17,557
edits
(+1) |
(text replaced with proofed one) |
||
Line 7: | Line 7: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>'''‘વહુ અને ઘોડો’, ‘ઝાડ, ડાળ અને માળો’, ‘વિદુલા’'''</center> | <center>'''‘વહુ અને ઘોડો’, ‘ઝાડ, ડાળ અને માળો’, ‘વિદુલા’'''</center> | ||
૧. ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘વહુ અને ઘોડો’ એની નાયિકા તારાને મુખે કહેવાયેલી છે. ક્રમશઃ ઊંડે ઊતરવાની ગતિ સિદ્ધ કરવા માટે આ કથનરીતિ અહીં પૂરતી ખપ લાગી છે. તારા એક મોટા ઘરની વહુ છે. નાના ઘરની કન્યા હતી. વાર્તાને અંતે એ એક અંધ કન્યાની માતા છે. તળપદા સંસ્કાર ધરાવતું એનું વ્યક્તિત્વ આ આખો અનુભવ હળવી રીતે કહે છે. એ પોતે સભાનતાથી પ્રતીક યોજી આપે એવી શક્યતા જ નથી. તેથી અહીં પ્રતીકનો ભાર નથી કે નથી પ્રતીક-યોજનાને કારણે ક્યારેક આવી જતી બૌદ્ધિક શુષ્કતા. | |||
સાવ સાદી વાત છે. ગામડાઘરની છોકરી, વૈભવ જોઈને એનાં સપનાં સેવે છે. સપનાં સાચાં પડે છે, શેઠનો છોકરો જાણે એના માટે જ વિધુર થાય છે અને એને ઘોડો લઈ જાય છે. થોડા જ વખતમાં સાસરવાસનો લહાવો પૂરો થઈ જાય છે. પછી તો સહન કરવાનું શરૂ થાય છે. છેવટે પતિનો જાતીય રોગ પુત્રીની આંખો લઈને જાય છે. આ બધું પણ તારા ખેલદિલીથી કહી દે છે. દુઃખના વિલક્ષણ અનુભવે એને તટસ્થ બનાવી દીધી છે – એનામાં તટસ્થ બનવા જેટલી સમજણ વધી છે. જો એ રોતલ બની ગઈ હોત તો કટાક્ષ કરી શકી ન હોત. એ પોતે હસતી રહીને વાચકને આઘાત આપે છે. ક્યાંક રાહત પણ આપે છે ને પાછી લાગણીના વમળમાં ખેંચી જાય છે. ખાસી ૨૪ પૃષ્ઠ લાંબી વાર્તા છે પણ એકધારી વહ્યે જાય છે. વાર્તાના શીર્ષકમાં બે શબ્દ છે ‘વહુ’ અને ‘ઘોડો’. વહુની વાત તો તારા એના અનુભવરૂપે કહી રહી છે. ‘ઘોડા’ના સંદર્ભો આપોઆપ અવારનવાર આવે છે. વાર્તાના અંતે તો વાચક સામે ઘોડો જ છે : | સાવ સાદી વાત છે. ગામડાઘરની છોકરી, વૈભવ જોઈને એનાં સપનાં સેવે છે. સપનાં સાચાં પડે છે, શેઠનો છોકરો જાણે એના માટે જ વિધુર થાય છે અને એને ઘોડો લઈ જાય છે. થોડા જ વખતમાં સાસરવાસનો લહાવો પૂરો થઈ જાય છે. પછી તો સહન કરવાનું શરૂ થાય છે. છેવટે પતિનો જાતીય રોગ પુત્રીની આંખો લઈને જાય છે. આ બધું પણ તારા ખેલદિલીથી કહી દે છે. દુઃખના વિલક્ષણ અનુભવે એને તટસ્થ બનાવી દીધી છે – એનામાં તટસ્થ બનવા જેટલી સમજણ વધી છે. જો એ રોતલ બની ગઈ હોત તો કટાક્ષ કરી શકી ન હોત. એ પોતે હસતી રહીને વાચકને આઘાત આપે છે. ક્યાંક રાહત પણ આપે છે ને પાછી લાગણીના વમળમાં ખેંચી જાય છે. ખાસી ૨૪ પૃષ્ઠ લાંબી વાર્તા છે પણ એકધારી વહ્યે જાય છે. વાર્તાના શીર્ષકમાં બે શબ્દ છે ‘વહુ’ અને ‘ઘોડો’. વહુની વાત તો તારા એના અનુભવરૂપે કહી રહી છે. ‘ઘોડા’ના સંદર્ભો આપોઆપ અવારનવાર આવે છે. વાર્તાના અંતે તો વાચક સામે ઘોડો જ છે : | ||
‘આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહીં!’ | ‘આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહીં!’ |
edits