ્યાં છે; અને તે છતાં દર વર્ષ સેંકડો નવી વાનગીઓ સર્જાય છે. આવું જ નવું નવું સર્જન પોશાક, મનોરંજન, રમતગમત, દરેક કળામાં, દરેક વિજ્ઞાનમાં, તકનીકોમાં, અને વ્યવસાયોમાં જોવા મળે છે.
સર્જકતા જુદા જુદા રૂપોમાં જોવા મળે છે. એનાં છ મૂળભૂત રૂપ કે પ્રકાર મેં કલ્પ્યા છે. સર્જનાત્મક શોધ, જે વિજ્ઞાનોમાં વિશેષ રૂપે જોવા મળે છે તે એક રૂપ છે જેમાં ઘણી બધી હકીકતોનો નિચોડ કાઢીને, અર્ક કે સાર તાગીને આગવી શોધ કરાય છે. એને અર્ક-લક્ષી સર્જકતા કહી શકાય (મારાં અંગ્રેજીમાંનાં પુસ્તકોમાં એને essence creativity તરીકે ઓળખાવી છે.) ચિત્રકાર કે કવિની અભિવ્યક્તિ-લક્ષી સર્જકતા એ બીજું જ રૂપ છે જેને અંગ્રેજીમાં મેં expressive creativity તરીકે ઓળખાવી છે. નવલકથાકારની કે સ્થપતિની કે ઈજનેરની કોઈ સાર, કે નિયમોનું, કે રૂપાંકનનું આગવું નિરૂપણ વિસ્તાર-લક્ષી સર્જકતા ત્રીજું રૂપ છે જેને અંગ્રેજીમાં મેં elaborative creativity કહી છે. નવા જ સાહસનું સફળ સર્જન (સાહસ-લક્ષી સર્જકતા) ને મેં entrepreneurial creativity કહી છે એ ચોથું રૂપ છે. આપણી પોતાની જાતને આગવી રીતે ઘડવી, જેથી આપણે અનુપમ બનીએ (સ્વ-લક્ષી સર્જકતા) એ પાંચમું રૂપ છે જેને મેં existential creativity કહી છે. આપણે બીજા વંચિતોનો કોઈ આગવી રીતે ઉત્કર્ષ કરીએ કે એમને શક્તિ પ્રદાન કરીએ એ છઠ્ઠું રૂપ છે જેને શક્તિપાતીય સર્જકતા (emproverment creativity) કહી શકાય. વાસ્તવમાં તો દરેક સર્જનમાં એકથી વિશેષ રૂપનો વપરાશ જોવા મળશે. જ્યારે કોઈ સાહિત્યકાર નવલકથા લખીને એને આગવું શીર્ષક આપે ત્યારે એ માત્ર વિસ્તાર-લક્ષી સર્જકતાનું રૂપ નથી વાપરતો પણ અર્ક-લક્ષી સર્જકતાનો ઉપયોગ પણ કરતો હોય છે. જ્યારે કોઈ, જેમકે ગાંધીજી, પોતાનો આગવો વિકાસ કર્યા પછી જન-સમુદાય માટે આગવા ઘડતરનું આયોજન કરે તો એ સ્વ-લક્ષી અને શક્તિપાતીય સર્જકતાઓનો સફળ સર્જનાત્મક પ્રયોગ ગણાવી શકાય. કોઈ કવિ પોતાની અંગત અને આગવી ફિલસૂફીનો આધાર લઈ કાવ્યો સર્જે તો એને આપણે અર્ક-લક્ષી અને અભિવ્યક્તિ-લક્ષી સર્જકતાઓનો સંગમ ગણી શકીએ. યાદગાર, પ્રભાવશાળી વક્તવ્યમાં કે લેખનમાં આપણે ઘણી બધી સર્જકતાઓનો ઉપયોગ જોતાં હોઈએ છીએ.
આ છએ સર્જકતાના રૂપોમાં ભિન્ન ભિન્ન દક્ષતાઓ જરૂરી છે. અભિવ્યક્તિ-લક્ષી સર્જકતા માટે, જેમ કે એક ચિત્ર કે ઊર્મિકાવ્ય, મુખ્ય રૂપે જરૂરી છે અસરકારક આકાર આપવાની અને એ આકારમાં અસરકારક રીતે ભાવ નિરૂપણ કરવાની શક્તિ. અર્ક-લક્ષી સર્જકતા, જેમ કે એક નવો જ નિયમ કે અતિ આકર્ષક શીર્ષક, માટે જરૂરી ઘોંઘાટ વિચાર કે લંબાણમાંથી હાર્દ શોધી કાઢવાની કળા. આમાં મૌલિક વિચાર અને તર્ક મહત્ત્વનો ભાગ ભજવે છે અને આગવો, બીજાઓએ ન વિચારેલો નિચોડ કાઢવાની શક્તિ. એમાં સૌંદર્ય ભેળવી શકાય તો યાદગાર સર્જન શક્ય બને. વિસ્તાર-લક્ષી સર્જનમાં સંબંધિત વિચારોની અનુપમ ગૂંથણી ને રસિક ગોઠવણી કરવાની (અંગ્રેજીમાં associative thinking) શક્તિ આવશ્યક છે. આ પ્રક્રિયામાં એક વિચાર બીજા અનેક સંબંધિત વિચારોને પ્રેરે, અને આ બધા વિચારોની યોગ્ય અને આગવી ગોઠવણી કરવી પડે. દાખલા તરીકે, જો કોઈ નવલકથાનું નિર્માણ કરવાનું હોય તો સંબંધિત પાત્રો, સ્થળો, સંજોગો, વાર્તાલાપો, કથાનકો, વિવરણો વિગેરેની આકર્ષક ગૂંથણી કરવી પડે. રૂપરેખામાંથી આવો વિસ્તાર થાય તો વિસ્તાર-લક્ષી સર્જન સફળતા પામે. સાહસ-લક્ષી સર્જકતામાં એકમનો વિકાસ કરી લાંબે ગાળે ક્યાં લઈ જવું છે એની દૃષ્ટિ જોઈએ; એનો કોઈ જાતનો પ્રબંધ કરવો (management) એની સૂઝ જોઈએ, જોખમ ખેડવાની, પરંતુ પૂરી ગણતરી પછી, હામ જોઈએ, અને સતત પરિવર્તનશીલતા, જેથી એકમ આગવું રહે, એની ધગશ જોઈએ. સ્વ-લક્ષી માટે ગાડરિયા પ્રવાહમાં કેવી રીતે નથી તણાઈ જવું અને કોઈ આગવું, ઉત્તમ જણ બનવું એનો નિર્ધાર આવશ્યક છે. માસ્લોએ આને self-sctuliation અને self-fulfillment કહ્યું છે. પોતાના ગુણો અને શક્તિઓનો સતત અને આગવો વિકાસ આવશ્યક છે જેથી અપ્રતીમતા સાંપડે. શક્તિપાતીય-લક્ષી સર્જન માટે વંચિતો માટે અપાર સહાનનુભૂતિ અને સેવા-વૃત્તિની જરૂર છે અને એની સાથે માનવશક્તિનું સંઘટન કરવાની, એ સંઘટનનું નેતૃત્વ કરવાની શક્તિ, કોઈ આગવા ધ્યેયનો પ્રચાર કરવાની શક્તિ, વિગેરે જરૂરી છે. ઉપર જોયું તેમ સર્જન માટે માત્ર બુદ્ધિથી નથી કામ ચાલતું. એમાં ધગશ, કાર્યદક્ષતા અને ધ્યેયની પણ જરૂર છે.
સર્જનની ગુણવત્તા
સર્જનની ગુણવત્તા કેમ કરીને માપવી? આ માટે જુદા જુદા મંતવ્યો રજૂ થયા છે. એબ્રહામ માસ્લોનું મંતવ્ય છે કે બાળકનું પ્રાથમિક પ્રક્રિયાવાળી સર્જકતા દ્વારા થયેલું સર્જન દ્વિતીયક કે પુખ્ત સર્જક પ્રક્રિયાવાળી સર્જકતા કરતાં ગોણ હોય છે. બાળકનું સર્જન સહજ હોય છે. એમાં ખાસ કોઈ કળા કાગીગરી નથી હોતી. એને માસ્લો પ્રાથમિક પ્રક્રિયાવાળી સર્જકતાનું સર્જન કહે છે જ્યારે પીઢ કલાકારના સર્જનને તેઓ દ્વિતીયક સર્જન પ્રક્રિયાવાળું સર્જન ગણે છે. ઐન્સ્વર્થ-લેન્ડે ચાર સ્તરની સર્જકતા વર્ણવી છે જેમાં સૌથી ગૌણ છે વિસ્તાર-લક્ષી, અને સૌથી ઊંચી છે પરિવર્તન ઉપજાવતી સર્જકતા. અરવિંગ ટેલરને મત સૌથી ઊંચી સર્જકતા છે નવા ક્રાંતિકારી સિદ્ધાંતોનું નિર્માણ જેને લીધે આખા ક્ષેત્રમાં પરિવર્તન આવે (દાખલા તરીકે ફ્રોઈડની સાઈકોએનાલિસિસ વિચાર પદ્ધતિ કે આઈસ્ટાઈનનો સાપેક્ષતાનો ઈ = એમસીસ્ક્વેર સિદ્ધાંત).
મારું માનવું છે કે કોઈ સર્જનને મૂલવવું હોય - એ ચિત્ર, કથા, તકનીકી નવીનીકરણ, કે સિદ્ધાંત - એમાં કેટલું નાવીન્ય છે અને એના સંદર્ભમાં એ કેટલું ઉચિત છે એના પર નિર્ભર છે. નાવીન્ય બહુ હોય અને ઔચિત્ય પણ બહુ હોય, તો એ સર્જન ઊંચું. બેમાંથી એક પણ નીચું હોય તો ગુણવત્તા લબડી પડે. સૌથી નીચું સર્જન છે જ્યાં બંને નીચાં હોય, જેમ કે સામાન્ય ઉત્પાદન. જો કોઈ પણ સર્જનની ગુણવત્તા વધારવી હોય તો એમાં નાવિન્ય-વર્ધક તત્ત્વો ઉમેરવાં જોઈએ અને સાથે સાથે સર્જનનું ઔચિત્ય કે ઉપયોગિતા વધારવી જોઈએ. બીજા શબ્દોમાં કહું તો સર્જનમાં કેંદ્રગામી અને વિકેન્દ્રગામી વિચાર પદ્ધતિઓનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. આ રીતે જોઈએ તો માત્ર મહાન શોધો કે સિદ્ધાંતોમાં જ સર્વોપરી સર્જકતા વસેલી નથી. કોઈ કાવ્ય કે ચિત્ર કે ચળવળ પણ એટલી જ મહાન સર્જકતા દાખવી શકે છે. પણ સાથે સાથે એ સમજવું જોઈએ કે મહાન સર્જકતા દર વખતે ખૂબ પ્રભાવક નથી હોતી. કોઈ કોઈ વખત સામાન્ય સર્જકતા મેદાન મારી જાય છે, જેમ કે કોઈ ઔષધમાં થોડો સુધારો જેથી લાખો લોકો બચી જાય, કે નાનકડું એર્કંડિશનર જેનાથી જ્યાં કામ કરતા હો કે સૂતા હો ત્યાં જ ઠંડક મળે, ન કે આખા ઓરડામાં. એમ જ વખતનો પણ સર્જનના સાફલ્ય પર મોટો પ્રભાવ છે. વરાળથી ચાલતું એંજિન તો હીરોએ મિસરના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ૨૦૦૦ વર્ષ પહેલાં શોધેલું પણ થોમસ ન્યૂકોમન અને જેમ્સ વોટના આવા જ એંજિનનો પ્રભાવ તો ૧૮મી સદીમાં થયો કારણ કે એ કારક બન્યું ઔદ્યોગિક ક્રાંતિનું જે વિલાયતમાં અને પછી બીજે બધે ફેલાઈ.
ઊંચા સર્જનથી ધનપ્રાપ્તિ કે લોકપ્રીતિ થાય છે એ આવશ્યક નથી. હા, કદી કદી અતિ જાણીતા થયેલા ચિત્રકારોનાં ચિત્રો ક્વચિત લાખોમાં વેચાય છે. એવી જ રીતે કીર્તિ-પ્રાપ્તિ પણ આવશ્યક નથી, જો કે નોબેલ પારિતોષિક અને બીજા અતિ નામાંકિત પારીતોષિક વિજેતાઓને જરૂર નામના અપાવતાં હોય છે. ઘણા ઉત્તમ સર્જકો ઘણીવાર ધન અને કીર્તિ માટે વલખાં મારતા હોય છે. સર્જનના ઉચિત મૂલ્યાંકન માટે એના વિષયને લગતી ઊંડી જાણકારી જરૂરી છે. એ વિષયના તજ્ જ્ઞો પાસે હોય છે. જો તજ્ જ્ઞોમાં સંમતિ હોય તો સર્જનનું વાજબી હોવાનું વધુ શક્ય બને છે.
{{Poem2Close}}
{{right|(‘સર્જકતાનો ચમકાર : એક ઝલક'માંથી)}}
=== વાર્તા ===
=== વાર્તા ===
=== હાસ્યનિબંધ ===
=== હાસ્યનિબંધ ===
17,602

edits

Navigation menu