8,009
edits
No edit summary |
(→) |
||
Line 430: | Line 430: | ||
મને નવાઈ લાગી. હું કેમ ના પાડી બેઠો? એક મિનિટ રોકાવા કહ્યું એટલે આગંતુકે ઇચ્છેલી ક્ષણે તો મેં ઇન્કાર જ કર્યો ને ! સહુ જાણે કે હું કામમાં હોઉં તોપણ ગમે તે વ્યક્તિને આ કૅબિનમાં આવવાની છૂટ છે. એથી મારું કામ કદી બગડ્યું નથી. અને વખત બગડ્યો હોય એમ કહેવું એટલે તો વખત પર માલિકીહક દાખવવો. આ જરા ઝીણી વાત છે ને ઓફિસના માણસોને એની સાથે નિસબત નથી. એ લોકો સૌ જુએ છે ને સમજે છે કે બીજી વ્યક્તિ સાથે અંદર કામની વાત થઈ રહી હોય તો બહાર રોકાવું. કોઈને અટકાવવામાં આવે એ મને નાપસંદ છે એ બધા પટાવાળા જાણે છે. આપણે કામમાં તો હોઈએ પણ એનો દેખાવ થાય એ રુચતું નથી. તાકીદના કામનો ખ્યાલ તો મહેમાનનેય આવી જાય છે. એમની ઉદારતાનો મને અનુભવ છે. બીજી બાજુ મારો સ્વભાવ પણ મળતાવડો ગણાય છે. કોઈકે હમણાં જ કહ્યું કે માનસશાસ્ત્ર ભણીને હું એમાંથી શીખવા જોગું શીખ્યો છું પણ મને ખબર છે કે બાળપણથી જ માણસભૂખ્યો છું. તેથી તો વિના કારણે ય લોકો મળવાનું પસંદ કરે છે. ઓશિંગણ છું એમનો. માણસને મળતાં જાગેલી લાગણી જ પછી આપણા એકાંતને અજવાળે છે. એક વાર મેં જાહેરમાં કહેલું: વિચારનો પ્રકાશ ક્યારેક આંખને આંજી નાખે છે. ત્યારે લાગણી હોય તો નજરને અમી વળે. જગ રૂપાળું લાગે. | મને નવાઈ લાગી. હું કેમ ના પાડી બેઠો? એક મિનિટ રોકાવા કહ્યું એટલે આગંતુકે ઇચ્છેલી ક્ષણે તો મેં ઇન્કાર જ કર્યો ને ! સહુ જાણે કે હું કામમાં હોઉં તોપણ ગમે તે વ્યક્તિને આ કૅબિનમાં આવવાની છૂટ છે. એથી મારું કામ કદી બગડ્યું નથી. અને વખત બગડ્યો હોય એમ કહેવું એટલે તો વખત પર માલિકીહક દાખવવો. આ જરા ઝીણી વાત છે ને ઓફિસના માણસોને એની સાથે નિસબત નથી. એ લોકો સૌ જુએ છે ને સમજે છે કે બીજી વ્યક્તિ સાથે અંદર કામની વાત થઈ રહી હોય તો બહાર રોકાવું. કોઈને અટકાવવામાં આવે એ મને નાપસંદ છે એ બધા પટાવાળા જાણે છે. આપણે કામમાં તો હોઈએ પણ એનો દેખાવ થાય એ રુચતું નથી. તાકીદના કામનો ખ્યાલ તો મહેમાનનેય આવી જાય છે. એમની ઉદારતાનો મને અનુભવ છે. બીજી બાજુ મારો સ્વભાવ પણ મળતાવડો ગણાય છે. કોઈકે હમણાં જ કહ્યું કે માનસશાસ્ત્ર ભણીને હું એમાંથી શીખવા જોગું શીખ્યો છું પણ મને ખબર છે કે બાળપણથી જ માણસભૂખ્યો છું. તેથી તો વિના કારણે ય લોકો મળવાનું પસંદ કરે છે. ઓશિંગણ છું એમનો. માણસને મળતાં જાગેલી લાગણી જ પછી આપણા એકાંતને અજવાળે છે. એક વાર મેં જાહેરમાં કહેલું: વિચારનો પ્રકાશ ક્યારેક આંખને આંજી નાખે છે. ત્યારે લાગણી હોય તો નજરને અમી વળે. જગ રૂપાળું લાગે. | ||
વિચારમાં ને વિચારમાં મેં પાછો પત્ર ઉપાડ્યો. ખોલ્યો વિજ્યા સ્વદેશ આવી હતી. બે જૂનાં સરનામાં પાર કરીને એનો પત્ર મારા સુધી આવી શક્યો હતો. ટપાલખાતાએ સારી કાળજી લીધી હતી. આભાર માનવાનું મન થાય. પત્ર લખવામાં થોડીક આળસ છે. નહીં તો આ કામગીરીની આ ક્ષણે જ કદર કરી હોત. | વિચારમાં ને વિચારમાં મેં પાછો પત્ર ઉપાડ્યો. ખોલ્યો વિજ્યા સ્વદેશ આવી હતી. બે જૂનાં સરનામાં પાર કરીને એનો પત્ર મારા સુધી આવી શક્યો હતો. ટપાલખાતાએ સારી કાળજી લીધી હતી. આભાર માનવાનું મન થાય. પત્ર લખવામાં થોડીક આળસ છે. નહીં તો આ કામગીરીની આ ક્ષણે જ કદર કરી હોત. | ||
વળી પાછો ખ્યાલ આવ્યો કે હમણાં કોઈક અંદર આવતાં આવતાં અટકી ગયું છે. ખ્યાલ તીવ્ર બન્યો અને સ્થિતિજડતા અનુભવાઈ. આ ઠીક ન થયું. કોઈ દિવસ નહીં ને આજે મેં શા માટે આમ કર્યું? એમ કોઈને રોકવાની શી જરૂર હતી? આવીને બેસત. મારા હાથમાં પત્ર હતો તેથી શું થયું? એક વાર તો વાંચી ચૂક્યો હતો. અને પત્ર વિજ્યાનો છેકે વિજયનો એવી આવીને સામે બેસનારને શી ખબર પડત? પડે તો પણ શું? આમાં છુપાવવા જેવું શું હતું? એક વ્યક્તિ સ્વદેશ આવી છે. થોડાક દિવસ રોકાવાની છે. એ દરમિયાન આકાશપાતળ એક કરીનેય મને મળવાની છે. એવું બધું લખ્યું છે. બીજું લખવાનું હોય પણ શું? વિજ્યા | વળી પાછો ખ્યાલ આવ્યો કે હમણાં કોઈક અંદર આવતાં આવતાં અટકી ગયું છે. ખ્યાલ તીવ્ર બન્યો અને સ્થિતિજડતા અનુભવાઈ. આ ઠીક ન થયું. કોઈ દિવસ નહીં ને આજે મેં શા માટે આમ કર્યું? એમ કોઈને રોકવાની શી જરૂર હતી? આવીને બેસત. મારા હાથમાં પત્ર હતો તેથી શું થયું? એક વાર તો વાંચી ચૂક્યો હતો. અને પત્ર વિજ્યાનો છેકે વિજયનો એવી આવીને સામે બેસનારને શી ખબર પડત? પડે તો પણ શું? આમાં છુપાવવા જેવું શું હતું? એક વ્યક્તિ સ્વદેશ આવી છે. થોડાક દિવસ રોકાવાની છે. એ દરમિયાન આકાશપાતળ એક કરીનેય મને મળવાની છે. એવું બધું લખ્યું છે. બીજું લખવાનું હોય પણ શું? વિજ્યા એક સુશીલ અને સુંદર યુવતી છે. ત્યારે તો હતી જ. એક વર્ષ મેં એને ટ્યુશન આપેલું અને બદલામાં કશું લીધેલું નહીં. કહેલું : જરૂર પડશે માગી લઈશ. શું માગીશ એ વિશે કશું કહેલું નહીં. વિચારેલું પણ નહીં. પછી તો બધુ ભૂલી ગયેલો. હા, એકવાર એ યાદ આવેલી. એ માટે એક પ્રસંગ ઊભો થયેલો. મારા મિત્રની દીકરી એક સાવ અજાણ્યા છોકરાના પ્રેમમાં પડેલી. મિત્ર ગભરાઈ ગયેલા. એમની વાત સાંભળીને વિજ્યા મને યાદ આવેલી, દાખલા તરીકે, એનો દાખલો આપવાથી મિત્રને મોટું આશ્વાસન મળેલું. બસ, પછી એ ખાસ યાદ આવી ન હતી, સ્વપ્નની વાત જુદી છે. | ||
આજે ઓશિંગણ થવાનો ભાવ જાગ્યો છે. એ છોકરીએ - વિજ્યાએ મને એના અંગત જીવનની વાતો કરેલી. મારામાં વિશ્વાસ મૂકેલો. એ કંઈ જેવી તેવી કદર ન કહેવાય. જીવનમાં આથી વધુ શું જોઈએ? એક વ્યક્તિ એના અંગત જીવનનું સત્ય અાપણા એકાંતમાં પ્રગટ કરે અને આપણે એ સત્યને હૃદયના કોઈક ખૂણે ગોપવી શકીએ એથી વધુ જોઈએ શું? જોકે હું મારા તરફથી એમાં નિષ્ફળ ગયો હતો. વિજ્યાની વાતનો દાખલો બનાવી દઈને મેં એ આણ તોડી હતી. ખેર... | આજે ઓશિંગણ થવાનો ભાવ જાગ્યો છે. એ છોકરીએ - વિજ્યાએ મને એના અંગત જીવનની વાતો કરેલી. મારામાં વિશ્વાસ મૂકેલો. એ કંઈ જેવી તેવી કદર ન કહેવાય. જીવનમાં આથી વધુ શું જોઈએ? એક વ્યક્તિ એના અંગત જીવનનું સત્ય અાપણા એકાંતમાં પ્રગટ કરે અને આપણે એ સત્યને હૃદયના કોઈક ખૂણે ગોપવી શકીએ એથી વધુ જોઈએ શું? જોકે હું મારા તરફથી એમાં નિષ્ફળ ગયો હતો. વિજ્યાની વાતનો દાખલો બનાવી દઈને મેં એ આણ તોડી હતી. ખેર... | ||
મારા માટે એ આવશ્યક ન હતું. હું ઘણું બધું છુપાવી શકું એમ છું. ક્યારેક મારી જાત સામે પણ અપ્રગટ રહી શક્યો છું. જીવનમાં એવા એક-બે પ્રસંગો તો છે જ, જેમનો અર્થ સમજવામાં મેં સારું એવું મોડું કર્યું હોય. તે વખતે તો હું એમ જ માનતો રહ્યો કે આ તો રીતભાત કહેવાય, નજીકનો સંપર્ક કહેવાય, વયસહજ મૈત્રી કહેવાય - બસ, એથી કશું આગળ માનવાની મારી તૈયારી ન હતી. કદાચ હિમ્મત ન હતી. આજે લાગે છે કે માણસમાં ખોટા પડવાની પણ હિમ્મત હોય તો જ એ સત્ય સુધી જઈ શકે. અને પ્રેમનું સત્ય તો સર્વ સત્યોમાં સવિશેષ રહસ્યમય. હવામાં રહેલી ફોરમ સમું. અદૃશ્ય. આ ફોરમ કયા ફૂલની એ જાણવા ક્યારેક દૂર સુધી જવું પડે; ક્યારેક ધૃષ્ટ થઈ પૂછવું પડે, તો ક્યારેક રૂપના મૌનમાં ઊંડે ડૂબકી લગાવવી પડે. રવીન્દ્રનાથે ક્યાં કહ્યું નથી? - ‘રૂપ સાગરે ડૂબ દેયેછિ અરૂપરતન આશા કરિ.’ અરૂપ-રતનને પામવા રૂપસાગરમાં ડૂબકી લગાવવાનું હું ચૂક્યો છું, હું તો એટલું માનીને જ અટકેલો કે પ્રેમ અરૂપ છે. અરૂપનો મહિમા કરવાની ક્ષણે જ એનાથી વિમુખ રહી ગયો. પછી તો... | મારા માટે એ આવશ્યક ન હતું. હું ઘણું બધું છુપાવી શકું એમ છું. ક્યારેક મારી જાત સામે પણ અપ્રગટ રહી શક્યો છું. જીવનમાં એવા એક-બે પ્રસંગો તો છે જ, જેમનો અર્થ સમજવામાં મેં સારું એવું મોડું કર્યું હોય. તે વખતે તો હું એમ જ માનતો રહ્યો કે આ તો રીતભાત કહેવાય, નજીકનો સંપર્ક કહેવાય, વયસહજ મૈત્રી કહેવાય - બસ, એથી કશું આગળ માનવાની મારી તૈયારી ન હતી. કદાચ હિમ્મત ન હતી. આજે લાગે છે કે માણસમાં ખોટા પડવાની પણ હિમ્મત હોય તો જ એ સત્ય સુધી જઈ શકે. અને પ્રેમનું સત્ય તો સર્વ સત્યોમાં સવિશેષ રહસ્યમય. હવામાં રહેલી ફોરમ સમું. અદૃશ્ય. આ ફોરમ કયા ફૂલની એ જાણવા ક્યારેક દૂર સુધી જવું પડે; ક્યારેક ધૃષ્ટ થઈ પૂછવું પડે, તો ક્યારેક રૂપના મૌનમાં ઊંડે ડૂબકી લગાવવી પડે. રવીન્દ્રનાથે ક્યાં કહ્યું નથી? - ‘રૂપ સાગરે ડૂબ દેયેછિ અરૂપરતન આશા કરિ.’ અરૂપ-રતનને પામવા રૂપસાગરમાં ડૂબકી લગાવવાનું હું ચૂક્યો છું, હું તો એટલું માનીને જ અટકેલો કે પ્રેમ અરૂપ છે. અરૂપનો મહિમા કરવાની ક્ષણે જ એનાથી વિમુખ રહી ગયો. પછી તો... | ||
Line 445: | Line 445: | ||
‘કયા અધિકારે?’ | ‘કયા અધિકારે?’ | ||
ટેલિફોન ઓપરેટર બહેન મલકાયાં, નિર્દોષ રીતે. નજર મળતાં વિજ્યાએ પણ નમણું સ્મિત કર્યું. ખુશીનું વાતાવરણ રચવા લાગ્યું પણ મને ચાતુરીભર્યો જવાબ સૂઝ્યો નહીં. કદાચ હું એના પ્રશ્નમાં ઊંડો ઊતરી ગયો હતો, હું ખેંચાયો હતો. આ એક આશ્વાસન પણ હતું. ચાલો, કોઈક તો આ રીતે પૂછનાર મળ્યું. | ટેલિફોન ઓપરેટર બહેન મલકાયાં, નિર્દોષ રીતે. નજર મળતાં વિજ્યાએ પણ નમણું સ્મિત કર્યું. ખુશીનું વાતાવરણ રચવા લાગ્યું પણ મને ચાતુરીભર્યો જવાબ સૂઝ્યો નહીં. કદાચ હું એના પ્રશ્નમાં ઊંડો ઊતરી ગયો હતો, હું ખેંચાયો હતો. આ એક આશ્વાસન પણ હતું. ચાલો, કોઈક તો આ રીતે પૂછનાર મળ્યું. | ||
એક વાર કર્મચારીઓની હડતાલ ચાલે, ઓફિસમાં હું | એક વાર કર્મચારીઓની હડતાલ ચાલે, ઓફિસમાં હું એકલો. કશું ચેન ન પડે. તે દિવસ થયેલી એવી જ ખાલીપાની લાગણી આજે થઈ. ભલે વિજ્યા નિરાંતે આવે. મન મનાવવા કામ શોધ્યું, પણ એથી અજંપો ઘટ્યો નહીં. ટેબલ પર વિજ્યાનો પત્ર વાળેલો પડ્યો હતો, એ પણ જાણે પીઠ ફેરવી ગયેલો લાગ્યો. જગત સાથેના બધા જ સંપર્કો કપાઈ ગયા છે એવું મારા એક મિત્રે એના મુૃત્યુના થોડા દિવસ અગાઉ નોંધેલું. એની લાગણી તે ક્ષણે કેવી ઉત્કટ અને તીવ્ર હશે? એનો ખ્યાલ આજે આવ્યો. અલબત્ત, એની કક્ષાએ કશું અનુભવવા માટે મારી પાસે કારણ ન હતું, એટલે કે જાહેરમાં એકરાર કરી શકાય એવું કશું કારણ ન હતું, બાકી - | ||
ત્યાં બારણે ટકોરા સંભળાયા. | ત્યાં બારણે ટકોરા સંભળાયા. | ||
વિજ્યા તો વાત પૂરી કરીને એટલી વારમાં ક્યાંથી આવી જાય? બીજું કોઈ હશે એમ માનીને જ મેં આવકાર આપ્યો. પણ આગળ આવેલા હાથે જ એનો પરિચય આપી દીધો. એ પૂરેપૂરી અંદર આવે એ પહેલાં અજાણ્યા અત્તરની શાંત સુવાસ ફેલાઈ ગઈ. લાંબો શ્વાસ લઈ, સવિનય આંખો ઢાળી મેં એને બેસવા કહ્યું. તે જ ક્ષણે એની સામે જોઈ શકાયું નહી. જાણે આવકાર અધૂરો રહી ગયો. પણ શું થાય? આંખોના ખૂણાં ભીના થઈ જશે એવી શંકા ગઈ હતી, બલ્કે બીક લાગી હતી. એવું થાય તો વિજ્યા શું ધારે? જેને આદરણીય પુરુષ માનતી હોય એને આમ લાગણીવેડામાં ફસાતો જોઈને આ પરદેશમાં રહી આવેલી યુવતી શું ધારે? | વિજ્યા તો વાત પૂરી કરીને એટલી વારમાં ક્યાંથી આવી જાય? બીજું કોઈ હશે એમ માનીને જ મેં આવકાર આપ્યો. પણ આગળ આવેલા હાથે જ એનો પરિચય આપી દીધો. એ પૂરેપૂરી અંદર આવે એ પહેલાં અજાણ્યા અત્તરની શાંત સુવાસ ફેલાઈ ગઈ. લાંબો શ્વાસ લઈ, સવિનય આંખો ઢાળી મેં એને બેસવા કહ્યું. તે જ ક્ષણે એની સામે જોઈ શકાયું નહી. જાણે આવકાર અધૂરો રહી ગયો. પણ શું થાય? આંખોના ખૂણાં ભીના થઈ જશે એવી શંકા ગઈ હતી, બલ્કે બીક લાગી હતી. એવું થાય તો વિજ્યા શું ધારે? જેને આદરણીય પુરુષ માનતી હોય એને આમ લાગણીવેડામાં ફસાતો જોઈને આ પરદેશમાં રહી આવેલી યુવતી શું ધારે? | ||
Line 533: | Line 533: | ||
{{poem2Open}} | {{poem2Open}} | ||
અમરવેલમાં ધ્યાન ખેંચે ત્રણ વાત. એક તો તેનો રંગ. પાકા લીંબું જેવો પીળો. તડકામાં ઝળહળે. બંગાળીમાં તેનું નામ સ્વર્ણલત્તા! કેવું સુંદર - અને સાર્થક! બીજું તેની દેહયષ્ટિ. પાતળા વેલા. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી - એમ સેંકડો વેલીઓ ફૂટતી હોય. પહોળો પથારો. ગાઢું ઝુંગું બની ગયું હોય. જેના પર તેણે જીવન શરૂ કર્યું હોય, તે ઝાડ ભાગ્યે જ દેખાય. | અમરવેલમાં ધ્યાન ખેંચે ત્રણ વાત. એક તો તેનો રંગ. પાકા લીંબું જેવો પીળો. તડકામાં ઝળહળે. બંગાળીમાં તેનું નામ સ્વર્ણલત્તા! કેવું સુંદર - અને સાર્થક! બીજું તેની દેહયષ્ટિ. પાતળા વેલા. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી - એમ સેંકડો વેલીઓ ફૂટતી હોય. પહોળો પથારો. ગાઢું ઝુંગું બની ગયું હોય. જેના પર તેણે જીવન શરૂ કર્યું હોય, તે ઝાડ ભાગ્યે જ દેખાય. | ||
અને ત્રીજું તે | અને ત્રીજું તે એકાંગિતા. નહિ પાન, નહિ ફૂલ, નહિ મૂળિયાં. બસ, પાતળાં થડ - અપરંપાર! | ||
આ ત્રીજી વાત તો સાચી તો નથી; પણ દેખાતું તેવું જ; અને મનાતું પણ તેવું જ. તે પછીથી જોઈશું. ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ’૧માં અમરવેલ વિશે વાંચતાં એક અદ્ભૂત શ્લોક મળી ગયો. જોઈશું? મજા આવશે. | આ ત્રીજી વાત તો સાચી તો નથી; પણ દેખાતું તેવું જ; અને મનાતું પણ તેવું જ. તે પછીથી જોઈશું. ‘સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ’૧માં અમરવેલ વિશે વાંચતાં એક અદ્ભૂત શ્લોક મળી ગયો. જોઈશું? મજા આવશે. | ||
અમરવેલ વિશે સંસ્કૃત સાહિત્યમાં તે લેખકને પણ એક જ શ્લોક જડ્યો છે. (ગુજરાતીની તો વાત જ શી કરવી?) શ્લોક છે માઘના ‘શિશુપાલવધ’માંથી. માઘ જેવો સરસ કવિ, તેવો જ કુશળ કસબી પણ ખરો. તેનો કસબ આ શ્લોકમાં ઊડીને આંખે વળગશે. | અમરવેલ વિશે સંસ્કૃત સાહિત્યમાં તે લેખકને પણ એક જ શ્લોક જડ્યો છે. (ગુજરાતીની તો વાત જ શી કરવી?) શ્લોક છે માઘના ‘શિશુપાલવધ’માંથી. માઘ જેવો સરસ કવિ, તેવો જ કુશળ કસબી પણ ખરો. તેનો કસબ આ શ્લોકમાં ઊડીને આંખે વળગશે. |