17,624
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 29: | Line 29: | ||
એના કંઠમાં મીઠી હલક હતી. એની નૃત્યછટા ગમે તેને મુગ્ધ કરે તેવી હતી. નિજાનંદમાં એ મસ્ત હતી. ક્યાંય એ દુઃખદર્દ જોતી અને એની આંખમાં આંસુ આવતાં. પણ ગીત અને નૃત્યની સાધનામાં એ એને વિસારે પાડતી. દુનિયાથી એ અજાણ હતી; અને અજાણ રહેવા પણ માગતી હતી. | એના કંઠમાં મીઠી હલક હતી. એની નૃત્યછટા ગમે તેને મુગ્ધ કરે તેવી હતી. નિજાનંદમાં એ મસ્ત હતી. ક્યાંય એ દુઃખદર્દ જોતી અને એની આંખમાં આંસુ આવતાં. પણ ગીત અને નૃત્યની સાધનામાં એ એને વિસારે પાડતી. દુનિયાથી એ અજાણ હતી; અને અજાણ રહેવા પણ માગતી હતી. | ||
પણ દુનિયા પોતાની જાતથી એ અજાણ રહે એમ ક્યાં ઇચ્છતી હતી? એટલે જ ઉત્તરાને દુનિયાએ પોતાનો પરિચય કરાવી દીધો, અને એ પરિચયે ઉત્તરા ત્રાસી ઊઠી. અચાનક જ પોતાના તાનમાં મસ્ત ઉત્તરાને સમજાયું કે કેટલીક જુવાન | પણ દુનિયા પોતાની જાતથી એ અજાણ રહે એમ ક્યાં ઇચ્છતી હતી? એટલે જ ઉત્તરાને દુનિયાએ પોતાનો પરિચય કરાવી દીધો, અને એ પરિચયે ઉત્તરા ત્રાસી ઊઠી. અચાનક જ પોતાના તાનમાં મસ્ત ઉત્તરાને સમજાયું કે કેટલીક જુવાન પુરુષ આંખો એને ભરખી રહી હતી. એ નજરમાં એને એવી કશી ભયંકરતા લાગી કે એ સમસમી રહી. એને રાની પશુઓની યાદ આવી. એમાં એને શિકારવૃત્તિ જણાઈ. એ ટાળવા ઉતાવળે પગલે એ ત્યાંથી ચાલી તો સ્પષ્ટ રીતે પાછળથી તાળીનો અવાજ અને સિસોટી સંભળાયાં. | ||
આ નજર, આ તાળી, આ સિસોટી શું હતાં? ઉત્તરાને એ ન સમજાયાં. પણ એથી તો એને કશો અદીઠ ભય લાગવા માંડ્યો. શું હતું આ? આ લોક એને આવી નજરે કેમ જોતા હતા? અને એને કમકમાં કેમ આવતાં હતાં? | આ નજર, આ તાળી, આ સિસોટી શું હતાં? ઉત્તરાને એ ન સમજાયાં. પણ એથી તો એને કશો અદીઠ ભય લાગવા માંડ્યો. શું હતું આ? આ લોક એને આવી નજરે કેમ જોતા હતા? અને એને કમકમાં કેમ આવતાં હતાં? | ||
Line 47: | Line 47: | ||
અને આટલું ઓછું હોય એમ હવે એના પર નનામા પત્રો આવવા લાગ્યા. પોતાનાં અતિશયોક્તિભર્યાં વર્ણનો ક્યારેક એને પોતાની જાતને ધન્ય માનવા પ્રેરતાં. પણ જ્યાં એ એ જ અનહદ કાવ્યશક્તિ એમની માગણીમાં પરિણમતી અને પોતાના દેહના અવયવોનાં, એ અજાણ્યાં એવાં નામ સહિત, એમાં ચેડાં આવતાં, ત્યારે એને પોતાની જાત ઉપર ધિક્કાર વછૂટતો. આ બધું પોતાના માનવી તરીકેના સ્વમાન અને સ્વીકારથી વિરુદ્ધનું લાગતું. | અને આટલું ઓછું હોય એમ હવે એના પર નનામા પત્રો આવવા લાગ્યા. પોતાનાં અતિશયોક્તિભર્યાં વર્ણનો ક્યારેક એને પોતાની જાતને ધન્ય માનવા પ્રેરતાં. પણ જ્યાં એ એ જ અનહદ કાવ્યશક્તિ એમની માગણીમાં પરિણમતી અને પોતાના દેહના અવયવોનાં, એ અજાણ્યાં એવાં નામ સહિત, એમાં ચેડાં આવતાં, ત્યારે એને પોતાની જાત ઉપર ધિક્કાર વછૂટતો. આ બધું પોતાના માનવી તરીકેના સ્વમાન અને સ્વીકારથી વિરુદ્ધનું લાગતું. | ||
ઘણી વાર એને થતું: રૂપ હોવું અને સ્ત્રી હોવું એ તે શું ગુના જેવું છે? અને એ જ ગુનાની સજા, પેલી લોલુપતાભરેલી આંખો, નનામા લેખો અને એમાં રહેલી, એના રોમરોમને આગની ચિનગારીથી જલાવી દેતી વાતો, કુત્સિત શબ્દો અને એથી પણ વધુ કુત્સિત અણસારા | ઘણી વાર એને થતું: રૂપ હોવું અને સ્ત્રી હોવું એ તે શું ગુના જેવું છે? અને એ જ ગુનાની સજા, પેલી લોલુપતાભરેલી આંખો, નનામા લેખો અને એમાં રહેલી, એના રોમરોમને આગની ચિનગારીથી જલાવી દેતી વાતો, કુત્સિત શબ્દો અને એથી પણ વધુ કુત્સિત અણસારા હતા! આ વાતો જો હોઈ શકે તો માત્ર બે–ના, ના. દ્વૈત મિટાવી દઈ એક બનેલી વ્યક્તિ વચ્ચે જ હોઈ શકે. માત્ર એ સ્ત્રી હતી અને રૂપાળી હતી માટે કોઈ પણ રસ્તે જનારને આમ વર્તવાનો અધિકાર મળી જતો હતો! હાય રે રૂપ! | ||
મનની વરાળ એ ક્યારેક બહેનપણી આગળ ઠાલવતી. | મનની વરાળ એ ક્યારેક બહેનપણી આગળ ઠાલવતી. | ||
Line 61: | Line 61: | ||
ઉત્તરાએ મન મનાવ્યું કે દુનિયાથી અળગી રહેલી એ આ પરિસ્થિતિને જીતી શકશે. જીતી નહીં શકે તોય હારવું પડે એવી પરિસ્થિતિમાં તો નહીં જ મુકાય. રૂપ અને સ્ત્રીત્વને એ હથિયાર બનાવવા નહોતી ચાહતી. આખીયે સ્થિતિ એને પોતાના લોપ જેવી લાગતી હતી. મરીને જીવનારા વિશે એણે સાંભળ્યું હતું, પણ આ તો જીવન અને મરણ બંનેનો નકાર હતો. સ્વમાનનો ભંગ, કશી અનુચિત, માનભંગ કરતી, આદમિયત નકારતી પરિસ્થિતિની ગુલામીનો સ્વીકાર એ મરણ હતું. એ મરણ પછી ભલે શ્વાસ ચાલુ હોય. જીવન — સુરખીભર્યું, સંતોષી, સ્વમાની જીવન – અશક્ય હતું. ના, ના, એ જીવન જ ન હોઈ શકે; કારણ કે એમાં સુંદરતા ન હતી. એ તો હતી માત્ર હાડચામની ભૂખ. જંગલની રીત, પશુની રીત. સમજુ માણસ, અક્કલવાન હોવાનો દાવો કરતો માણસ પણ આટલો પ્રાકૃત, આટલો જડ, આટલો અબુધ હતો? | ઉત્તરાએ મન મનાવ્યું કે દુનિયાથી અળગી રહેલી એ આ પરિસ્થિતિને જીતી શકશે. જીતી નહીં શકે તોય હારવું પડે એવી પરિસ્થિતિમાં તો નહીં જ મુકાય. રૂપ અને સ્ત્રીત્વને એ હથિયાર બનાવવા નહોતી ચાહતી. આખીયે સ્થિતિ એને પોતાના લોપ જેવી લાગતી હતી. મરીને જીવનારા વિશે એણે સાંભળ્યું હતું, પણ આ તો જીવન અને મરણ બંનેનો નકાર હતો. સ્વમાનનો ભંગ, કશી અનુચિત, માનભંગ કરતી, આદમિયત નકારતી પરિસ્થિતિની ગુલામીનો સ્વીકાર એ મરણ હતું. એ મરણ પછી ભલે શ્વાસ ચાલુ હોય. જીવન — સુરખીભર્યું, સંતોષી, સ્વમાની જીવન – અશક્ય હતું. ના, ના, એ જીવન જ ન હોઈ શકે; કારણ કે એમાં સુંદરતા ન હતી. એ તો હતી માત્ર હાડચામની ભૂખ. જંગલની રીત, પશુની રીત. સમજુ માણસ, અક્કલવાન હોવાનો દાવો કરતો માણસ પણ આટલો પ્રાકૃત, આટલો જડ, આટલો અબુધ હતો? | ||
સ્ત્રી અને પુરુષ: ઉત્તરાની કલ્પના દોડતી હતી. જીવનનો આનંદ ભોગવતાં, સુંદરતા, સરળતા લેતાં અને દેતાં, સ્ત્રીપુરુષને એ કલ્પતી હતી. ન’તી તેમાં લોલુપતા. ન’તા તેમાં કશાય કોઈનાય સ્વમાન કે આપરખાપણાને પડકારતા સ્વામિત્વ કે હથિયારના ખડખડાટ. જીવનને પૂર્ણ કરવાનો, જીવન માણવાનો આ જ એક માર્ગ | સ્ત્રી અને પુરુષ: ઉત્તરાની કલ્પના દોડતી હતી. જીવનનો આનંદ ભોગવતાં, સુંદરતા, સરળતા લેતાં અને દેતાં, સ્ત્રીપુરુષને એ કલ્પતી હતી. ન’તી તેમાં લોલુપતા. ન’તા તેમાં કશાય કોઈનાય સ્વમાન કે આપરખાપણાને પડકારતા સ્વામિત્વ કે હથિયારના ખડખડાટ. જીવનને પૂર્ણ કરવાનો, જીવન માણવાનો આ જ એક માર્ગ હતો પણ દુનિયાએ કેવો માર્ગ લીધો હતો? ખાંડ ખાઈ મોં ભાંગી નાખી મીઠા પકવાનના સ્વાદથી અજાણ રહેનારને દુનિયા અણસમજુ કહે છે. ત્યારે આને દુનિયા શું કહેશે? પણ દુનિયા કયે મોંએ એને ભાંડશે? | ||
ઉત્તરાનું ચિત્ત ચિંતામાં ડૂબી જતું. મથામણ છતાંયે એને એક વસ્તુ ન’તી સમજાતી. દુનિયા આવી હતી? કલ્પનાનો છેહ ઉત્તરાને મૂંઝવી જતો. | ઉત્તરાનું ચિત્ત ચિંતામાં ડૂબી જતું. મથામણ છતાંયે એને એક વસ્તુ ન’તી સમજાતી. દુનિયા આવી હતી? કલ્પનાનો છેહ ઉત્તરાને મૂંઝવી જતો. | ||
Line 73: | Line 73: | ||
નિરાધારીનો એકરાર કોને કહેવો? પેલા જગત જીતવાની શિખામણ દેનારાઓને? એનો શો અર્થ હતો? જ્યાં દૃષ્ટિ જ જુદી હતી, સુખ-સંતોષના ખ્યાલ જ નિરાળા હતા ત્યાં આવી વાતનો અર્થ જ ન હતો. | નિરાધારીનો એકરાર કોને કહેવો? પેલા જગત જીતવાની શિખામણ દેનારાઓને? એનો શો અર્થ હતો? જ્યાં દૃષ્ટિ જ જુદી હતી, સુખ-સંતોષના ખ્યાલ જ નિરાળા હતા ત્યાં આવી વાતનો અર્થ જ ન હતો. | ||
બધાની ફરિયાદ હતી: ઉત્તરા અતડી થતી જતી હતી. બહેનપણીઓ મજાક કરતી હતી: ‘બહેનબા હમણાં તો બહુ અભિમાની થયાં છે; પણ રૂપરંગનાં અભિમાન | બધાની ફરિયાદ હતી: ઉત્તરા અતડી થતી જતી હતી. બહેનપણીઓ મજાક કરતી હતી: ‘બહેનબા હમણાં તો બહુ અભિમાની થયાં છે; પણ રૂપરંગનાં અભિમાન ખોટાં.’ શિખામણ, આપનિરાશાની કડવાશ, ઈર્ષ્યા અને નરી સરળ મસ્તી સહુ એમાં સૂર પુરાવતાં. સહુને એ મજાક ગમતી. માત્ર ઉત્તરા એથી ધૂંધવાતી. | ||
એક બાજુ ન કળાય એવો કશો તલસાટ એને સતાવી જતો, પેલા તલસાટ અને એને અંગે આવતાં માનસિક પરિવર્તન સહુને આ હેમાળો અમાનુષી, પાશવી, જંગલી, ગણાવતો. | એક બાજુ ન કળાય એવો કશો તલસાટ એને સતાવી જતો, પેલા તલસાટ અને એને અંગે આવતાં માનસિક પરિવર્તન સહુને આ હેમાળો અમાનુષી, પાશવી, જંગલી, ગણાવતો. |
edits