ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સરોજ પાઠક/સારિકા પંજરસ્થા: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 4: Line 4:
‘સમુદ્રનું મોજું ઉલેચાયું… અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું… આ… તો… એ… પડ્યું… એ… પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ… ઓહ… આ તો ખડક પર પટકાયું… ફીણ… ફીણ… ફીણ…!’
‘સમુદ્રનું મોજું ઉલેચાયું… અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું… આ… તો… એ… પડ્યું… એ… પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ… ઓહ… આ તો ખડક પર પટકાયું… ફીણ… ફીણ… ફીણ…!’

‘ઓહ… મારા કપાળ પર સ્લેટ કોણે મારી? લોહી… લોહી… લોહી…’ સારિકા કપાળે હાથ ફેરવવા લાગી. ખાટેલ સૂતેલી માંદી સારિકા જાણે આઠનવ વર્ષની બાળકી બની ગઈ.
‘ઓહ… મારા કપાળ પર સ્લેટ કોણે મારી? લોહી… લોહી… લોહી…’ સારિકા કપાળે હાથ ફેરવવા લાગી. ખાટલે સૂતેલી માંદી સારિકા જાણે આઠનવ વર્ષની બાળકી બની ગઈ.

હા, તે દિવસે બહાર પહેલો વરસાદ પડ્યો હતો. મેડા પર તે માસ્તર પાસે ભણવા બેઠી હતી. સાંજના પાંચ વાગ્યે, ભણવાનો સમય સચવાવવો જ જોઈએ, એ સારિકાનાં માબાપનો કડક નિયમ હતો. ભીની રેતીની સુગંધ અને એ ઢગલા પર વરસાદના છાંટા જોઈ, સારિકાનું બાળકમન બારી બહાર જ વારેવારે તાકી રહેતું હતું. માસ્તરે દાખલો લખાવ્યો.

Line 68: Line 68:
‘છટ્ નોન્સેન્સ!’ જમાઈરાજની સિગારેટના ધુમાડાનાં ગૂંચળાં સારિકાની આસપાસ વીંટળાઈ વળ્યાં.
‘છટ્ નોન્સેન્સ!’ જમાઈરાજની સિગારેટના ધુમાડાનાં ગૂંચળાં સારિકાની આસપાસ વીંટળાઈ વળ્યાં.

ધુમાડા જ માત્ર… ગૂંચળાં જ માત્ર… પણ એ ધુમાડાનો કાઢનારપોતે જ ધુમાડો બની ગયો. રહ્યાં માત્ર… આ ખબર જોવા આવનાર સગાંસ્નેહીઓ સાસુજી પાસે…
ધુમાડા જ માત્ર… ગૂંચળાં જ માત્ર… પણ એ ધુમાડાનો કાઢનાર પોતે જ ધુમાડો બની ગયો. રહ્યાં માત્ર… આ ખબર જોવા આવનાર સગાંસ્નેહીઓ સાસુજી પાસે…

સારિકા એ તરફ પ્રયત્નપૂર્વક આંખ અને કાન માંડી રહી.
સારિકા એ તરફ પ્રયત્નપૂર્વક આંખ અને કાન માંડી રહી.
Line 104: Line 104:
‘ભૂખ શેની લાગે? કહ્યું ન માને, એને ખાવા ન મળે, ચલ ઊઠ! ઊભી થા, ઊઠ જલદી! હાં… એમ… શરૂ કર… બરાબર…’
‘ભૂખ શેની લાગે? કહ્યું ન માને, એને ખાવા ન મળે, ચલ ઊઠ! ઊભી થા, ઊઠ જલદી! હાં… એમ… શરૂ કર… બરાબર…’

નાનકડી સારિકાએ રડતે અવાજે, ઢીલા ઢાલી હાથના ચાળા સાથે શરૂ કર્યું…
નાનકડી સારિકાએ રડતે અવાજે, ઢીલા ઢીલા હાથના ચાળા સાથે શરૂ કર્યું…

'''‘હું તો છાણા… વીણવા… ગૈ’તી રે મા'''
'''‘હું તો છાણા… વીણવા… ગૈ’તી રે મા'''
Line 110: Line 110:
                                          '''હંબો હંબો…’'''
                                          '''હંબો હંબો…’'''

નથી ગાવું મારે! બાળકીએ મરજી વિરુદ્ધ થોડુંય ગાયું, ને નાસી ગઈ…
નથી ગાવું મારે! બાળકીએ મરજી વિરુદ્ધ થોડુંક ગાયું, ને નાસી ગઈ…

‘એવી જિદ્દી છે ને? આમ તો અમથા લવારા કર્યા કરે, પણ જીદે ચડે તો આવું જ. એના પપ્પાનો ડારો ખરેખરો હોં. આજે રાતે ફરી ઠીક કરાવીશ. આ આટલુંય કહ્યામાં રહી છે ને એના પપ્પાને લીધેસ્તો…!’
‘એવી જિદ્દી છે ને? આમ તો અમથા લવારા કર્યા કરે, પણ જીદે ચડે તો આવું જ. એના પપ્પાનો ડારો ખરેખરો હોં. આજે રાતે ફરી ઠીક કરાવીશ. આ આટલુંય કહ્યામાં રહી છે ને એના પપ્પાને લીધેસ્તો…!’
Line 138: Line 138:
શૂન્યતા…!
શૂન્યતા…!

રસ્તા પર આદરી ડુગડુગી વગાડતો હતો. નાની સારિકા છોકરાના ટોળા સાથે એ ખેલ જોઈ રહી હતી.
રસ્તા પર મદારી ડુગડુગી વગાડતો હતો. નાની સારિકા છોકરાના ટોળા સાથે એ ખેલ જોઈ રહી હતી.

‘ભગાભાઈ ને રતનબાઈ! નાચો… નાચો… મેરે રાજા રાની!’ …ડુગ ડુગ ડુગ ડુગ…
‘ભગાભાઈ ને રતનબાઈ! નાચો… નાચો… મેરે રાજા રાની!’ …ડુગ ડુગ ડુગ ડુગ…
Line 178: Line 178:
‘જુઓ, એવું ના બોલો, લેટ મી સે, હાઉ લકી ઇઝ યોર વાઇફ?’
‘જુઓ, એવું ના બોલો, લેટ મી સે, હાઉ લકી ઇઝ યોર વાઇફ?’

મિસિસ તારાપુરવાલાના હૃદય પર માથું મૂકી, પતિએ સ્વર્ગીય સુખનો લહાવો લેતાં આંખો મીંચી દીધી. બંનેની પ્રમત્તાવસ્થાામં ભંગ પાડતી સારિકા લગોલગ આવી ઊભી રહી. બંનેએ તેને જોઈ. કોઈ ન ગભરાયું. પણ… એક વાર કંઈ નહોતું, છતાં પોતે શરમથી મરી ગઈ હતી. પતિ તરફના શંકાના ઇશારા માત્રથી પોતે અર્ધમૂરત થઈ ગઈ હતી.
મિસિસ તારાપુરવાલાના હૃદય પર માથું મૂકી, પતિએ સ્વર્ગીય સુખનો લહાવો લેતાં આંખો મીંચી દીધી. બંનેની પ્રમત્તાવસ્થાામાં ભંગ પાડતી સારિકા લગોલગ આવી ઊભી રહી. બંનેએ તેને જોઈ. કોઈ ન ગભરાયું. પણ… એક વાર કંઈ નહોતું, છતાં પોતે શરમથી મરી ગઈ હતી. પતિ તરફના શંકાના ઇશારા માત્રથી પોતે અર્ધમૃત થઈ ગઈ હતી.

‘બા કહેતાં’તાં, મનીષ આવ્યો હતો, બહુ વાર બેઠો હતો.’
‘બા કહેતાં’તાં, મનીષ આવ્યો હતો, બહુ વાર બેઠો હતો.’

હા, સારિકાના ઓરડામાં મનીષ બહુ વાર બેઠો હતે, પણ એમ તો અનેક સ્ત્રી-પુરુષ મિત્રો આવતાં જ ને? ક્યાં બાધ હતો અહીં?
હા, સારિકાના ઓરડામાં મનીષ બહુ વાર બેઠો હતો, પણ એમ તો અનેક સ્ત્રી-પુરુષ મિત્રો આવતાં જ ને? ક્યાં બાધ હતો અહીં?

‘હા, સિનેમાની ટિકિટ કઢાવી લાવ્યા હતા. તમારી રાહ જોતા બહુ વાર બેસી રહ્યા. આખરે કોઈ જ ન ગયું ને ટિકિટોય બગડી.’ સારિકા બીતાં બીતાં થોડું હસી.
‘હા, સિનેમાની ટિકિટ કઢાવી લાવ્યા હતા. તમારી રાહ જોતા બહુ વાર બેસી રહ્યા. આખરે કોઈ જ ન ગયું ને ટિકિટોય બગડી.’ સારિકા બીતાં બીતાં થોડું હસી.
17,599

edits