ગુજરાતી કવિતાનો આસ્વાદ/–: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 27: Line 27:
કૂતરાં ભસ્યા કરે છે.
કૂતરાં ભસ્યા કરે છે.
'''{{Right|– ગુલામમોહમ્મદ શેખ (અથવા)}}'''

</poem>
</poem><br>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કાવ્યને કશું શીર્ષક નથી. શીર્ષક વિનાનું આ કાવ્ય, જેનું મસ્તક છેદાઈ ગયું છે એવા કબન્ધની જેમ, ઊભું છે. કાવ્ય પૂરું વાંચ્યા પછી આપણે પ્રશ્ન પૂછીશું: આ કાવ્યનું શીર્ષક કેમ છેદાઈ ગયું છે? પણ શીર્ષકનો અભાવ જ કેટલાકને કાવ્યાસ્વાદમાં વિઘ્નકર થઈ પડે છે. નવીનતા એટલે નર્યાં નખરાં કે અટકચાળાં એમ માની સૂગ કેળવનાર આ શીર્ષકના અભાવને આવું જ અટકચાળું ગણી લેવા તૈયાર થઈ જાય તે સ્વાભાવિક છે. પણ આ કાવ્યને લાગેવળગે ત્યાં સુધી, કાવ્યની રચનામાં રહેલી ગમ્ભીરતા આવા કોઈ આરોપનો છેદ ઉડાડી દે છે. કવિનું કશુંય નહીં ચાલ્યું હોય ત્યારે જ એમણે શીર્ષક નહીં આપ્યું હોય એમેયે બને.

Line 57: Line 58:
આ કાવ્યનું શીર્ષક હોઈ શકે? કાવ્યનો ‘વિષય’ એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે. વાતાવરણ જેવું અગ્રાહ્ય ને છતાં જીવનપ્રદ બીજું શું હોઈ શકે? પણ એને મૂર્ત કરવું અઘરું છે. કાવ્યરચનાના આ તબક્કે કવિ કાવ્યનિમિર્તિની નવી નવી શક્યતાઓ ચકાસી જોવા રચના કરે એ ઘણું સારું ચિહ્ન છે. ગુલામમોહમ્મદ શેખ બે માધ્યમને સફળતાથી વાપરનાર સવ્યસાચી કળાકાર છે. એઓ ચિત્રકાર છે. આથી ચિત્રકાર જે રીતે રંગ અને રેખા પ્રયોજે, તે રીતે ભાષાને પ્રયોજવાનું એમનું વલણ આપણી કાવ્યરચનાની રીતિઓમાં એક મહત્ત્વનું પ્રદાન કરશે. કાવ્ય એટલે ભાષાઓની નવી નવી શક્તિઓનો આવિષ્કાર – આ દૃષ્ટિ જેમ જેમ વિકસતી જશે તેમ તેમ આપણું કાવ્યસાહિત્ય નવી દિશામાં પગલાં માંડીને આજ સુધીમાં નહીં મેળવેલી સમૃદ્ધિની એંધાણી આપશે. લલિત કળાઓ અને સાહિત્ય વચ્ચેનો સમ્પર્ક વધુ ઘનિષ્ઠ થશે તો એ બંનેને એકસરખો ઉપકારક નીવડશે અને આપણી રસાનુભૂતિનાં પરિમાણો પણ વિસ્તરશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગુજરાતી કવિતાનો આસ્વાદ/ચાલતાં ચાલતાં|ચાલતાં ચાલતાં]]
}}