સંચયન-૬૧: Difference between revisions

No edit summary
()
Line 303: Line 303:
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતુંઃ
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતુંઃ

દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.

દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.
</poem>
{{color|Orangered|<big>પરકમ્માવાસી</big>}}
{{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}}
<poem>
આવી ચડ્યા અમે દૂરનાં વાસી,

પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;

મનખે મનખે ધામ ધણીનું - 

એ જ મથુરા ને એ જ રે કાશીઃ
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
સંત મળ્યા તેને સાંઈડું લીધું,

ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;

અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!

ખાલી ખભે ખેપ ખેડશું ખાસીઃ
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
વેમાનની અમે વાટ ના જોતાં,

વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;

પેદલ ચાલતાં ચાલતાં મ્હાલતાં

ભમવા નીસર્યાં લખચોરાશીઃ
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
થીર મુકામમાં જંપ વળે ના,

વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;

ધરતીના કણ કણમાં તીરથ - 

એનાં અમે પરકમ્માવાસીઃ
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
</poem>
{{color|Orangered|<big>મનમેળ</big>}}
{{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}}
<poem>
{{gap|4em}}કેવા રે મળેલા મનના મેળ?

હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
{{gap|2em}}ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,

{{gap|2em}}જેવી માંડવે વીંટાય નાગરવેલઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!
{{gap|4em}}તુંબું ને જંતરની વાણી

{{gap|4em}}કાંઠા ને સરિતાનાં પાણી
{{gap|1em}}ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળઃ

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
{{gap|2em}}ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,

{{gap|2em}}જેવાં બીજ રે ફણગાય ખાતરખેડઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!
{{gap|4em}}સંગનો ઉમંગ માણી,

{{gap|4em}}જિન્દગીને જીવી જાણી;
{{gap|1em}}એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળઃ

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
{{gap|2em}}જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
{{gap|2em}}
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેરઃ
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!
</poem>
</poem>
17,602

edits