|
|
Line 89: |
Line 89: |
|
| |
|
| }} | | }} |
|
| |
|
| |
| * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| |
| == તિર્યગ્ગીતિ ==
| |
| (એક અષ્ટમપષ્ટક
| |
|
| |
| '''૧'''
| |
|
| |
| '''(Teenager કવિ, એક લૅન્ડસ્કેપ)'''
| |
|
| |
|
| |
| <poem>
| |
| {{Space}}ચંબેલીને પાંદે
| |
| ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે
| |
|
| |
| કમલપત્રમાં વલય, કીડીને ચરણે નેપુર બાજે
| |
| ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે
| |
|
| |
| {{Space}}કલરવ કોમળ ટીપે ટીપે
| |
| {{Space}}મોતી છણકો કરતાં છીપે
| |
| {{Space}}પાંદડીઓમાં ગંધ પ્રવર્તી
| |
| {{Space}}સંવેદનની સાવ સમીપે
| |
|
| |
| સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે
| |
| {{Space}}ચંબેલીને પાંદે
| |
|
| |
| ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ
| |
| લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ
| |
|
| |
| {{Space}}વાચા રમ્ય વિલસતી નભની
| |
| {{Space}}ચુંબનમાં છાયા સૌરભની
| |
| {{Space}}ધ્રિબાંગસુંદર ભરી સભામાં
| |
| {{Space}}લાજ લૂંટે કોમલ રિષભની
| |
|
| |
| કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે
| |
| {{Space}}ચંબેલીને પાંદે
| |
| </poem>
| |
|
| |
| == વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ ==
| |
|
| |
| <poem>
| |
| અમીં રે ગનપાઉડરનાં માણસો...
| |
| થોડાં સુંદર છૈંયે ઝાંઝાં છૈંયે ધિરબંગ
| |
| જેને તોપચી વ્હાલો ને વ્હાલો સાણસો
| |
|
| |
| મારે તે આંગણ હિરોશીમળાનું ઝાડ
| |
| ઝૂલે મડદાંનાં પાંદ ઝૂલે દધિચીનાં હાડ
| |
| મોગરાયે ભડથું થૈ ગિયા
| |
| :::કાળો કારતૂસ બન્યો કૂણો દેશ
| |
| ભૂરા ભડવાને માથે રાતું ફૂમતું
| |
| :::લીલાં ચેલકાં બાળીને પાડી મેંશ
| |
| નકશા રાંડ્યા તે બોડી બામણી
| |
| ::મારા ગામમાં બચી ના ગોકળગાય
| |
| અરેરે મારા ગામમાં બચી ના ગોકળગાય
| |
| એકલો ભાયાત ફૂંકે ફાચરો –
| |
| ::એને તેડવાને આયાં છે મસાણ સો
| |
| :::અમીં રે ગનપાઉડરનાં માણસો...
| |
|
| |
| તરણાં ઘોંટીને મૂશળ ઊગતાં
| |
| ::ભોમકાની ખસી ગઈ ઠેઠ આંબોઈ
| |
| બળતણ ખૂટ્યાં તો મનખા મોકલ્યા
| |
| ::રાતું ઘાશલેટ બની ગિયાં લોઈ
| |
| ::શેપટાં ઉખાડી દીધાં આભનાં
| |
| જેણે ચેહમાં નીચોવ્યાં પૂમડાં ગાભનાં
| |
| નિત પાંચ ઝૂડી બંધૂકોને ફૂંકતી
| |
| ::મારી શિકોતેર પેઢીઓને જોઈ
| |
| ::ખાખી ધુમાડામાં ધરુજતી જોઈ
| |
| પેણનો યે ટોટો પીસી આટલું
| |
| :અમીં લખ્યું તેને ઝાઝું કરી જાણસો
| |
| :અમીં રે ગનપાવડરના માણસો....
| |
| </poem>
| |
|
| |
| == પર્જન્યસૂક્ત : ૨ ==
| |
|
| |
| <poem>
| |
| અહીં તો
| |
| પ્રિય અને પર્જન્ય,
| |
| નથી કો અન્ય–
| |
| કેવળ
| |
| : હું
| |
| ::: તે
| |
| ઝળહળ જળમાં અંતર્ધાન :
| |
| (રખે ને આજ કવિતા લખે)
| |
| મૌનમાં
| |
| શબ્દ સકળ તે મ્યાન!
| |
| </poem>
| |
|
| |
| == પર્જન્યસૂક્ત : ૧૦ ==
| |
|
| |
| <poem>
| |
| નયન થકી રે નેહ
| |
| ::નીતરે નેવાં પરથી નીર
| |
| ઘરમાં પલળ્યાં પ્રિયજન
| |
| ::કુંજે ભીંજ્યાં કોયલકીર
| |
|
| |
| જરકશી મેઘબિજુલી ઊડે
| |
| આજ પધારે ચડી ગરુડે
| |
|
| |
| બંશીવટને પુંજ પાંદડે
| |
| ::ઝગમગતો આહીર
| |
|
| |
| સ્તનમંડળ પર મેહુલમોતી
| |
| ત્રફડે તગતગ જળની જ્યોતિ
| |
|
| |
| ગોપવનિતાનાં લયવ્યાકુળ
| |
| ::ચળકે ચરણાં ચીર
| |
|
| |
| જળઝૂલણા વન વૃંદાવનનું
| |
| બુંદ બિલોર ઝરે કંચનનું
| |
|
| |
| સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા
| |
| ::ઝૂરે, નરી કથીર
| |
| </poem>
| |
|
| |
| == પર્જન્યસૂક્ત : ૧૧ ==
| |
|
| |
| <poem>
| |
| મોરનું મ્હેણું અષાઢે સાંખવું સારું નહીં
| |
| આ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીં
| |
|
| |
| એકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણ
| |
| આંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં
| |
| </poem>
| |
|
| |
| == પર્જન્યસૂક્ત : ૧૪ ==
| |
|
| |
| <poem>
| |
| આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
| |
| કે તને અંગતપણું તારું પલળતું સાંભરે
| |
|
| |
| શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલા બને
| |
| એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે
| |
| </poem>
| |
|
| |
| == પર્જન્યસૂક્ત : ૧૯ ==
| |
|
| |
| <poem>
| |
| :::::જળથી ઢાંકી
| |
| ::અતિશય વાંકી
| |
| ::::::: ખીલી અષાઢી બીજ
| |
| હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ!
| |
| </poem>
| |
|
| |
| == પ્રેમસૂક્ત : ૨ ==
| |
|
| |
| <poem>
| |
| તમે પુષ્પ ચૂંટ્યું
| |
| તો મેં ગંધ
| |
| તમે પાદુકા ઉતારી
| |
| તો મેં પંથ
| |
| તમે ત્યજ્યાં પટકૂળ
| |
| અને મેં ત્વચા
| |
| હવે ઝળહળે તે કેવળ પ્રેમ
| |
| </poem>
| |
|
| |
| == પ્રેમસૂક્ત : ૧૪ ==
| |
|
| |
| <poem>
| |
| સ્તનથી
| |
| :: વધુ ઉત્તુંગ
| |
| નાભિથી વધુ ગહન
| |
| જંઘાથી
| |
| :: વધુ ગુહ્ય
| |
| નિતમ્બથી વધુ ભીષણ
| |
| આ વિશ્વમાં
| |
| :: અન્ય શું છે?
| |
| તેં ઉત્તર ન વાળ્યો
| |
| માત્ર ઝગમગી જળની પ્રહેલિકા
| |
| નેત્રને ખૂણે
| |
| </poem>
| |
|
| |
| == પ્રેમસૂક્ત : ૧૫ ==
| |
|
| |
| <poem>
| |
| આ
| |
| નિબિડ સ્પર્શ શું છે? –
| |
| ::: કદાચ અપભ્રંશ દૂરતાનો
| |
|
| |
| આલિંગન માટે ફેલાવેલા બાહુઓ
| |
| આકાશમાં ઉમેરી દે છે
| |
| થોડુંક વધુ આકાશ
| |
|
| |
| આ ચુંબન
| |
| રમ્ય આકૃતિ રચે છે
| |
| આપણાં જ હોઠનાં શૂન્યની
| |
|
| |
| નીરવ મધ્યરાત્રિને
| |
| ચંદ્ર કે ચાંદની જેવી ચેષ્ટાથી પણ
| |
| ખલેલ જ પહોંચે છે
| |
| ત્યારે
| |
| હું કંપિત સ્વરે
| |
| પ્રેમનો એકરાર કરવા મથે છે
| |
| જ્યારે હું કરતો રહું છું પ્રેમ
| |
| :::::: અવાક્
| |
|
| |
| ::::: આ ચક્રવાક
| |
| :::: અને ચક્રવાકી
| |
| મિલનની પળ એ બન્નેવને
| |
| :: ઠેરવે છે એકાકી
| |
| </poem>
| |
|
| |
| == પ્રેમસૂક્ત : ૧૭ ==
| |
|
| |
| <poem>
| |
| યુદ્ધ આદરવાની તારી એ ખૂબી
| |
| અન્યને લાગે કે જાણે તહકૂબી
| |
| </poem>
| |
|
| |
| == પ્રેમસૂક્ત : ૨૦ ==
| |
|
| |
| <poem>
| |
| ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે
| |
| ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે
| |
| ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા
| |
| તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે
| |
| </poem>
| |
|
| |
| == જન્મારો ==
| |
|
| |
| <poem>
| |
| ::ઘરમાં હુવાવડીનો ખાટલો ને
| |
| જીવ મારો ચીઠાં લખે છ ચબૂતરે
| |
|
| |
| ફળિયે શરાધિયાના દા’ડા ફરે ક
| |
| ::મારી ઢોચકીમાં તૈડ પડી તૈડ
| |
| પોદળો યે છૉણું થૈ ભડભડ ચેત્યો ક
| |
| :::મનખાની મેલ બધી પૈડ
| |
|
| |
| ભૂખે મરે છ ભાંજઘડિયાનાં છોકરાં
| |
| ::ને ગડભાંજે ગોદડીમાં મૂતરે
| |
|
| |
| લેમડાની હળી જેવી ઘૈડિયાંની જાત
| |
| ::એની ચેટલીક કરવાની ઠાઠો
| |
| હાહ જરી અધરાતે હેઠો બેઠો ક
| |
| ::તૈં ઠૂંઠવો મેલીને ચિયો નાઠો
| |
|
| |
| કોણ મારાં ખાહડાં પે’રીને ટૈણપો
| |
| ::પાદરની પેલી પા ઊતરે?
| |
| </poem>
| |
|
| |
| == ત્રિપદી ==
| |
|
| |
| <poem>
| |
| થરથર કેસરકિરણ પરોઢે
| |
| પ્રિયજન અરસપરસને ઓઢે
| |
| તેજકટારી તૃણની પત્તી
| |
| માંહ્ય લીલોકચ સૂરજ સોઢે
| |
| ૦
| |
| સરગમમાં તેતર ને સૂડા
| |
| વાજીંતર : રાતાં કેસૂડાં
| |
| પલાશમાં ને ભીમપલાશમાં
| |
| ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા
| |
| ૦
| |
| ગુંજાફળના દીપ પ્રજાળી
| |
| જળઝીંગોર ઝરે દ્રુમડાળી
| |
| મેઘફૂલથી તોળ્યા મઘમઘ
| |
| સવા વાલ કેવળ વનમાળી
| |
| </poem>
| |
|
| |
| == વહાલેશરીનાં પદો : ૧ ==
| |
|
| |
| <poem>
| |
| :::આજની ઘડી તે રળિયામણી હોજી
| |
| માઘ મહીં માંગી વ્હાલેશરીએ પડવાથી
| |
| :::પૂનમ લગીની પ્હેરામણી હોજી
| |
|
| |
| પાંદડાં ખરે છે એ તો ઝાડની કટેવ, પાંચ
| |
| :::પોપટા ઊડે તો કહું પાનખર
| |
| હરિરસઘેલી વસંત વંન મેલીને
| |
| :::બેઠી જીભલડીના પાન પર
| |
|
| |
| ચુંબનવિભોર હોઠ વંઠેલા દીસે છે
| |
| :::કેમ કરી ગાશું વધામણી હોજી
| |
|
| |
| ઝાંઝર માગું તો લાવે તુલસીની માંજર શું
| |
| :::મઘમઘતું હેમનું ઘરેણું
| |
| અણવટ માગું તો ધરે બંશીવટ, લોળિયાની
| |
| :::લ્હાયમાં વજાડી રહે વેણુ
| |
|
| |
| લટકાવી રાતી ચણોઠડીની લૂમ, હરિ
| |
| :::લટકે ફંજેટી દિયે દામણી હોજી
| |
| </poem>
| |
|
| |
| == વહાલેશરીનાં પદો : ૧૦ ==
| |
|
| |
| <poem>
| |
| કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
| |
| એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે
| |
|
| |
| દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિર પર ધાર્યાં રે
| |
| મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
| |
| કંચવાની કસ કસી, તસોતસ મદનમનોરથ ભીડી રે
| |
| મહિયારણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે
| |
|
| |
| સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
| |
| ભરવાડાના ભાણેજડાને ગોરસગ્રાસ ન લાધે રે
| |
|
| |
| મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
| |
| રઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
| |
| વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે
| |
| ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે
| |
|
| |
| પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
| |
| લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે
| |
| </poem>
| |
|
| |
| == શબદ ==
| |
|
| |
| <poem>
| |
| :::સંતને સર્વનાં નિત્યનાં નોતરાં
| |
| પૂરવના પવન પ્રગટ્યા પરોણા બની
| |
| :::ગંધનાં પંથ ને ફૂલનાં ચોતરા
| |
|
| |
| જેણે ઝાકળ વીંટેલી અગનપામરી
| |
| ઉર ધરી, પ્રિયને ઢોળી હો ચામરી
| |
|
| |
| :નયનનાં ભવન ત્યાં ઝળહળે સોંસરાં
| |
| એહને ઉંબરે સંતની ચાખડી
| |
| ::તાપ જેણે તપ્યા ચીતરા ઓતરા
| |
|
| |
| સ્નેહ-સાકર ભળે જેમ કંસારમાં
| |
| સત્તસંગત : રૂડો સ્વાદ સંસારમાં
| |
|
| |
| :::કોણ ફાકે કઠણ કાળના કોદરા
| |
| જે અમીકોળિયે નંદ પામે અતિ
| |
| :::પલકમાં પરહરિ ફંદ ને ફોતરાં
| |
|
| |
| નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે
| |
| ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે
| |
|
| |
| ::નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા
| |
| શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી
| |
| :::વેઠ શાને કરે વ્રેહવાણોતરા?
| |
| </poem>
| |
|
| |
| == પદપ્રાંજલિ : ૧ ==
| |
|
| |
| <poem>
| |
| ::::સાધો, આ તે સત કે ભ્રમણા
| |
| એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા
| |
|
| |
| ::::પ્રેમગલીની વચ્ચે બોલાવે
| |
| ::::::કીમિયાગર કપટી
| |
| ::::હરિમાં હું ને હુંમાં હરિ
| |
| ::::::ત્યાં ઊભા ચપટી ચપટી
| |
|
| |
| સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા
| |
|
| |
| ::::હું જ મને ઢાંકીને
| |
| ::::::બેઠો રહું મારી પછવાડે
| |
| ::::ઢાંકપિછોડા છોડ, હરિ
| |
| ::::::થઈ જાશે ખડાં રૂંવાડે
| |
|
| |
| હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં
| |
| </poem>
| |
|
| |
| == પદપ્રાંજલિ : ૧૪ ==
| |
|
| |
| <poem>
| |
| ::::સાધો, મુરશિદ નર્યો નઠારો
| |
| એક કીડીને માથે મૂક્યો કમળતંતુનો ભારો
| |
|
| |
| :::મહિયારણની માફક એ તો
| |
| ::::::હરિ વેચવા હાલી
| |
| વણકર મોહી પડ્યો તો રણઝણતી
| |
| ::::::ઝાંઝરીઓ આલી
| |
|
| |
| ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો
| |
| :::બધું ભણેલું ભૂલવાડી દે
| |
| ::::::એવો એક જ મહેતો
| |
| :::ત્રિલોકની સાંકડ ભાળી
| |
| ::::::કીડીના દરમાં રહેતો
| |
| નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો
| |
| </poem>
| |
|
| |
| == પદપ્રાંજલિ : ૩૪ ==
| |
|
| |
| <poem>
| |
| ::::સાધો, એ શું મદિરા ચાખે
| |
| દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે
| |
|
| |
| ::નભ આલિંગન લિયે નિરંતર
| |
| :::::તો ય વિહગ બૈરાગી
| |
| ::ભગવામાં યે ભરત ભરીને
| |
| ::::::સોહે તે અનુરાગી
| |
|
| |
| એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
| |
| ::તુલાવિધિ મુરશિદની કરવા
| |
| :::::મળે જો એક તરાજુ
| |
| ::સવા વાલ થઈ પડખેના
| |
| ::::પલ્લામાં હું જ બિરાજુ
| |
| ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે
| |
| </poem>
| |
| <center>◼</center>
| |
| <br>
| |
|
| |
| == દામ્પત્ય ==
| |
| '''(a song of solitude)'''
| |
|
| |
| <poem>
| |
| સૂર્યનું પૂમડું મારા રુધિરથી રાતું અસ્તાચળે
| |
| :::::::::: આ પળે.
| |
| વ્રણ અને ચુંબન મારી ત્વચાનાં મર્મસ્થળો છે :
| |
| આ કોની તર્જનીનું રહસ્ય
| |
| ઔષધિના રસની જેમ રેલાઈ રહ્યું છે?
| |
| આ કઈ ભાષાની અનુકંપા કંપી રહી છે મારા હોઠમાં?
| |
| Your name is the capital of my language
| |
| My Master!
| |
| હું
| |
| – જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો–
| |
| દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું.
| |
| *
| |
| અગ્નિનું કમળ ખૂલ્યું
| |
| અને તેં મારું તવાયેલું શરીર આ વિશ્વને પાઠવ્યું
| |
| તે દિવસની વાત છે :
| |
| {{Space}}હીરાકણી સદૃશ્ય શૂન્યથી મઢેલાં તારાં પયોધર–
| |
| {{Space}}કૃપાથી પુષ્ટ અને અતિથ્યથી ઉન્નત.
| |
| {{Space}}એમાં દાટી દીધા તેં મારા કુમળાભીરુ હોઠ–
| |
| {{Space}}અવ્યક્ત અને અધૂરા!
| |
| ::::::: નિરાલમ્બ
| |
| ::::::::: ભાષાથી.
| |
|
| |
| આનંદ અને પીડાથી અધિક લલિત બનેલી, હે ભાવલલિતા!
| |
| આજે મને કબૂલ ક૨વા દે :
| |
| ::: તેં દૂધે ધોઈ છે મારી ક્ષુધાને, તૃષાને
| |
| ધાત્રી! તારા અનુગ્રહે મારાં આંતરડાં આકાશગંગાથી પલાળ્યાં છે.
| |
| તૃણની નીલમપાંદડી જેવી તૃષ્ણા
| |
| પુરુષની રુવાંટી બનીને ખીલી રહી હતી
| |
| તે દિવસની વાત છે :
| |
| {{Space}}તારી કંબુગ્રીવામાં દાડિમની નક્ષત્રકળીઓનો આરોપ
| |
| {{Space}}કોમળ અનુરાગથી ભરેલો દોષ તારા સ્પર્શમાં
| |
| {{Space}}હે માનસગૌરી!
| |
| {{Space}}મારા હોઠ હરીફ બની ચૂક્યા હતા ચંદ્રોદયના
| |
| {{Space}}અને ચિત્ત ઉત્કંઠ હતું તારા ચૈત્રી સિંજારવ પ્રતિ.
| |
| પરંતુ શરીરે સંતાડી ષોડશ સૂર્યમુખનું વૃંદ
| |
| સમયે દૂષિત કર્યાં મન, મજ્જા અને મૈત્રી
| |
| ને વિભૂષિત કર્યાં તારાં ખંજન,
| |
| ::::::: ઘાટી વેદનાથી.
| |
| વ્રત અને વિશ્વાસથી કૃશ બનેલી, હે વૈદૂર્યકિશોરી!
| |
| આજે મને કબૂલ કરવા દે :
| |
| {{Space}}મધરાતનો પવન જેમ રજકણમાં છુપાવી રાખે છે ઝાકળનો શૃંગાર
| |
| {{Space}}ઝાંખા પ્રકાશમાં તરતું પરોઢપંખી
| |
| {{Space}}જેમ છુપાવી રાખે છે નિશિવાસરની વ્યંજના
| |
| {{Space}}એમ
| |
| {{Space}}સ્રગ્ધરા છંદની મંજૂષામાં
| |
| {{Space}}વ્યાકુળ બનીને મેં મારી વાસનાઓ છુપાવી રાખેલી.
| |
| *
| |
| તારા દેહમાંથી પસાર થઈ ચૂકેલો સમય
| |
| ષડ્ઋતુ બની વ્યક્ત થતો હતો મારો ઉદ્યાનમાં
| |
| દિવસની વાત છે :
| |
| {{Space}}મણિધર વૃત્તિના અંધકારમાં મેં તને નિહાળી.
| |
| {{Space}}આંસુમાં જેમ પ્રતિબિંબ પડે છે પ્રીતિ અને પ્રારબ્ધનું
| |
| {{Space}}એમ તારા દબાયેલા નીચલા હોઠમાં
| |
| {{Space}}પ્રતિબિંબ મારી રતાશભરી અભિધા અને અધૂરપનું.
| |
| {{Space}}હડપચી પર સ્ફટિકના લંપટ પ્રહરો,
| |
| {{Space}}તક્ષકની સર્ગશક્તિનો આવિર્ભાવ તારી અનામિકામાં,
| |
| {{Space}}તારાં સદ્ય રજસ્વલા ગાત્રોઃ
| |
| {{Space}}જાણે વિષ અને અમૃતનો સંધિકાલ.
| |
| {{Space}}કપૂરના પવનમાં ચાંદનીનું વાસ્તુશિલ્પ તારું યૌવન બનીને રઝળતું હતું,
| |
| :::::::::::::: અનુપમ અને ઉચ્છૃંખલ.
| |
|
| |
| મારા દૃષ્ટિક્ષેપથી અધિક સ્પષ્ટ અને સંદિગ્ધ બનેલી, હે પ્રિયદર્શિની!
| |
| આજે મને કબૂલ કરવા દે :
| |
| {{Space}}મારા વિરહી સ્નાયુઓએ આશકા લીધી
| |
| {{Space}}તારા દર્પણની
| |
| {{Space}}તે ક્ષણે જ
| |
| {{Space}}તારા શરીરની કિરણથી ગૂંથેલી કિનારી પર
| |
| {{Space}}સુકુમાર મૃત્યુની મિતિનો આરંભ થઈ ચૂક્યો હતો.
| |
| *
| |
| વ્રણ અને ચુંબનથી
| |
| રળિયાત હતું મારું રુધિર
| |
| તે દિવસની વાત છે :
| |
| {{Space}}કસ્તુરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય–
| |
| {{Space}}એક પ્રબળ ઘ્રાણસત્ય
| |
| {{Space}}ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર.
| |
| {{Space}}વીતી ચૂકેલી વસંતે
| |
| {{Space}}તરછોડાયેલાં તારાં દીર્ઘ ચુંબનો
| |
| {{Space}}ફળોની વાટિકામાં
| |
| {{Space}}જાંબલી દ્રાક્ષની લૂમ બનીને ઝૂલતાં હતાં –
| |
| {{Space}}પ્રિયતમના હોઠના પ્રલોભનથી.
| |
| {{Space}}નિત્યના રંભોરુવિલાસે વધુ મુલાયમ અને આર્દ્ર બનેલો
| |
| {{Space}}કદળિવનનો વલ્લભ વાયુ
| |
| {{Space}}તારા અંતઃપુરમાં તેજોવધથી પરકીયાનો પ્રસ્વેદ લૂછતો હતો.
| |
| {{Space}}તારું ઉત્તરીય પણ જેનો તાગ લઈ શક્યું નહીં.
| |
| {{Space}}તે શંખપુષ્પી સ્તનો અને વિજયેતા નાભિથી
| |
| {{Space}}તેં પડકારી હતી. મારી સત્તાને.
| |
| શીતળ ચંદ્રની ફોતરી જેવા વધેલા નખથી
| |
| તેં મારા વ્રણ અને વડવાનલને ખોતર્યા હતા,
| |
| :::::::: ખંત અને ખાતરીપૂર્વક.
| |
|
| |
| ભોગથી અધિક ભંગૂર અને ગુહ્ય બનેલી, હે વિકટનિતમ્બા!
| |
| આજે મને કબૂલ કરવા દે :
| |
| {{Space}}તારી રુવાંટી પરથી ઊઠેલા ઝીણાકુમળારતુંબડા અસૂરો
| |
| {{Space}}મારી ત્વચાના છિદ્રછિદ્રમાં ઘર કરીને
| |
| {{Space}}કુસુમના આયુધથી હણી રહ્યાં છે મારી ભાષાને.
| |
| *
| |
| મનુષ્યજાતિની ત્વચામાં સમાવી શકાય એટલાં દુઃખોનું ઐશ્વર્ય
| |
| મારા એકલાની ત્વચામાં સચવાતું હતું
| |
| તે દિવસની વાત છે :
| |
| {{Space}}મારાં આંસુ અને આલિંગનથી જ બળતો હતો તારો દીપક
| |
| {{Space}}મારા નિઃશ્વાસના ચક્રવાતમાં
| |
| {{Space}}વધુ દીપ્તિમંત ફરફરતી હતી શગની સૂકી પાંદડી
| |
| {{Space}}તારા શુક્રોદરમાં ઊછરતો હતો મારો ભવ :
| |
| ::::::::::: સાચું કહું તો પરાભવ.
| |
| {{Space}}અનુભૂતિ અને આસ્થાથી અત્યંત એકાકી બની ચૂકેલો ભરથાર
| |
| {{Space}}મનુષ્યકુળની વ્યથાને ઘૂંટીને પૂછતો હતો :
| |
| {{Space}}શી રીતે હોલવી નાખું ક્ષુધાને, તૃષ્ણાને, તપને, તંદ્રાને
| |
| {{Space}}લયને, લાંછનને, તૃષ્ણાને, તને-છદ્મભાર્યાને?
| |
|
| |
| સમય અને સુખથી અધિક શ્લથ બનેલી, હે વૃદ્ધ તમ્બોલિની!
| |
| આજે મને કબૂલ કરવા દે :
| |
| {{Space}}તારા તામ્બુલરસ ભલે ઘવાયેલા હતા. મારા હોઠ,–
| |
| {{Space}}હું પાનખરની પ્રતીક્ષામાં ઊભો હતો
| |
| {{Space}}તારી વાસનાની કરમાયેલી છાલ ઓઢીને
| |
| {{Space}}નિયતિના જરામય વૃક્ષમાં.
| |
| *
| |
| જેમ અંજલિમાંથી જળ
| |
| {{Space}} પવનમાંથી સળ
| |
| એમ સરી રહ્યું છે દામ્પત્ય, શૈયામાંથી.
| |
| નારીની તન્માત્રાનો યાત્રિક
| |
| અનંતના પાત્રમાં ચરણ બોળીને થાક ઉતારે છે.
| |
| કૃપાનું નિરામય કવચ ઢાંકે છે રૂપેરી રચનાને
| |
| ત્યારે શબ્દ પ્રકટે છે.
| |
| જરકશી ત્વચાનો સમુદ્ર છેદીને કાંઠે આવી રહેલો મરજીવો
| |
| I, the initial of infinity
| |
| દુઃખના પ્રકાશમાં નિતાંત ધવલને શરણે જઈ રહ્યો છું :
| |
| {{Space}}I have lost my lips in the language
| |
| {{Space}}હે આદિત્ય!
| |
| {{Space}}હું તારી તર્જની સાહીને તરી રહ્યો છું.
| |
| </poem>
| |
|
| |
| == આનંત્યસંહિતા : ૭ ==
| |
|
| |
| <poem>
| |
| યુયુત્સુ
| |
| હે રમ્ય કથાના નાયક
| |
| જેમ શાસ્ત્ર
| |
| તેમ શસ્ત્ર પણ મિથ્યા છે
| |
|
| |
| હંતા અને હંતવ્યનો ભેદ જ
| |
| યુદ્ધનું મૂલ કારણ છે
| |
| હે મુકુરવિલાસી
| |
|
| |
| જે ક્ષણે આ ભેદ મટશે
| |
| શસ્ત્રમાં સંજીવની પ્રકટશે
| |
|
| |
| પ્રહર પ્રહારનો છે
| |
| પરાજયના ગહન સ્વીકારનો છે
| |
|
| |
| છિન્ન હો રથનું ચક્ર
| |
| સરી જવા દો ગાંડિવ
| |
| ગળી જવા દો ગાત્ર
| |
| ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત
| |
| આઠમા કોઠે
| |
| અભયનો નિવાસ છે
| |
|
| |
| કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો :
| |
| હું
| |
| અસ્તિ અને આસ્થાનો
| |
| વિષ્ટિકાર છું
| |
| </poem>
| |
|
| |
| == આનંત્યસંહિતા : ૧૦ ==
| |
|
| |
| <poem>
| |
| પરિઘનો પ્રવાસી
| |
| ક્યાંય ન પહોંચવા માટે
| |
| આરંભે છે યાત્રા
| |
| ને
| |
| શિથિલવિથિલ ને શ્લથ
| |
| વંચનાથી લથપથ
| |
| ઢળી પડે છે
| |
| દિનાંતે
| |
|
| |
| ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
| |
| એ સ્થાપે છે
| |
| ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
| |
| ને ઉથાપે છે નાભિનું સત્ય
| |
|
| |
| હું
| |
| શૂન્યનો અધિષ્ઠાતા
| |
| વર્તુળનો અધિપતિ
| |
| સ્થિર ઊભો છું
| |
| કેન્દ્રમાં
| |
| – જ્યાં
| |
| નિરવધિ અવકાશ અને અગતિ
| |
| ઘનીભૂત થયાં છે
| |
|
| |
| હું જન્માંતરોથી
| |
| તારી રાહ જોઈ રહ્યો છું
| |
| નિષ્પલક નેત્રે
| |
| </poem>
| |
|
| |
| == સ્થળસંહિતા ==
| |
|
| |
| <poem>
| |
| (ચિરંતન વટેમારગુએ ચીંધ્યું ને વીંધ્યું તે આગ્રા, અંતર્મુખ નકશાઓમાં)
| |
|
| |
| પીપલમંડીથી ૫ન્નીગલી : ૪
| |
|
| |
| આગ્રામાં
| |
| સવાલ હોય તો એક જ છે :
| |
| શી રીતે પહોંચવું પીપલમંડીથી પન્નીગલી
| |
|
| |
| એક તો પીપલમંડી ક્યાં છે તે કોઈ ખાતરીપૂર્વક કહેતું નથી
| |
| આ રહી પીપલમંડી – એવું કહેનારા
| |
| હોય છે માથાના ફરેલ અથવા મશ્કરા -
| |
| :::: એમની વાત પર ભરોસો પડતો નથી
| |
| ક્યારેક વળી કોઈ પરગજુ આંગળી ચીંધી બતાડે છે
| |
| તે પીપલમંડી
| |
| આપણે જેની ધારણા કરી છે તે પીપલમંડીથી
| |
| એટલી અલગ હોય છે કે આપણે આભારવશ થઈને પણ
| |
| વિચારમાં તો પડી જ જઈએ છીએ
| |
| કોઈક વળી આપણને રાવતપાડાના રસ્તે ચડાવી દે છે
| |
| પેઢીઓથી પીપલમંડીમાં વસેલાંને પણ
| |
| હજુ પીપલમંડી જડી નથી
| |
| ને કેટલાક પ્રકૃતિવશ
| |
| પીપલમંડીમાં પીપલમંડીથી અતડા રહે છે
| |
|
| |
| જો કે
| |
| બધ્ધાંયને એક વાતની પાકી ખબર છે
| |
| કે પીપલમંડી છે ખરી
| |
| ને તે પણ આટલામાં જ
| |
|
| |
| જિજ્ઞાસુઓ વિતંડા કરે છે
| |
| પીપલમંડીથી પન્નીગલી સુધીના અંતર વિષે
| |
| કોઈ કહે છે
| |
| ફાસલો કેવળ અઢાર ડગલાંનો છે
| |
| કોઈ કહે છે, ના, અઢાર ગજનો
| |
| અઢાર જોજનનો
| |
| અઢાર વર્ષનો અથવા અઢાર પ્રકાશવર્ષનો
| |
|
| |
| આ બધી ધમાલમાં
| |
| પીપલમંડીના સંશોધકો વિસરી ગયા તે
| |
| સત્ય એ છે કે
| |
| જો પીપલમંડી
| |
| :::: સ્થળ હોય તો
| |
| :: એ છે અત્ર ને અનવદ્ય
| |
| :::: પળ હોય તો
| |
| :: એ છે સહજ ને સદ્ય
| |
|
| |
| જેમ બે સત્ય વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી
| |
| એમ કશું જ અંતર નથી રહેતું
| |
| :::: અસ્થિ અને આસ્થા વચ્ચે
| |
| :::: સ્થાન અને પ્રસ્થાન વચ્ચે
| |
| :::: પીપલમંડી અને પન્નીગલી વચ્ચે
| |
|
| |
| જે કોઈને જ્યારે જડી જશે પીપલમંડીનું આ સત્ય
| |
| પન્નીગલીની દિશામાં
| |
| એ સહજપણે એક ડગ માંડશે
| |
| કારણ સાવ સરળ છે :
| |
| અંતર અઢાર ગજનું હોય
| |
| અઢાર વર્ષનું હોય કે અઢાર પ્રકાશવર્ષનું
| |
| એને કાપવા
| |
| અગતિનું એક ડગલું તો ભરવું જ પડે છે
| |
|
| |
| <small>પીપલમંડી : રાધાસ્વામી સતસંગ સાથે જોડાયેલું આગ્રાનું સ્થળવિશેષ.</small>
| |
| </poem>
| |
|
| |
| == પંખીપદારથ : ૪ ==
| |
|
| |
| <poem>
| |
| હજાર પાન
| |
| હજાર ફૂલ હજાર ફળ
| |
| હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે
| |
| ને એની એકાદ હથેળીમાં હાજર છે
| |
| એક પંખી
| |
|
| |
| એટલું બધું જીવંત
| |
| કે મૃતક જેટલું સ્થિર
| |
| પંખીને મિષે પૂછી શકાત વાજબી પ્રશ્નો
| |
| યાયાવરીના અથવા યુયુત્સાના
| |
| પરંતુ ગુરુ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન
| |
| ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ?
| |
| વૃક્ષ ? ડાળ ? પાંદ ? ફૂલ ? ફળ ? પંખી ? ...
| |
|
| |
| તંગ બનશે પ્રત્યંચા
| |
| એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક
| |
|
| |
| સૌને ખબર છે :
| |
| જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી
| |
| જેન દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી
| |
| જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ
| |
| જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી
| |
| જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી
| |
| જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી
| |
|
| |
| પરંતુ
| |
| કેવળ પંખીને જ પૂરેપૂરી ખબર છે કે
| |
| જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ
| |
| એ જ બનશે બાણાવળી
| |
| જે સ્વયં હશે વિદ્વ
| |
| તે જ કરશે સિદ્ધ
| |
| શરસંધાન
| |
|
| |
| હજાર હજાર હાથવાળા વૃક્ષની
| |
| હજાર હજાર હથેળી પર
| |
| હજાર હજાર અભયમુદ્રા ધરીને
| |
| પંખી તો બસ હાજર છે
| |
| અણીની પળે
| |
| </poem>
| |
|
| |
| == શબરી ચીતરવા વિશે ==
| |
|
| |
| <poem>
| |
| વન ચીતરવું હોય તો પરથમ પ્હેલાં ઊભી લીટીઓ દોરવી પડશે.
| |
| કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની,
| |
| ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી.
| |
| લીટીઓ, સાવ સીધી તો નહીં જ, – ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને
| |
| કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં
| |
| ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી.
| |
| પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
| |
| એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી. ટટ્ટાર ઊભી લીટીઓ.
| |
| (એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને
| |
| માપણી કરનારને મૂંઝવતી, આ ડાળીઓ તો અકળ રીતે વધતી જ રહે છે. ક્ષણે ક્ષણે.)
| |
|
| |
| કોઈ ચિત્રકારને ફળફૂલપાંદડા ચીતરવાની ફિકર હોતી નથી.
| |
| એ બધું તો આપોઆપ થઈ ૨હે : કોઈને અણસારે ન આવે એમ
| |
| તાંબેરી, પોપટી ને પીળચટા રંગના ડબકાને ઝીણી ઝીણી નસો ફૂટી નીકળે ને
| |
| એનાં ચાંચ જેવાં દીંટાં ચપ્પ દઈ ઝાલી લે ઊભી લીટીઓને
| |
| ને બીજે દહાડે મળસ્કે જુએ તો ઝાકળેય બાઝ્યું હોય.
| |
|
| |
| પ્હો ફાટે ને
| |
| ફાટમાંથી ઢોળાતી સવાર ચીતરવાની થાય ત્યારે ચિત્રકારની ખરી કસોટી થાય.
| |
| ખાસ્સે ઊંચેથી પાક્કુંગલ સીતાફળ નીચે પડે ને ફસડાઈ જાય તો
| |
| એની પેશીઓમાંથી પણ અંધારાના ગોટેગોટ વછૂટે એટલું ગાઢું અંધારું
| |
| આ વનમાં ખરે બપોરે રહે છે.
| |
|
| |
| ધોળે દહાડે ઊડતા આગિયાના અક્ષર ચોખ્ખા વાંચી શકાય છે.
| |
| પાંદડે પાંદડે કાજળિયા રંગની પોશ ભરીને
| |
| હજાર હાથે આ વન હરઘડી અવનવી રાતો પાડ્યા કરે છે.
| |
| આકાશમાં કશેક ચન્દ્ર હશે તો ખરો,
| |
| અજાણતાં જ કપાઈ ગયેલા અમાસચૌદશના કાચા નખની કતરણ જેવડો;
| |
| પણ એના અજવાળામાં
| |
| આકાર માત્ર બની જાય છે ઓળો અને ઓળખ માત્ર બની જાય છે અંધારું :
| |
| આવી વખતે, ચિત્ર ઇચ્છે તેમ, ઊજળા રંગોને છોભીલા પાડવાનું સહેલું નથી.
| |
|
| |
| એરુઝાંઝર તે ભેરુ ભેંકારના, સૂકાં પાંદડાંમાં ભરાયેલો પવન
| |
| રહીરહીને જીવતો થઈ જાય ને બેસાડી દે છાતીનાં પાટિયાં
| |
| બીજાં અઘરાં જરજનાવરાં ય હશે, ઝેરીલાં, દંશીલાં,
| |
| અડકે ત્યાં ઢીમણાં ને ચકામા કરી મૂકે એવાં હળાહળ
| |
| પણ આગંતુકને દીઠે કે પીઠે ઓળખનારાઓમાં તો
| |
| એકલી ખિસકોલીનો જ અછડતો ઉલ્લેખ મળે છે
| |
| એટલે એને ચીતર્યાં વિના છૂટકો નથી.
| |
| ખિસકોલી ને થડ બન્નેવનો રંગ છે ના સમજાય એવો ભૂખરો
| |
| ખિસકોલી થડથી સ્હેજ આછી છે પણ થડ ખિસકોલીથી ગાઢું નથી.
| |
| એ બન્ને વિખૂટાં પડી ન જાય એમ અલગ પાડવાનાં છે ચિત્રમાં.
| |
| વળી સ્થિર હોય એને તો ભૂલથીયે કોણ ખિસકોલી કહેશે?
| |
| ને ખિસકોલી તો એની ચટાપટાળી ચંચળતાને લીધે
| |
| એકી વખતે બધી જગ્યાએ હોય છે એ ભૂલવાનું નથી ને ચંચળતાને લીધે જ તો
| |
| એકી વખતે બધી જગ્યાએ હોવાનો અર્થ થાય છે બધી જગ્યાએ ન હોવું.
| |
| આમ છેવટે બચે છે તો કેવળ ચટાપટાળું હોવાન-ન હોવાપણું.
| |
|
| |
| પેલી બાઈના સ્થિર શરીર પર
| |
| જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે.
| |
| એને મન તો, ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય – બધું સરખું છે.
| |
|
| |
| એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે
| |
| અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી.
| |
| ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી
| |
| અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ ખાખરાનું ચપટું પાન
| |
| ને ધૂળિયાં પાંસળાં પર લબડે સ્તનોના ઓઘરાળા.
| |
| એની દીંટડીઓે અને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી.
| |
| ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ
| |
| ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં.
| |
| એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે.
| |
| એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો
| |
| સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય
| |
| ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી.
| |
|
| |
| એક રંગમાં બીજો ભેળવીએ તો નીપજે નવતર ત્રીજો,
| |
| એમ એ રજોનિવૃત્ત બાઈમાં રજોટાયેલી ખિસકોલી ભળી જાય તો
| |
| આપણને જોઈતો રાખોડી રંગ મળી જાય
| |
| ને આપણે ઉદાસ હોઈએ તો
| |
| આવા રાખોડી રંગના લીટાડા અને એ બાઈમાં ખાસ ફરક જ ના વરતાય.
| |
| એ બાઈ જે કોઈની રાહ જુએ છે
| |
| એના આવવાના ભણકારા સતત વાગ્યા કરે છે,
| |
| એ રાહ ચીતરવાની છે, એ ભણકારા ચીતરવાના છે,
| |
| એક ખૂણે, અહીંથી પસાર થઈ ગયેલા સૌનાં પડછાયાઓની થપ્પીઓ ચીતરવાની છે,
| |
| જેની રાહ જોવાય છે એ કદાચ આવી ગયું હોય તો
| |
| એનાં ચિહ્ન વગરનાં પગલાં ચીતરવાનાં છે,
| |
| એના પગે બાઝેલા ગોટલા, ઊપસેલી ભૂરી નસો સમેત, ચીતરવાના છે,
| |
| એની હથેળીમાંય, ઝાંખુંપાંખું તો ઝાંખુંપાખું, ખિસકોલીની પીઠનું ઓળખચિહ્ન હશે :
| |
| એને ય ચીતરવાના બહાને ચકાસી લેવાનું છે,
| |
| એ કદાચ ન આવી શકે તો એનું ન આવી શકવું ચીતરવાનું છે ને
| |
| એ બાઈની પલકારા વગરની, રાની પશુ જેવી નજર ચીતરવાની છે,
| |
| એની કદાપિ વૃદ્ધ ન થતી આંખોના ડોળા ચીતરવાના છે,
| |
| એમાંથી કાયમ ગળ્યા કરતું કોરું પાણી ચીતરવાનું છે,
| |
| એમાં કાયમી બળતરાની પિંગળરેખાઓ ચીતરવાની છે,
| |
| એવા સંજોગોમાં આ અંધારું ને આ ઘડપણ
| |
| :::: આ ઓરમાન સરીખું સગપણ
| |
| તો વધતું જ જવાનું
| |
| ને વનની બધી ડાળીઓ ય વધતી જ જવાની, વધતી જ જવાની, –
| |
| આ વધને માપવાના બધા ગજ ટૂંકા પડશે તો ચિત્ર કયા માપે ચીતરવાનું?
| |
|
| |
| પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
| |
| એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનત તો
| |
| હજી એવી ને એવી જ અકબંધ છે એટલે
| |
| અમે ચીતરવા બેઠા ઊભી લીટીઓ
| |
| ને ચીતરી બેઠા આડી લીટીઓ કવિતાની.
| |
|
| |
| <small>(આ કવિતા અતુલ ડોડિયા માટે)</small>
| |
| </poem>
| |
|
| |
| == ગૃહસ્થસંહિતા ==
| |
| '''ગૃહિણી : ૪'''
| |
|
| |
| <poem>
| |
| કોકવાર
| |
| બારી કને બેસી
| |
| ભીના પવનની લહર પર
| |
| એ ભરે છે રબારી ભરત.
| |
| હું પાક્કા રંગીન દોરાની દડી હોઉં
| |
| એમ મારા મર્મસ્થળમાંથી ઉખેળતી જાય છે
| |
| મનગમતા રંગનો તાંતણો
| |
| છેક અંદરથી તાણીને.
| |
|
| |
| અહીં હું ઊકલતો જાઉં છું
| |
| ને પણે ભરાતો જાય છે
| |
| કળાયલ મોર.
| |
|
| |
| ચોરપગલે
| |
| અષાઢ મારી પીઠ પાછળથી સરકી જાય છે
| |
| પરપુરુષની જેમ.
| |
| </poem>
| |
|
| |
| == ગૃહિણી : ૫ ==
| |
|
| |
| <poem>
| |
| આસ્તે આસ્તે
| |
| અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર.
| |
| નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગિ :
| |
| અમે બેઠાં છીએ સામસામે.
| |
| વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં
| |
| તાજા કાપેલા પપૈયાની ચીર,
| |
| વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની.
| |
|
| |
| કેસરમાં ઝબોળેલા દ્વિજચન્દ્રમાંથી
| |
| દદડે છે રસ.
| |
|
| |
| ગૃહિણીને એ જ વાતની તો ચિંતા છે :
| |
| આ પાક્કા પીળા રંગના ડાઘા
| |
| ::: હવે કેમ કરીને જશે ?
| |
| </poem>
| |
|
| |
| == છાપાવાળો છોકરો ==
| |
|
| |
| <poem>
| |
| એ કોઈને મળતો નથી ને એને કોઈ મળતું નથી.
| |
| ન મળવાના ઇરાદાથી મળવા આવતો હોય તે રીતે એ દરરોજ આવે છે
| |
| ઉતાવળે ઉતાવળે. સાઇકલ પર. એટલી ઉતાવળમાં કે
| |
| આપણે ખબરઅંતર પૂછીએ ને એય સામે નવાજૂની પૂછે
| |
| એ રીતે એને ક્યારેય મળી શકાતું નથી.
| |
|
| |
| કૉલેજના છેલ્લા વરસમાં હશે આ છાપાવાળો છોકરો? કે ઊઠી ગયો હશે?
| |
| દારૂડિયો હશે એનો બાપ? કે કોકે પતાવી દીધો હશે? બને કે વિધવા ફોઈ ભેગો
| |
| રહેતો હોય, વખાનો માર્યો. ઉસકે ચચાજાનકી ફેમ્લી, હો સકતા હૈ,
| |
| કરાંચીમેં સેટિલ હુઈ હો, – આમ તો સારા ઘરનો દેખાય છે, વલહાડના દેહઈ?
| |
| મોટી હત્યાવી? શિયા કે સુન્ની?–
| |
| આ બધા ગ્રે એરિયા છે છાપાળવી ઉદાસીના
| |
| ને માણસાઈના એવા ઇલાકાઓમાં કોઈ કોઈને મળી શકતું નથી.
| |
| ઘણી વાર એ સાઇકલ પરથી પડી જાય છે.
| |
| કેમ આજે છાપું આટલું બધું ગંદું થયું છે? બધા પૂછે છે.
| |
| એની કોણી છોલાયલી છે પેડલ પર જમણા પગનું જૂતિયું દબાવતાં
| |
| એ ચીલાચાલુ જવાબ આપે છે : આખી થપ્પી પડી ગઈ’તી કાદવમાં.
| |
| પણ માટીને બદલે છાપાનાં પાનિયાં પર લાલ ડાઘા શાનાં છે?
| |
| ને પાને પાને આરડીએક્સના ઉલ્લેખો કેમ કરેલા છે?
| |
| એ ગલ્લાંતલ્લાં કરે છે : આવા લોકોનો તો કેમનો ભરોસો કરી શકાય?
| |
| જિંદગીમાં કેવા કેવા દહેશતનાક લોકો મળી જાય છે?
| |
|
| |
| ઘણી વાર લાગલાગટ એકબે મહિના સુધી એના કોઈ સમાચાર નથી હોતા
| |
| જાણે ક્યાંક આડે હાથે મુકાઈ ગયો ન હોય, આપણા જ ઘરના માળિયે –
| |
| કબાડીની રાહ જોતો. પછી અચાનક દેખા દે છે ત્યારે એ હોય છે ચોળાઈ ગયેલો,
| |
| ધૂળિયો ને સાવ પીળો પડી ગયેલો, – પૂછીએ કે કેમ ‘લ્યા?
| |
| તો કહેશે, કમળો થયો’તો, સાહેબ.
| |
| એનો શેઠ પાછો પૂરો શઠ છે. ચેપી રોગવાળાને તો કોણ નોકરીએ રાખે?
| |
| છેલ્લે એના જેવું કોક પસ્તીવાળાને ત્યાં જોવા મળેલું...
| |
| ::: પણ આવું જોવા મળવું એને મળવું તો કેમ કહી શકાય?
| |
|
| |
| આજે પણ
| |
| એ હમણાં જ છાપું નાખીને ગયો છે.
| |
| નવોનક્કોર અથવા રદ્દી. સર્વનામ જેટલો સંદિગ્ધ. એના ચહેરાને મ્હોંકળા નથી.
| |
| હું પહેલા પાના પર નજર ફેરવું છું : હેડલાઈન આજે પણ એની એ જ?
| |
| હવે તો એના શેઠને ફરિયાદ કરવી જ પડશે :
| |
| આમ દરરોજ વાસી છાપું નાખી જાય
| |
| ચાલતી સાઇકલે, તે તો કેમ ચાલે?
| |
| ને બૂમ પાડીએ તો પાછો ઊભોય નથી રહેતો, મળવા...
| |
|
| |
| હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છું
| |
| નોર્થ અથવા ઈસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથ
| |
| એક ધડાકો થાય છે : નક્કી બિચારાની સાઇકલનું ટાયર ફાટ્યું લાગે છે
| |
| અથવા...
| |
| એ જે હોય તે, એને મળી શકાતું નથી.
| |
| </poem>
| |
|
| |
| == બનારસ ડાયરી-૧૩ ==
| |
|
| |
| <poem>
| |
| ઘાટ
| |
| ધીરે ધીરે પગથિયાં ઊતરી રહ્યા છે જાહ્નવીની જળરાશિમાં
| |
| પટ પર ઠેરઠેર ફૂટી નીકળ્યા છે બિલાડીના ટોપ
| |
| તળે ઇન્દ્રાસન પાથરીને બિરાજમાન જીવજંતુડાં
| |
| પોતાને સમજે છે ઇન્દ્રગોપ.
| |
|
| |
| અચાનક તૂટે છે એક તંતુ કબીરનો
| |
|
| |
| એને કોઈ ભાગીરથી કહે તે પસંદ નથી
| |
| કાશીવિશ્વનાથની જટા પર નાછૂટકે પડતું મૂકેલું એની
| |
| હજુ સુધી વળી ન હોય કળ
| |
| એમ એનાં જળ શોધ્યા કરે છે ખોવાઈ ગયેલું નિજનામ
| |
|
| |
| કબીર વીજળીનો તાંતણો મ્હોંમાં મમળાવે છે
| |
| ને પરોવે છે પળના છિદ્રમાં
| |
|
| |
| શ્રાદ્ધાન્નની ઢગલીઓને લીધે
| |
| ભરામણની તોંદ છે ઉત્તુંગ અને અશ્લીલ,
| |
| અન્નનળીને બાઝી છે લીલ, પિત્તની,
| |
| એને ચંડાલ બનાવી મૂકે છે બપોરની ઊંઘ. એના ખુલ્લા રહી ગયેલા
| |
| મ્હોંમાં ગંગામૈના હગાર કરી જાય છે. ગંગાનું વહેણ
| |
| બનારસથી લગાર આઘું હટી જાય છે એના પાદવાથી
| |
|
| |
| તુલસીનું પત્ર, બાજરાનો દાણો ને ગોળની કાંકરી
| |
| પેટપૂજા કરીને પીરના તકિયા જેવા એક પથરાને કબીર અઢેલે છે
| |
| ને એ પોચું ગાભલું જાય છે
| |
|
| |
| કાશીની કરવતથી કશુંય કપાતું નથી : પંડાની ગરદન સુધ્ધાં
| |
| એની રૂદરાખની માળા નરકે સિધાવે છે
| |
| જોકે, જજમાનને
| |
| બચાડાને એની કશી ખબર નથી.
| |
|
| |
| કબીર મહેનતુ માણસની જેમ એક બાગસું ખાય છે
| |
| જોકે કોઈ શાગિર્દને એમાં વિશ્વરૂપનું દર્શન થતું નથી
| |
|
| |
| એક તરફ સત્યજિત ‘અપરાજિત’નું એક દૃશ્ય
| |
| કબૂતરોનાં ઊડતા ઝુંડની ભાષામાં ટપકાવી લે છે નોટબુકમાં
| |
| ત્યારે બીજી તરફ તંબોળી
| |
| લવિંગની કટારીથી છેદે છે નિજનો હૃદયાકાર :
| |
| ભારે હૈયે ચાંદીની તાસકમાં મૂકે છે
| |
| બનારસી પાનનું બીડું
| |
|
| |
| કબીરે ગલોફામાં ઘાલી રાખ્યા છે શબદ :
| |
| મઘઈ કલકત્તી બનારસી
| |
| ને એનું અમરત દદડે છે રાતા હોઠને ખૂણેથી
| |
| ને પૃથ્વી ત્રમત્રમતું ઇજમેટનું ફૂલ બની જાય છે.
| |
|
| |
| બનારસી સાડીની દુકાનનો વાંઢો ગુમાસ્તો, દુકાન વધાવતાં પહેલાં
| |
| પાલવના વણાટના જરિયાન વેલબુટ્ટા સિફતથી તફડાવી લે છે :
| |
| આખી રાત એને ચોંટાડ્યા કરશે
| |
| હુસ્નાબાઈ કે બડી મૈના બાઈના સૂરીલા બદન પર
| |
|
| |
| એક ચાદર હવે વણાઈ રહેવા આવી છે. સાવ સાદી, સુતરાઉ, સફેદ
| |
| ભાત ભરત વિનાની. ઘરાક આવે છે, મન કરીને મોઘાં મૂલે વ્હોરે છે ને
| |
| મરજી મુજબની ભાત ને મરજી મુજબના ડાઘા પાડ્યા કરે છે :
| |
| શું થાય? બિચારાને મન છે ને...?
| |
|
| |
| પ્રાતઃ સંધ્યાનું પેલું પારિજાતક ને સાયંસંધ્યાનો આ દશાશ્વમેધ,
| |
| અજવાળાંની અસંખ્ય કેસરકળીઓ ખેરવે છે, -
| |
| એની સુગંધની ઓકળીઓને સૌ ગંગાઆરતી કહે છે
| |
| સ્તનોમાં માંસલ મરસિયાં છે અને સાથળમાં સૂનકાર :
| |
| અસંખ્ય વિજોગણી ધોળી ધજાઓ ફડફડે છે, મરણ સાથે સુલેહ કરવા.
| |
| ટચૂકડી ચિતાઓ નૌકાવિહાર કરે છે લીલાં પાંદડાંની હોડકીઓમાં
| |
|
| |
| હવે સ્હેજ નવરા પડેલા કબીર ગાલિબને વ્યથાપૂર્વક પૂછે છે : અરે મિર્ઝા,
| |
| કા હુઆ આપકે પિન્સનકા? પરિસાની કમ હુઈ કે નહિં?
| |
|
| |
| કોતવાલીમાં સન્નાટો પથરાય છે : કંપની બહાદુર જેવાં
| |
| અંધારાં ફેલાય છે.
| |
| બનારસની રાત ગહેરાઈને જરા ધૃષ્ટ જરા પુષ્ટ બને છે :
| |
| ઠુમરી ચૈતી ઝૂલા હોલી
| |
| વરણા અસી સે કરત ઠિઠોલી :
| |
| ગિરિજાબાઈ છેડે છે કજરી
| |
| હિલિમિલિ કે ઝૂલા સંગ ઝુલૈં સબ સખિ પ્રેમભરી
| |
| રસૂલનબાઈના અંગેઅંગથી ટપકે છે ઠુમરીનું પૂરબ અંગ
| |
| ત્યારે નજીક ને નજીક આવી રહેલા પરોઢિયાના રંગ પર
| |
| પાક્કો ભરોસો બેસી જાય છે. કોઈ અર્જ કરે છે....ને
| |
| ઈશ્વર અને અલ્લા એક જ તકિયે અઢેલીને
| |
| ઝૂમી ઊઠે છે : ઇર્શાદ
| |
|
| |
| અચાનક કોઈ મુશાયરાની શમાદાન અમારી નજીક લાવીને મૂકે છે
| |
| મણિકર્ણિકાની જેમ એને પણ ત્રણ જ ક્રિયાપદોની ખબર છે :
| |
| બળવું, ઓગળવું અને રઝળવું ધૂમ્ર થઈને.
| |
| હું અને ગાલિબ ખાનાબદોશ છીએ
| |
| કબીર ખામોશ.
| |
|
| |
| મુલાહિજા ફરમાઈયે : કહીને અમે સંભળાવીએ છીએ
| |
| એક સહિયારી નઝમ :
| |
|
| |
| તઆલિલ્લા બનારસ ચશ્મે બદ્દૂર૧
| |
| બહિશ્તે ખુર્રમો ફિરદૌસ મામૂર
| |
|
| |
| યહી તો હૈ તોરી ગંગાકા હુનર
| |
| તવાયફ કે ગલેમેં ભી બસા નૂર
| |
|
| |
| મુરીદોં કી ગલી બદનામ સી હૈ
| |
| શરીફોં કા મોહલ્લા તો બહોત દૂર
| |
|
| |
| શહર ખુદ હિ હૈ રિન્દાના ઘરાના
| |
| યહાઁ હર ઝિન્દા હર મુર્દા હૈ મખ્મૂર
| |
|
| |
| <small>(૧. આ પ્રથમ શેર ગાલિબનો છે. ઓ બનારસ, હું દુઆ કરું છું કે તને કોઈની બૂરી નજર ન લાગે, ઓ પ્રસન્નતાના ઇન્દ્રલોક, ઈશ્વરના આદેશથી તું નિયુક્ત થઈ છે સ્વર્ગપુરી.)</small>
| |
| </poem>
| |
|
| |
| == ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬ ==
| |
|
| |
| <poem>
| |
| એ રઝળુ છે
| |
| દેશદેશાવર ખેડતો રહે છે
| |
| વણજવિહારી
| |
|
| |
| ઉંબર કને ઉતારે છે પ્રવાસ-મલિન પગરખાં
| |
| જાણે પહાડો, નદીઓ, અરણ્યો, મરુથળો
| |
| ને જનપદોના જિપ્સી અભરખા
| |
| વર્ષો બાદ પાછો ફર્યો છે એ
| |
| વિરહી, -
| |
| હાશ ! હવે ગિરહી
| |
| હળવે રહીને એ કાઢે છે
| |
| એના મેલાદાટ થેલામાંથી
| |
| એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર
| |
|
| |
| ગૃહિણી પણ ખોલે છે એના સ્ત્રીધનનો દાબડો :
| |
| હળદરના ડાઘવાળો, હિંગના વઘારની ગંધવાળો
| |
| આટલા દહાડા જતનથી સાચવી રાખેલો
| |
| સ્હેજ ચોળાયેલો
| |
| દેશી ચન્દ્ર
| |
|
| |
| અભિસારિકાની જેમ એ
| |
| ઘરના હિસાબની ડાયરીમાં
| |
| અડોઅડ દાબી દે છે બન્ને ચન્દ્ર
| |
| સકળ સૃષ્ટિ શમી ગઈ છે અંધકારના સમ પર
| |
| ચમકે છે કપૂરના ટુકડા : તિલક કામોદના સ્વરો જેટલા શુદ્ધ
| |
| આ દ્વિતીય પ્રહરના તારકો
| |
| ઘરમાં
| |
| બેઠું છે આશ્લેષા નક્ષત્ર
| |
| ને બહાર નિશાટને નીકળ્યો છે એક સર્વદેશી ચન્દ્ર
| |
|
| |
| આજે એનું ખાસ કશું કામ નથી
| |
| પૂનમ હોવા છતાં
| |
| એનું રોજિંદું મ્હોં પડવા જેટલું પડી ગયું છે
| |
| </poem>
| |
|
| |
| == ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯ ==
| |
|
| |
| <poem>
| |
| અમારે વૃદ્ધિ
| |
| અમારે ક્ષય : અમે સદાયે સૂતકી
| |
| અમારા અંગરાગ રાખોડી
| |
| રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી
| |
|
| |
| તમારા રવિભાણ સંપ્રદાયને તો
| |
| સાત રંગનો પિટારો ને કિરણકુમળી કૂંચી
| |
| નિત ઉદયઅસ્તના રંગહુલાસ
| |
| ને અરુણવર્ણ વર્ણાનુપ્રાસ
| |
| દ્વીજચન્દ્રને ઓછું આવે એ તો જાણે સમજી શકાય
| |
| પૂર્ણિમાના ચન્દ્રને ય રંગરાગની વાતે તો લાગી આવે છે
| |
|
| |
| કોઈકે કહ્યું :
| |
| જા, મિલ ઉસ નુક્તા-નવાઝસે
| |
| હાસિલ કર ઉસકી રઝા-મંદી
| |
| વો ગજબનો તાંત્રિક હૈ : મુરાદ તેરી પૂરી કર દેગો
| |
| વો ગજબનો રંગરેઝ હે : ચૂનર તેરી રંગ દેગો
| |
|
| |
| ભૂમિતિ બની જાય છે ભૂમા
| |
| ને ચન્દ્ર, એક વર્તુળ, ગઝલનુમા
| |
| રાતું
| |
| :: નારંગી
| |
| :::::: કેસરી
| |
| :::::::::: પીત
| |
|
| |
| આકુળવ્યાકુળ દિગંત શોધ્યા કરે છે
| |
| પ્રતિપદાથી પૂર્ણિમા પર્યંત
| |
| પણ
| |
| હવે ક્યાંથી જડે એ, –
| |
| ઇહલોકનો ઇન્દુ
| |
| રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ
| |
| </poem>
| |
|
| |
| == કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧ ==
| |
|
| |
| <poem>
| |
| કરુણાભર્યા
| |
| હાડકાંના દાગતરની જેમ
| |
| કવિતા સર્જરી કરે છે
| |
| ને કાળજીપૂર્વક
| |
| બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા
| |
| </poem>
| |
|
| |
| == કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭ ==
| |
|
| |
| <poem>
| |
| કવિતા
| |
| પાણીનું એક ટીપું લે છે
| |
| એમાં કરે છે ઝીણો છેદ
| |
| સાચવીને કાઢી લે છે બધો ય મીઠો ગરભ
| |
| પછી એ પોલાણમાં ઠાંસી ઠાંસીને ભરે છે પવન
| |
| ફુલાવે છે
| |
| ને આમ તૈયાર થયેલા કિફાયતી પરપોટા
| |
| વેચે છે
| |
| તરસ્યા લોકોને
| |
| પાણીને ભાવે
| |
| </poem>
| |
|
| |
| == કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮ ==
| |
|
| |
| <poem>
| |
| કવિતા
| |
| રહેમદિલીથી ભોંકી દે છે
| |
| જમૈયો
| |
| તમારા જિગરમાં
| |
|
| |
| કતલના હેતુ વિશે હોતી નથી કોઈને ખબર
| |
| મરનાર ઇસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ
| |
| જ્યારે ઊલટતપાસ થાય છે
| |
| ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો
| |
| ખરે વખત મશગુલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં
| |
| ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર
| |
|
| |
| છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
| |
| કતલનું હથિયાર
| |
| ત્યારે એ હોય છે
| |
| એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું
| |
| </poem>
| |
|
| |
| == પુત્રવધૂને ==
| |
| (ગૃહસ્થસંહિતા શેષ-૨)
| |
|
| |
| <poem>
| |
| ૧
| |
| ભરતમુનિ
| |
| નોંધવાની વીસરી ગયા છે
| |
| તે સર્વ મુદ્રાઓ તારે હસ્તક :
| |
| જરા જેટલી નમેલી ગરદને ફુદીનાની ડૂંખ ચૂંટતી આંગળીઓ
| |
| રત્નાકરની સ્મૃતિને સૂકવીને
| |
| લવણની અમસ્થી ચપટીમાં રૂપાંતર કરી મૂકતી
| |
| તર્જની અને અંગૂઠાની અટપટી જુગલબંદી
| |
|
| |
| ખેલંદાની જેમ
| |
| રસોઈઘરમાં ઘૂમતા તારા રસિક હાથ
| |
| રાસનો ચોક અને રસોઈઘરનો ચોકો
| |
| હવે ઉભય તદાકાર
| |
|
| |
| અઢી વાગ્યાની પેલી રસોઈ શૉની ઍન્કર
| |
| ક્યારની બબડ્યા કરે છે તારા કાનમાં
| |
| એક ચમચી અજમો
| |
| આધા ચમ્મચ ધનિયા ને નમક સ્વાદ અનુસાર
| |
| (અક્ષર માત્રા ગણ યતિ ને યમક નાદ અનુસાર
| |
| મારા કાનમાં)
| |
|
| |
| મયૂર પર સવાર થઈને આવેલી
| |
| રસોઈ શૉની એન્કર
| |
| નવી વાનગી ચાખે છે ને મારા અવાજમાં
| |
| ડિલિસિયસ ડિલિસિયસ એવું
| |
| સાચ્ચા દિલથી બોલે છે
| |
|
| |
| હું રસિકજન છું : આ ભૂખ મારું ભૂખણ છે
| |
| (વાંકદેખા નવરસિયા કવિઓ મને ખટસવાદિયો કહે છે)
| |
|
| |
| મને કહેવા દે : તારા થકી
| |
| નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
| |
| મારા કુળની ક્ષુધાને
| |
|
| |
| ૨
| |
| પૂર્વજોની નવી ભાષામાં
| |
| તારી નાભિની ફરતે
| |
| લખાઈ રહી છે એક કવિતા :
| |
| તેં ઝબ્બે કર્યું છે અંતરીક્ષને
| |
| સૃષ્ટિના સકળ આકારો
| |
| લયાન્વિત સુખની સાક્ષી પૂરે છે
| |
| તારી કૂખમાં
| |
| મારી ઇકોતેર પેઢીઓએ ગોખેલાં રંગસૂત્રોથી
| |
| તું સિદ્ધ કરવા મથે છે સ્વયંને, નવેસરથી
| |
|
| |
| આરંભે જે અલ્પવિરામ
| |
| તારી આનંદગર્ભિત લિપિમાં
| |
| તે જ આખરે તાજી કૂંપળ જેવડું આશ્ચર્યવિરામ
| |
|
| |
| છેવટે કનકની ભીંતની તરડમાં કલ્પવલ્લી ઊગી નીકળી છે
| |
| ઘરની દીવાલને અબરખની પોપડીઓ બાઝી છે
| |
| વળગણીએ મેઘધનુષ સુકાય છે
| |
| પરોઢનાં બધાં પંખીઓએ
| |
| ગિરવે મૂક્યો છે કેદારો અમારા ઘરમાં, રાજીખુશીથી
| |
| પ્રત્યેક સ્વર હવે શ્રુતિરમ્ય
| |
| પ્રત્યેક રેખા હવે નયનાભિરામ
| |
| વ્યાકરણમાં બેસી ગઈ છે અગાધ ગંધ વિસ્મયની
| |
|
| |
| જો કે કવિઓમાં હું નથી કોઈ ઉશના કવિ
| |
| હું તો કેવળ ગૃહસ્થ છું
| |
| જેને માથે રાતાં નળિયા ને ઊજળાં પળિયાં
| |
| જેને જડી આવ્યો છે એક સુખદ અંત્યાનુપ્રાસ :
| |
| ધન્ય ગ્રહસ્થી
| |
| ધન્ય નિવાસ
| |
|
| |
| મને કહેવા દે : તારા થકી
| |
| નવી જ વ્યંજના પ્રાપ્ત થઈ છે
| |
| મારા કુળની તૃપ્તિને
| |
| </poem>
| |
|
| |
| == દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ ==
| |
| (હિમની અવળવાણીમાં અગ્નિ)
| |
|
| |
| <poem>
| |
| ઘૈડિયાં વાતો કરે છે,
| |
| આવો શિયાળો તો બાપ, નથી દીઠો બાપજન્મારામાં
| |
| કે વાંઝણીને કસુવાવડ થઈ જાય
| |
| ને દાયણ ઉકરડે ફજેટી આવે
| |
| બરફગરભનાં લોચા.
| |
| સૂનકારમાં
| |
| સિસોટીભેર સુસવાટા મારતો આ પવન
| |
| અણિયાળા સોયાથી
| |
| જાણે ખચ્ ખચ્ સાંધ્યા કરે છે
| |
| માણસનાં ચામડાને
| |
| હિમજુગ સાથે.
| |
| સહુની માંસમજ્જામાંથી કેમ ઊઠે છે
| |
| કહોવાયેલા બરફની ગંધ?
| |
| ને કહોવાયેલા હરફની ગંધ હોઠમાંથી?
| |
| મનમાં ઊંડે ઊંડે ઠૂંઠવાયા કરે છે
| |
| તે કિયા ઝાડનું અવળમૂળિયું ઠૂંઠું?
| |
| આ ઠંડીગાર દેગડીમાં શું ભર્યું છે?
| |
| ક્ષુધા કે સુધા?
| |
| શાનાં આંધણ મૂક્યા છે અન્નપૂર્ણાએ?
| |
| આંધીનાં, આધિના કે વ્યાધિનાં?
| |
|
| |
| આ ટાઢીબોળ રાતે
| |
| ઊંધી વાળી દીધેલી તાવડી કને
| |
| ઠારના લોંદામાંથી
| |
| કોણ રોટલાની જેમ ટીપવા મથે છે શિયાળુ ચન્દ્ર?
| |
| ઇંધણાં વીણવા ગૈ’તી મોરી જગદંબા –
| |
| તે મધરાત લગણ કેમ પાછી વળી નથી?
| |
| અમાસની સૂકી રાતનાં
| |
| કાળાભમ્મર છોતરાં એકઠાં કરી
| |
| હજી ચકમકની માફક કોણ ઘસે છે ક્ષણથી ક્ષણને?
| |
| આ ગળી રહ્યાં છે કોનાં સઘળાં અંગ હિમાળે?
| |
| પક્ષપાતથી પ્રેમ કર્યાના પાપે પડતું કોણ હિમમાં પરથમપ્હેલું?
| |
| અસૂયાના હિમસ્પર્શે કોની ગળી આંગળી?
| |
|
| |
| તને મારી શીતાગાર જઠરના સોગંદ
| |
| હે શીતકાળના સાચા સગલા
| |
| હે વણસગપણના મરણમરગલા
| |
| પરગટ કરી બતાડ તારા ગૂઢારથને ને બોલ
| |
| બોલ કે ઠીંગરાયેલું લોક
| |
| કેમ રઘવાયું થઈને દોટ મૂકે છે વડવાએ સંતાડેલી આગ શોધતું બધ્ધે
| |
| દશે દિશામાં, અહીં તહીં, અડખે પડખે, નીચે ઉપર ને મધ્યે? -
| |
| સહુની ભીતર આગ હતી તે ક્યાં ખોવાઈ?
| |
| ::: મૂળિયાં લગ અગનિને લાગી આજ ઊધાઈ?
| |
| ::::: કે લાગ જોઈને આગ જ ટાઢ બની પથરાઈ?
| |
| </poem>
| |
|
| |
| == વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો ==
| |
|
| |
| <poem>
| |
| ભાષા, તને ભોગવીને ભવૈયા
| |
| જણે ગાભણા થૈ સવાસો સવૈયા
| |
|
| |
| ખડકાળ ખડિયામાં ખૈયામ માણસ
| |
| અલમ્ હું કલમ ખોતરું છું. ખમૈયા
| |
|
| |
| ગિરવે મૂકી જીભને શબ્દવંશી
| |
| ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા
| |
|
| |
| તરસ લાગતાં તીર પણ કોણ તાકે
| |
| બધા ઊંઘતા બૂઝવી બાણશૈયા
| |
|
| |
| ખૈયામ, ભાષા, તરસ, તીર, તુક્કો
| |
| ખડિયે ફૂટ્યા પુખ્તવયના પવૈયા
| |
|
| |
| તાળી પડે, ઊંઘતી આંખ ઊડે
| |
| અને સ્થળસમય કેવળ ભૂલભૂલૈયાં
| |
|
| |
| વલોવ્યા કરે શાહીને નિત્ય ખંતે
| |
| નગરવૈશ્ય તું ફેરવ્યા કર રવૈયા
| |
|
| |
| કલમ ખોતરું, ફાંસ વાગે તરસની
| |
| તરત ડોક મરડી ટહુકે બપૈયા
| |
|
| |
| બધા ગાભણા, ક્યાં અખોવન પરંતુ
| |
| હશે ક્યાં કહો ભીડભંજન કવૈયા
| |
|
| |
| સુંદરધ્રિબાંગોની અક્ષૌહિણીમાં
| |
| હણે તો હણે કોણ કોને ગુંસૈયાં
| |
| </poem>
| |
|
| |
| == કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની ==
| |
|
| |
| <poem>
| |
| પર્વતો છૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરું
| |
| શુભ્રમાં સ્યાહીની રજ મૂકીને નજરાણું ધરું
| |
|
| |
| તત્પુરુષો દૂંટીએ ઢનું કમલ ધારણ કરે
| |
| પાંખડી આરૂઢ હું રઢિયાળ ધિંગાણું કરું
| |
|
| |
| બુંદ ઝાકળનું જરી ફોલું તો પર્જન્યો જડે
| |
| રજકણે પિંગળ પૂરી વ્યાકુળ વીજાણુ કરું
| |
|
| |
| લે કનકની ભોમ ને વિદ્રમના ખંભો તજી
| |
| આ ચણોઠીના કી૨મજી ઘરમાં ઠેકાણું કરું
| |
|
| |
| કે વધેલા નખથી ખોતરતો નભસ્માં દિગ્ગઝલ
| |
| ઝૂમખું નક્ષત્રથી કાગળનું તરભાણું ભરું
| |
|
| |
| સ્પર્શથી સુંદરધ્રિબાંગે શેર મક્તાનો કથ્યો
| |
| ફૂંક મારીને પ્રજળતું ચંદ્રનું છાણું કરું
| |
| </poem>
| |
|
| |
| == તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને ==
| |
|
| |
| <poem>
| |
| તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને
| |
| એ ગયાં આઘે અને વરસાદ થૈ આવ્યાં કને
| |
|
| |
| ગંધમાદન ટેકરી પર વાદળાં ઘેરાય છે
| |
| એકબે ફોરાં ખરીને મઘમઘે તારાં સ્તને
| |
|
| |
| લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી
| |
| તે ચણોઠીલૂમખાં થૈ ઝૂલતી ગાઢાં વને
| |
|
| |
| સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા
| |
| ભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને
| |
|
| |
| એમના વાવડ લઈને દૂ...રથી આવ્યો હતો
| |
| પાંપણે આજે અમે રોકી લીધો વરસાદને
| |
| </poem>
| |
|
| |
| == કથા પ્રેમની કહું તને અથથી ઇતિ ==
| |
|
| |
| <poem>
| |
| કથા પ્રેમની કહું તને અથથી ઇતિ
| |
| वृथा कि करोषि झटिति झटिति
| |
|
| |
| સ્વયં સૂર્ય રૂપે હવે ઝળહળે છે
| |
| હતી જળ ને શેવાળની રમ્ય પ્રીતિ
| |
|
| |
| સ્મૃતિની ઘડી છે, સ્વયંવર રચી દો
| |
| નથી આજ જોવાં મુહૂર્તો કે મિતિ
| |
|
| |
| હવે અન્ય ગ્રંથો હું શું કામ વાંચું
| |
| નયનથી ઝરે ગૂઢ વૈદૂર્યનીતિ
| |
|
| |
| વિકટ શબ્દ વિલસે નરી વ્યંજનામાં
| |
| નથી જ્યાં જરી વ્યાકરણ જેવી ભીતિ
| |
| </poem>
| |
|
| |
| == હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે ==
| |
|
| |
| <poem>
| |
| હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે
| |
| આ વ્યથા એવી સરળ છે કે જવલ્લે સહી શકે
| |
|
| |
| તું મૂકી તો જો સકળ આકાશમાં શ્રદ્ધા પ્રથમ
| |
| તે પછીની ક્ષણને તું ઇચ્છે તો સૂરજ કહી શકે
| |
|
| |
| મેં રહસ્યો મારાં વડવાનલનાં સોંપ્યાં છે તને
| |
| તું હવે તારા કોઈ પર્વત ભણી પણ વહી શકે
| |
|
| |
| સંગ રહેવું કે વિખૂટા પડવું : તારી મુનસફી
| |
| અહીં મને તરછોડી આગળના મુકામે ચહી શકે
| |
|
| |
| છેવટે તો એ રીતે પણ સિદ્ધ એકલતા થશે
| |
| મારાં અશ્રુ તુંય લોચનનાં ખૂણે જો લહી શકે
| |
|
| |
| સ્થળ સમયમાં તેં ઉમેરી દૂરતા ને જે રહ્યું
| |
| તે સ્મરણ છે, પણ જવા દે, તું એ સમજી નહીં શકે
| |
| </poem>
| |
|
| |
| == ઘા ઉપર ચપટી લવણ આપું તને ==
| |
|
| |
| <poem>
| |
| ઘા ઉપર ચપટી લવણ આપું તને
| |
| પ્રેમની અકસીર ક્ષણ આપું તને
| |
|
| |
| નિષ્પલક આંખોને શું આપી શકું
| |
| જળનાં ટીપે જાગરણ આપું તને
| |
|
| |
| મધ્યબિંદુમાં ગહન પથ ઊઘડે
| |
| ચાખડી આપું, ચરણ આપું તને
| |
|
| |
| શલ્ય ખૂંપ્યું હોય તારા મર્મમાં
| |
| એમ મારું સાંભરણ આપું તને
| |
|
| |
| કે સ્વયં નર્તન છે એનું નામ તો
| |
| રણઝણણ નૂપુરશ્ચરણ આપું તને
| |
|
| |
| વિશ્વ છો વિખરાય રઝળુ ગંધમાં
| |
| હું કમળ મધ્યે શરણ આપું તને
| |
| </poem>
| |
|
| |
| == મુક્તાવલી ==
| |
|
| |
| <poem>
| |
| મુઠ્ઠીક રોશની ને મુઠ્ઠીક રાત આપે
| |
| ખૈરાત જેમ તમને મુઠ્ઠી પ્રભાત આપે
| |
| આ તો સમય છે : એની સાથે ટણી ન કરીએ
| |
| ખુલ્લી હથેળીઓમાં મુઠ્ઠી હયાત આપે
| |
|
| |
| ભૂલેચૂકેય દૃષ્ટિ દર્પણ ભણી ન કરીએ
| |
| આંસુની અદબ જાળવીએ, મોજણી ન કરીએ
| |
| બત્રીસલક્ષણો તું : માની લીધું, – છતાં પણ
| |
| આ તો સમય છે : એની સાથે ટણી ન કરીએ
| |
|
| |
| બત્રીસ લક્ષણો તું માની લીધું, – છતાં પણ
| |
| અથથી ઇતિ તરફ આ રસ્તા બધા જતા પણ
| |
| બીજમાં છે વૃક્ષ અઢળક, અઢળક છે પર્ણ વૃક્ષે
| |
| ને પર્ણમાં છે અઢળક ખરવાના ઓરતા પણ
| |
|
| |
| રીઝે તો પાનખરની ખાખી જમાત આપે
| |
| ખુલ્લી હથેળીઓમાં મુઠ્ઠી હયાત આપે
| |
| અથથી ઇતિ તરફ આ રસ્તા બધા જતા પણ
| |
| રેખા જે સમય આપે તે વાહિયાત આપે
| |
| </poem>
| |
|
| |
| == ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા ==
| |
|
| |
| <poem>
| |
| :ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા
| |
| ::એક ત્રાજવું ને બે પલ્લાં
| |
|
| |
| :::તંગ બસૂરો
| |
| :::માણસ તૂરો
| |
| થાપ એક આ, ભિન્ન તબલ્લાં
| |
|
| |
| :::તરલ બગાસું
| |
| :::જીવતર ત્રાંસું
| |
| પરમ જીભ પર ગલ્લાંતલ્લાં
| |
|
| |
| :::દેખ ધુરંધર
| |
| :::દર્પણ સત્વર
| |
| બત્રીસે લક્ષણ બૃહનલ્લા
| |
|
| |
| :::તુ જ વિરંચિ
| |
| :::શબ્દ પ્રપંચી
| |
| ખડિયો ખાલી/છલ્લંછલ્લા
| |
| </poem>
| |
|
| |
| == એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ ==
| |
| (સ્થિર. મનોમન. સહસા)
| |
| <poem>
| |
| પવન ચૂપ. નભ નિર્મલ. ઝૂકે ચિત્ત સરોવર જેવું
| |
| પર્ણ ખર્યું કે પંખી? – ના સમજાય; બરોબર એવું
| |
|
| |
| રંક હથેલી. તર્ક ધૂમ્રવત્ તરે. નિરુત્તર મનમાં
| |
| શિથિલ બંધનો સર્વ. કંપતું મૌન અગોચર કેવું
| |
|
| |
| જ્યોત વિષે કર્પૂર ઓગળે. સાંજ અતિશય સૂની
| |
| ચતુર્ભુજ, ઓગળતું અંતે વિશ્વ સહોદર જેવું
| |
|
| |
| મૂક અવસ્થા. સપનું પરવશ. પ્રહર ગતિ સંકોચે
| |
| પર્વતનું વર્તન આજે અસ્વસ્થ પયોધર જેવું
| |
|
| |
| તેજ હાંફતું. વિરક્ત ભાવે શબ્દ, તને સંભોગું
| |
| સભર નિસાસે હજુ ઊપસે ચિત્ર મનોહર એવું
| |
| </poem>
| |
|
| |
| == કાવ્યમધ્ય : ૨ ==
| |
| (આકૃતિ * છાંદસી * વ્યંજના * અભિધા)<br>
| |
| '''આકૃતિ'''
| |
|
| |
| <poem>
| |
| દૂર દેશેથી મનોગતના પ્રસરતી જે શ્રુતિ
| |
| પત્ર પર મૂકું અને પામું તને, હે આકૃતિ
| |
|
| |
| કે ત્વચા પર ચિત્ર તૃષ્ણાનું મૂકી ઊડી ગઈ
| |
| સ્પર્શમાં સંચિત તારાં સર્વ જન્મોની સ્મૃતિ
| |
|
| |
| શબ્દમાંથી શિલ્પ કંડારી લઈ વૃત્તિ તણું
| |
| રૂપનું બંધન ધરી ઊભી અનર્ગલ પ્રકૃતિ
| |
|
| |
| મૂર્ત હે! તારા મહીં ઊમટો અગોચરની રતિ
| |
| સર્ગના આવાહને અર્પું ધ્વનિની આહુતિ
| |
|
| |
| સ્વપ્નનું પુદ્ગલ રચાયું છે મૃદુ અક્ષર વડે
| |
| લોચને નિદ્રા ઝરે ને પક્ષ્મધારે જાગૃતિ
| |
| </poem>
| |
|
| |
| == વ્યંજના ==
| |
|
| |
| <poem>
| |
| સેરવી કટિવસ્ત્રને પ્રકટી ક્ષણો શૃંગારની
| |
| વ્યંજના! કેવળ હવે તું સૂચના અભિસારની
| |
|
| |
| મત્ત પુંકેસરની ટોચેથી ઝરે તે અક્ષરો
| |
| ને હવામાં ગંધ છે તે અર્થ કે આકારની?
| |
|
| |
| નિસ્સમય વચ્ચે સહજ જ્યાં સંચરે વાગીશ્વરી
| |
| શબ્દમાં સંમોહિની પમરે ષડ્જ ગાંધારની
| |
|
| |
| પુષ્પવત્ પૃષ્ઠો ઊકલતાં જાય છે માનસ વિષે
| |
| ઊઘડે ઇન્દ્રિયવત્ ઉચ્છલ કથા અંધારની
| |
|
| |
| અન્વયો પ્રાદુર્ભવે, દ્વન્દ્વો શમે છંદોલયે
| |
| પ્રાણમાં પ્રસરી ગઈ ભાષા સકલ સ્વીકારની
| |
| </poem>
| |
|
| |
| == અભિધા ==
| |
|
| |
| <poem>
| |
| રે અભિધા! તું અને આ શુભ્ર કાગળની ધરા
| |
| લક્ષણા-ભારે લચી, પગલું ભરે તું મંથરા
| |
|
| |
| વ્યક્ત કરવાને મથે છે તું સ્વયંને, રમ્યને
| |
| લયલિપિમાં બદ્ધ જાણે કોઈ શાપિત અપ્સરા
| |
|
| |
| કલ્પદ્રુમે પર્ણકલ્પનનાં નિમંત્રણ ફરફરે
| |
| તું પ્રવેશી ગઈ સકલ વિષે ઋતુ ઋતંભરા
| |
|
| |
| શાહીમાં વ્યાપી વળી સત્તા હવે સુંદર તણી
| |
| શબ્દમાં તું : પેયના માધુર્યમાં જ્યમ શર્કરા
| |
|
| |
| અર્થનાં પુષ્પો, વ્યથા ને અક્ષરો ઉત્સવ બને
| |
| આ મુહૂર્તે હોઠ પર ચુંબન મૂકી દે સ્રગ્ધરા
| |
| </poem>
| |
|
| |
| == કાવ્યઉત્તર ==
| |
| (શિથિલ, પૂર્વવત્, રિક્ત)
| |
|
| |
| <poem>
| |
| પવનમાં ઓગળ્યાં પંખી મૂકી નભને મનોહરમાં
| |
| હવે વ્યત્યય મુખરતો ફૂલનો મસૃણ પથ્થરમાં
| |
|
| |
| હથેલીમાં પુનઃ વ્યાપી વળી છે રિક્તની રમણા
| |
| સ્વયંને સંગ્રહે કોઈ હજુયે શૂન્યના સ્વરમાં
| |
|
| |
| શમ્યા તે સંશયો આ ભુર્જપત્રોની ત્વચા વિષે
| |
| હવે સરહદ ઊલંઘીને ઢળે શાહી નિરક્ષરમાં
| |
|
| |
| અમલ ત્યાંથી જ આરંભાય છે અનહદની ભાષાનો
| |
| સમાપન પામતા બે હોઠ જ્યાં નીરવ નિરંતરમાં
| |
|
| |
| ખરેલું ક્રૌંચનું પીછું સભરના દ્વાર પર ભૂલી
| |
| પ્રવેશ્યા પૂર્વવત્ મનમાં શિથિલ, – અર્થાત્ નશ્વરમાં
| |
| </poem>
| |
|
| |
| == છટ્ ==
| |
|
| |
| <poem>
| |
| ટ્રાંકિવલાઇઝરની ટીકડી જેવા ગીતગઝલના
| |
| એકધારા લય-આવર્તનોની થેરપીની જરૂર નથી, છટ્
| |
| :::* લાભશંકર ઠાકર *
| |
|
| |
| બકદ્રે – શૌક નહીં જર્ફે – તંગના – એ – ગઝલ
| |
| કુછ ઔર ચાહિયે વુસ્અત મેરે બયાં કે લિયે
| |
| :::* મિર્ઝા ગાલિબ *
| |
|
| |
| ગુજરાતી ભાષાની કાંસાની ટબૂડીમાં ગાલિબનાં
| |
| આ શેરને રૂપાંતરે કંઈક આમ ખખડાવી શકાય :
| |
|
| |
| ::તંગ આઠે પ્રહર અઢારે અંગ રાખે છે
| |
| ::ગઝલની તંગ ગલી અમને તંગ રાખે છે
| |
| ::વિશાળ રંગભૂમિ આપો તો બતાવી દઉં
| |
| ::અમારા શબ્દ પછી કેવો રંગ રાખે છે
| |
|
| |
| અમે આ બન્ને ઉક્તિઓની સહોપસ્થિતિ અત્યંત
| |
| સાભિપ્રાય રચી છે : ગઝલ અહીં ‘માંહ્ય પડ્યા તે
| |
| મહાસુખ માણે, દખણહારા દાઝે જોને’ એ
| |
| પંક્તિઓને ભરપૂર ભોંઠી પાડે છે! અહીં તો ‘માંહ્ય
| |
| પડેલો’ ને ‘દેખણહારો’ બન્નેવ સરખાં દાઝેલાં છે.
| |
| વિધિની વક્રવ્યંજના તો જુઓ કે ભિન્નભિન્ન
| |
| દેશકાળમાં ભિન્ન ભિન્ન ભાષાઓમાં મર્યાદા
| |
| સ્વરૂપોત્તમ ગઝલ, કવિતાનાં રુદ્રોને મહાસુખ
| |
| આપીને, છેવટે, અનહદ દૂભવી શકે છે.
| |
| આ નિમિત્તે, આ રચનાઓમાં ગઝલનાં અઢારે
| |
| વક્રલલિત અંગોને અમથું અમથું અઢાર વખત
| |
| ‘છટ્’ કહેવાનો ઉપક્રમ છે, તો બોલો, ઇર્શાદ.
| |
| || ૧ ||
| |
| ::ગઝલ ગુર્જરી છે, હરિ ૐ તત્ છૂટ્
| |
| ::વિકટ વૈખરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::એ મૃગનયની છે, હો ભલે સ્હેજ ફાંગી
| |
| ::જરા માંજરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::ફળી છે મને શબ્દની સાત મુદ્રા
| |
| ::ગઝલ ખેચરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::ઘડી અંગનો મેલ લઈ ફુરસદે પણ
| |
| ::એ અણઘડ ઠરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::અમે જે થકી આ હૃદયફળને કાપ્યું
| |
| ::કનકની છરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::કોઈ તાગી શકતું નથી એનું તળિયું
| |
| ::છતાં છીછરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::સકળ શૂન્ય જેમાં કર્યું છે મેં સંચિત
| |
| ::તરલ તશ્તરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::ભૂવા, તું ભણ્યા કર આ ભાષાનો મંતર
| |
| ::ગઝલ વૈંતરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::મને માફ કરજો, ફરિશ્તાની પ્યાલી
| |
| ::મેં એંઠી કરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::કીડીના પગે જેને મેં બાંધી દીધી
| |
| ::ઝણક ઝાંઝરી છે, હરિ ૐ તત્ છટ્
| |
|
| |
| ::છે બંદાને ગાલે હજી સૉળ એના
| |
| ::ચપટપંજરી છે, હરિ ૐ તત્ છટ્
| |
| </poem>
| |
|
| |
| == સુનો ભાઈ સાધો ==
| |
|
| |
| <poem>
| |
| ફરી અગ્નિનાં વસ્ત્ર વણવાને સ્વાહા
| |
| કમળફૂલ મધ્યેથી પ્રકટ્યા જુલાહા
| |
|
| |
| ફરી જીવને આજ શાતા વળે છે
| |
| ફરી એ રીતે દેહ ઝંખે છે દાહા
| |
|
| |
| ફરી પ્રાર્થનાઓ તને કરશે વિચલિત
| |
| ફરી એક ગજને મકરના છે ગ્રાહા
| |
|
| |
| ફરી થઈ ગઈ જો ને હતપ્રભ હયાતી
| |
| ફરી એક ક્ષણની થશે વાહવાહા
| |
|
| |
| ફરી એમનું લક્ષ્ય ખેંચી શક્યો છું
| |
| ફરી શબ્દનું તીર સનન્સન્ન આહા
| |
|
| |
| ફરી આચમન મેં કર્યું જાહ્નવીનું
| |
| ફરી ગુમ કાંઠા ને ગાયબ પ્રવાહા
| |
|
| |
| ફરી એ જ રોનક અને રોશની છે
| |
| ફરી એ જ શૂળી ઉપર ઈદગાહા
| |
|
| |
| ફરી રમ્ય અપરાધ એનાં સ્મરણનો
| |
| ફરી એ જ સાખી ફરી એ ગવાહા
| |
|
| |
| ફરી સ્વપ્નમાં જેને મોહી પડ્યાં’તાં
| |
| ફરી એની પરછાંઈ સંગે વિવાહા
| |
|
| |
| ફરી મનમાં કોણે કબર ખોદી લીધી
| |
| ફરી આ ગઝલ જાણે આરામગાહા
| |
|
| |
| કહતા કબીરા, સુનો ભાઈ સાધો
| |
| ફરી શિર ઉપ૨ કલ્પવૃક્ષોની છાંહા
| |
| </poem>
| |
|
| |
| == એક મુફલિસની રેવડી જાણે ==
| |
|
| |
| <poem>
| |
| એક મુફલિસની રેવડી જાણે
| |
| છે કયામતની આ ઘડી જાણે
| |
|
| |
| તરસને ઘૂંટણે પડી જાણે
| |
| એ જ પી જાણે લડખડી જાણે
| |
|
| |
| રિન્દની આ રસમ ઇબાદતની
| |
| તેજ સાથે તડાફડી જાણે
| |
|
| |
| મૂક પરથમ પહેલાં મસ્તક તું
| |
| એ રીતે કે ન પાઘડી જાણે
| |
|
| |
| આભ ફાડે છે ખુદ રફૂગર થૈ
| |
| ચાલ ચાલે છે બેવડી જાણે
| |
|
| |
| કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
| |
| આમ કરતી પડાપડી જાણે
| |
|
| |
| તોછડી છે એની રહેમતની અદા
| |
| આપણી કૈં નથી પડી જાણે
| |
|
| |
| એને મઝધાર શું કિનારો શું
| |
| પાણી વચ્ચે જે તરફડી જાણે
| |
|
| |
| એના આવ્યાના સહેજ ભણકારે
| |
| આ ગલી પડશે સાંકડી જાણે
| |
|
| |
| આ ગઝલ એમની ઇશારત પર
| |
| વાત પરખાવે રોકડી જાણે
| |
| </poem>
| |
|
| |
| == જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો ==
| |
|
| |
| <poem>
| |
| જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો
| |
| કબરની સાદગીથી ઘર હવે શણગારવું, સાધો
| |
|
| |
| સમજ પડતી ન’તી તેથી બીડ્યા’તા હોઠ સમજીને
| |
| બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું સાધો
| |
|
| |
| તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
| |
| ગણતરી રાખી શીદ એકેક આંસુ સારવું, સાધો
| |
|
| |
| અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઈને
| |
| અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો
| |
|
| |
| સિતમનો હક બને છે એમનો, શું થાય? સ્નેહી છે
| |
| કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો
| |
|
| |
| સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત
| |
| બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો
| |
| </poem>
| |
|
| |
| == ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી ==
| |
|
| |
| <poem>
| |
| ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
| |
| તેજથી જે હોય તાલેવંત એ રાત જ જુદી
| |
|
| |
| આભને ખરતા સિતારા : પાંદડાને પાનખર
| |
| એ સખીદાતાર, એની ખાસ ખૈરાત જ જુદી
| |
|
| |
| જખ્મને જાસૂદની માફક જે હળવે ખીલવે
| |
| લોહીમાં લબક્યા કરે સાદ્યંત એ રાત જ જુદી
| |
|
| |
| દર્દ ને રાહત પરસ્પરમાં પરોવે રાતભર
| |
| એમની હિકમત જુદી ને એમની વાત જ જુદી
| |
|
| |
| સૂર્યનું બીડું ઝડપવા જાતને ભૂસ્યા કરે
| |
| પણ ન છોડે જે લીધેલો તંત એ રાત જ જુદી
| |
|
| |
| રાત રહેશે જ્યાહરે આ પાછલી બસ ખટઘડી
| |
| શબ્દના બંદાથી પડશે નાગરી નાત જ જુદી
| |
|
| |
| જેવી જેની હેસિયત હો : રાતને જાણે છે સૌ
| |
| ચાંદની જાણે ને જાણે સંત એ રાત જ જુદી
| |
| </poem>
| |
|
| |
| == છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો ==
| |
|
| |
| <poem>
| |
| છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો
| |
| કે દુશ્મનીનો અજાયબ પ્રકાર છે, સાધો
| |
|
| |
| ગજબનો આયના પાછળ ખુવાર છે, સાધો
| |
| કોણ આવી રીતે અંદર-બહાર છે, સાધો
| |
|
| |
| તું તકેદાર રહેજે ખુશ્બૂના ખુલાસાથી
| |
| પીઠ પર ગુલછડીનો ગૂઢ માર છે, સાધો
| |
|
| |
| તકાજો દર્દનો હકીમ બુલંદીથી કરે
| |
| રુઝાતા ઘાવ પર પાછો પ્રહાર છે, સાધો
| |
|
| |
| બધી જ ક્ષણ ઉપર તહોમત મૂક્યું છે તેં ઘરનું
| |
| અસલમાં એ તો અધૂરી મઝાર છે, સાધો
| |
|
| |
| રોજ કાસિદ બને છે પાણીનાં ઘાયલ ટીપાં
| |
| વાત ઝીણી છતાં કેવો તુમાર છે, સાધો
| |
|
| |
| ખરીદી કરવા નીકળે તો એ ખુદા શાનો
| |
| આમ ખોટી ન થા, આ તો બજાર છે, સાધો
| |
|
| |
| મરણ મળે નહીં તો લે સ્મરણ અવેજીમાં
| |
| જીવવા માટે તો રસ્તા હજાર છે, સાધો
| |
|
| |
| અમસ્થી રેવડીથી ભૂખપ્યાસ તોળે છે
| |
| ફકીર કેટલો માલેતુજાર છે, સાધો
| |
|
| |
| જિગર કે તીરની ક્યાં વાત છે? હકીકતમાં
| |
| એક અહેસાન એનું આરપાર છે, સાધો
| |
|
| |
| કહેજો એમને, મુશ્કિલ છે હુજૂર બચવાનું
| |
| અમારી બંદગી આજે ખૂંખાર છે, સાધો
| |
|
| |
| કઈ સાલોં કે બાદ હમ ગઝલસરા જો હુએ
| |
| હવે તારી ઉપર દારોમદાર છે, સાધો
| |
| </poem>
| |
|
| |
| == મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની ==
| |
|
| |
| <poem>
| |
| મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની
| |
| મારી નમાઝ નભથી આગળ ધપી જવાની
| |
|
| |
| મરૂથળની મધ્ય મોતી, સમજી લે, એ જ મન છે
| |
| ચળકે છે તોય કેવળ એ ચીજ ઝાંઝવાની
| |
|
| |
| બત્રીસ કોઠે દીવા પેટાવી દઉં, શરત છે
| |
| અગનિની અંજલિને આકંઠ પી જવાની
| |
|
| |
| શું થાય? તરસ અમને એના દીદારની છે
| |
| આદત પડી ગઈ છે દેખીને દાઝવાની
| |
|
| |
| નિઃશ્વાસની હવામાં ઘેરી અસર ઘટાની
| |
| ઉનચાસ મરુતોને આજે ટપી જવાની
| |
|
| |
| દુનિયાનાં તખ્ત તારાં, અમને તો ઝીણી ઝંખા
| |
| એકાદ ફૂલપત્તી ઉપર બિરાજવાની
| |
|
| |
| ઝાકળ યદિ તું રંચક તારું રહસ્ય ખોલે
| |
| અમનેય અધીરાઈ ક્ષણમાં ખપી જવાની
| |
|
| |
| સોદો કરો છો હકનો તો એમાં શાની રકઝક
| |
| તમને ન શોભે, સાધો, તજવીજ ત્રાજવાની
| |
|
| |
| મુરશિદની વાટ જોતાં ઊભાં ઉઘાડે ડિલે
| |
| ઓગળતી ચાંદનીમાં કાયા તપી જવાની
| |
|
| |
| એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે
| |
| આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની
| |
| </poem>
| |
|
| |
| == તેજ તાવે છે સત સતાવે છે ==
| |
|
| |
| <poem>
| |
| તેજ તાવે છે સત સતાવે છે
| |
| ::એ હિસાબો જૂના પતાવે છે
| |
| ઓસથી અગ્નિ અલગ કરવાને
| |
| ::રક્તનાં બુંદ કાં તપાવે છે
| |
|
| |
| કરે છે હદ હવે કાસદનો જુલમ
| |
| ::દૂરથી હાથ બે હલાવે છે
| |
| સાવ કોરી ચબરખી આપીને
| |
| ::એમના દસ્તખત બતાવે છે
| |
|
| |
| કફનને પાઘડી કહી દો તો
| |
| ::દબદબાથી એ શિર ઝુકાવે છે
| |
| એ જ કાશી ને એ જ કરવત છે
| |
| ::એ જ જૂની રસમ નભાવે છે
| |
|
| |
| આજ તાંબુલની કૈં વિસાત નથી
| |
| ::એ સ્વયં પાનખરને ચાવે છે
| |
| ખરાખરીનો ખેલ : ખેલંદો
| |
| ::શબ્દનું બીડું જ્યાં ઉઠાવે છે
| |
|
| |
| ઠેઠ પહોંચે છે ઠોઠ રહીને જે
| |
| ::છેવટે એક ફકીર ફાવે છે
| |
| એનું ભણતર છે અજાયબ, સાધો
| |
| ::સમર્થ શૂન્યને ઘૂંટાવે છે
| |
| </poem>
| |
|
| |
| == કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર ==
| |
|
| |
| <poem>
| |
| કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર
| |
| શક્ય છે, આવી ચડ્યા હો આપણા ધામે કબીર
| |
|
| |
| એ જ માણસ ભીડમાં એકાંત સાચવતો હશે
| |
| સત્ત્વથી સાહેબ જે ને હાડ ને ચામે કબીર
| |
|
| |
| ગંધનો તાણો ને વાણો ગૂઢ મલયાનિલનો
| |
| જો, કમલપાંદડીઓ ગૂંથે એક જણ, નામે કબીર
| |
|
| |
| નાવમાં ડૂબેલી નદીઓમાંથી એકાદી જડી
| |
| જેના આ બાજુના કાંઠે હું અને સામે કબીર
| |
|
| |
| બીજની માયા વિદારી વૃક્ષમાં વિકસી ગયા
| |
| ને પછી હળવે બિરાજ્યા વડના વિસામે કબીર
| |
|
| |
| મર્મસ્થળનાં સૌ રહસ્ય એમને અર્પણ હવે
| |
| તીર તાકીને ઊભાં છે આપણી સામે કબીર
| |
|
| |
| તારા અપરંપાર ચ્હેરા તું ઘડી ભૂંસી શકે
| |
| તો પછી તારાં પ્રતિબિંબોમાં તું પામે કબીર
| |
|
| |
| આજ દેખી મીન પિયાસી ફિરસે ગહરે પાની મેં
| |
| ઢાઈ અચ્છરકા વો યાદ આયા હૈ પૈગામે કબીર
| |
|
| |
| શબ્દસ્નેહી જ્યાં સુધી વસતા હશે તારે નગર
| |
| આ ગઝલને ઘૂંટતા રહેશે નવા નામે કબીર
| |
| </poem>
| |
|
| |
| == ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો ==
| |
|
| |
| <poem>
| |
| ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો
| |
| ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| તમસપુંજો ઘુમરતાં ગર્ભનાં નભમાં નિરાલંબે
| |
| ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| હતો એક જ પુરુષ કે જેનો પડછાયો ન’તો પડતો
| |
| રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો
| |
|
| |
| મરુથળ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોરા
| |
| ઊગ્યાં મેરુ તણા દંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| વળી, મનના ફૂંક્યા મંતર, લઈ પાણીના પરપોટા
| |
| ભભૂક્યાં કૈંક બ્રહ્મંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| અલલપંખીનાં પીંછાંથી ફરિશ્તા ચીતરી બેઠા
| |
| અહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો
| |
|
| |
| અવળવાણીય સમજત પણ ઇશારતમાં તે શું સમજું
| |
| હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| અહીં ઘર માંડતાં પ્હેલાં જડે ખંડેરના નકશા
| |
| ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન
| |
| પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો
| |
|
| |
| તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે
| |
| ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં
| |
| પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો
| |
|
| |
| શ્વસે તે નિજવ્યથા વચ્ચે વસે – એ સત્ય પર વસવા
| |
| વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો
| |
|
| |
| <small>ઇબાદતપૂર્વક આ ગઝલ અર્પણ સંતકવિ હુજૂર મહારાજને – જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ ૧૯૯૮માં, જેમના સાહિત્યમાં મેં આ રદીફ જોઈ : અહાહાહા અહોહોહો
| |
| અલલપંખી : કવિકલ્પનાનું એક પંખી જે આકાશમાં એવી ઊંચાઈએ ઈંડું મૂકે છે કે ધરતીનો ઈંડાંનો સ્પર્શ થતાં પહેલાં જ બચ્ચું ઈંડુ ફોડીને પાછું આકાશમાં ઊડી જાય છે. સંતસાહિત્યમાં આ પ્રતીક જોવા મળે છે.</small>
| |
| </poem>
| |
|
| |
| == જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને ==
| |
|
| |
| <poem>
| |
| જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને
| |
| નિષ્પલક આંખો તકાઈ તીર શી તાતી બને
| |
|
| |
| દડદડે આ રાત ને દાડમકળી રાતી બને
| |
| ફૂલ બદબોઈ કરે, વાયુ જ વિખ્યાતિ બને
| |
|
| |
| લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી
| |
| ને સ્વયં એંઠી મદિરા કેવી મદમાતી બને
| |
|
| |
| શાહીમાં આંસુનાં સત સ્હેજે ભળ્યાં ના હોય તો
| |
| શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતિ બને
| |
|
| |
| પાનખરનો આજ તેજોવધ થશે કે પાંદડાં
| |
| સ્હેજ ફફડી સાવ સુક્કાં પંખીની જાતિ બને
| |
|
| |
| એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાશને
| |
| શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ અચલ બાતી બને
| |
|
| |
| હંસની ક્ષુધા જ મુક્તાફળ બનીને તગતગે
| |
| સંતના લોચનમાં જોઈને ક્ષણો સ્વાતિ બને
| |
|
| |
| નામ નરસિંહનું પડે કે ઓ મુલકની પારના
| |
| સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને
| |
| </poem>
| |
|
| |
| == એટલું સત તો ક્યાંથી લાવું હું ==
| |
|
| |
| <poem>
| |
| એટલું સત તો ક્યાંથી લાવું હું
| |
| જુદી જન્નત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| ચબરખી અર્શની તું વાંચી લે
| |
| ખુદાનો ખત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| તું ચલાવી લે કોરી વસિયતથી
| |
| માલમિલકત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| એમણે અંગૂઠો બતાવ્યો’તો
| |
| તો દસ્તખત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે
| |
| એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| એમના ઉંબરે સિજદો કરવા
| |
| સર સલામત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| મઝહબી છું તો શેરિયત લાવું
| |
| કહે, શરિયત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| સાવ ચીમળાયેલું સફરજન છે
| |
| પે...લી લિજ્જત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| મળે જ્યાં ગેરહાજરી ખુદને
| |
| એવી સોહબત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| યે હૈં મશહૂર લામકાઁ ઉનકા
| |
| ફર્શ ને છત તો ક્યાંથી લાવું હું
| |
|
| |
| એના ખડિયામાં માત્ર ખુશ્બૂ છે
| |
| એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું
| |
| </poem>
| |
|
| |
| == અરે શેખ, તારી આ... ==
| |
|
| |
| <poem>
| |
| અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને મયખાનું એનું બનાવી દઉં તો?
| |
| લીલી દ્રાક્ષની આ દીવાલોમાં તારા ખુદાને હું જીવતો ચણાવી દઉં તો?
| |
|
| |
| થશે કૌતુકે મગ્ન પરભાતિયું પણ, પરોઢે આ કલબલતા કલમા સુણીને
| |
| પયગંબરોનાં પરિંદાને અમથી ફરિશ્તાની પાંખો હું પહેરાવી દઉં તો?
| |
|
| |
| હતું મ્હોં પડેલું ને રૂંધાયલો કંઠ : કાસિદ, કશું સાંભળી નહિ શકેલો
| |
| હવે કાન સરવા કરીને એ ક્ષણને કટોકટ કલેજે હુલાવી દઉં તો?
| |
|
| |
| અજબ બેખુદીમાં હું ખોવાઈ જઉં ત્યાં જ ખુદમાં અચાનક ખુદાઈ જડે છે
| |
| હવે નિજમાં ખોવાયલા ખિજ્રને પણ સહજ સીધે મારગ ચઢાવી દઉં તો?
| |
|
| |
| પલકવારમાં તુંય પામી જવાનો બુલંદીના બારીકમાં બારીક અર્થો
| |
| તને તારી ભીતર સદા સિજ્દો કરતું કોઈ શાંત બુલબુલ બતાવી દઉં તો?
| |
|
| |
| હું કાફિર ખરો પણ નમાજીથી નમણો : ભરું જામ પર જામ ઝમઝમને કાંઠે
| |
| થશે શું તમારી કયામતની ક્ષણનું, કબરમાં હું મહેફિલ જમાવી દઉં તો?
| |
|
| |
| તમારો ચહેરો નીરખતાં જ હું તો, જુઓ, બુતપરસ્તોમાં વટલાઈ ચાલ્યો
| |
| હવે કોહેતૂરની એ ટૂંકે ચઢીને ધજા ધોળી ગિરનારી ફરકાવી દઉં તો?
| |
|
| |
| કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો
| |
| ઇબાદતની એ પણ નવી રીત સમજો, હું મોઢું જરાક જ ફુલાવી દઉં તો?
| |
| </poem>
| |
|
| |
| == પુણ્ય સ્મરણ : નર્મદ ==
| |
|
| |
| <poem>
| |
| '''નવ કરશો કોઈ શોક, રસિકડાં,'''
| |
| ::'''નવ કરશો કોઈ શોક'''
| |
|
| |
| ક્ષણને આયુષ્યમાન કરું છું, જુગ ચારે કરી ફોક, રસિકડાં
| |
| લય મધ્યે લોબાન ભરું છું, મઘમઘ મૃત્યુલોક, રસિકડાં
| |
|
| |
| કાયાને ફરમાન કરું છું, કબર ભણી હો ઝોક, રસિકડાં
| |
| શ્વાસોને તોફાન તરું છું, નહીં રોક નહીં ટોક, રસિકડાં
| |
|
| |
| દર્પણને જો સાન કરું છું, સન્મુખ પ્રકટે કોક, રસિકડાં
| |
| મચકોડી મુખ માન હરું છું, – સરસ નોંક ને ઝોક, રસિકડાં
| |
|
| |
| નિજનું શરસંધાન કરું છું અહીં ઉઘાડેછોક, રસિકડાં
| |
| હું જ વિહગનો વાન ધરું છું, તમે રચી લ્યો શ્લોક, રસિકડાં
| |
|
| |
| ગઢથી ઘેર્યું જીર્ણ નગર શું છદ્મવેશમાં કાશી છે કે?
| |
| હાર સમેનાં ગાન કરું છું લંબાવીને ડોક, રસિકડાં
| |
|
| |
| તને સાંભરે, તાંદુલગઠરી? –ક્યમ વીસરે? રહી રહી મનમાં એ
| |
| પ્રસંગનાં પકવાન ધરું છુંઃ જમો, ધરો સંતોક, રસિકડાં
| |
|
| |
| ગોરજ ટાણે ભીતરનું ઘર સાદ કરે છે, ચલો ગુસાંઈ
| |
| હું કેવળ આહ્વાન કરું છું ગઝલ મધ્ય ગોલોક, રસિકડાં
| |
|
| |
| રચું ઝૂલણા, પઢું કસીદા, કહું તો કેવલ આંખન દેખી
| |
| આજ સ્વયંનું ધ્યાન ધરું છું : નિંદા કરતું લોક, રસિકડાં
| |
|
| |
| યથાશક્તિ રસપાન કરું છું, અલકમલક આલોક, રસિકડાં
| |
| મક્તામાં મન મ્યાન કરું છું, નવ કરશો કોઈ શોક, રસિકડાં
| |
| </poem>
| |
|
| |
| == પુણ્ય સ્મરણઃ મનહર મોદી ==
| |
|
| |
| <poem>
| |
| '''એથી વિશેષ ખોટ કશી હોય તો કહો'''
| |
| '''ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?'''
| |
|
| |
| ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?
| |
| અંદર જઈ શકાય એવાં ઘર હતાં જ ક્યાં?
| |
|
| |
| તહેવાર સમો ગોખ ન’તો એકે ભીંત પર
| |
| એકેય ખુલ્લી બારીના અવસર હતા જ ક્યાં?
| |
|
| |
| એવું તે શું બન્યું કે ઉલંઘી જ ના શક્યા
| |
| પળના પહાડ એવા કદાવર હતા જ ક્યાં?
| |
|
| |
| ઘડિયાળ ગોળ ગોળ જવાબો દીધા કરે
| |
| મોડા ન’તા પડ્યા તો સમયસર હતા જ ક્યાં?
| |
|
| |
| કરતી ભલે સુગંધ નિરંતર મુસાફરી
| |
| પુષ્પો તો આ સફરમાં ખરેખર હતાં જ ક્યાં?
| |
|
| |
| સ્પર્ધા અમારી મુફલિસી સાથે કરી શકે
| |
| ઈશ્વર તમારા એટલા સધ્ધર હતા જ ક્યાં?
| |
|
| |
| જન્નતની યાદીમાંથી કમી નામ અમારું
| |
| ઓ શેખ, અમે એટલા કાફર હતા જ ક્યાં?
| |
|
| |
| નાહક અખાની વાદે ચઢીને લખ્યા કર્યું
| |
| સાચું કહું? શબ્દો અખેપાતર હતા જ ક્યાં?
| |
|
| |
| અમને દીઠા કે આ તો જરા સત ચઢી ગયું
| |
| મુરશિદ અમારા બાકી સિતમગર હતા જ ક્યાં?
| |
| </poem>
| |
|
| |
| == પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}'''વેઈટ્ -એ-બિટ્!.....'''
| |
| {{Space}}'''છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.'''
| |
|
| |
| જો ન’તો પુષ્પોની સાથે વાત કરવાનો સમય
| |
| તો મહાશય, ક્યાં ઘૂંટ્યો પંખી-પુલકનો છંદ લય
| |
|
| |
| ગામથી જે શબ્દ લૈને નીકળ્યો ’તો, એ તને
| |
| લૈ ગયો ક્યાં ક્યાં : હે યાયાવર સદા આશ્ચર્યમય
| |
|
| |
| તેંય અંગૂઠા વડે જ્યાં સ્પર્શ શિલાને કર્યો
| |
| આ ઈડરિયા પથ્થરે પ્રગટે છે મઘમઘતો મલય
| |
|
| |
| કાવ્ય અદકું કાવ્ય તારું અશ્રુજલ ખારું અધિક
| |
| વેદનાથી આ હૃદય પણ આજ અદકેરું હૃદય
| |
|
| |
|
| |
| ભોમિયા વિના ભમ્યો થૈ થૈ ઝરણ કે ઝાંઝરી
| |
| પ્હાડથી નીસરીને પ્હોંચ્યો જે મુકામે તે પ્રણય
| |
|
| |
| માઈલોના માઈલો તારી જ અંદરથી પસાર
| |
| સંગતિની એક ક્ષણનો આ ગતિ મધ્યે ઉદય
| |
|
| |
| નામ તારું આપણી ભાષામાં ઓગળતું રહ્યું
| |
| એ પ્રવાહી આજ સો વરસે જલદ ને જીર્ણ મય
| |
|
| |
| વેઈટ્ એ બિટ્! આ શબ્દ છેલ્લો મૌન કહેશે તો ભલે
| |
| તું તો ગણગણતો જ રહે, હું રોકી રાખું છું પ્રલય
| |
| </poem>
| |
|
| |
| == પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે ==
| |
|
| |
| <poem>
| |
| '''મારા અક્ષરો બગડતા હોય છે.'''
| |
| '''મોતીના દાણા, હવે મોર પગલાં થવા લાગ્યાં, યું બી સહી.'''
| |
| '''પણ વાંચનારને તકલીફ પડે એ વિચારે'''
| |
| '''સહી કરવાનું મન થતું નથી'''
| |
| :::::::હરિવલ્લભ ભાયાણી પરના પત્રમાં મકરંદ દવે –'''
| |
|
| |
| {{Space}}ક ખ ગ ઘ સ્હેજ કણસીને કણસલાં થૈ ગયાં
| |
| {{Space}}મોતીના દાણા હવે તો મોર પગલાં થૈ ગયાં
| |
|
| |
| {{Space}}મેં અછોવાનાં કર્યાં તોયે અછકલા થૈ ગયા
| |
| {{Space}}શબ્દ તો અળવીતરા અર્થે અડપલા થૈ ગયા
| |
|
| |
| {{Space}}વાંકાચૂકા સત્યનું કાઢે પગેરું આ કલમ
| |
| {{Space}}અક્ષરોયે મા’તમા ગાંધીનાં સગલાં થૈ ગયાં
| |
|
| |
| {{Space}}જ્ઞ-નાં મીઠાં બોર સારુ બોરડી ઝંઝેડતા
| |
| {{Space}}પંડિતોની પાઘડી પર ઢ-ના પગલા થૈ ગયા
| |
|
| |
| {{Space}}એમની ટ્રમ્પેટના છે એ જ ગજવૈયા ગજબ
| |
| {{Space}}નિજની સંગતમાં એ તાબડતોબ તબલાં થૈ ગયાં
| |
|
| |
| {{Space}}એ અછાંદસ થૈને આભડછેટથી છેટા સર્યા
| |
| {{Space}}છંદથી છમછમ કર્યું કોકે, છમકલાં થૈ ગયાં
| |
|
| |
| {{Space}}તેં દીધેલાં રણ હજી આ ચોપડીમાં સાચવું
| |
| {{Space}}શાહીનાં મૃગજળની પાછળ મન મરગલાં થૈ ગયાં
| |
|
| |
| {{Space}}આ ગઝલના તાજિયા ટાઢા પડ્યા મક્તા વિષે
| |
| {{Space}}કાળજાં છેદીને આ કાગળ કરબલા થૈ ગયા
| |
|
| |
| {{Space}}ઓ સુખનવર, ખુશનવીસી આપની સુખ્યાત છે
| |
| {{Space}}કખગના તોય શાથી કાથાકબલા થૈ ગયા
| |
| </poem>
| |
|
| |
| == પુણ્ય સ્મરણ : રાવજી પટેલ ==
| |
|
| |
| <poem>
| |
| :::::::ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી
| |
| કાચીંડો ક્યારનો વિમાસે છે : આમ કોની ઢોચકી પડી છે બિનવારસી
| |
|
| |
| :::::ચોથું ચોમાસું સળિંગ સાવ કોરું ને
| |
| :::::::::::ઉપરથી ભેંસ બેય બાખડી
| |
| :::::છોડી ને ભાણેજાં થાળે પડે જો કાંક
| |
| :::::::::::ગલકું ખાધાની લીધી આખડી
| |
|
| |
| સગપણમાં મીઠાની ગાંગડી પડી તે આમ પડી રહી પીરસેલી લાપસી
| |
| બેઠો જૈ છેલ્લે તે પાટલે જમાઈ અને ચૌદશિયા સાવ ગયા આળસી
| |
|
| |
| :::::આખા જન્મારાની ભૂખ જેમાં સાચવી
| |
| :::::::::::તે રેશનનું કાડ ગયું ફાટી
| |
| :::::ચોપડામાં બુધિયાનું કમી કરી નામ
| |
| :::::::::::બીડી ચેતાવે ખૂંધિયો તલાટી
| |
|
| |
| ઠેઠ ઠાસરામાં ઠોકાયું ફટફટિયુંઃ ફૂટી અહીં ઓરડે જુવાનજોધ આરસી
| |
| ખૂણો પાળે છે ઘેર મર્સિયાના બોલ, એની વગડે પૂરે છે મોર ટાપસી
| |
|
| |
| ::::::::::પતંગિયું ને પાન
| |
| ::::::::એકબીજામાં અંતર્ધાન
| |
| </poem>
| |
|
| |
| == સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર ==
| |
|
| |
| <poem>
| |
| ::::::પતંગિયું ને પાન
| |
| :::::એકબીજામાં અંતર્ધાન
| |
|
| |
| પ્રભાતિયું ઝાકળમાં ઘોળી તિલક કર્યાં એકેક કુસુમને, ઓહો
| |
| વસંતવરણી ઈર્ષા આવે વૃંદાની ઓ કલ્પદ્રૂમને, ઓહો
| |
| ::::::હવે?
| |
| :::::હવે શું? -
| |
| ::::ઉદય અને ઉદ્યાન
| |
| :::એકબીજામાં અંતર્ધાન
| |
|
| |
| ખર્યા ચન્દ્રનું પીતપર્ણ તે થંભ્યું ઘડીભર હરિત મિનારે, ઓહો
| |
| સૂર્યમુખીને દરસ મંગળા કેસર ભીના પૂર્વ ગભારે, ઓહો
| |
| ::::::હવે?
| |
| :::::હવે શુ?
| |
| ::::આરત અને અજાન
| |
| :::એકબીજામાં અંતર્ધાન
| |
|
| |
| પારિજાતની પ્રીતબ્હાવરી ગંધ પવનમાં માંડ સમાતી, ઓહો
| |
| ધૂપસળી પ્રાતઃસંધ્યારત પ્રજળી ખુદ ન્યોછાવર થાતી, ઓહો
| |
| ::::::હવે?
| |
| :::::હવે શું?
| |
| ::::પ્રણય અને પ્રણિધાન
| |
| :::એકબીજામાં અંતર્ધાન
| |
|
| |
| પરોઢના ગુચ્છામાંથી એક વિહંગ ખેંચે તંત કિરણનો, ઓહો
| |
| ચૂપ જ રહેજે કવિ, અહીં અવકાશ નથી લેશે વિવરણનો, ઓહો
| |
| ::::::હવે?
| |
| :::::હવે શું? -
| |
| ::::કલમ અને કલગાન
| |
| :::એકબીજામાં અંતર્ધાન
| |
| </poem>
| |